રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ભારતમાં વાજબી અને સસ્તું હેલ્થ ઇન્શ્યોરન્સ શોધવું મહત્વપૂર્ણ છે. આ તમામ પ્લાન બજેટને અનુકૂળ હોય તેવા પ્રીમિયમમાં કોમ્પ્રિહેન્સિવ કવરેજ મેળવવા ઈચ્છતા વ્યક્તિઓ અને પરિવારો માટે છે. આ પ્લાન સામાન્ય રીતે હૉસ્પિટલાઇઝેશન, આઉટપેશન્ટ સારવાર અને કેટલીકવાર પહેલાંથી હાજર બીમારીઓ માટે મૂળભૂતથી લઈને મધ્યમ કવરેજ પ્રદાન કરે છે. તે પૉલિસીધારકને કોઈપણ નાણાંકીય બોજ વગર અનપેક્ષિત મેડિકલ ખર્ચ સામે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરેલ છે.
ભારતમાં સૌથી સસ્તો હેલ્થ ઇન્શ્યોરન્સ ઘણીવાર કેટલાક મેડિકલ ખર્ચ પર સબ-લિમિટ અથવા સહ-ચુકવણીની જરૂરિયાત જેવી મર્યાદાઓ સાથે આવે છે. આ એવા વ્યક્તિઓ માટે આદર્શ છે, જે ક્વૉલિટીમાં સમાધાન કર્યા વિના આવશ્યક હેલ્થ કેર સર્વિસ મેળવવા માંગતા હોય, જેનાથી સ્વાસ્થ્યની ઇમરજન્સી દરમિયાન ખર્ચને અસરકારક રીતે મેનેજ કરી શકાય અને મનની શાંતિ સુનિશ્ચિત થાય.
અહીં વિવિધ પ્રકારના વ્યાજબી છે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે છે:
પ્રકાર |
તે શું કવર કરે છે |
વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ |
એક વ્યક્તિના મેડિકલ ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે, જેમાં હૉસ્પિટલાઇઝેશન અને સારવાર શામેલ છે. |
ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ |
સંપૂર્ણ પરિવાર (જીવનસાથી, બાળકો, માતાપિતા) એક જ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે, જેમાં વીમાકૃત રકમને શેર કરવામાં આવે છે. |
સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ |
ખાસ કરીને 60-65 વર્ષથી વધુના વ્યક્તિઓ માટે ડિઝાઇન કરેલ છે, જેમાં ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે કવરેજ પ્રદાન કરવામાં આવે છે. |
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ |
જો કૅન્સર અથવા હાર્ટ અટૅક જેવી ચોક્કસ ગંભીર બીમારીઓના નિદાન થવા પર એકસામટી રકમની ચુકવણીનો લાભ પ્રદાન કરે છે. |
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ |
એક જ પૉલિસી હેઠળ ગ્રુપને (દા.ત., કંપનીના કર્મચારીઓ) કવર કરે છે, જેનાથી હેલ્થ કેરના લાભો પ્રદાન થાય છે. |
ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ |
એકવાર મૂળભૂત વીમાકૃત રકમ સમાપ્ત થયા પછી, ઓછા પ્રીમિયમ પર અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે. |
પર્સનલ એક્સિડન્ટ કવર |
અકસ્માતને કારણે મૃત્યુ, વિકલાંગતા અથવા ઈજા માટે ઘણીવાર લોકેશનને ધ્યાનમાં લીધા વિના વળતર પ્રદાન કરે છે. |
મેટરનિટી હેલ્થ ઇન્શ્યોરન્સ |
જટિલતાઓ સહિત ગર્ભાવસ્થા, બાળજન્મ અને પ્રસૂતિ પછીની સંભાળ જેવા સંબંધિત ખર્ચને આવરી લે છે. |
મેડિક્લેમ ઇન્શ્યોરન્સ |
પૉલિસીની શરતોને આધિન, બીમારી અથવા ઈજાને કારણે થયેલા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચની ભરપાઈ કરે છે. |
ડિસીઝ-સ્પેસિફિક ઇન્શ્યોરન્સ |
વિશિષ્ટ બીમારીઓ જેમકે કોવિડ-19 (દા.ત., કોરોના કવચ) ને કવર કરે છે, અનુકૂળ મેડિકલ કવરેજ પ્રદાન કરે છે. |
હૉસ્પિટલ ડેઇલી કૅશ ઇન્શ્યોરન્સ |
સારવારના ખર્ચ સંબંધિત ન હોય તેવા આકસ્મિક ખર્ચને કવર કરવા માટે હૉસ્પિટલાઇઝેશન દરમિયાન દૈનિક રોકડ રકમની ચુકવણી કરે છે. |
બજાજ આલિયાન્ઝ ખાતે અમારા માટે તમારા સંતોષ કરતાં વધુ કંઈ મહત્વપૂર્ણ નથી. તેથી જ સસ્તા હેલ્થ ઇન્શ્યોરન્સ આપવાને બદલે, અમે જીવનના વિવિધ તબક્કાઓ પર તમારી અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને તૈયાર કર્યા છે. જ્યારે તમે અમારી પૉલિસી ખરીદો છો ત્યારે તમે સંપૂર્ણ રીતે ચિંતામુક્ત રહી શકો છો, આ સાથે તમને નીચેના લાભ મળે છે:
ક્લેઇમનું ઝડપી સેટલમેન્ટ
અમે સરેરાશ એક કલાકની અંદર તમારા ક્લેઇમ સેટલમેન્ટને મંજૂરી આપીએ છીએ! ઉપરાંત, અમારી એપ પર ઉપલબ્ધ ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક (CDC) સુવિધા દ્વારા તમે ₹20,000 સુધીના ક્લેઇમ કરી શકો છો અને સમય અને પૈસાની બચત કરી શકો છો.
કૅશલેસ અને કેરફ્રી
તમે કોઈ પણ સ્થળે હોવ, અગ્રણી હૉસ્પિટલો સાથેના અમારા ટાઇ-અપ વડે તમને હંમેશા તમારી નજીક કોઈ હૉસ્પિટલ મળશે જ. અમારી સાથે તમે સમગ્ર ભારતમાં 6000 થી વધુ હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર સુવિધાઓનો લાભ લઈ શકો છો.
24X7 સપોર્ટ
તમે જ્યારે પણ અમને કૉલ કરશો ત્યારે તમને હંમેશા, રજાના દિવસે પણ, ફોન પર એક હૂંફ-સભર અવાજ સાંભળવા મળશે. જો તમને મદદની જરૂર હોય, તો ક્લેઇમ સંબંધી સહાયતા માટે તમારે અમારા ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર કૉલ કરવાનો રહેશે. તમે એપ પર પણ તમારા ક્લેઇમની સ્થિતિના નિયમિત અપડેટ મેળવી શકો છો.
વિવિધ પૉલિસીઓની શ્રેણી
શું તમે પોતાની માટે કોઈ પૉલિસી ઈચ્છો છો? શું તમે તમારા સંપૂર્ણ પરિવાર માટે વ્યાપક કવરેજ ઈચ્છો છો? શું તમે ગંભીર બિમારીઓ સામે પોતાને સુરક્ષિત કરવા માંગો છો અથવા તમારા હાલના પ્લાનને ટૉપ-અપ કરવા માંગો છો? બજાજ આલિયાન્ઝ ખાતે અમે તમને તમારી અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ પૉલિસીઓ પ્રદાન કરીએ છીએ.
તમને સંપૂર્ણ ફ્લેક્સિબિલિટી પ્રદાન કરીએ છીએ, તમે તમારી જરૂરિયાતો મુજબ વીમાકૃત રકમ, પૉલિસીની મુદત અને અન્ય સુવિધાઓ પસંદ કરી શકો છો.
ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ
અમે શક્ય એટલા ઓછા સમયમાં તમારા ક્લેઇમને સેટલ કરવાના અમારા વચનને નિભાવીએ છીએ. અમારી સમર્પિત ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ તમારા ક્લેઇમની પ્રક્રિયા દરમિયાન ઓલિમ્પિક સ્ટાઇલની ચોકસાઈ સાથે ફિનિશ લાઇન (એટલે કે સેટલમેન્ટ) સુધી તમારી સાથે રહે છે.
ઉપરાંત આ ટીમ સમયે-સમયે તમારી અન્ય કોઈ અતિરિક્ત જરૂરિયાતો હોય તો તેની પણ કાળજી રાખે છે. અમારા વચનો પૂર્ણ કરવાની વાત આવે ત્યારે અમારું ધ્યેય, અલબત્ત, પ્રત્યેક પળનો ઉપયોગ કરવાનું છે!
વ્યાપક કવરેજ
નિદાનથી લઈને સાજા થવા સુધી, અમે હંમેશા તમારી સાથે છીએ. અમારી પૉલિસીઓ હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી અનુક્રમે 60 અને 90 દિવસ માટેના ખર્ચને કવર કરે છે, અને ડે કેર સારવાર માટે પણ કવરેજ પ્રદાન કરે છે. તમને અંગ દાતાના ખર્ચ, બેરિયાટ્રિક સર્જરી, પ્રસૂતિ ખર્ચ અને આયુર્વેદિક અથવા હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન માટે પણ કવર મળે છે.
ત્વરિત રિન્યુઅલ
તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવું પહેલાં કરતાં ઝડપી છે. માત્ર અમારી વેબસાઇટ પર લૉગ-ઇન કરો, જરૂરી વિગતો ભરો, ચુકવણી કરો અને તેના લાભો મેળવતા રહો.
અમે આજીવન રિન્યુઅલનો વિકલ્પ પણ પ્રદાન કરીએ છીએ, જેનાથી તમે આજીવન કવરેજ પ્રાપ્ત કરી શકો છો.
આ પરિબળોને સમજવાથી તમે પ્લાનની તુલના કરી શકો છો અને સૌથી વાજબી હેલ્થ ઇન્શ્યોરન્સ શોધી શકો છો:
ચેતવણી! અમે એક ભ્રમ વિશે જણાવીએ છીએ. હેલ્થ ઇન્શ્યોરન્સમાં દરેક રોગ કવર કરવામાં આવતા નથી. વધુ વાંચો
તમે કોઈ ચોક્કસ રોગની સારવાર માટે એમ સમજીને હૉસ્પિટલમાં દાખલ થાઓ છો કે તે સારવાર તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા આવરી લેવામાં આવશે, અને બાદમાં ખ્યાલ આવે છે કે તે ખર્ચ તમારે જ ભોગવવાનો છે ત્યારે તમારી બચત પર અસર થાય છે.
તેથી, કઈ બીમારીઓ આવરી લેવામાં આવે છે તે જાણવા માટે પૉલિસીને બારીકાઈથી જાણવી મહત્વપૂર્ણ છે.
તબીબી કટોકટીઓ ઘણીવાર અચાનક આવે છે અને આવી પરિસ્થિતિમાં, તમારા ઘરની નજીકની ટોચની હૉસ્પિટલમાં શ્રેષ્ઠ સંભવિત સારવાર મળવાથી ઘણો મોટો ફેર પડી શકે છે. વધુ વાંચો
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતા પહેલાં, પૉલિસી હેઠળની નેટવર્ક હૉસ્પિટલોની તપાસ કરો જ્યાં તમે કૅશલેસ સારવાર પ્રાપ્ત કરી શકો છો.
ઉપરાંત, ઉચ્ચ ગુણવત્તાની સારવાર મેળવવા માટે ફંડ અવરોધરૂપ ન હોવાની ખાતરી કરવા માટે ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ પણ જાણી લો.
હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, કે જે તમારા મેડિકલ બિલનો મોટો ભાગ હોઈ શકે છે, તે સાથે અન્ય ચાર્જ પણ ચૂકવવાના હોય છે. વધુ વાંચો
આમાં ડૉક્ટરની કન્સલ્ટેશન ફી, રિપોર્ટનો ખર્ચ, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, પૉલિસી સાથે ઉપલબ્ધ ઍડ-ઑન સુવિધાઓ સમજવી મહત્વપૂર્ણ છે. તમને આર્થિક રીતે અસર કરી શકે તેવા આ ખર્ચાઓ તમારી પૉલિસી હેઠળ આવરી લેવામાં આવે છે કે નહીં તે જુઓ.
પર્યાપ્ત કવરેજ સાથે વાજબીપણું સંતુલિત કરવું મહત્વપૂર્ણ છે. ઓછા ખર્ચના હેલ્થ ઇન્શ્યોરન્સને પસંદ કરવા માટેની કેટલીક ટિપ્સ અહીં આપેલ છે:
મેડિકલ ઇમરજન્સી તમારે દરવાજે આવીને ઊભી રહે ત્યાં સુધી રાહ ના જુઓ!
ક્વોટેશન મેળવોરિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
સુંદર કુમાર મુંબઈ
કોઈ મૅન્યુઅલ હસ્તક્ષેપ વગર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સરળ ઑનલાઇન ખરીદી.
પૂજા મુંબઈ
બજાજ આલિયાન્ઝના પ્રતિનિધિઓ ખૂબ જ માહિતીપૂર્ણ અને મદદરૂપ બને છે.
નિધિ સુરા મુંબઈ
પૉલિસી ખૂબ જ ઝડપથી અને સરળતાથી જારી કરવામાં આવી. યૂઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો