Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

મારી કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી
My Cashless Health Insurance Policy

માત્ર તમારા માટે ડિઝાઇન કરેલ વ્યક્તિગત હેલ્થ પ્લાન

કૃપા કરીને નામ દાખલ કરો
/health-insurance-plans/individual-health-insurance-plans/buy-online.html ક્વોટેશન મેળવો
ક્વોટ પુન:પ્રાપ્ત કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
સબમિટ કરો

તમારા માટે તેમાં શું છે?

તમારી જરૂરિયાતો મુજબ તમારા પ્લાનને કસ્ટમાઇઝ કરવાની સુગમતા

વેટિંગ પીરિયડ

2x ઓપીડી લાભ (પ્રીમિયમ કરતાં બમણું)

મફત વાર્ષિક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

દેશભરમાં 18400+ કૅશલેસ હૉસ્પિટલો

98%* ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ

આજના જે સમયમાં આપણે રહીએ છીએ તેમાં સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવવું એ ચોક્કસપણે એક લક્ઝરી છે. આપણામાંથી મોટાભાગના લોકોનું જીવન રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવામાં જ વ્યતીત થઈ જતું હોય છે. પરંતુ, જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે, કોઈપણ સમયે કંઈપણ થઈ શકે છે. વધતા તબીબી ખર્ચને જોઈએ તો, અચાનક આવી પડેલી કોઈપણ તબીબી કટોકટીની સ્થિતિ આપણી બચત પર જ નહીં પરંતુ આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. જ્યાં સુધી સ્વાસ્થ્યની સ્થિતિ ગંભીર ન થાય ત્યાં સુધી લોકો સમજતા નથી. ઘણી વખત પરિસ્થિતિ ખૂબ ગંભીર બની જાય છે, જેને કારણે હૉસ્પિટલમાં તાત્કાલિક દાખલ થવાની જરૂર પડતી હોય છે. આવી કોઈપણ સ્થિતિમાં, તબીબી સારવારનો ખર્ચ આર્થિક સ્થિરતાને અસર કરી શકે છે. આવી કોઈપણ મુશ્કેલીથી બચવા અને તેને ટાળવા માટે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ હોવું ખૂબ જ મદદરૂપ નિવડે છે.

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શું છે?

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ એવી પૉલિસી છે જેમાં હૉસ્પિટલના બિલ/તબીબી ખર્ચ સીધા ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નેટવર્ક હૉસ્પિટલને ચૂકવવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ઇન્શ્યોર્ડ વ્યક્તિએ રોકડમાં કોઈ ચુકવણી કરવાની રહેતી નથી.

અત્યારના સમયમાં તબીબી ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવા અને ઉત્તમ તબીબી સુવિધા મેળવવી એ એક દુઃસ્વપ્ન બની ગયું છે. શ્રેષ્ઠ કૅશલેસ મેડિક્લેમ પૉલિસી સામાન્ય માણસને ખર્ચ વિશે ચિંતા કર્યા વિના ગુણવત્તાસભર સારવાર અને અન્ય સંબંધિત સુવિધાઓ મેળવવામાં મદદરૂપ બને છે.

સમય જતાં, તેની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બીમાર પડવા કે અકસ્માત થવા જેવી ઇમરજન્સીના કિસ્સામાં, ક્યારેક એવો સમય પણ આવે કે પરિવાર ભંડોળની વ્યવસ્થા ના કરી શકે. કૅશલેસ ઇન્શ્યોરન્સ એ એવો ઉકેલ છે, જેમાં થયેલ ખર્ચની ચુકવણી સીધી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કોઈપણ નેટવર્ક હૉસ્પિટલમાં કરવામાં આવશે. કૅશલેસ મેડિક્લેમ પૉલિસી ખરીદવાથી, તમે આવી કોઈપણ ઇમરજન્સી દરમિયાન સારી રીતે કામ પાર પાડી શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન અને સારવારનો લાભ પ્રદાન કરતો કોઈ પ્લાન પસંદ કરો.

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે કાર્ય કરે છે?

ભારતની હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ વિવિધ હૉસ્પિટલો સાથે જોડાણ કરે છે. જોડાણ કરેલી આ હૉસ્પિટલોને નેટવર્ક હૉસ્પિટલો તરીકે ઓળખવામાં આવે છે.

ઇન્શ્યોરન્સ કંપની વ્યાપક બૅકગ્રાઉન્ડ તપાસ પછી નેટવર્ક હૉસ્પિટલ પસંદ કરે છે જેમાં તેની કાર્યક્ષમતા અને ઑફર કરવામાં આવતી મેડિકલ સર્વિસનો સમાવેશ થાય છે. આ ટાઇ-અપ મોટાભાગે વાર્ષિક ધોરણે હોય છે અને દર વર્ષે અથવા રિન્યુઅલની નિયત તારીખ મુજબ રિન્યુ કરવામાં આવે છે. તેથી, જો હૉસ્પિટલનું ધોરણ જળવાયેલું ન જણાય, તો ટાઇ-અપનું રિન્યુઅલ થવાની શક્યતા ઓછી રહે છે. કોઈ નેટવર્ક હૉસ્પિટલ પસંદ કરવાની આ પ્રક્રિયા મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેની વિશ્વસનીયતા દર્શાવે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૉલિસીધારકને નેટવર્ક હૉસ્પિટલોનું લિસ્ટ આપવામાં આવે છે. બહેતર ક્વૉલિટી, વિવિધ પ્રક્રિયાઓ, દરો વગેરેની તપાસ કર્યા પછી આ નિર્ધારિત કરવામાં આવે છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ માં, અમારી પાસે 18,400+ નેટવર્ક હૉસ્પિટલ* અને ઇન-હાઉસ એચએટી ટીમ છે.

તેની સાથે, એ યાદ રાખવું જરૂરી છે કે કૅશલેસ સુવિધા માત્ર નેટવર્ક હૉસ્પિટલમાં જ મેળવી શકાય છે. તેથી, જો ઇન્શ્યોરન્સ ધારકને દાખલ કરવામાં આવે, તો પ્લાન મુજબ લાભ મેળવી શકાય છે. એક થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર જેને ટીપીએ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કંપનીના પ્રતિનિધિ હોય છે અને તે ઔપચારિકતાઓનું ધ્યાન રાખવા માટે જવાબદાર છે. ટીપીએ એ ઇન્શ્યોરન્સ પ્રદાતા અને તમારી વચ્ચે સંકલન માટે જવાબદાર સંપર્કની કડી છે. હેલ્થ ઇન્શ્યોરન્સના કૅશલેસ ક્લેઇમ સરળતાથી ચૂકવવામાં આવે તે ટીપીએ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સ્વીકારવા અથવા નકારવામાં પણ ટીપીએ મુખ્ય ભૂમિકા ભજવે છે. 

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનું મહત્વ

મેડિકલ ઇન્શ્યોરન્સ હોવાનું મહત્વ પહેલાની સરખામણીમાં હવે વધુ સમજાઈ રહ્યું છે. મહામારીની સ્થિતિ અને મોંઘી થઈ રહેલી તબીબી સારવારના કારણે તબીબી ખર્ચને પહોંચી વળવામાં લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં, કૅશલેસ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એ વરદાનરૂપ છે. યોગ્ય પ્લાન દ્વારા તમે રોકડની તાત્કાલિક વ્યવસ્થા કરવાની ચિંતાથી મુક્ત રહીને હેલ્થકેર સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે ઇન્શ્યોરર દ્વારા કૅશલેસ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ખર્ચની જવાબદારી સીધી ઇન્શ્યોરન્સ કંપનીની જ રહેશે. શ્રેષ્ઠ કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ મેળવવા માટે માત્ર કોઈપણ નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર કરાવવાની રહેશે. યોગ્ય પ્લાન હોવાને કારણે તમારે સીધી હૉસ્પિટલને ચુકવણી કરવાની પ્રક્રિયા કરવાની જરૂર નહીં હોવાથી માનસિક શાંતિ પણ મળે છે. 

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો

ભારતમાં શ્રેષ્ઠ કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જે પૉલિસીધારકોને વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે.

  • વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ:

    ✓ એકલ-વ્યક્તિના કવરેજ માટે તૈયાર કરેલ.
    ✓ વ્યક્તિ માટે વ્યાપક તબીબી સંભાળની ખાતરી કરે છે.

  • ફેમિલી ફ્લોટર પ્લાન્સ:

    ✓ એક પૉલિસી હેઠળ પરિવારના બહુવિધ સભ્યોને કવર કરે છે.
    ✓ તમામ ઇન્શ્યોર્ડ સભ્યો માટે શેર કરેલ વીમાકૃત રકમ પ્રદાન કરે છે.

  • ક્રિટિકલ ઇલનેસ પ્લાન્સ:

    ✓ ખાસ કરીને કૅન્સર અથવા હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓને કવર કરવા માટે ડિઝાઇન કરેલ છે.
    ✓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ દરમિયાન આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.

  • ટૉપ-અપ પ્લાન:

    ✓અતિરિક્ત આર્થિક સહાય પ્રદાન કરીને વર્તમાન કવરેજ વધારે છે.
    શરૂઆતની વીમાકૃત રકમ સમાપ્ત થયા બાદ કામમાં આવે છે.

  • સુપર ટૉપ-અપ પ્લાન:

    ✓ ટૉપ-અપ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા પ્રમાણ કરતા વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.
    ✓ ઉચ્ચ તબીબી ખર્ચ માટે વધુ નોંધપાત્ર આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.

  • યોગ્ય પ્લાન પસંદ કરવો:

    ✓ તમારી વિશિષ્ટ હેલ્થ કેર જરૂરિયાતોને અનુરૂપ પ્લાન પસંદ કરીને પર્યાપ્ત સુરક્ષા સુનિશ્ચિત કરો.

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ વિવિધ વિશેષતાઓ અને લાભો પ્રદાન કરે છે. કૅશલેસ ઇન્શ્યોરન્સ તેમાંનો એક લાભ છે. સામાન્ય રીતે, ભારતની હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમના પ્લાન હેઠળ વિવિધ કવરેજ પ્રદાન કરે છે. આ કવરેજ દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે. આ ઉપરાંત, કેશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના ભાગરૂપ કેટલાક સ્ટાન્ડર્ડ કવરેજ નીચે સૂચિબદ્ધ કરેલ છે.
Cover for pre and post-hospitalization expenses for up to 60 and 90 days

હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના 60 અને 90 દિવસ સુધી થયેલ ખર્ચ માટે કવર

હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના 60 અને 90 દિવસ સુધી થયેલ ખર્ચ માટે કવર

In-patient expenses cover

ઇન-પેશન્ટ એક્સપેન્સ કવર

ઇન-પેશન્ટ એક્સપેન્સ કવર

Ambulance service

એમ્બ્યુલન્સ સર્વિસ

એમ્બ્યુલન્સ સર્વિસ

Daycare treatment expenses

ડે-કેર ટ્રીટમેન્ટ એક્સપેન્સ

ડે-કેર ટ્રીટમેન્ટ એક્સપેન્સ

Medical check-ups/ physician fees/ doctors consultation fees

મેડિકલ ચેક-અપ/ફિઝિશિયન ફી/ડૉક્ટરની કન્સલ્ટેશન ફી

મેડિકલ ચેક-અપ/ફિઝિશિયન ફી/ડૉક્ટરની કન્સલ્ટેશન ફી

Room rent and boarding expenses cover

રૂમનું ભાડું અને બોર્ડિંગ એક્સપેન્સ કવર

રૂમનું ભાડું અને બોર્ડિંગ એક્સપેન્સ કવર

 

કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન માટે જરૂરી ડૉક્યૂમેન્ટની સંપૂર્ણ યાદી

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ તમારી સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતોની કાળજી લેવામાં સૌથી આગળ છે અને હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્લાન લાવ્યું છે. કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવારનો લાભ મેળવવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટની યાદી આ મુજબ છે:

· ઇન્શ્યોર્ડ દ્વારા યોગ્ય રીતે ભરવામાં આવેલ અને સહી કરેલ કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન ક્લેઇમ ફોર્મ

· ખર્ચના વિગતવાર વિવરણ સાથે હૉસ્પિટલનું અસલ બિલ

· ચુકવણી કર્યાની અસલ રસીદ

· હૉસ્પિટલમાંથી રજા મળ્યા સમયે આપવામાં આવેલ અસલ સમરી ડૉક્યૂમેન્ટ

· લેબ અને ટેસ્ટ રિપોર્ટ

· ઇમ્પ્લાન્ટના કિસ્સામાં બિલ/સ્ટિકર/બારકોડની નકલ

· ડૉક્ટર તરફથી પ્રથમ કન્સલ્ટેશન લેટર

· નો યોર કસ્ટમર (કેવાયસી) ફોર્મ

· પૉલિસીધારક/પ્રસ્તાવકર્તા દ્વારા ભરેલું અને સહી કરેલું એનઇએફટી ફોર્મ

નોંધ: ડૉક્યૂમેન્ટની સંપૂર્ણ યાદી માટે ઇન્શ્યોરરનો સંપર્ક કરો

 

કૅશલેસ ક્લેઇમ કરતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો

શું તમે કૅશલેસ ક્લેઇમ કરવા વિશે ચિંતિત છો? શું તમને એમ લાગે છે કે તે એક કંટાળાજનક પ્રક્રિયા છે? તો ચિંતા કરશો નહીં. કૅશલેસ ક્લેઇમ કરતા પહેલાં તમારે ધ્યાનમાં રાખવી જેવી કેટલીક ઉપયોગી બાબતોની અમે યાદી બનાવી છે: 

· વહેલી તકે જાણ કરો: હૉસ્પિટલાઇઝેશન પૂર્વ નિયોજિત હોય કે આકસ્મિક, પરંતુ તેની વહેલી તકે ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરો. આમ કરવાથી ઇન્શ્યોરરને પૉલિસીની સમીક્ષા કરવામાં અને ક્લેઇમની વિનંતીને અધિકૃત કરવામાં મદદ મળશે. ઇમરજન્સી સારવાર અપવાદરૂપ છે. 

· વિગતો તૈયાર રાખો: પ્લાન સંબંધિત તમામ માહિતી હાથવગી રાખો. ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, તમે ઇન્શ્યોરરનો સંપર્ક કરી શકો છો અને અગવડ વગર સહાય મેળવી શકો છો.

·  સાચી માહિતી આપો: પ્રિ-ઓથોરાઇઝેશન માટે દર્દીનો તબીબી ઇતિહાસ, પહેલાંથી હોય તેવી તકલીફો, ખર્ચ વગેરે જેવી મહત્વપૂર્ણ વિગતો જરૂરી હોય છે. ક્લેઇમની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે પ્રદાન કરેલ તમામ માહિતી સાચી હોય એ સુનિશ્ચિત કરો.

· સમાવિષ્ટ અને બાકાત બાબતો વિશે જાણો: પૉલિસીમાં સમાવિષ્ટ અને બાકાત બાબતો બંને વિશે જાણવું ખૂબ જરૂરી છે. આ તમને સંભવિત ખર્ચ વિશે સમજવામાં મદદરૂપ બનશે અને તમે તેમના માટે અગાઉથી તૈયાર રહી શકો છો. પ્લાન વિશે પૂરેપૂરા માહિતગાર રહેવાથી બાદમાં ઉદ્ભવતી મૂંઝવણ ટાળી શકાય છે. 

 

યોગ્ય કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવા અંગે સૂચનો

મેડિક્લેમ પૉલિસી પસંદ કરતી વખતે હૉસ્પિટલોનું વ્યાપક નેટવર્ક ધરાવતા અને કૅશલેસ હેલ્થ ટ્રીટમેન્ટના લાભો પ્રદાન કરતા ઇન્શ્યોરરની પસંદગી કરો. અમે નીચે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ રજૂ કરી છે જે યોગ્ય પસંદગી કરવામાં મદદ કરશે કૅશલેસ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન:

 

• સંશોધન

વ્યાપક સંશોધન કરવું અને પ્લાનની વિશેષતાઓ અને લાભોને અન્ય સાથે સરખાવી જોવા એ સૌથી મહત્વની બાબત છે. કેટલીક વિશેષતાઓ સામાન્ય હોય છે અને મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા તે આવરી લેવામાં આવે છે. જો કે, હંમેશા જરૂરિયાત મુજબ પ્લાનને કસ્ટમાઇઝ કરવાની ભલામણ કરવામાં આવે છે. કોઈપણ પ્લાન પસંદ કરતાં પહેલા તમારી જરૂરિયાતોનું વિશ્લેષણ કરો અને તે અનુસાર માહિતીસભર નિર્ણય લો.

 

• અનેક નેટવર્ક હૉસ્પિટલો:

પ્લાન ખરીદતી વખતે નેટવર્ક હૉસ્પિટલોની યાદી પર એક નજર કરો. કૅશલેસ ઇન્શ્યોરન્સ પૉલિસીનો લાભ માત્ર કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાં જ મેળવી શકાય છે. નેટવર્ક હૉસ્પિટલ સમગ્ર ભારતમાં વ્યાપક રીતે ઉપલબ્ધ છે તેની ખાતરી કરો. તેથી, કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં તમને તરત જ હૉસ્પિટલમાં લઈ જઈ શકાય.

 

• વિશ્વસનીયતા

જ્યારે કૅશલેસ મેડિક્લેમ ઇન્શ્યોરન્સ પસંદ કરવાની વાત આવે છે, ત્યારે ઘણાં સમયથી અસ્તિત્વમાં હોય તેવી અને સારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ધરાવતી ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો. કંપનીનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે કંપનીની હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની ચુકવણીની કાર્યક્ષમતા વિશે ઘણું કહી જાય છે.

 

• પૉલિસી ડૉક્યૂમેન્ટ વાંચો:

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટને કાળજીપૂર્વક નહીં વાંચવાની આ એક સામાન્ય ભૂલ આપણામાંના મોટાભાગના લોકો કરતા હોય છે. તમે પ્લાન ખરીદવા માટે અંતિમ ચુકવણી કરો તે પહેલાં, પ્લાનમાં ઑફર કરવામાં આવતા દરેક નિયમ અને શરતોને સમજવા જરૂરી છે. તમે સીધા ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો કે પછી ગ્રાહક સહાયનો સંપર્ક કરી શકો છો. જો કે, પહેલેથી થોડી જાણકારી મેળવેલી હોય, તે લાંબા ગાળે મદદરૂપ થાય છે. પ્લાનમાં રહેલ સમાવિષ્ટ અને બાકાત બાબતોની જાણકારી હોવાથી, તમારે મુશ્કેલીના સમયે ક્યારેય નિરાશ નહીં થવું પડે.

 

• જરૂરિયાતો નક્કી કરો

યોગ્ય ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એક સમજદારીભર્યો માર્ગ હેલ્થકેરને લગતી વિવિધ જરૂરિયાતોને જાણવાનો છે. કૅશલેસ લાભોની મર્યાદાઓ વિશે પણ માહિતી મેળવવાની ભલામણ કરવામાં આવે છે. તમારી પ્રાથમિકતાઓને ચકાસીને તમારી જરૂરિયાતો અનુસારનો યોગ્ય પ્લાન પસંદ કરવો મહત્વપૂર્ણ છે.

 

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

 

કૅશલેસ મેડિક્લેમ પૉલિસી વિશે બધું

આપણી આજની જીવનશૈલીને કારણે નિઃશંકપણે આપણને સૌને જીવનશૈલી સંબંધિત વિવિધ રોગો થવાની સંભાવના રહેલી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તબીબી ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એક તરફ, મેડિકલ સુવિધા પ્રાપ્ત કરવી જરૂરી છે, પરંતુ આપણે સિક્કાની બીજી બાજુને પણ અવગણી શકતા નથી.

આવી કોઈપણ પરિસ્થિતિ સામે ઊભા રહેવા માટે સર્વોત્તમ કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. હાલમાં કૅશલેસ ક્લેઇમની સંખ્યા વધી રહી છે. આજકાલ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા લોકો કૅશલેસ સુવિધાનો લાભ લેવાનું પસંદ કરે છે. ભારતમાં કૅશલેસ સુવિધા વિશે જાણવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો અમે સૂચિબદ્ધ કરી છે, જે આ મુજબ છે:

 

· કૅશલેસ સુવિધાનો લાભ માત્ર કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાં સારવાર કરાવવામાં આવે ત્યારે જ મેળવી શકાય છે.

· નેટવર્ક હૉસ્પિટલ દ્વારા પૉલિસીધારક અથવા ઇન્શ્યોરરને પૉલિસી હેઠળ મળતી સારવાર અને શરત વિશે સમજાવવામાં આવશે.

· તે કૅશલેસ સુવિધા હોય કે ન હોય, પરંતુ તમામ સ્વાસ્થ્ય સંબંધિત ડૉક્યૂમેન્ટ અને તબીબી બિલોને સુરક્ષિત અને હાથવગા રાખો.

· કોઈપણ પ્લાન નક્કી કરતાં પહેલાં, મેડિક્લેમ કૅશલેસ સુવિધા માટે ઇન્શ્યોરરના નિયમો અને શરતો ફરીથી વાંચી જાઓ.

· જો સારવારની રકમ વીમાકૃત રકમ કરતાં વધી જાય છે, તો બાકીની રકમ ઇન્શ્યોરન્સ ધારક દ્વારા ચૂકવવામાં આવશે. આવી કોઈપણ પરિસ્થિતિમાં હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની સંપૂર્ણ રકમ ચૂકવવા માટે બિલકુલ જવાબદાર નથી.

 

જ્યારે પરિવાર માટે કૅશલેસ મેડિક્લેમ પૉલિસી ખરીદવાની વાત આવે છે, ત્યારે સુનિશ્ચિત કરો કે તમને પર્યાપ્ત કવર પ્રાપ્ત હોય.

 

 

કૅશલેસ અને રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમની સરખામણી

આજના સમયમાં મેડિક્લેમ ઇન્શ્યોરન્સ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં, હેલ્થ ઇન્શ્યોરન્સમાં ક્લેઇમ સામાન્ય રીતે બે પ્રકારે સેટલ કરવામાં આવે છે. આ બે છે કૅશલેસ અને રિઇમ્બર્સમેન્ટ સેટલમેન્ટ. 

કૅશલેસ ટ્રીટમેન્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ બિલની ચુકવણી ઇન્શ્યોરર દ્વારા કરવામાં આવે છે. રિઇમ્બર્સમેન્ટ હેઠળ સારવારનો ખર્ચ મુખ્યત્વે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવે છે. બાદમાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ પૂરા પાડીને તેનો ક્લેઇમ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં નોંધાવી શકે છે.

નીચેના ટેબલમાં વિવિધ પરિબળો માટે કૅશલેસ અને રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમની સરખામણી દર્શાવવામાં આવેલ છે: 

 

માપદંડ

કૅશલેસ પ્રોસેસ

રિઇમ્બર્સમેન્ટ પ્રોસેસ

વ્યક્તિની જવાબદારી

ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા તબીબી બિલ અથવા ખર્ચની ચુકવણી કરવાની જરૂર નથી. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સીધી નેટવર્ક હૉસ્પિટલને ચુકવણી કરવામાં આવે છે

શરૂઆતમાં, તબીબી ખર્ચ ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા ચૂકવવાનો રહેશે. ડિસ્ચાર્જ પછી, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ બિલ સબમિટ કરીને ઇન્શ્યોરર પાસે ક્લેઇમ કરવાનો રહે છે

નેટવર્ક હૉસ્પિટલ

કૅશલેસ સારવારનો લાભ માત્ર ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલ નેટવર્ક હૉસ્પિટલોમાં જ મેળવી શકાય છે

મેડિકલ સારવાર કોઈપણ નેટવર્ક અથવા નૉન-નેટવર્ક હૉસ્પિટલોમાં લઈ શકાય છે

ક્લેઇમની પ્રક્રિયા

પૂર્વ આયોજિત અથવા ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં ઇન્શ્યોરન્સ કંપનીને વહેલી તકે જાણ કરવાની રહેશે

હૉસ્પિટલમાંથી રજા મળે તે સમયે ઇન્શ્યોર્ડ વ્યક્તિએ બિલ સીધું હોસ્પિટલને ચૂકવવાનું રહેશે અને બાદમાં વળતર માટે ક્લેઇમ કરવાનો રહેશે

ક્લેઇમ સેટલમેન્ટ ટર્નઅરાઉન્ડ

ઇન્શ્યોર્ડની સારવાર ચાલી રહી હોય અથવા હૉસ્પિટલમાં દાખલ થયેલ હોય ત્યારે તરત જ બિલ સેટલ કરવામાં આવે છે

કૅશલેસ લાભની તુલનામાં વળતરની પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગે છે

 

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે, અમે વિશિષ્ટ સુવિધા હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ સેટલમેન્ટ) પણ ઑફર કરીએ છીએ. તે હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સના ₹ 20,000 સુધીના ક્લેઇમને અમારી કેરિંગલી યોર્સ મોબાઇલ એપનો ઉપયોગ કરીને તરત જ સેટલ કરવામાં આવે છે.

ઇન્શ્યોર્ડ/પૉલિસીધારકને જરૂરિયાતના સમયે આર્થિક રાહત આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે કૅશલેસ મેડિક્લેમ પૉલિસી તૈયાર કરવામાં આવી છે. પરિવાર માટે કૅશલેસ મેડિકલ ઇન્શ્યોરન્સ ઉપયોગી છે, જેમાં વીમાકૃત રકમ સુધી કોઈ રોકડ ચુકવણી કરવાની જરૂર નથી. 

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને નકારવાના કારણો

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શા માટે નકારવામાં આવી શકે છે તે સમજવાથી પૉલિસીધારકોને સામાન્ય મુશ્કેલીઓથી બચવામાં મદદ મળી શકે છે.

  • અરજી પ્રક્રિયા દરમિયાન અસ્વીકાર કરવાનું એક મુખ્ય કારણ ખોટી અથવા અપૂર્ણ માહિતી પ્રદાન કરવી છે. આમાં વ્યક્તિગત વિગતો, તબીબી ઇતિહાસ અથવા પહેલેથી હોય તેવી શારિરીક સ્થિતિઓ જાહેર કરવામાં નિષ્ફળ થવાની ભૂલનો સમાવેશ થાય છે.

  • વધુમાં, જો ઇન્શ્યોરન્સ કંપનીના નેટવર્કમાં સૂચિબદ્ધ ન હોય તો સારવારની માંગ કરવામાં આવે તો કૅશલેસ ક્લેઇમ નકારી શકાય છે.

  • પૉલિસીધારકોએ તેમની પૉલિસીમાં ઉલ્લેખિત વેટિંગ પીરિયડનું પણ પાલન કરવું આવશ્યક છે, કારણ કે આ સમયગાળામાં કેટલીક શરતો માટે કરવામાં આવેલા ક્લેઇમને સ્વીકારવામાં આવશે નહીં. અસ્વીકાર ટાળવા માટે પૉલિસીના નિયમો અને બાકાત બાબત સાથે પોતાને માહિતગાર કરવું મહત્વપૂર્ણ છે.

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

મેડિકલ ઇમરજન્સી:

વધુ વાંચો

અયોગ્ય આર્થિક આયોજનને કારણે કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે. કૅશલેસ ક્લેઇમ વધુ ફાયદાકારક બને છે કારણ કે પરિવારે નાણાંની વ્યવસ્થા કરવાની જરૂર ઊભી થતી નથી. ઇન્શ્યોર્ડ વ્યક્તિ નેટવર્ક હૉસ્પિટલમાં હેલ્થ કાર્ડ બતાવીને તરત જ મેડિકલ સારવાર મેળવી શકે છે.

મનની શાંતિ

વધુ વાંચો

જો તમે કૅશલેસ મેડિક્લેમ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો, તો જરૂરિયાતના સમયમાં તમારે આર્થિક સગવડ વિશે ચિંતા કરવાની જરૂર નથી. ઇન્શ્યોર્ડ વ્યક્તિ કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાં સરળતાથી દાખલ થઈ શકે છે અને ઝંઝટ વિના સારવાર કરાવી શકે છે. ઇન્શ્યોર્ડ પૈસાની ચિંતા ન કરીને સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. 

વિવિધ પ્રકારના કવર

વધુ વાંચો

કૅશલેસ મેડિક્લેમ પૉલિસી દ્વારા ઓપીડી કવર, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ સહિતના વિવિધ પ્રકારના કવરના વિકલ્પો ઉપલબ્ધ છે. પ્લાનની અંદર આપવામાં આવતી વિશેષતાઓ અને લાભો વિશે સમયાંતરે ઇન્શ્યોરરને પૂછપરછ કરવાની પણ ભલામણ કરવામાં આવે છે. 

ટૅક્સમાં લાભ

વધુ વાંચો

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ પર ટૅક્સ સંબંધિત વિવિધ લાભ ઇન્કમ ટૅક્સ એક્ટના સેક્શન 80D 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને ₹50,000 સુધીનો લાભ મળી શકે છે અને વરિષ્ઠ નાગરિકોને ₹50,000 સુધીનો લાભ મળી શકે છે. 

નોંધ: પ્રવર્તમાન કાયદા મુજબ ટૅક્સમાં મળતા લાભમાં ફેરફાર થઈ શકે છે. 

એમ્બ્યુલન્સ કવર

વધુ વાંચો

હૉસ્પિટલમાં અથવા એકથી બીજી હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માટે થયેલા ખર્ચને આવરી લેવામાં આવે છે. આમાં ચોક્કસ મર્યાદા સુધી, હૉસ્પિટલની એમ્બ્યુલન્સ તથા એમ્બ્યુલન્સ સર્વિસ પ્રોવાઇડરની એમ્બ્યુલન્સ, એમ બંનેનો સમાવેશ થાય છે. 

આધુનિક સારવાર પદ્ધતિ

વધુ વાંચો

આધુનિક સારવાર પદ્ધતિઓ અને ટેક્નોલોજીમાં પ્રગતિનો ઉપયોગ વીમાકૃત રકમના 50% અથવા રુ. 5 લાખ સુધી મર્યાદિત કરવામાં આવે છે. તેમાં ઓરલ કીમોથેરેપી, ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન, બ્રોન્કિયલ થર્મોપ્લાસ્ટી વગેરેનો સમાવેશ થાય છે.*

*આ સંપૂર્ણ લિસ્ટ નથી. વધુ માહિતી માટે, કૃપા કરીને પ્રૉડક્ટ બ્રોશરનો સંદર્ભ લો. 

1 of 1

યુદ્ધ: જો યુદ્ધને કારણે સારવારની જરૂર હોય તો કોઈ કૅશલેસ સારવાર આપવામાં આવતી નથી. 

    આંતરિક સ્વયં-ઈજા: જો તમે ઈરાદાપૂર્વક પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય, તો તેની સારવાર માટે થયેલા ખર્ચને કવર કરવામાં આવશે નહીં. 

દાંતની સારવાર: કૅન્સર અથવા આકસ્મિક તીવ્ર ઈજાને કારણે જરૂરી હોય, તે સિવાયની વિગતવાર સારવાર માટે થયેલા કોઈપણ ખર્ચને કવર કરવામાં આવશે નહીં. 

બાહ્ય ઉપકરણો: કોઈપણ ખર્ચ જેમાં ડેન્ચર્સ, હિયરિંગ એઇડ્સ, કૉન્ટૅક્ટ લેન્સ, ક્રચ વગેરેનો સમાવેશ થાય, તેને કૅશલેસ મેડિકલ પૉલિસીમાંથી બાકાત રાખવામાં આવે છે. 

પ્લાસ્ટિક સર્જરી: કૅન્સરની સારવાર અથવા દાઝી જવાને કારણે અથવા આકસ્મિક શારીરિક ઈજાને કારણે જરૂરી હોય તે સિવાયની કોઈપણ કૉસ્મેટિક સર્જરી કવર કરવામાં આવતી નથી. 

1 of 1

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

1. શું કૉવિડ-19 ને કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવે છે?

IRDAI દ્વારા ઇન્શ્યોરન્સ કંપનીઓને જણાવવામાં આવેલ છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ વળતર માટેના ક્લેઇમનો નિયમો અને શરતો અનુસાર ઝડપથી નિકાલ કરવાનો રહેશે. કૅશલેસ પ્રિ-ઑથોરાઇઝેશન તેમજ ઇન્શ્યોરન્સ લેનાર દર્દીને ડિસ્ચાર્જ આપવા માટે ટર્નઅરાઉન્ડ સમય ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. કોઈપણ બાબતના કિસ્સામાં ઇન્શ્યોરરનો સંપર્ક કરવાની ભલામણ કરવામાં આવે છે. 

2. શું કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારવામાં આવે તેમ બની શકે છે?

હા, કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ નીચેની પરિસ્થિતિઓ હેઠળ નકારવામાં આવી શકે છે:

· જો તબીબી સ્થિતિ/સારવાર પ્લાન હેઠળ આવરી લેવામાં આવેલ નથી.

· જો ઇન્શ્યોરન્સ કંપનીની પેનલ પર ન હોય તેવી નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર લેવામાં આવે છે.

· જ્યારે નેટવર્ક હૉસ્પિટલ દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતી અપૂર્ણ હોય અથવા પૉલિસી ડૉક્યૂમેન્ટમાં ઉલ્લેખિત માપદંડ અનુસાર ન હોય.

· જો પ્રિ-ઓથોરાઇઝેશન ફોર્મ સમયસર મોકલવામાં આવતું નથી. 

3. કૅશલેસ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનની મુદત કેટલી હોય છે?

કૅશલેસ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનની મુદત દરેક ઇન્શ્યોરર માટે અલગ હોઈ શકે છે. ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરીને પૉલિસી સંબંધિત તમામ વિગતો મેળવવાનું સૂચન કરવામાં આવે છે. 

4. કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજમાં દર વર્ષે કેટલા ક્લેઇમ કરી શકાય છે?

ઇન્શ્યોર્ડ વ્યક્તિ વીમાકૃત રકમ અનુસાર પૉલિસીની મુદત દરમિયાન એકથી વધુ વખત ક્લેઇમ કરી શકે છે. તેથી, પ્લાન ખરીદતી વખતે વધુ વીમાકૃત રકમ પસંદ કરવાની અને સુરક્ષિત રહેવાની ભલામણ કરવામાં આવે છે. 

5. શું કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ વળતરની પ્રક્રિયા કરતાં વધુ સારી છે?

વળતર માટેના ક્લેઇમની પ્રક્રિયાની તુલનામાં કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા હંમેશા વધુ સારી હોય છે. કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા સરળ, સુવિધાજનક છે અને સમય બચાવે છે. હૉસ્પિટલાઇઝેશન અથવા તબીબી સારવારની જરૂરિયાત તરફ દોરી જતી કોઈપણ બાબત માત્ર ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે જ નહીં પરંતુ તેમની પર આશ્રિતો માટે પણ મુશ્કેલીરૂપ બની જાય છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર નથી અને તે રિકવરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, એ રીતે પણ કૅશલેસ લાભ વધુ સારો છે. 

6. શું ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે વેટિંગ પીરિયડ હોય છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા સમયે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા 30-દિવસનો પ્રતીક્ષા અવધિ આપવામાં આવે છે. આ પૉલિસી શરૂ થયા તારીખથી શરૂ થાય છે. એટલે કે આ સમયગાળા દરમિયાન, આકસ્મિક કિસ્સાઓ સિવાય કોઈ ક્લેઇમ સ્વીકારવામાં આવશે નહીં. જો કે, પ્રત્યેક ઇન્શ્યોરન્સ કંપનીનો તેમજ તબીબી સ્થિતિ/બીમારી માટે વેટિંગ પીરિયડ અલગ અલગ હોઈ શકે છે. રિન્યુઅલ હેઠળ આગામી પ્લાન માટે વેટિંગ પીરિયડ લાગુ પડતી નથી.

7. કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે અરજી કેવી રીતે કરવાની હોય છે?

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાં કૅશલેસ સારવાર માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ છે. કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ મેળવવાના પગલાંઓ નીચે જણાવેલ છે:

1. ઇન્શ્યોરરને વહેલી તકે જાણ કરો.

2. જ્યાં સારવાર લેવાની છે તે નેટવર્ક હૉસ્પિટલમાં જાઓ

3. નેટવર્ક હૉસ્પિટલના થર્ડ પાર્ટ ઍડ્મિનિસ્ટ્રેટર ડેસ્ક દ્વારા કૅશલેસ સારવાર માટે ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવામાં આવશે.

તમારે ચિંતા કરવાની જરૂર નથી, હૉસ્પિટલ દ્વારા વિગતોની ચકાસણી કર્યા બાદ યોગ્ય રીતે ભરેલું પ્રિ-ઑથોરાઇઝેશન ફોર્મ મોકલવામાં આવશે. અમે પૉલિસીના લાભો સાથે તમામ વિગતોને ચકાસીએ છીએ. અમે એક-બે દિવસની અંદર અમારા નિર્ણયની જાણ કરીએ છીએ. કૅશલેસ ક્લેઇમ મંજૂર થયા બાદ, સૌ પ્રથમ હેલ્થકેર પ્રદાતાને 60 મિનિટની અંદર જવાબ મોકલવામાં આવે છે. નેટવર્ક હૉસ્પિટલમાં થયેલ સારવારના ખર્ચની ત્વરિત ચુકવણી કરવામાં આવે છે.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

8. કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પર કયા પરિબળો અસર કરે છે?

વિવિધ પરિબળો કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે. નોંધ કરવી મહત્વપૂર્ણ છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ જેટલું વ્યાપક, પ્રીમિયમ પણ તેટલું જ ઊંચું રહેશે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને સીધા અસર કરતા કેટલાક પરિબળોમાં લિંગ, ઉંમર, તમાકુનો ઉપયોગ, જીવનશૈલી, પહેલાંથી હાજર બિમારી, બૉડી માસ ઇન્ડેક્સ અને તેવા અન્ય પરિબળો છે. 

9. કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ હેઠળ 'ફ્રી-લુક પીરિયડ' શું છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના કિસ્સામાં, પૉલિસીધારક સરળતાથી ઉદ્દીપિત સમયમાં ફ્રી લુક પીરિયડ લાભ પર કાર્ય કરી શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા 15 દિવસનો ફ્રી-લુક પીરિયડ આપવામાં આવે છે. આ સમય દરમિયાન, આ પ્લાન તેમની જરૂરીયાતો મુજબનો છે કે નહીં તે વિશે પૉલિસીધારક અંતિમ નિર્ણય લઈ શકે છે.

જો પ્લાન જરૂરિયાતો અનુસારનો ન જણાય, તો પૉલિસીધારક 15 દિવસની અંદર પૉલિસી કૅન્સલ કરી શકે છે. જો 15 દિવસની અંદર પ્લાન કૅન્સલ કરવામાં આવે તો કોઈ કૅન્સલેશન શુલ્ક લાગશે નહીં. તેમ છતાં, વ્યક્તિ દ્વારા જેટલા દિવસની અંદર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હોય તેટલા દિવસો માટેનું પ્રીમિયમ વસૂલવામાં આવશે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો