અંગ્રેજી

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ: એક્સ્ટ્રા કેર પૉલિસી

અતિરિક્ત સુરક્ષા માટે ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ

Extra care top up health insurance policy

એક સરળ અને વ્યાજબી ઉકેલ જે પર્યાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ કવર સુનિશ્ચિત કરે છે

તમારા લાભો અનલૉક કરો

બજાજ આલિયાન્ઝ એક્સ્ટ્રા કેર પૉલિસી શા માટે પસંદ કરવી?

વધતા મેડિકલ ખર્ચ સાથે તમારો હાલનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન, બિમારી અથવા અકસ્માતને કારણે થતા ખર્ચાઓ માટે અપૂરતો હોઈ શકે છે. મેડિકલ ખર્ચ વધવાની સાથે, તમને તમારો પ્રાથમિક હેલ્થ ઇન્શ્યોરન્સ તમારી જરૂરિયાતો માટે પૂરતો નથી તેનો ખ્યાલ આવી શકે છે. કોઈ જટિલ મેડિકલ સ્થિતિમાં તમારું સંપૂર્ણ હેલ્થ ઇન્શ્યોરન્સ કવર એક જ વારમાં વપરાઈ શકે છે. તેથી, મેડિકલ ઇમરજન્સી દરમિયાન ઉપયોગમાં આવે અને અતિરિક્ત સંભાળ અને સુરક્ષા પ્રદાન કરે તેવો ટૉપ-અપ પ્લાન પસંદ કરવો એ શ્રેષ્ઠ પગલું છે.

અમારી એક્સ્ટ્રા કેર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હૉસ્પિટલાઇઝેશન અને મેડિકલ સારવારને કારણે થતા ખર્ચની કાળજી લે છે. આ પૉલિસી તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ કવરને વિસ્તૃત કરે છે અને જો તમારી બેઝ મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી વપરાઈ જાય તો પણ તમને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

એકસ્ટ્રા કૅર પૉલિસી હેઠળ અમે ઘણું બધું ઑફર કરીએ છીએ

મુખ્ય સુવિધાઓ

અમારી એકસ્ટ્રા કૅર પૉલિસી નીચેની વિશેષતાઓ સાથે અતિરિક્ત સુરક્ષા પ્રદાન કરે છે:

  • ટૉપ-અપ કવર

    આ એક ઍડ-ઑન પ્લાન છે જે તમારા નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સનું કવરેજ વધારે છે.

  • ફ્લોટર વિકલ્પ

    તમારા સંપૂર્ણ પરિવાર માટે સિંગલ પ્રીમિયમ અને વીમાકૃત રકમ. તમે, તમારા જીવનસાથી, મહત્તમ 3 બાળકો અને માતાપિતાને ફેમિલી ફ્લોટર વિકલ્પ હેઠળ કવર કરી શકાય છે.

  • વય જૂથની વિશાળ રેન્જ

    આ પૉલિસી 3 મહિનાથી લઈને 70 વર્ષની વચ્ચેના સભ્યોને કવર કરે છે.

  • કોઈ મેડિકલ ટેસ્ટની જરુર નથી

    આ પૉલિસી હેઠળ, જો પ્રપોઝલ ફોર્મમાં આપવામાં આવેલ માહિતીના આધારે જરુર ન જણાય તો, 55 વર્ષની ઉંમર સુધી પ્રી-મેડિકલ ટેસ્ટની જરૂર નથી.

  • એમ્બ્યુલન્સ કવર

    આ પૉલિસી ₹ 3,000 સુધીનું ઇમરજન્સી એમ્બ્યુલન્સ કવર પ્રદાન કરે છે.

  • હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીનું કવર

    આ પૉલિસી હૉસ્પિટલમાં દાખલ થયા પહેલાના 30 દિવસ સુધીના અને રજા મળ્યા પછીના 60 દિવસ સુધીના ખર્ચને કવર કરે છે.

બજાજ આલિયાન્ઝ ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ વિશે વધુ જાણવા માટે વિડિયો જુઓ.

Video

સરળ, ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

ચાલો, હેલ્થ ઇન્શ્યોરન્સને સરળ બનાવીએ

ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શું છે?

જે લોકો પાસે વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અથવા મેડિક્લેમ પૉલિસી હોય, તેમને ટૉપ-અપ હેલ્થ પૉલિસી અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે. જોકે, તમે મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ન ધરાવતા હોવ તો પણ તેને અલગથી ખરીદી શકો છો.

એકસ્ટ્રા કેર પૉલિસી માટે શું પાત્રતા છે?

એકસ્ટ્રા કેર પૉલિસી માટે પાત્રતાના માપદંડ નીચે આપેલ છે:

પ્રપોઝર માટેની પ્રવેશની ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષ છે. આ પૉલિસીને આજીવન રિન્યુ કરી શકાય છે.

જો માતાપિતા અમારી સાથે ઇન્શ્યોરન્સ ધરાવે, તો 3 મહિનાથી લઈને 5 વર્ષ સુધીના બાળકોને કવર કરી શકાય છે.

જો માતાપિતા અમારી સાથે ઇન્શ્યોરન્સ ધરાવે, તો 6 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને કવર કરી શકાય છે.

18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના બાળકોને સેલ્ફ-પ્રપોઝર અથવા આશ્રિત તરીકે કવર કરી શકાય છે.

શું હું વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી વગર આ પૉલિસી ખરીદી શકું છું?

હા, જો તમે મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ન ધરાવતા હોવ તો પણ એકસ્ટ્રા કેર પૉલિસી ખરીદી શકો છો. જો કે, પ્રત્યેક હૉસ્પિટલાઇઝેશન દીઠ કપાતપાત્ર મર્યાદા સુધીના ખર્ચની જવાબદારી તમારી રહેશે.

આ પૉલિસી ટૅક્સ બચાવવામાં કેવી રીતે મદદ કરે છે?

બજાજ આલિયાન્ઝ એક્સ્ટ્રા કેર પૉલિસી પર ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ₹ 1 લાખ સુધીનો ટૅક્સ બચાવવામાં મદદ કરે છે. તમે આ રીતે ટૅક્સ બચાવી શકો છો:

તમે પોતાના, તમારા જીવનસાથી, બાળકો અને માતા-પિતા માટે જે પ્રીમિયમ ચૂકવો તેના પર તમે તમારા ટૅક્સમાં વાર્ષિક ₹25,000 ની કપાત મેળવી શકો છો (જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય તો). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ ₹50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ ₹75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ ₹1 લાખ છે.

કપાતપાત્ર શું છે?

કપાતપાત્ર રકમનો અર્થ પૉલિસીમાં જણાવવામાં આવેલ રકમ કે જેની પૉલિસીના સમયગાળામાં કરેલ પ્રત્યેક હૉસ્પિટલાઇઝેશનના ક્લેઇમના સંદર્ભમાં જવાબદારી તમારી રહેશે. પૉલીસી હેઠળ કરવામાં આવતા પ્રત્યેક ક્લેઇમ માટે કોઈપણ ચુકવણી કરવાની અમારી જવાબદારી કપાતપાત્ર રકમની ઉપર થતી રકમ પૂરતી રહેશે. દરેક હૉસ્પિટલાઇઝેશનને અલગ ક્લેઇમ તરીકે ગણવામાં આવશે (45 દિવસની અંદર રિલેપ્સ સિવાય, જેને સમાન ક્લેઇમ તરીકે માનવામાં આવશે).

કપાતપાત્રનું કોષ્ટક

વીમાકૃત રકમ (₹ માં)

કપાતપાત્ર રકમ (₹ માં)

10 લાખ

3 લાખ

12 લાખ

4 લાખ

15 લાખ

5 લાખ

જો ક્લેઇમની રકમ કપાતપાત્ર રકમ કરતાં વધુ હોય, તો કપાતપાત્ર રકમથી ઉપરની રકમ તમે પસંદ કરેલ વીમાકૃત રકમ સુધી ચૂકવવાપાત્ર રહેશે.

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

આશીષ ઝુનઝુનવાલા

મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...

સુનીતા એમ આહુજા

લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર

રેની જૉર્જ

હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...

એકસ્ટ્રા કેર પૉલિસી વડે પોતાને સુરક્ષિત કરો અને તમારા મેડિકલ ખર્ચ વિશે ચિંતામુક્ત રહો.

individual-one-roof

55 વર્ષની ઉંમર સુધી મેડિકલ ટેસ્ટની છૂટ.

માત્ર આટલું જ નહીં, તમારી એકસ્ટ્રા કેર પૉલિસીના અતિરિક્ત લાભો આ મુજબ છે

અમે નીચેના લાભો સાથે તમારા વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપરાંત વ્યાપક કવરેજ પ્રદાન કરીએ છીએ:

ઓછું પ્રીમિયમ

આ પૉલિસી ₹2,500 થી શરૂ થતા પ્રીમિયમના વ્યાજબી દરો પ્રદાન કરે છે.

રિન્યુએબિલિટી

તમે તમારી એકસ્ટ્રા કેર પૉલિસીને આજીવન માટે રિન્યુ કરી શકો છો.

Consumable expenses

ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

અમારી પાસે ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ છે, જે ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે.

અમારી પાસે ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ છે, જે ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી, સરળ અને આસાન બનાવે છે. તદુપરાંત, અમે સમગ્ર ભારતમાં 6,500+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ પ્રદાન કરીએ છીએ. આ હૉસ્પિટલાઇઝેશન કે સારવારની સ્થિતિમાં ઉપયોગી થાય છે, જેમાં અમે બિલની ચુકવણી સીધી નેટવર્ક હૉસ્પિટલને કરીએ છીએ અને તમે સાજા થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. 

Engine Protector

ટૅક્સની બચત

ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો. * વધુ વાંચો

ટૅક્સની બચત

ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સના લાભ મેળવો. *

*તમારા માટે, તમારા જીવનસાથી, બાળકો અને માતાપિતા માટે એકસ્ટ્રા કેર પૉલિસી પસંદ કરવા પર, તમે તમારા ટૅક્સ સામે કપાત તરીકે વાર્ષિક રૂ. 25,000 મેળવી શકો છો (જો તમે 60 વર્ષથી વધુ ન હોય). જો તમે તમારા માતાપિતા કે જેઓ વરિષ્ઠ નાગરિક (ઉંમર 60 અથવા તેનાથી વધુ) હોય, તેમના માટે પ્રીમિયમ ચૂકવો, તો ટૅક્સ હેતુ હેલ્થ ઇન્શ્યોરન્સનો મહત્તમ લાભ રૂ. 50,000 છે. જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી હોય અને તમારા માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો, એક કરદાતા તરીકે તમે સેક્શન 80D હેઠળ કુલ રૂ. 75,000 સુધીનો મહત્તમ ટૅક્સ લાભ મેળવી શકો છો. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અને તમે તમારા માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ચૂકવો, તો સેક્શન 80D હેઠળ મહત્તમ ટૅક્સ લાભ રૂ. 1 લાખ છે.

એકસ્ટ્રા કેર પૉલિસી ખરીદતા પહેલાં નોંધવા જેવા મહત્વના મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

02.

એમ્બ્યુલન્સ કવર

₹3000 સુધીના એમ્બ્યુલન્સ ખર્ચને કવર કરે છે.
03.

હૉસ્પિટલાઇઝેશન સામે કવર

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને કવર કરે છે.
  • 0
  • 1
  • 2

1 of 3

હેલ્થ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

તમારી પાછલી પૉલિસીની સમયસીમા હજી સુધી સમાપ્ત થઈ નથી?

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

4.75

(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

Satish Chand Katoch

સતીશ ચંદ કટોચ

વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.

Ashish Mukherjee

આશીષ મુખર્જી

દરેક માટે સૌથી સરળ, કોઈ ઝંઝટ નહીં, કોઈ મૂંઝવણ નહીં. સરસ કામ. સૌભાગ્ય.

Prashanth Rajendran

પ્રશાંત રાજેન્દ્રન

બજાજ આલિયાન્ઝની ઑનલાઇન પૉલિસીની સુવિધા પસંદ આવી

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

પૂરું નામ 
કૃપા કરીને નામ દાખલ કરો
+91
મોબાઇલ નંબર 
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
એક્સ્ટ્રા કેર
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
પૂછપરછનો વિષય
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

લિખિત: બજાજ આલિયાન્ઝ - અપડેટેડ: 1st  માર્ચ 2022

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • Select
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો