Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ રૂમ ભાડામાં મર્યાદા

હેલ્થ ઇન્શ્યોરન્સમાં રૂમ ભાડાની મર્યાદા એટલે શું?

હેલ્થ ઇન્શ્યોરન્સમાં, ઇન્શ્યોરન્સ કંપનીના નિયમો અને શરતો અનુસાર રૂમના ભાડાના ખર્ચ માટે મર્યાદિત રકમનું જ કવરેજ આપવામાં આવે છે. આને રૂમ ભાડાની મર્યાદા (કેપિંગ) કહેવામાં આવે છે.

રૂમનું ભાડું

સામાન્ય રીતે, નિદાન માટેના પરીક્ષણો અને અન્ય તૈયારી માટે તમારે સર્જરીના ઓછામાં ઓછા એક દિવસ પહેલાં દાખલ થવું પડતું હોય છે. ઉપરાંત, સર્જરી બાદ થોડા દિવસ માટે તમારે અવલોકન હેઠળ રહેવું પડી શકે છે. ડિસ્ચાર્જ થયા પછી, તમારા બિલમાં પ્રતિ દિવસના હિસાબે રૂમનું ભાડું દર્શાવવામાં આવે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ તમારા હેલ્થ પ્લાનની વીમાકૃત રકમને ધ્યાનમાં લીધા વિના, ચોક્કસ નાણાંકીય મર્યાદા સુધીના રૂમના ભાડાને કવર કરે છે. આ રકમ એ રૂમ ભાડાની મર્યાદા (કેપિંગ) છે.

ઉદાહરણ તરીકે -

જો તમે ₹5 લાખની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો, તો તમે તમારા ઈચ્છિત બજેટમાં હૉસ્પિટલની કોઈપણ રૂમ ભાડે લઈ શકતા નથી. તેના બદલે, હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની રૂમ ભાડાની કેપિંગ શું છે તેની તમને પહેલાંથી જાણ કરે છે. જેમ કે, આ ઉદાહરણ માટે તે દરરોજના ₹2000 છે, તો તમે ₹2000 કરતાં વધુ ભાડાની રૂમ લઈ શકતા નથી અને તેના માટે કવરેજ લાભોનો ક્લેઇમ કરી શકતા નથી. વધારાની રકમ તમારે જાતે ચૂકવવાની રહે છે.

રૂમ ભાડા પર કોઈ મર્યાદા નહીં

જો તમારે તમારી પૉલિસીના રૂમ ભાડાની મર્યાદા થી વધુ હોય તેવી રૂમ પસંદ કરવી પડી હોય, તો હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની તે પૉલિસીના નિયમો અને શરતો હેઠળ ચૂકવવા માટે બંધાયેલી રકમ જ ચૂકવવા માટે જવાબદાર છે.

ડીલક્સ અથવા પ્રીમિયમ હૉસ્પિટલના રૂમમાં રહેતી વખતે દવાઓ અને અન્ય ખર્ચાઓ માટે વધારાનો ખર્ચ ન કરવો પડે તે માટે જેમાં રૂમ ભાડાની મર્યાદા જ ન હોય અથવા ઉચ્ચ કેપિંગ મર્યાદા હોય કે જે તમે કોઈ પણ રૂમ પસંદ કરો તેને આવરી શકે એવી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો. હૉસ્પિટલમાં લાંબો સામે રહેવાની સ્થિતિમાં તે તમને મનની સંપૂર્ણ શાંતિ પ્રદાન કરી શકે છે.

વધુ જુઓ હેલ્થ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે