રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
મુસાફરી એક મિશ્ર પ્રકારનો અનુભવ હોઈ શકે છે. જ્યારે વિમાન કંપનીના વિલંબની આગાહી કરી શકાતી નથી, ત્યારે ઉડાનમાં વિલંબ અને કૅન્સલેશન કવરેજ સાથે તેને પ્લાન કરી શકાય છે.
ફ્લાઇટ કૅન્સલેશન કવરેજ
ખરાબ હવામાનની સ્થિતિઓ અથવા ગંતવ્ય સ્થાનની પ્રતિકૂળ સામાજિક-રાજકીય સ્થિતિઓને કારણે, તમારી ઉડાન રદ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા પ્રદાન કરેલ ફ્લાઇટ કૅન્સલેશન કવરેજ કાંતો અન્ય ફ્લાઇટની વ્યવસ્થા કરશે અથવા વણવપરાયેલી ફ્લાઇટ ટિકિટ માટે વળતર આપશે.
બીજી બાબતમાં, તમારે સ્વાસ્થ્ય અથવા પરિવારની ઇમરજન્સીને કારણે ટ્રિપ કૅન્સલ કરવી પડી શકે છે. જો તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સદ્વારા કવર કરવામાં આવે, તો તમે લીધેલ ફ્લાઇટ અને હોટેલ બુકિંગના ખર્ચની ભરપાઈ કરવામાં આવશે. આમ, ઉપર ઉલ્લેખિત વ્યવસ્થા કરવા માટે તમે જે પૈસા ખર્ચ કર્યા છે, તે વ્યર્થ જશે નહીં.
ફ્લાઇટ વિલંબ કવરેજ
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ફ્લાઇટ વિલંબ માટે પણ કવરેજ પ્રદાન કરે છે. ખરાબ હવામાન અથવા તકનીકી સમસ્યાને લીધે તમારી ફ્લાઇટની ઉડાનમાં વિલંબ થઈ શકે છે, જેના કારણે તમારા ટ્રાવેલ પ્લાન અસ્તવ્યસ્ત થઈ શકે છે. અંતિમ ગંતવ્ય માટે કનેક્ટિંગ ફ્લાઇટ હોઈ શકે છે, અથવા તમે ઓપેરા શો માટે ટિકિટ બુક કરી હોઈ શકે છે જેના ઉપર પણ અસર થઈ શકે છે.
ફ્લાઇટ વિલંબ કવરેજ સાથે, તમે આવા અણધાર્યા અને અભૂતપૂર્વ સંજોગો સામે સુરક્ષા મેળવો છો. તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાતા વૈકલ્પિક ફ્લાઇટ ટિકિટની વ્યવસ્થા તેમજ ચુકવણી કરશે. નોંધપાત્ર વિલંબના કિસ્સામાં, જેના પછી તમારે કેટલાક અનપેક્ષિત અતિરિક્ત ખર્ચાઓ કરવા પડે, ફ્લાઇટ વિલંબ કવરેજ આવા અનિયોજિત અતિરિક્ત ખર્ચાઓની પણ ભરપાઈ કરશે, જેમ કે હોટલમાં રાત્રિનું રોકાણ.
જો અધવચ્ચે જ પરિસ્થિતિઓ વણસે, તો પ્રતિકૂળતાઓને સંભાળવાનો ખર્ચ તમારા ખિસ્સામાં એક મોટું છિદ્ર કરી શકે છે અને તમને અંદરથી તાણ આપી શકે છે. લોકો સામાન્ય રીતે "ટ્રાવેલ ઇન્શ્યોરન્સ" ને લક્ઝરી માને છે. હકીકત એ છે કે મુસાફરી સાથે ઘણી અનિશ્ચિતતાઓ સંકળાયેલી હોય છે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ જરૂરિયાત છે કે જેના વિના તમારે ઘર છોડવું જોઈએ નહીં!
વધુ જુઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.
તમારી વિગતો શેર કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો