Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કરો

હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કરો
Compare Health Insurance

તમારા માટે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ

તમારા માટે તેમાં શું છે?

નવીન વિશેષતાઓ સાથે વરિષ્ઠ નાગરિકોની સંભાળ સ્માર્ટ અને સરળ બની

રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર માટે મિસ્ડ કૉલ નંબર : 9152007550

 હેલ્થ પ્રાઇમ રાઇડર સાથે 09 પ્લાન/વિકલ્પોનું કવર

 ઈએમઆઇના વિકલ્પો ઉપલબ્ધ છે

1 કરોડ સુધીના ઉચ્ચ વીમાકૃત રકમના વિકલ્પો

હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના ખર્ચને આવરી લે છે

વીમાકૃત રકમના અનેક વિકલ્પો

માતાપિતા, સાસુ-સસરા અને ભાઈ-બહેન સહિત વિસ્તૃત પરિવારને આવરી લે છે

હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ બીમારી અથવા ઈજાને કારણે થયેલા મેડિકલ ખર્ચ સામે આર્થિક કવરેજ પ્રદાન કરે છે. તે હૉસ્પિટલાઇઝેશન, સર્જરી અને સારવાર સહિતના ઉચ્ચ હેલ્થ કેર ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરે છે.

પ્રીમિયમની ચુકવણી કરીને, વ્યક્તિઓ અથવા પરિવારો નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ સારવારની અથવા મેડિકલ બિલના રિઇમ્બર્સમેન્ટની સુવિધા મેળવી શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કવરેજ અને લાભોની દ્રષ્ટિએ ભિન્ન હોય છે, જે વિવિધ હેલ્થ કેર જરૂરિયાતોની પૂર્તિ કરે છે.

તે એક સુરક્ષા કવચ છે, જે સુનિશ્ચિત કરે છે કે અણધારી મેડિકલ ઇમરજન્સી આર્થિક તણાવ તરફ દોરી ના જાય. હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કરવાથી અને યોગ્ય પ્લાન પસંદ કરવાથી માનસિક શાંતિ અને સૌથી વધુ જરૂર હોય ત્યારે ક્વૉલિટી હેલ્થકેર સર્વિસની સમયસર સુવિધા મળી શકે છે.

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂરિયાત

ભારતમાં, વધતા તબીબી ખર્ચ અને વધતી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પર્યાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે. ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના વ્યક્તિઓને કઈ પૉલિસી તેમને શ્રેષ્ઠ રીતે અનુકૂળ છે તેનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે, જે હૉસ્પિટલાઇઝેશન, સર્જરી અને સારવાર જેવા ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે. હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરીને, વ્યક્તિઓ ઇમરજન્સી દરમિયાન નાણાંકીય તણાવથી પોતાને અને તેમના પરિવારોને સુરક્ષિત કરે છે. વધુમાં, નેટવર્ક હૉસ્પિટલોમાં ટૅક્સ લાભો અને કૅશલેસ સારવાર એ ભારતમાં દરેક ઘર માટે હેલ્થ ઇન્શ્યોરન્સને જરૂરી બનાવે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ઑનલાઇન તુલના શા માટે કરવી?

તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની ઑનલાઇન તુલના શા માટે કરવી જોઈએ તે અહીં જણાવેલ છે:

  • પારદર્શિતા અને તુલના:

    હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ઑનલાઇન તુલના દ્વારા તમને કવરેજ, પ્રીમિયમ અને લાભો વિશેની વિગતવાર માહિતીના માધ્યમથી પારદર્શિતા પ્રાપ્ત થાય છે. આના કારણે તમને એકથી વધુ પ્લાનનું મૂલ્યાંકન કરવાની સુવિધા મળે છે.

  • ખર્ચમાં વાજબીપણું:

    ઑનલાઇન પ્લેટફોર્મ ઘણીવાર ઑફલાઇન ઉપલબ્ધ ના હોય તેવા ડિસ્કાઉન્ટ અને વિશેષ ડીલ્સ ઑફર કરે છે. ઑનલાઇન તુલના કરવાથી તમને તમારા બજેટને અનુરૂપ વાજબી વિકલ્પો શોધવામાં મદદ મળે છે.

  • સુવિધા અને ઍક્સેસિબિલિટી:

    તમે વિવિધ ઑફિસની મુલાકાત લીધા વિના, કોઈપણ સમયે, ક્યાંય પણ જુદા-જુદા પ્લાનની તુલના કરી શકો છો. આ સમય અને મહેનતની બચત કરે છે અને નિર્ણય લેવામાં સુવિધા પ્રદાન કરે છે.

  • વ્યાપક માહિતી:

    ઑનલાઇન તુલના માટેના સાધનો પૉલિસીની વિશેષતાઓ, બાકાત બાબતો અને ગ્રાહક સમીક્ષાઓ પર વ્યાપક વિગતો પ્રદાન કરે છે, જેનાથી માહિતગાર નિર્ણય લઈ શકાય છે.

  • કસ્ટમાઇઝ્ડ પસંદગી:

    તે તમને ચોક્કસ જરૂરિયાતોના આધારે તમારી શોધને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે, જેમ કે પહેલાંથી હાજર સમસ્યાઓ અથવા પ્રસૂતિ લાભો માટે કવરેજ, જે સુનિશ્ચિત કરે છે કે પસંદ કરેલ પ્લાન તમામ જરૂરિયાતોની પૂર્તિ કરે.

હેલ્થ ઇન્શ્યોરન્સ/મેડિક્લેમ પ્લાનની ઑનલાઇન તુલના કરવાના લાભો

  • વિકલ્પોની વિશાળ શ્રેણી: ઑનલાઇન પ્લેટફોર્મ વિવિધ ઇન્શ્યોરરના વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો ઍક્સેસ પ્રદાન કરે છે, જે પર્યાપ્ત પસંદગીઓ પ્રદાન કરે છે.

  • ખર્ચની તુલના: કિંમતની દૃષ્ટિએ સૌથી વધુ વાજબી વિકલ્પ શોધવા માટે, વિવિધ પ્લાનમાં પ્રીમિયમ, કપાતપાત્ર અને કવરેજ મર્યાદાની સરળતાથી તુલના કરો.

  • સુવિધા: વપરાશકર્તાઓ કોઈપણ સમયે, ક્યાંય પણ પ્લાનની સરળતાથી તુલના કરી શકે છે, આ રીતે અનેક એજન્ટની મુલાકાતો અથવા ફોન કૉલની જરૂરિયાત ટાળી શકાય છે.

  • પારદર્શક માહિતી: તમે વિગતવાર પૉલિસીની સુવિધાઓ, લાભો અને બાકાત બાબતોને અગાઉથી ઍક્સેસ કરી શકો છો, જેના લીધે તમે માહિતગાર નિર્ણય લઈ શકો છો.

  • ગ્રાહક રિવ્યૂ: અન્ય પૉલિસીધારકો પાસેથી ગ્રાહકની સંતુષ્ટિ અને સર્વિસ ક્વૉલિટીને માપવા માટે રિવ્યૂ અને રેટિંગ હંમેશા વાંચો.

વિવિધ પૉલિસીઓ - વ્યક્તિગત, ફેમિલી ફ્લોટર, વરિષ્ઠ નાગરિક વગેરે - ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના

વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે, જે દરેક વિવિધ જરૂરિયાતો માટે કરવામાં આવે છે. અહીં બ્રેકડાઉન છે:

  • વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ : ઉંમર અને સ્વાસ્થ્યના આધારે પ્રીમિયમ સાથે એક વ્યક્તિને કવર કરે છે. આ વિકલ્પ ઇન્શ્યોર્ડ વ્યક્તિને વિશેષ લાભો પ્રદાન કરે છે.

  • ફેમિલી ફ્લોટર પ્લાન : એક જ પ્લાન જે શેર કરેલી વીમાકૃત રકમ હેઠળ સંપૂર્ણ પરિવારને કવર કરે છે. પરિવારના કોઈપણ સભ્ય જરૂર મુજબ કવરનો ઉપયોગ કરી શકે છે, જે તેને ખર્ચ-અસરકારક બનાવે છે.

  • વરિષ્ઠ નાગરિક પ્લાન્સ : આ 60+ ઉંમરના લોકો માટે વિશેષ પૉલિસીઓ છે, જે ઉચ્ચ કવરેજ મર્યાદા, ઓછી સહ-ચુકવણીઓ અને અતિરિક્ત લાભો પ્રદાન કરે છે.

  • ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ : નિયોક્તાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલ, જે કર્મચારીઓને ડિસ્કાઉન્ટેડ દરો પર એક પ્લાન હેઠળ કવર કરે છે.

  • ગંભીર બીમારી અને ટૉપ-અપ પ્લાન : આ વિકલ્પો વિશિષ્ટ બીમારીઓ માટે અતિરિક્ત કવરેજ અને એકસામટી રકમ પ્રદાન કરે છે અથવા એકવાર પ્રાથમિક પૉલિસીની મર્યાદા સમાપ્ત થઈ જાય પછી કવરેજ પ્રદાન કરે છે.

તમારા વર્તમાન કવરનું મૂલ્યાંકન કરો અને રિન્યુઅલ પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલના કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુખ્ય પરિબળો

હેલ્થ ઇન્શ્યોરન્સ માત્ર તમારા તબીબી ખર્ચની સંભાળ લેવામાં જ મદદ કરતું નથી, પરંતુ તે તમને ફિટ અને તંદુરસ્ત રહેવામાં પણ ફાળો આપે છે. એક શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે તમારે નીચે જણાવેલ વસ્તુઓની જરૂર છે. સૌ પ્રથમ તો તમારી સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું જરૂરી છે. આ પાયાની વાત ધ્યાનમાં રાખીને વ્યાપક કવરેજ, ટૅક્સમાં લાભ અને ફ્લેક્સિબલ કપાતપાત્ર જેવા પરિબળો ઉમેરો. આ સાથે વાજબી પ્રીમિયમનો ઉમેરો કરો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરતી વખતે યાદ રાખવાના પરિબળો અહીં આપેલ છે:
Coverage Offered

પ્રસ્તાવિત કવરેજ

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ તેના દ્વારા ઑફર કરવામાં આવતું કવરેજ છે. આખરે, જો મેડિકલ ઇમરજન્સી દરમિયાન તે પર્યાપ્ત કવર પ્રદાન ન કરે, તો તે હેલ્થ ઇન્શ્યોરન્સ શું કામનું? વધુ વાંચો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરતી વખતે સૌ પ્રથમ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવેલ કવરેજને તપાસો. મોટાભાગની પૉલિસીઓ સમાન મૂળભૂત કવરેજ પ્રદાન કરે છે, પરંતુ સંપૂર્ણ લિમિટ અલગ-અલગ હોય છે. એવી પૉલિસી, કે જે ઘણી બધી સુવિધાઓ પ્રદાન કરે છે પરંતુ જેમાંથી મોટાભાગની બિનજરૂરી હોય છે, તેને ન ખરીદવી એ બહેતર છે.  

Policy Sub-limits

પૉલિસીની સબ-લિમિટ

દરેક પ્લાનમાં વિસ્તૃત સમ ઇન્શ્યોર્ડની અંદર એમ્બ્યુલન્સ શુલ્ક અથવા રૂમના ભાડા જેવા વિશિષ્ટ લાભો માટે સબ-લિમિટ હોઈ શકે છે. આ મર્યાદાઓને સમજવી એ સુનિશ્ચિત કરે છે કે તમે ખિસ્સામાંથી કરવામાં આવતા સંભવિત ખર્ચ વિશે માહિતગાર છો. વધુ વાંચો

દરેક પ્લાનમાં વિસ્તૃત સમ ઇન્શ્યોર્ડની અંદર એમ્બ્યુલન્સ શુલ્ક અથવા રૂમના ભાડા જેવા વિશિષ્ટ લાભો માટે સબ-લિમિટ હોઈ શકે છે. આ મર્યાદાઓને સમજવી એ સુનિશ્ચિત કરે છે કે તમે ખિસ્સામાંથી કરવામાં આવતા સંભવિત ખર્ચ વિશે માહિતગાર છો.

No Claim Period

નો ક્લેઇમ સમયગાળો

આ વેટિંગ પીરિયડ દરેક પૉલિસીઓમાં અલગ હોય છે અને પૉલિસી ખરીદ્યા પછી વિશિષ્ટ બીમારીઓ માટે કવરેજ ક્યારે શરૂ થાય છે તે સૂચવે છે. તાત્કાલિક કવરેજ માટે ટૂંકો વેટિંગ પીરિયડ લાભદાયક હોય છે. વધુ વાંચો

આ વેટિંગ પીરિયડ દરેક પૉલિસીઓમાં અલગ હોય છે અને પૉલિસી ખરીદ્યા પછી વિશિષ્ટ બીમારીઓ માટે કવરેજ ક્યારે શરૂ થાય છે તે સૂચવે છે. તાત્કાલિક કવરેજ માટે ટૂંકો વેટિંગ પીરિયડ લાભદાયક હોય છે.

Cashless Claim Facility

કૅશલેસ ક્લેઇમની સુવિધા

એક મહત્વપૂર્ણ સુવિધા એ છે કે કૅશલેસ ક્લેઇમ નેટવર્ક હૉસ્પિટલોમાં અગાઉથી ચુકવણી કર્યા વગર અવરોધ વગર તબીબી સારવાર માટે મંજૂરી આપે છે, જે ઇમરજન્સી દરમિયાન ફાઇનાન્શિયલ બોજને સરળ બનાવે છે. વધુ વાંચો

એક મહત્વપૂર્ણ સુવિધા એ છે કે કૅશલેસ ક્લેઇમ નેટવર્ક હૉસ્પિટલોમાં અગાઉથી ચુકવણી કર્યા વગર અવરોધ વગર તબીબી સારવાર માટે મંજૂરી આપે છે, જે ઇમરજન્સી દરમિયાન ફાઇનાન્શિયલ બોજને સરળ બનાવે છે.

Entry Age

પ્રવેશની ઉંમર

ખાતરી કરો કે પૉલિસીના પ્રવેશની ઉંમરના માપદંડ તમારા પરિવારની જરૂરિયાતો સાથે મેળ ખાય છે, જેમાં બાળકો માટે ઉંમરની મર્યાદા અને માતાપિતા અથવા સાસુ-સસરા માટેની પાત્રતા શામેલ છે. વધુ વાંચો

ખાતરી કરો કે પૉલિસીના પ્રવેશની ઉંમરના માપદંડ તમારા પરિવારની જરૂરિયાતો સાથે મેળ ખાય છે, જેમાં બાળકો માટે ઉંમરની મર્યાદા અને માતાપિતા અથવા સાસુ-સસરા માટેની પાત્રતા શામેલ છે.

Exclusions

પૉલિસીમાં આ સામેલ નથી

કઈ સમસ્યાઓ અથવા સારવાર કવરેજમાંથી બાકાત રાખવામાં આવે છે તે સમજો, જેથી હૉસ્પિટલાઇઝેશન દરમિયાન કોઈપણ જાતના આઘાત ટાળી શકાય. વધુ વાંચો

કઈ સમસ્યાઓ અથવા સારવાર કવરેજમાંથી બાકાત રાખવામાં આવે છે તે સમજો, જેથી હૉસ્પિટલાઇઝેશન દરમિયાન કોઈપણ જાતના આઘાત ટાળી શકાય.

Add-on Benefits

ઍડ-ઑનના લાભો

આ મેટરનિટી કવર અથવા ગંભીર બીમારીના રાઇડર્સ જેવા અતિરિક્ત લાભો સાથે સ્ટાન્ડર્ડ કવરેજને વધારે છે, જે તમારી ચોક્કસ સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે પ્લાનને તૈયાર કરે છે. વધુ વાંચો

આ મેટરનિટી કવર અથવા ગંભીર બીમારીના રાઇડર્સ જેવા અતિરિક્ત લાભો સાથે સ્ટાન્ડર્ડ કવરેજને વધારે છે, જે તમારી ચોક્કસ સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે પ્લાનને તૈયાર કરે છે.

Renewability

રિન્યુએબિલિટી

જેમ જેમ તમારી ઉંમર વધે તે સાથે સતત કવરેજ જાળવવા અને ભવિષ્યના મેડિકલ ખર્ચ સામે અસરકારક રીતે સુરક્ષિત રહેવા માટે આજીવન રિન્યુ કરી શકાય તેવા પ્લાન પસંદ કરો. વધુ વાંચો

જેમ જેમ તમારી ઉંમર વધે તે સાથે સતત કવરેજ જાળવવા અને ભવિષ્યના મેડિકલ ખર્ચ સામે અસરકારક રીતે સુરક્ષિત રહેવા માટે આજીવન રિન્યુ કરી શકાય તેવા પ્લાન પસંદ કરો.

Cost effectiveness

વ્યાજબીપણું

સરવાળે તો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની વાત આવે ત્યારે વાજબી પ્રીમિયમ એ એક મુખ્ય પરિબળ છે. જ્યારે સસ્તા દરે વધુ સારા વિકલ્પો ઉપલબ્ધ હોય, ત્યારે તમે ચોક્કસપણે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ કવર માટે વધુ ચુકવણી કરવા નહીં ઈચ્છો. વધુ વાંચો

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે તમારે જે રકમ ચૂકવવી પડે, તે તમને આપવામાં આવતા લાભો અનુસાર પ્રમાણસર અને યોગ્ય હોવી જોઈએ. 

ભારતમાં વિવિધ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કેવી રીતે કરવી?

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખવાના મુખ્ય પરિબળો નીચે આપેલ છે:

  • બજેટ:

    પ્લાન વ્યાજબી છે કે નહીં તેનું મૂલ્યાંકન કરો અને તમારા માસિક બજેટમાં ફિટ થાય છે. જો હપ્તાઓમાં પ્રીમિયમ ચૂકવવું હોય અથવા સંપૂર્ણ ચુકવણી તમારી ફાઇનાન્શિયલ વ્યૂહરચનાને અનુરૂપ હોય તો તેનું મૂલ્યાંકન કરો. ઑટોમેટિક પ્રીમિયમ ડેબિટ અન્ય પ્રાથમિકતાઓ માટે ચુકવણીને સરળ બનાવી શકે છે.

  • ક્લેઇમ સેટલમેન્ટ:

    ઇન્શ્યોરરની ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયાની સમીક્ષા કરો. ઉચ્ચ સેટલમેન્ટ રેશિયો સાથે ઝડપી અને ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ શોધો, ઇમરજન્સી દરમિયાન સરળ વળતર અથવા કૅશલેસ સારવાર સુનિશ્ચિત કરો.
    *ક્લેઇમ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નિર્ધારિત નિયમો અને શરતોને આધિન છે.

  • કવર કરવામાં આવતા સભ્યોની સંખ્યા:

    તપાસ કે પ્લાનમાં આશ્રિત અથવા પરિવારના સભ્યોને કવર કરવામાં આવે છે કે નહીં. ખાતરી કરો કે પૉલિસીમાં તમે એક પ્લાન હેઠળ ઇન્શ્યોર કરવા માંગો છો તે તમામ સભ્યો માટે પર્યાપ્ત કવરેજ શામેલ છે.

  • કવરેજ:

    ઇનપેશન્ટ હૉસ્પિટલાઇઝેશન, આઉટપેશન્ટ સારવાર, પહેલાંથી હાજર બીમારીઓ અને ગંભીર બીમારીઓ સહિતના કવરેજ વિશિષ્ટતાઓને ધ્યાનમાં લો. એક પ્લાન પસંદ કરો જે તમારી હેલ્થકેરની જરૂરિયાતો સાથે સંરેખિત થાય છે અને વિવિધ તબીબી ખર્ચ માટે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલના કરો

એક પ્રશ્ન: તમને શું લાગે છે - તમારા જીવનમાં તકનો ફાળો વધારે છે કે પસંદગીનો? આ પ્રશ્નનો તમારો જવાબ જે પણ હોય, પરંતુ જીવન અનિશ્ચિત છે તે વાત કોઈ નકારી શકતું નથી. જ્યારે તમને અનપેક્ષિત સારા સમાચાર મળે છે, ત્યારે તમને ખૂબ ખુશી થાય છે. પરંતુ ખરાબ સમય તમારી ખુશીઓના મહેલને જમીનદોસ્ત કરી શકે છે.

સ્વાસ્થ્ય સંબંધિત, નસીબ પર છોડવું કે પસંદગી કરવી, એ બહુ મોટો તફાવત સર્જી શકે છે!

ઉદાહરણ તરીકે બીમારી અથવા ઈજાને ધ્યાનમાં લો. તે ક્યારે આવી ચડશે તે કોઈપણ કહી શકતું નથી. પરંતુ ઝડપથી વધતા તબીબી ખર્ચ અને પરિણામસ્વરૂપ તણાવને કારણે આર્થિક તાણ અને માનસિક પીડા એ વાસ્તવિકતા છે.

એવી પરિસ્થિતિઓ પણ સર્જાતી હોય છે કે જેની પર તમારું કોઈ નિયંત્રણ નથી હોતું, તેવા સમયે અગાઉથી લીધેલા ઘણા પગલાંઓ તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવામાં મદદ કરી શકે છે. તેઓ તમારા જીવનમાં વર્ષો ઉમેરી શકે છે અને તમને પરિવાર અને મિત્રોનું સન્માન અપાવી શકે છે. પસંદગીની આ જ તો સુંદરતા છે!

જો તમે આજથી જ નિયમિત કસરતની સ્વસ્થ દિનચર્યા અપનાવો છો અને યોગ્ય આહાર લો છો તો ભવિષ્યમાં ચોક્કસથી તેના ફાયદા મળશે. છેવટે, તમારા સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ સફળ અને નિષ્ફળ પ્રયત્નોનું પરિણામ છે. સૌ પ્રથમ પગલું એ છે કે તમે કેટલા સ્વસ્થ દેખાઓ છો અને અનુભવો છો તે નક્કી કરો.

તમારા ડૉક્ટરની સલાહ અનુસાર જીવનશૈલીમાં ફેરફારો કર્યા પછી, હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનું કે તેને રિન્યુ કરવા અંગે વિચારો. વર્તમાનમાં ઘણા હેલ્થ ઇન્શ્યોરન્સ વિકલ્પો માર્કેટમાં ઉપલબ્ધ છે જેના થકી તમે વધતા તબીબી ખર્ચને સંભાળી શકો છો. તમારી ટોચની ત્રણ જરૂરિયાતોને ઓળખીને પ્લાન્સ શું ઑફર કરે છે તેનું મૂલ્યાંકન કર્યા પછી આગળ વધો અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કરો.

બૅલેન્સ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાથી તમે લાંબા ગાળે તમને માનસિક શાંતિ આપી શકે તે પ્રકારના સુનિશ્ચિત સારવારના વિકલ્પોની દ્રષ્ટિએ ઘણું વળતર મેળવી શકો છો. તો હવે તમારે ભવિષ્ય માટે જે પ્રકારના કવરેજની જરૂર છે તેના વિશે વ્યવસ્થિત અંદાજ આવી ગયો હશે એમ અમે માનીએ છીએ.

તમને ફ્લેક્સિબિલિટી અને પૂરતું કવરેજ આપે તેવા પ્લાન શોધવાની શરૂઆત કરો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરવા માટે રિવ્યૂ વાંચો અને તમે શોર્ટલિસ્ટ કરેલી કંપનીઓને કૉલ કરો. ઇન્શ્યોરન્સ નક્કી કરવામાં કવરેજ અને પૂર્વશરતો એ ધ્યાનમાં લેવા જેવી મુખ્ય બાબતો હોય છે. તમારો નિર્ણય તમારી જરૂરિયાતના આધારે લેવાવો જોઈએ, નહીં કે પ્લાનની કિંમતના આધારે.

હેલ્થ ઇન્શ્યોરન્સ માટે આદર્શ કવરેજ શું છે?

આદર્શ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની રકમ વ્યક્તિગત અને સ્થાન મુજબ અલગ હોય છે.

પ્રોફાઇલ

ભલામણ કરેલ કવરેજ

સ્પષ્ટીકરણ

વ્યક્તિઓ

રૂ.5-10 લાખ (ટાયર 2 અને ટાયર 3 શહેરો)

નાના શહેરોમાં યુવા વ્યક્તિઓને સામાન્ય રીતે ઓછા કવરેજની જરૂર પડે છે. ટાયર 1 શહેરોમાં, ઉચ્ચ હેલ્થકેર ખર્ચને કવર કરવા માટે રૂ.10 લાખ અથવા તેનાથી વધુ સલાહ આપવામાં આવે છે.

પરિવારો

રૂ.10-20 લાખ (ટાયર 2 શહેરો)

ટાયર 2 શહેરોમાં પરિવાર માટે, રૂ.10-20 લાખ યોગ્ય છે. ટાયર 1 શહેરના પરિવારોને બહુવિધ સભ્યો માટે પર્યાપ્ત કવરેજ સુનિશ્ચિત કરવા માટે રૂ.30 લાખ અથવા તેનાથી વધુની જરૂર પડી શકે છે.

 

રૂ.30 લાખ અને તેનાથી વધુ (ટાયર 1 શહેરો)

 

વરિષ્ઠ નાગરિકો

₹10 લાખ (ટાયર 3 શહેરો)

વરિષ્ઠ નાગરિકોને ઘણીવાર ઉચ્ચ હેલ્થકેરની જરૂરિયાતોનો સામનો કરવો પડે છે. ટાયર 3 શહેરોમાં રૂ.10 લાખ પર્યાપ્ત હોઈ શકે છે, જ્યારે ટાયર 1 શહેરોના લોકોએ રૂ.20 લાખથી વધુના કવરેજને ધ્યાનમાં લેવું જોઈએ.

 

રૂ.15 લાખ અને તેનાથી વધુ (ટાયર 2 શહેરો)

 

 

રૂ.20 લાખ અને તેનાથી વધુ (ટાયર 1 શહેરો)

 

વ્યાપક વિકલ્પ

રૂ.1 કરોડનું કવરેજ

વ્યાપક સુરક્ષા મેળવવા માંગતા લોકો માટે, રૂ.1 કરોડની પૉલિસી મોટી સારવાર અને અણધાર્યા તબીબી ખર્ચ માટે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.

ટૉપ-અપ વિકલ્પ

બેઝ પૉલિસી કવરેજના આધારે વેરિએબલ

એકવાર બેઝ લિમિટ સમાપ્ત થયા પછી ટૉપ-અપ પૉલિસી ઉમેરવાથી તમારા કવરેજમાં વધારો થાય છે, જે નોંધપાત્ર રીતે વધતા પ્રીમિયમ વગર અતિરિક્ત સુરક્ષા પ્રદાન કરે છે.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સાથે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરીને, તમને તમારા સ્વાસ્થ્ય અને ફાઇનાન્સ માટે શ્રેષ્ઠ સુરક્ષાની ખાતરી આપી શકાય છે. તમારા અને તમારા પ્રિયજનો માટે મનની શાંતિ મેળવવા માટે આજે જ તમારી હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના શરૂ કરો.

FAQs

વારંવાર પૂછાતા પ્રશ્નો

કયો હેલ્થ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે?

બજાજ આલિયાન્ઝ સાથેનો શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ વિકલ્પો અને પ્રીમિયમ પરવડે તેવી બાબતોને ધ્યાનમાં રાખીને તમારી ચોક્કસ જરૂરિયાતો પર આધારિત છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કરવા માટેની શ્રેષ્ઠ એપ કઇ છે?

વિગતવાર તુલનાઓ માટે, બજાજ આલિયાન્ઝની વેબસાઇટ અથવા કેરિંગલી યોર્સ એપનો ઉપયોગ કરો. યોગ્ય પ્લાન પસંદ કરવા માટે, કવરેજની વિગતો, પ્રીમિયમ, ક્લેઇમની પ્રક્રિયાઓ અને કૅશલેસ સારવાર જેવા વધારાના લાભો પર ધ્યાન કેન્દ્રિત કરો.

બજારમાં કયો હેલ્થ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે?

શ્રેષ્ઠ બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કવરેજ લાભો અને પૉલિસીની વિશેષતાઓના આધારે અલગ હોય છે અને તે વ્યક્તિગત સ્વાસ્થ્ય આવશ્યકતાઓને અનુરૂપ છે.

ભારતમાં શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સની તુલના કેવી રીતે કરવી?

તમે તમારી હેલ્થકેરની જરૂરિયાતો માટે યોગ્ય વિકલ્પ શોધવા માટે કવરેજ મર્યાદા, પ્રીમિયમ દરો અને વૈકલ્પિક ઍડ-ઑન્સનું વિશ્લેષણ કરીને બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કરી શકો છો.

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો