Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કોવિડ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

કોવિડ-19 માટે હેલ્થ કવર

કોરોનાવાઇરસને કવર કરતું હેલ્થ ઇન્શ્યોરન્સ
Health Insurance for COVID

તમારા અને તમારા પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવો

કૃપા કરીને નામ દાખલ કરો
/health-insurance-plans/individual-health-insurance-plans/buy-online.html ક્વોટેશન મેળવો
ક્વોટ પુન:પ્રાપ્ત કરો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
સબમિટ કરો

તમારા માટે તેમાં શું છે?

સેક્શન 80 D હેઠળ ઇન્કમ ટૅક્સનો લાભ

દાખલ દર્દીઓના ખર્ચ માટે કવરેજ

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ માટે કવરેજ

શા માટે તમારી પાસે કોરોનાવાઇરસ હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો જોઈએ

કોવિડ-19 અથવા કોરોનાવાઇરસ એક ચેપી બીમારી છે જે કોઈ સંક્રમિત વ્યક્તિના કફ અથવા છીંક દ્વારા ફેલાય છે. જૂન 17, 2020 સુધી, વિશ્વભરમાં કોરોનાવાઇરસ બીમારીથી કુલ 7.94 મિલિયન લોકો અસર હેઠળ આવ્યા છે. જો આપણે ભારત વિશે વાત કરીએ, તો 2020 ફેબ્રુઆરીમાં માત્ર 3 કેસથી જૂન 2020માં 354,065 કેસનો ઝડપથી વધારો થયો છે અને આ નંબરો હજુ પણ ઘણા ગણા દરથી ઉપર જઈ રહ્યા છે.

અત્યાર સુધી, કોરોનાવાઇરસ સાથે સંક્રમિત દર્દીઓને સારવાર આપવા માટે કોઈ સારવાર ઉપલબ્ધ નથી અને હૉસ્પિટલાઇઝેશન ખર્ચ ખૂબ જ વધારે છે. પરંતુ, જો તમારી પાસે કોવિડ 19 અથવા કોરોના ઇન્શ્યોરન્સ પૉલિસી છે, તો તમે આ હૉસ્પિટલાઇઝેશન ખર્ચની કાળજી લઈ શકો છો અને આર્થિક ભારણનો તણાવ ટાળી શકો છો. ભારતમાં, જો તમે કોઈપણ વાયરલ સંક્રમણને કારણે બીમાર પડો છો તો મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમને કવર કરે છે. અને, કોરોનાવાઇરસ વાયરલ ઇન્ફેક્શન હોવાથી, તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને જરૂરી કવરેજ પ્રદાન કરી શકે છે.

આ કોવિડ-19 આઉટબ્રેક દરમિયાન તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો મહત્વપૂર્ણ છે, કારણ કે હેલ્થ ઇન્શ્યોરન્સમાં વેટિંગ પીરિયડ પણ છે, અને આ વેટિંગ પીરિયડ સમાપ્ત થયા પછી જ કવરેજ શરૂ થશે.

કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ વિશે તમારે જાણવાની જરૂર છે

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી એ ખર્ચ સામે એક સુરક્ષા છે જે કોઈપણ બીમારીને કારણે તબીબી જરૂરિયાતો અને હૉસ્પિટલમાં દાખલ થવાના કારણે માથે આવે છે. જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી નથી, તો તમારે તમારા ખિસ્સામાંથી તબીબી ખર્ચ ઉઠાવવાની જરૂર પડશે. જોકે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે તમારા દ્વારા વહન કરવામાં આવતા ફાઇનાન્શિયલ બોજથી મુક્ત થઈ શકો છો. જે કવરેજ પ્રદાન કરે છે તેના આધારે તેમજ તે પૉલિસી માટે તમારે ચૂકવવાની જરૂર હોય તે પ્રીમિયમ અને કેટલાક અન્ય માપદંડો જેમ કે નેટવર્ક હૉસ્પિટલોની સંખ્યા, ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ, ઇન્શ્યોરન્સ કંપનીની ડિજિટલ હાજરી અને ઉપલબ્ધ ઍડ-ઑન કવરના આધારે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો.

જો તમે અને તમારા પરિવારના સભ્યો કોવિડ-19 થી સંક્રમિત થાઓ તો, કોરોનાવાઇરસ ઇન્ફેક્શનના સારવારના ખર્ચને કવર કરતો કોરોના ઇન્શ્યોરન્સ પ્લાન તમને કવર કરે છે. કોવિડ-19 સંક્રમણ સાથે તમારું નિદાન થાય તે દિવસથી કવરેજ શરૂ થાય છે. જો કે, આ કોવિડ ઇન્શ્યોરન્સમાં સ્ટાન્ડર્ડ વેટિંગ પીરિયડ હોય છે. જો તમને પ્રતીક્ષા અવધિ પછી કોરોનાવાઇરસ સંક્રમણ સાથે નિદાન કરવામાં આવે છે, તો માત્ર ત્યારે તમને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી લેવામાં આવશે. એક મહત્વની બાબત જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ તે છે કોવિડ-19 ચેપના કિસ્સામાં જ્યારે તમે સ્વસ્થ હોવ અને હૉસ્પિટલાઇઝેશન ખર્ચને પૂર્ણ કરવા ફિટ હો, ત્યારે તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવો જોઈએ.. કારણ કે જો તમે બીમારીના નિદાન થયા પછી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો, તો તેને પહેલેથી હાજર બીમારી તરીકે ગણવામાં આવશે અને તમારી પૉલિસી તેના માટે કવરેજને બાકાત કરશે.

તમે કોરોના વાઇરસના સંક્રમણથી પોતાને કેવી રીતે સુરક્ષિત કરી શકો છો?

સંક્રમણના જોખમને ઘટાડવા માટે તમે અહીં કેટલીક સરળ સાવચેતીઓ લઈ શકો છો:

  • તમારા હાથ ધોવા અથવા સેનિટાઇઝ કર્યા વિના તમારા ચહેરાને ખાસ કરીને તમારી આંખો, નાક અથવા મોઢાને સ્પર્શ કરવાનું ટાળવું.
  • શ્વસનતંત્રની કોઈપણ બીમારીના લક્ષણો દર્શાવતા વ્યક્તિઓથી સુરક્ષિત અંતર જાળવી રાખો અને ઇવેન્ટ અને તહેવારો સહિત મોટા સંમેલનમાં હાજરીને મર્યાદિત કરો.
  • જ્યાં સુધી બહાર જવું જરૂરી ન હોય, ત્યાં સુધી ઘરે રહીને સ્વ-નિરાકરણને પ્રાથમિકતા આપો. પરત કર્યા પછી, તરત જ કપડાં બદલો અને તમારા હાથને સંપૂર્ણપણે ધોઈ નાખો.
  • છીંકતી વખતે અથવા ખાંસી ખાતી વખતે વખતે મોંને ટિશ્યૂથી ઢાંકો, અને તેને તરત જ ઢાંકણવાળી કચરાપેટીમાં નાખી દો.
  • જો તમને કોરોનાવાઇરસ સંબંધિત લક્ષણોનો અનુભવ થાય છે, તો શક્ય તેટલી વહેલી તકે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લો.

સક્રિય રહો અને પોતાને અને તમારી આસપાસના લોકોને સુરક્ષિત કરવા માટે આ પગલાંને અનુસરો.

શા માટે બજાજ આલિયાન્ઝ તરફથી કોરોનાવાઇરસને કવર કરે એવું હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું?

અમે બજાજ આલિયાન્ઝમાં તમારું દર્દ સમજીએ છીએ જેથી તમે પસાર થાઓ છો જ્યારે બીમાર પડી જાઓ અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ઇમરજન્સી સ્થિતિ માટે તમારે હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે. તેથી, અમે ખાતરી કરીએ છીએ કે અમે તમારી કેર કરીએ છીએ અને તમને બને એટલો સપોર્ટ આપીએ છીએ. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે જે કોરોનાવાઇરસ ઇન્ફેક્શનના સારવારના ખર્ચને આવરી લે છે, અમે તમને ખાતરી આપીએ છીએ કે તમને સંપૂર્ણ સુરક્ષા મળશે, કારણ કે આ પ્લાન તમને અને તમારા પરિવારના મેમ્બર્સને વ્યાપક રીતે કવર કરશે અને કોવિડ-19 સારવારના ખર્ચ સામે લડવામાં તમારી મદદ કરશે.

અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ વ્યાપક પ્રીમિયમ દર પર વ્યાપક કવરેજ ઑફર કરે છે. આ સાથે, તમને નીચેની વિશેષતાઓ અને લાભો મળે છે:

  • Network hospitals નેટવર્ક હૉસ્પિટલ

    અમારી 8,600 કરતાં વધારે નેટવર્ક હૉસ્પિટલ સાથે, અમે ખાતરી કરીએ છીએ કે તમને કૅશલેસ ક્લેઇમ સુવિધા સાથે શ્રેષ્ઠ સારવાર મળે.

  • Buy and renew your health insurance policy with our Caringly Yours App અમારી કેરિંગલી યોર્સ એપ સાથે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો અને રિન્યૂ કરો

    અમારી કેરિંગલી યોર્સ એપ સાથે, અમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા અને રિન્યૂ કરવાનું સરળ બનાવીએ છીએ. તમે એપનો ઉપયોગ કરીને ક્લેઇમ ફાઇલ કરી શકો છો અને તમારા ક્લેઇમની સ્થિતિને ટ્રૅક કરી શકો છો.

  • Health CDC (Claim by Direct Click) feature હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક) સુવિધા

    અમારી કેરિંગલી યોર્સ એપની હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક) સુવિધા તમને તમારા મોબાઇલથી ₹ 20,000 સુધીનો ક્લેઇમ કરવા દે છે.

  • Hassle-free claim settlement ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

    અમારી પાસે અમારી પોતાની ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ છે જે તમારા ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને ઝડપી અને ઝંઝટ મુક્ત બનાવે છે.

  • Income tax benefit ઇન્કમ ટૅક્સનો લાભ

    તમને ઇન્કમ ટૅક્સ અધિનિયમના સેક્શન 80 D હેઠળ ઇન્કમ ટૅક્સ લાભ પણ મળે છે.

લાભોની શ્રેણી સાથે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ. વધુ જાણવા માટે વિડિયો જુઓ.

સરળ, ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

તમે કૅશલેસ ક્લેઇમ ફાઇલ કરી શકો છો અથવા તમારા મેડિકલ બિલ સબમિટ કરી શકો છો અને કોવિડ-19 ને કવર કરતા તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સામે વળતર ક્લેઇમની પ્રક્રિયા પસંદ કરી શકો છો. અમે તમને ખાતરી આપીએ છીએ કે આ બંને ક્લેઇમની પ્રક્રિયાઓ ઝડપી, સરળ અને સહજ છે. તમે તમારી સુવિધા અનુસાર કોઈપણ ક્લેઇમ સેટલમેન્ટ પદ્ધતિ પસંદ કરી શકો છો. કોવિડ-19 ને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ ક્લેઇમ કરવા માટે તમારે જે પગલાં લેવાની જરૂર છે તે જુઓ:

કૅશલેસ ક્લેઇમની સુવિધા મેળવવા માટે, જો તમે કોરોનાવાઇરસ અથવા અન્ય કોઈ બીમારીથી સંક્રમિત હોવ તો તમે શ્રેષ્ઠ હેલ્થ કેર મેળવવા માટે અમારા કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોનો સંપર્ક કરી શકો છો. અમારી પાસે ભારતના ખૂણામાં 8600 કરતાં વધુ નેટવર્ક હૉસ્પિટલો છે.

તમે અમારા કોઈપણ ટાઇ-અપ હૉસ્પિટલોનો સંપર્ક કરી શકો છો અને હૉસ્પિટલના ઇન્શ્યોરન્સ ડેસ્ક પર સારવાર કરનાર ડૉક્ટર/હૉસ્પિટલ અને તમારા દ્વારા ભરેલા અને સહી કરેલ પૂર્વ-અધિકૃતતા વિનંતી ફોર્મ મેળવી શકો છો. નેટવર્ક હૉસ્પિટલ આ ફોર્મ અમને મોકલશે અને અમે 3 કલાકની અંદર કૅશલેસ ક્લેઇમની મંજૂરી/અસ્વીકારને કન્ફર્મ કરીશું. અને, જ્યારે તમે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે, ત્યારે અમે હૉસ્પિટલ સાથે તમારા તબીબી બિલની અંતિમ સેટલમેન્ટ માટે આગળ વધીશું.

જો તમે નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કરો છો, તો તમે વળતર ક્લેઇમ સુવિધાનો લાભ લઈ શકો છો. કોરોનાવાઇરસ માટે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે, તમે અમારી વેબસાઇટની મુલાકાત લો અને અમારા ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પોર્ટલનો ઉપયોગ કરી શકો છો અથવા કોરોનાવાઇરસને કવર કરતા તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ ઑફલાઇન તમારો ક્લેઇમ રજિસ્ટર કરવા માટે અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર કૉલ કરી શકો છો.

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી, તમારે નીચેના ડૉક્યૂમેન્ટ HAT ટીમને સબમિટ કરવાની જરૂર છે (ડિસ્ચાર્જના 30 દિવસની અંદર):

  • મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈડી સહિતનું યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ દાવા ફોર્મ
  • હૉસ્પિટલનું અસલ બિલ અને ચૂકવણીની રસીદ
  • તપાસ અહેવાલ
  • ડિસ્ચાર્જ કાર્ડ
  • પ્રિસ્ક્રિપ્શનો
  • દવાઓ અને સર્જિકલ વસ્તુઓના બિલ
  • હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચની વિગતો (જો કોઈ હોય તો)
  • ઇન-પેશન્ટ દસ્તાવેજો, જો જરૂરી હોય તો.
  • અમે આ ડૉક્યૂમેન્ટની અમારી ઇન-હાઉસ HAT ટીમની મદદથી તપાસ કરીશું, જે 10 દિવસની અંદર તમારા ક્લેઇમની પ્રક્રિયા કરશે.

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

આશીષ ઝુનઝુનવાલા

મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...

સુનીતા એમ આહુજા

લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર

રેની જૉર્જ

હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...

કોરોના ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદવી?

ડિજિટલ યુગમાં આપણે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની રીતમાં ક્રાંતિ આવી છે, જે વર્ચ્યુઅલ રીતે ક્યાંય પણ ઑનલાઇન પૉલિસી સુરક્ષિત કરવી ઝડપી અને સુવિધાજનક બનાવે છે. તમે બજાજ આલિયાન્ઝ સાથે સરળતાથી કોવિડ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદી શકો છો તે અહીં આપેલ છે.

  • પગલું 1 :

    તમારી કોવિડ 19 ઇન્શ્યોરન્સ પૉલિસી સરળતાથી ખરીદવા માટે અધિકૃત બજાજ આલિયાન્ઝ વેબસાઇટની મુલાકાત લો. કોઈપણ પેપરવર્ક અથવા ફિઝિકલ ડૉક્યુમેન્ટેશનની જરૂર વગર સરળ અનુભવનો આનંદ માણો.

  • પગલું 2 :

    તમારું નામ, ઉંમર, ઇચ્છિત કવરેજ રકમ અને પૉલિસીનો સમયગાળો જેવી આવશ્યક માહિતી દાખલ કરો. ફેમિલી ફ્લોટર પ્લાન માટે, કોઈપણ આશ્રિત બાળકો અથવા માતાપિતાની વિગતો શામેલ કરવાની ખાતરી કરો.

  • પગલું 3 :

    ઑનલાઇન ચુકવણી પૂર્ણ કરો અને તરત જ તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટને ઇમેઇલ દ્વારા પ્રાપ્ત કરો.

બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે કોરોનાવાઇરસને કવર કરે છે

  • બજાજ આલિયાન્ઝ વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન (વ્યક્તિગત હેલ્થ ગાર્ડ):

    એક પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે સુનિશ્ચિત કરે છે કે તમને કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત ઇમરજન્સી સ્થિતિ માટે વ્યાપક રીતે કવર કરવામાં આવે છે.

    વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ડે કેર પ્રક્રિયાઓ, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ, રોડ એમ્બ્યુલન્સ ખર્ચ અને અંગ દાતાના ખર્ચને કવર કરે છે. તમે ₹ 1.5 લાખથી ₹ .50 લાખ સુધીના એકથી વધુ વીમાકૃત રકમના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો.

  • બજાજ આલિયાન્ઝ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન (ફેમિલી ફ્લોટર હેલ્થ ગાર્ડ):

    એક હેલ્થ ઇન્શ્યોરન્સ જે તમને કોવિડ-19ના હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે કવર કરે છે અને તમને અને તમારા પરિવારને એક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સુરક્ષિત કરે છે. 

    આ પ્લાન તમને તમારા પરિવારના દરેક મેમ્બર માટે વ્યક્તિગત વીમાકૃત રકમનો લાભ લેવાની અથવા ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરવાની સુવિધા આપે છે. ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમને ડે કેર પ્રક્રિયાઓ માટે કવર, બેરિયાટ્રિક સર્જરી કવર, માતૃત્વ/નવજાત બાળકના કવર, અંગ દાતાના ખર્ચ કવર અને આયુર્વેદિક અને હોમિયોપેથિક કવર માટેના કવર મળે છે.

  • બજાજ આલિયાન્ઝ સિલ્વર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન:

    એક હેલ્થ ઇન્શ્યોરન્સ કે જે વૃદ્ધ વ્યક્તિઓ માટે કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરી લે છે.

    વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરે છે કે તમે તમારી વૃદ્ધાવસ્થામાં હેલ્થ પર તમારી બધી બચત ખર્ચ કરતા નથી. આ પ્લાન સાથે, તમને હૉસ્પિટલાઇઝેશન, મેડિકલ ચેક-અપ્સ, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ માટે ફાઇનાન્શિયલ સુરક્ષા મળે છે. અને, તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ તમારા પરિવારના દરેક મેમ્બર માટે 5% નું ફેમિલી ડિસ્કાઉન્ટ પણ મળે છે.

  • આરોગ્ય સંજીવની પ્લાન:

    એક સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન, આરોગ્ય સંજીવની પૉલિસી તમને કોવિડ-19 સંબંધિત હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ડે કેર પ્રક્રિયાઓ, આયુષ સારવાર, ડે કેર સારવાર, રોડ એમ્બ્યુલન્સ ખર્ચ, મોતિયાની સારવાર અને અન્ય ઘણી સૂચિબદ્ધ આધુનિક સારવાર પદ્ધતિઓ માટે કવર કરે છે.

  • કોરોના કવચ પૉલિસી

    કોરોના કવચ પૉલિસી, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા ફરજિયાત કરેલ અને બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઉપલબ્ધ કરાવેલ છે. તે કોવિડ સંબંધિત હૉસ્પિટલાઇઝેશન/હોમ કેર સારવારના ખર્ચને કવર કરવા માટે ડિઝાઇન કરેલ છે. આ પૉલિસી હૉસ્પિટલના દૈનિક રોકડ, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના રોકડ એમ્બ્યુલન્સના વિકલ્પ સાથે આયુષ સારવાર માટે પણ કવરેજ પ્રદાન કરે છે,. જો તમે તમારા નિવાસ પર કોરોનાવાઇરસ માટે સારવાર કરી રહ્યા છો, તો અમે હેલ્થ મોનિટરિંગ, દવાના ખર્ચ સંબંધિત તબીબી ખર્ચને 14 દિવસ સુધી કવર કરીએ છીએ.

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ વ્યાપક કવરેજ વ્યાજબી પ્રીમિયમ દરે ઑફર કરે છે.

ક્વોટેશન મેળવો

કોરોનાવાઇરસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ

હૉસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ

કોરોનાવાઇરસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ તમને અને તમારા પ્રિયજનોને હૉસ્પિટલાઇઝેશન ખર્ચ જેમ કે રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચ, ડૉક્ટર, કન્સલ્ટન્ટ, સ્પેશલિસ્ટની ફી, કોવિડ-19 માટે નિદાનિક ટેસ્ટ અને જો તમને કોવિડ-19 ના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો વધુ કવર કરે છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

તમને અનુક્રમે 60 દિવસ અને 90 દિવસ સુધીના હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ માટે પણ કવર કરવામાં આવે છે.

વૈકલ્પિક સારવારો

તમને આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સારવાર જેવા બિન-એલોપેથિક સારવાર માટે પણ કવર કરી લેવામાં આવે છે.

એમ્બ્યુલન્સ ખર્ચ

કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ તમને રોડ એમ્બ્યુલન્સ કવર પણ ઑફર કરે છે, જેથી તમે ઇમરજન્સી પછી પર્યાપ્ત ઇમરજન્સી સુવિધાઓ સાથે તમારા નજીકના હૉસ્પિટલ સુધી પહોંચી શકો.

ડે કેરની પ્રક્રિયાઓ

અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમને કેટલીક ડે કેર પ્રક્રિયાઓ માટે વ્યાપક રીતે કવર કરવામાં આવે છે, જેના માટે તમારે 24 કલાકથી ઓછા સમય માટે હૉસ્પિટલમાં રહેવાની જરૂર પડે છે.

સ્વાસ્થ્યપ્રાપ્તિનો લાભ

તમે 10 દિવસ અથવા તેનાથી વધુ સમયગાળા માટે સતત હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, વાર્ષિક ₹ 5,000 ના લાભ માટે પાત્ર બનશો, એ શરતે કે તમારો હૉસ્પિટલાઇઝેશન ક્લેઇમ સ્વીકારવા પાત્ર છે.

કોરોનાવાઇરસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નોંધ કરવાની મહત્વપૂર્ણ બાબતો

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીનું કવર

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને અનુક્રમે 60 અને 90 દિવસ સુધી આવરી લે છે.

ફેમિલી કવર

તમારા માતાપિતા, સાસુ-સસરા, પૌત્ર-પૌત્રીઓ અને આશ્રિત ભાઈ-બહેન સહિતના તમારા સંપૂર્ણ પરિવારને કવર કરે છે.

એમ્બ્યુલન્સ કવર

પૉલિસીમાં વાર્ષિક રુ. 20,000 ની મર્યાદા હેઠળ એમ્બ્યુલન્સ ખર્ચને આવરી લે છે.

ડે-કેર ટ્રીટમેન્ટ કવર

સૂચિબદ્ધ તમામ ડે-કેર સારવારના ખર્ચને આવરી લે છે.

1 of 1

કોવિડ-19 ને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ આ સામાન્ય બાકાત છે:

તબીબી ખર્ચ જ્યાં ઇનપેશન્ટ કેર વાજબી નથી અને ચોવીસે કલાક ક્વૉલિફાઇડ નર્સિંગ સ્ટાફ અને ક્વૉલિફાઇડ ડૉક્ટરની દેખરેખની જરૂર નથી.

કોઈપણ પદાર્થ, દવા અથવા દારૂના ઉપયોગ અથવા દુરુપયોગને કારણે સારવારની જરૂર પડે એવી બીમારીઓ.

ઈજા કે રોગની સારવારનો ભાગ હોવાનું સારવાર કરનાર ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરેલ હોય તો વિટામિન્સ, ટોનિક્સ, ન્યુટ્રિશનલ સપ્લીમેન્ટ્સ.

પ્રાયોગિક, અપ્રમાણિત અથવા બિન-માનક સારવાર.

ભારતની બહાર કરાવવામાં આવેલ કોઈપણ સારવાર આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવતી નથી.

હૉસ્પિટલાઇઝેશન બાદ ઘરે સંભાળ રાખવા માટે ઉપયોગમાં લેવાતા કોઈપણ પ્રકારના બાહ્ય તબીબી ઉપકરણો.

મુખ્યત્વે અને ખાસ કરીને નિદાનિક તપાસ માટે કોઈપણ હૉસ્પિટલાઇઝેશન સંબંધિત તબીબી ખર્ચ.

1 of 1

કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ બધા બાકાતની વિગતવાર લિસ્ટ માટે કૃપા કરીને બ્રોશર અને પૉલિસીની નિયમાવલી ડાઉનલોડ કરો અને વાંચો.

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કોરોનાવાઇરસ કવરેજ

જો તમારી પાસે હાલમાં બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, તો તમે કોવિડ-19 માટે કવરેજ વિશે અમારી સાથે તપાસ કરી શકો છો. જો તમે કોરોનાવાઇરસના ફાટી નીકળતા પહેલાં અથવા તેના પછી પણ અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી લીધી છે, તો અમે તમને કોવિડ-19 ઇન્ફેક્શનના હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે કવર કરીશું. કૃપા કરીને નોંધ કરો કે જો તમે પ્રતીક્ષા અવધિ દરમિયાન કોવિડ-19 સાથે સંક્રમિત થશો, તો તેની કવરેજ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરવામાં આવશે નહીં.

Bajaj Allianz General Insurance Company

    તેથી, જો તમે કોવિડ-19 આઉટબ્રેક પછી કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવવાની યોજના બનાવી રહ્યા છો, તો સુનિશ્ચિત કરો કે તમે આ બીમારીથી પીડિત બનતા પહેલાં તેને મેળવો છો. કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા પ્રદાન કરવામાં આવતા મૂળભૂત કવરેજ છે:

     

    • દાખલ દર્દીના હૉસ્પિટલાઇઝેશન ખર્ચ
    • ICU શુલ્ક
    • હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ
    • કોરોનાવાઇરસ ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો ખર્ચ

કોરોનાવાઇરસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં તપાસવાની બાબતો

આ બીમારી માટે શ્રેષ્ઠ કવરેજ મેળવવા માટે કોરોનાવાઇરસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું જરૂરી છે. પરંતુ, તમારે કોવિડ-19 ને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ખરીદતા પહેલાં તમારા ઇન્શ્યોરર સાથે નીચેની બાબતો તપાસવી જોઈએ:

Bajaj Allianz General Insurance Company
    • તમારે નેટવર્ક હૉસ્પિટલોની લિસ્ટ તપાસવી જોઈએ, જેથી તમે જાણી શકો છે કે તમારા મનપસંદ હૉસ્પિટલનો તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે ટાઇ-અપ છે કે શું અને જો તમારે તેમાં દાખલ થવાની જરૂર હોય તો તમે કૅશલેસ સુવિધાનો લાભ મળી શકશે કે નહીં.
    • કોરોનાવાઇરસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં તમારે હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ, ICU શુલ્ક અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચ જેવી ઓછામાં ઓછી મૂળભૂત કવરેજની શોધ કરવી જોઈએ.
    • આગલી વસ્તુ જે બાબતે તમારે પુષ્ટિ કરવાની જરૂર છે તે પ્રતીક્ષા અવધિ છે. મોટાભાગના સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં બીમારી માટે તમને કવર કરવાનું શરૂ કરે, તેના 30 દિવસ પહેલાંની પ્રતીક્ષા અવધિ હોય છે. જોકે, આ પૉલિસીથી પૉલિસીમાં અલગ હોય છે અને તેથી, તમારે જે તમે ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તે કોવિડ-19 માટે હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ પ્રતીક્ષા અવધિ તપાસવી જોઈએ.
    • તમારે જે અન્ય બાબત તપાસવી જોઈએ તે ઑફર કરેલી વીમાકૃત રકમ (એસઆઇ) છે. કોરોનાવાઇરસ સંક્રમણ માટે હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ ખૂબ જ વધુ હોવાથી, તમને સલાહ આપવામાં આવે છે કે ઉચ્ચ SI સાથે કોવિડ-19 ને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવા જોઈએ.

 

 

ચાલો કોવિડ-19 માટે હેલ્થ ઇન્શ્યોરન્સને સરળ બનાવીએ

કોવિડ-19 શું છે?

કોવિડ-19 એ એક ચેપી બીમારી છે જે નવા શોધાયેલ કોરોનાવાઇરસ કારણે થતી હોય છે. આ એક ચેપી બીમારી છે જે એક સંક્રમિત વ્યક્તિના કફ અને છીંક દ્વારા ઉત્પન્ન કણો (ડ્રોપલેટ્સ) દ્વારા ફેલાય છે.

હું કોવિડ-19ને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદી શકું?

કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સને ઑનલાઇન ખરીદવા ખૂબ જ સરળ છે. તમે કોવિડ-19 માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. તમે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવવા માટે અમારી કેરિંગલી યોર્સ એપ ડાઉનલોડ કરી શકો છો.

શું કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ હોમ કેર કવર કરવામાં આવે છે?

ના, કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ હેઠળ હોમ કેર સારવાર કવર કરવામા આવતું નથી.

જો હું હોમ ક્વૉરંટાઇન હેઠળ મૂકવામાં આવ્યો હોય તો શું મારા તબીબી ખર્ચને કવર કરવામાં આવશે?

ના, જો તમને હોમ ક્વૉરંટાઇન હેઠળ રાખવામાં આવે તો કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ તબીબી ખર્ચને કવર કરશે નહીં.

શું પ્રાઇવેટ હૉસ્પિટલાઇઝેશન માટે તબીબી ખર્ચ કવર કરવામાં આવે છે?

હા, પ્રાઇવેટ હૉસ્પિટલાઇઝેશન માટેના તબીબી ખર્ચ કોવિડ-19 ને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરવામાં આવે છે

શું કોરોનાવાઇરસને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પર કોઈ પ્રતીક્ષા અવધિ લાગુ છે?

હા, કોવિડ-19 સારવારને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પર 30 દિવસની સ્ટાન્ડર્ડ પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે.

શું મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કોરોનાવાઇરસ સંબંધિત મેડિકલ ખર્ચને કવર કરશે?

હા, જો તમે કોઈપણ વાયરલ સંક્રમણને કારણે બીમાર પડો તો મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કવર કરે છે. અને, કોરોનાવાઇરસ વાયરલ ઇન્ફેક્શન હોવાથી, તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને જરૂરી કવરેજ પ્રદાન કરી શકે છે.

શું લૉકડાઉન દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ સર્વિસેજ પ્રદાન કરવામાં કોઈ વિલંબ થયો છે?

ના. અમારી તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ સર્વિસેજ જેમ કે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી અને રિન્યૂ કરવી અને ક્લેઇમની પ્રક્રિયા (કૅશલેસ અને વળતર) સંપૂર્ણપણે ઑનલાઇન ઉપલબ્ધ છે. તેથી, લૉકડાઉન દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ સર્વિસેજ પ્રદાન કરવામાં કોઈ વિલંબ થશે નહીં.

જો મૂલ્યાંકન રિપોર્ટના પરિણામો નકારાત્મક હોય, તો શું મારો ક્લેઇમ હજી પણ માનવામાં આવશે?

કોવિડ-19 માટે બ્લડ રિપોર્ટ સકારાત્મક અથવા નકારાત્મક હોવા છતાં, જો તમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો, સંબંધિત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના અન્ય નિયમો અને શરતોને આધિન ક્લેઇમને માનવામાં આવશે.

શું બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની શાખાઓ ખુલ્લી છે?

હા, અમે 100 કરતાં વધુ શાખાઓ ખોલી છે અને આગળ વધી રહ્યા છીએ, અમે સર્વિસનો હાઇબ્રિડ મોડેલ પ્રદાન કરીશું. જેમકે ઘણાં બધા નિયમોનું પાલન કરવું પડશે અને અમને ગ્રાઉન્ડ પરિસ્થિતિઓ સાથે વાસ્તવિક સમય અપડેટ કરવો પડશે, અમે જ્યારે અને જેમ ઑફિસ ખોલવા માટેના નિયમોમાં છૂટ મળશે ત્યારે અમે અપડેટ કરીશું.

કોવિડ-19 ને કારણે હું લૉકડાઉન સમયગાળા દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમને કેવી રીતે સૂચિત કરી શકું?

બજાજ આલિયાન્ઝની સરળ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા સાથે, લૉકડાઉન દરમિયાન તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે રજિસ્ટર અને સેટલ કરી શકો છો, તે અહીં આપેલ છે:

• અમારી કેરિંગલી યોર્સ એપ સાથે, તમે અમારી કેરિંગલી યોર્સ એપ પર ઉપલબ્ધ પેપર-લેસ પ્રક્રિયા - હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક) દ્વારા ₹ 20,000 સુધીના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો.

• તમે અમને +91 80809 45060 પર મિસ કૉલ કરી શકો છો, અને અમે તમને આ પ્રક્રિયામાં આગળ વધારવા માટે કૉલ કરીશું.

• તમે 575758 પર 'WORRY' લખીને એસએમએસ પણ કરી શકો છો.

• તમે તમારા ક્લેઇમને રજિસ્ટર કરવા માટે અમને bagichelp@bajajallianz.co.in પર એક મેઇલ પણ મોકલી શકો છો.

• તમારા ક્લેઇમને રજિસ્ટર કરવા અને ટ્રૅક કરવાની અન્ય રીત અમારા ઑનલાઇન ક્લેઇમ પોર્ટલની મુલાકાત લેવાનું છે, જ્યાં તમે તમારા પૉલિસી નંબર જેવી કેટલીક મૂળભૂત વિગતો દાખલ કરી શકો છો અને ઝડપી ક્લેઇમ કરી શકો છો.

હું હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની સ્થિતિ કેવી રીતે તપાસી શકું?

તમે અમારી કેરિંગલી યોર્સ એપનો ઉપયોગ કરીને અથવા અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ક્લેઇમ પોર્ટલની મુલાકાત લઈને તમારી ક્લેઇમની સ્થિતિ તપાસી શકો છો.

હું લૉકડાઉન સમયગાળા દરમિયાન મારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રીમિયમની ચુકવણી કેવી રીતે કરી શકું?

તમે લૉકડાઉન સમયગાળા દરમિયાન તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમની ચુકવણી કરવા માટે અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ ઑનલાઇન ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો.

શું કોવિડ-19 વ્યક્તિથી વ્યક્તિને ટ્રાન્સમિટ થઈ શકે છે?

હા, કોવિડ-19 વ્યક્તિથી વ્યક્તિને ટ્રાન્સમિટ થઈ શકે છે, સામાન્ય રીતે સંક્રમિત દર્દી સાથે સંપર્ક કર્યા પછી, ઉદાહરણ તરીકે, ઘર, કાર્યસ્થળ અથવા આરોગ્ય સંભાળ કેન્દ્રમાં.

કોવિડ-19 કેવી રીતે ફેલાય છે?

લોકો વાઇરસ ધરાવતા અન્ય લોકો પાસેથી કોવિડ-19 નો ચેપ મેળવી શકે છે. આ બીમારી કોવિડ-19ધરાવતી વ્યક્તિની ઉધરસ અથવા બાહર નીકળતા શ્વાસથી નાક અને મોંથી નીકળતા કણો દ્વારા એકથી બીજા વ્યક્તિને ફેલાઈ શકે છે.

શું કોવિડ-19 એવા વ્યક્તિ પાસેથી થઈ શકે છે જેને એના કોઈ લક્ષણો નથી?

કોવિડ-19 વાળા ઘણા લોકો બીમારીના પ્રારંભિક તબક્કામાં માત્ર હળવા લક્ષણોનો અનુભવ કરે છે. તેથી કોઈપણ એવા વ્યક્તિથી કોવિડ-19 થવું શક્ય છે, જેને ઉદાહરણ તરીકે, માત્ર હળવો કફ છે અને બીમારી જેવું લાગતું નથી. 

શું કોરોના વાઇરસ માટે કોઈ વેક્સિન છે?

 હા, વેક્સિન હવે વ્યાપકપણે ઉપલબ્ધ છે, અને લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ વેક્સિન મેળવવા માટે પાત્ર છે.

શું કોરોનાવાઇરસ માટે કોઈ સારવાર છે?

કોરોનાવાઇરસ દ્વારા થતી બીમારી માટે કોઈ ચોક્કસ સારવાર નથી. જો કે, ઘણા લક્ષણોનો ઉપચાર કરી શકાય છે અને તેથી દર્દીની ક્લિનિકલ સ્થિતિના આધારે સારવાર કરી શકાય છે.. વધુમાં, સંક્રમિત વ્યક્તિઓ માટે સહાયક કાળજી ખૂબ જ અસરકારક હોઈ શકે છે.

ગંભીર બીમારી વિકસિત થવાનું જોખમ કોને છે?

જ્યારે અમે હજુ પણ જાણી રહ્યા છીએ કે કોવિડ-2019 લોકોને કેવી રીતે અસર કરે છે, મોટી ઉંમરના વ્યક્તિઓ અને પહેલાંથી હાજર તબીબી પરિસ્થિતિઓ ધરાવતા વ્યક્તિઓને (જેમ કે હાઇ બ્લડ પ્રેશર, હૃદય રોગ, લંગ રોગ, કેન્સર અથવા ડાયાબિટીસ) અન્ય લોકોની તુલનામાં વધુ ગંભીર બીમારી થવાનું દેખાય છે.  

હું પોતાને સુરક્ષિત કરવા માટે શું કરી શકું છું?

ઘણી બધી બીમારીઓ સામે એક્સપોઝર અને તેને સંક્રમણને ઘટાડવા માટે આપેલ માનક ભલામણોમાં હાથ અને શ્વસનની સ્વચ્છતા જાળવવા અને સુરક્ષિત ખાદ્ય પદ્ધતિઓ અને શક્ય હોય ત્યારે, શ્વસન રોગના લક્ષણો જેમકે કફ અને છીંક દર્શાવતા કોઈપણ વ્યક્તિ સાથે નજીકના સંપર્કથી બચવાનો સમાવેશ થાય છે. સામાજિક અંતર જાળવવું મુખ્ય મહત્વનું છે.  

કોઈ વધુ મદદની જરૂર છે?

+91 80809 45060 પર મિસ્ડ કૉલ આપો અથવા એસએમએસ કરો <WORRY> 575758 પર અને અમારા કેર સ્પેશિયાલિસ્ટ તમને કૉલબૅક કરશે.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો