Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

Health Insurance for Parents

માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ :

જીવન એ એક મુસાફરી છે અને ઉતાર-ચઢાવ તેનો એક ભાગ છે. આકસ્મિક ઘટનાઓ અણધારી રીતે જ ઘટે છે. અને જો આપણે ખાસ કરીને સ્વાસ્થ્યની વાત કરીએ, તો તે અનિશ્ચિત હોય છે. આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ હોઈ શકે છે, પરંતુ કોઈ અણધારી ઘટના તમારે માટે શારીરિક, ભાવનાત્મક, માનસિક અને આર્થિક રીતે તણાવ ભરેલી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.

આવતીકાલે શું બનશે તેના પર આપણું કોઈ નિયંત્રણ નથી, પરંતુ કોઈપણ સમયે કોઈપણ પ્રતિકૂળ સ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે. વિવિધ જોખમોની વાત કરીએ ત્યારે, શું તમે ક્યારેય માતાપિતાના સ્વાસ્થ્ય વિશે વિચાર કર્યો છે? ઉંમર વધવી એ એક કુદરતી પ્રક્રિયા છે અને આપણા સૌના માતાપિતાની ઉંમર વધી રહી છે. તેનો અર્થ એ છે કે તેમને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જેવી કે વિવિધ બીમારીઓ, રોગો વગેરે થવાની શક્યતા રહેલી છે. વધતા તબીબી ખર્ચને ધ્યાનમાં લઈએ તો, તબીબી ઇમરજન્સી આર્થિક બોજારૂપ બની શકે છે. તેના ઉકેલ રૂપે, માતાપિતા માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે.

હા, તમે બરાબર વાંચ્યું. જીવનના દરેક તબક્કે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરેખર જરૂરી છે. તમારા માતાપિતાને સ્વાસ્થ્યની સારવાર સંબંધિત કોઈપણ આર્થિક ચિંતા વગર તેમના જીવનના સુવર્ણ વર્ષો વિતાવવાની સુવિધા આપો. 

Scroll

4.7 કસ્ટમર રેટિંગ

દેશભરમાં 8000+ કૅશલેસ હૉસ્પિટલો

98%* ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ એટલે શું?

માતાપિતા માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ તબીબી ખર્ચ સામે ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમ માતાપિતાની ઉંમર વધે છે, તેમ તેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે વધુ સંવેદનશીલ હોય છે, જે પેરન્ટ્સ મેડિકલ ઇન્શ્યોરન્સ હોવાનું મહત્વપૂર્ણ બનાવે છે. તે હૉસ્પિટલાઇઝેશન, હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ અને અન્ય હેલ્થ કેર ખર્ચને કવર કરે છે.

એવી શક્યતાઓ છે કે સમય જતાં, તમારા માતા-પિતા બીમાર પડે અથવા તેમને એવી સમસ્યાનું નિદાન થાય, જેના લીધે જીવન થોડું મુશ્કેલ બની જાય. કેટલીકવાર વૃદ્ધાવસ્થાને કારણે પણ રોગ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. આમાં હાડકા વધુ નબળાં પડી જવા અથવા કેટલીકવાર રોજિંદા કાર્યો કરવામાં અસમર્થતા જેવી મૂળભૂત બાબત પણ હોઈ શકે છે.

માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે, જેથી તેમને આકસ્મિક સ્થિતિમાં કોઈપણ આર્થિક અગવડનો સામનો ન કરવો પડે. માતાપિતા માટે વ્યાપક મેડિકલ ઇન્શ્યોરન્સ પસંદ કરો. એક એવો પ્લાન જે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ બીમારીઓ, ખાસ કરીને ઉંમરને કારણે થતી બીમારીઓ સામે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. જો માતાપિતાની ઉંમર 65 વર્ષથી ઓછી હોય તો તમે માતાપિતા માટે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો અથવા તેમને ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં સમાવી શકો છો. ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એક જ પ્લાન હેઠળ પરિવારના વિવિધ સભ્યોને મેડિક્લેમ કવરેજ પ્રદાન કરે છે.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ માં, અમે દરેકની કાળજી રાખીએ છીએ અને બદલાવમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે વિવિધ ઉંમરની વ્યક્તિઓ માટે તેમજ નાની-મોટી અને ગંભીર બીમારીઓ માટે તબીબી જરૂરિયાતો પૂરી પાડતા વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરીએ છીએ. અણધારી ઘટનાના કિસ્સામાં, તબીબી ખર્ચ એ તમારા માતાપિતાની ઉત્તમ સારવાર માટે અવરોધરૂપ ન બનવો જોઈએ.

અમે સમગ્ર ભારતમાં 8000+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલો ધરાવીએ છે, જેમાં માતાપિતા સરળતાથી અમારી કાળજી સાથે શ્રેષ્ઠ તબીબી સારવાર મેળવી શકે છે. પસંદ કરેલ નેટવર્ક હૉસ્પિટલોમાં અમારા રિલેશનશિપ મેનેજર પણ ઉપલબ્ધ હોય છે. અમારા રિલેશનશિપ મેનેજર (આરએમ) તમને હૉસ્પિટલાઇઝેશનથી ડિસ્ચાર્જ સુધીની પ્રક્રિયામાં મદદ કરશે. ઇન્ડસ્ટ્રીમાં અમારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો શ્રેષ્ઠ પૈકીનો એક છે, જે તમારા માતાપિતા સાજા થઈ રહ્યા હોય તે દરમિયાન તમને માનસિક શાંતિ પૂરી પાડે છે. માતાપિતાનો ઇન્શ્યોરન્સ એક મહત્વપૂર્ણ નિર્ણય છે, તેથી તમે તેના વિશે માહિતગાર બનો અને પછી નિર્ણય કરો.  

 

તમારે તમારા માતાપિતા માટે મેડિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જરૂર શા માટે છે?

આજના અનિશ્ચિતતાના સમયમાં પેરેન્ટ્સ મેડિકલ ઇન્શ્યોરન્સ મહત્વપૂર્ણ છે. વધતા તબીબી ખર્ચ સાથે, માતાપિતા માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ તેમને આર્થિક તણાવ વગર શ્રેષ્ઠ મેડિકલ કેર પ્રાપ્ત થાય તેની ખાતરી કરે છે. આ પ્લાન કોવિડ-19 સારવાર અને હૉસ્પિટલાઇઝેશનને કવર કરે છે અને નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સર્વિસ ઑફર કરે છે. વૈશ્વિક મહામારીના આ અભૂતપૂર્વ સમયમાં, સ્વાસ્થ્યને લગતા સંભવિત જોખમો માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું જરૂરી બની ગયું છે. બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોઈપણ સામાન્ય અથવા ગંભીર બીમારીઓ સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. તદુપરાંત, અન્ય સુવિધાઓ પણ પ્રદાન કરે છે.

અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોવિડ-19 ની સારવાર અને ખર્ચને વ્યાજબી પ્રીમિયમ પર આવરી લે છે. માતાપિતા માટે પર્યાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે કારણ કે તેના દ્વારા તેઓ સર્વોત્તમ તબીબી સારવાર મેળવી શકે છે. માતાપિતાનો ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાના લાભો નીચે સમજાવવામાં આવેલ છે:

આ ખાસ કરીને 50 વર્ષથી વધુના માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય જોખમોને મેનેજ કરવામાં મદદ કરે છે અને સંપૂર્ણ પરિવારને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

રિવાઇઝ્ડ હેલ્થ ગાર્ડ - હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે તમને અને તમારા માતાપિતાને સુરક્ષિત કરે છે, જે 3 વર્ષ સુધીની પૉલિસીની મુદત સાથે 1.5-50 લાખની વીમાકૃત રકમ પ્રદાન કરે છે. વધુ જાણવા માટે વિડિયો જુઓ!

  • Medical Expenses કૅશલેસ સારવાર

    જો માતાપિતાની સારવાર નેટવર્ક હૉસ્પિટલમાં કરવામાં આવે છે, તો તેઓ કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ પણ લઈ શકે છે. ઇન્શ્યોરન્સ ધારકે માત્ર નેટવર્ક હૉસ્પિટલમાં ઇન્શ્યોરન્સ ડેસ્કને જાણ કરવાની રહે છે. મેડિકલ બિલ સીધા જ હૉસ્પિટલ અને ઇન્શ્યોરન્સ કંપની વચ્ચે સેટલ કરવામાં આવશે. માતાપિતા માટે લેવામાં આવેલ યોગ્ય મેડિકલ ઇન્શ્યોરન્સ દ્વારા ભારતમાં 8000+ થી વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સુવિધાનો લાભ મેળવી શકાય છે. 

  • Hospitalization જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરો

    દરેક વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધી જરૂરિયાતો અલગ હોય છે. તેવી જ રીતે, જ્યારે માતાપિતાની વાત આવે છે ત્યારે તેમની સ્વાસ્થ્યની સ્થિતિ પણ અલગ હોય છે. હવે તમે માતાપિતા માટે મેડિક્લેમ પૉલિસી પસંદ કરી શકો છો અને વિવિધ જરૂરિયાતો મુજબ પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો છો.

  • Sum Assured ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ

    અમારી ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ દ્વારા ક્લેઇમ ઝડપી, સુવિધાજનક અને આસાન પ્રક્રિયા દ્વારા સેટલ કરવામાં આવે છે. 

  • Emergency Cash Service સમાવિષ્ટ વિશે જાણો

    કોઈપણ મેડિક્લેમ પૉલિસી નક્કી કરતા પહેલાં, તેમાં ઑફર કરવામાં આવતા કવરેજ વિશે જાણવું જરૂરી છે. માતાપિતા માટે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમે ઑફર કરવામાં આવેલ વિશેષતાઓ અને લાભોને સરળતાથી સરખાવી શકો છો અને નિર્ણય લઈ શકો છો. પ્લાન ખરીદતી વખતે તમે ડે-કેર, ગંભીર બીમારી વગેરે માટે કવરેજ મેળવવા અંગે વિચાર કરી શકો છો. દરેક માતાપિતાની જરૂરિયાતો જીવનના દરેક તબક્કે અલગ હોય છે. તેથી, તે અનુસાર માતાપિતા માટે મેડિકલ પૉલિસી ખરીદો. 

  • Discount ટૅક્સ લાભો

    આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ, માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર ટૅક્સ લાભ મેળવી શકાય છે. તેથી, જો તમે પોતાના માટે અને તમારા 60 વર્ષથી ઓછી વયના માતાપિતા માટે પ્રીમિયમ ચૂકવી રહ્યા છો, તો પ્રીમિયમ પર ₹ 50, 000 સુધી ટૅક્સ લાભ મેળવી શકો છો. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના માતાપિતા માટે મર્યાદા ₹ 75,000 સુધી વધારવામાં આવેલ છે.

    ડિસ્ક્લેમર: પ્રવર્તમાન કાયદા મુજબ ટૅક્સ લાભો ફેરફારને આધિન છે. 

 વધુ જાણવા માટે વિડિયો જુઓ.

માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કેવી રીતે કરવામાં આવે છે?

માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવા માટે, ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનના 24 કલાકની અંદર અથવા આયોજિત હૉસ્પિટલાઇઝેશનના 48 કલાકની અંદર ઇન્શ્યોરન્સ કંપનીને સૂચિત કરો. ક્લેઇમ ફોર્મ, હૉસ્પિટલના બિલ અને મેડિકલ રિપોર્ટ સહિત જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરો. જો તમારી પાસે પેરન્ટ્સ મેડિકલ ઇન્શ્યોરન્સ છે જે ખાસ કરીને માતા માટે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સને કવર કરે છે, તો ખાતરી કરો કે ક્લેઇમ કરતી વખતે પૉલિસીની વિગતો સ્પષ્ટપણે ઉલ્લેખિત છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની ઉચ્ચ સેટલમેન્ટ રેશિયો સાથે ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રક્રિયા પ્રદાન કરે છે, જે તમારા માતાપિતાના હેલ્થકેર ખર્ચને મેનેજ કરવાનું સરળ બનાવે છે.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા ઝંઝટ-મુક્ત છે. અમે કૅશલેસ અને વળતર બંને સુવિધાઓ ઑફર કરીએ છીએ. ચાલો આપણે માતાપિતાના મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ આ બંને પ્રકારના ક્લેઇમની પ્રક્રિયાને સમજીએ.

 

કૅશલેસ ક્લેઇમની પ્રક્રિયા :

✓ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કૅશલેસ લાભ મેળવવા માટે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાં દાખલ થવાનું રહેશે.

✓ હૉસ્પિટલ દ્વારા વિગતો ચકાસવામાં આવશે અને યોગ્ય રીતે ભરેલું પ્રી-ઑથોરાઇઝેશન ફોર્મ અમારી સંબંધિત ટીમને મોકલવામાં આવશે.

✓ અમારી ટીમ દ્વારા પ્રી-ઑથોરાઇઝેશન ફોર્મની વિગતોની ચકાસણી કરવામાં આવે છે અને માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ મળતા લાભો તપાસવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હેલ્થકેર પ્રદાતાને તે વિશે જાણ કરવામાં આવે છે. 

✓ હેલ્થકેર પ્રદાતાને પ્રથમ પ્રતિસાદ 60 મિનિટની અંદર મોકલવામાં આવે છે.

✓ નેટવર્ક હૉસ્પિટલમાં સારવારનો ખર્ચ અમારા દ્વારા ચૂકવવામાં આવે છે અને ઇન્શ્યોરન્સ લેનાર/આશ્રિતોએ તે વિશે ચિંતા કરવાની જરૂર નથી.

✓ વધુ માહિતીની જરૂરિયાતના કિસ્સામાં હેલ્થકેર પ્રદાતાને પત્ર મોકલવામાં આવે છે અને વધુ વિગતો પૂરી પાડવા માટે જણાવવામાં આવે છે. આ અમને માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમને ઝડપી બનાવવામાં મદદ કરે છે. જરૂરી તમામ માહિતી મળ્યા બાદ 7 કાર્યકારી દિવસોમાં નેટવર્ક હૉસ્પિટલને અધિકૃતતા આપવામાં આવે છે. આ રીતે માતાપિતાના મેડિકલ ઇન્શ્યોરન્સના કૅશલેસ ક્લેઇમ સેટલ કરવામાં આવે છે.

 

 

✓ સૌ પ્રથમ, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ તમામ તબીબી ખર્ચની ચુકવણી જાતે કરવાની રહે છે. હૉસ્પિટલાઇઝેશન સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટ અને સારવારના બિલ એકત્રિત કરો. તે એક સાથે ઇન્શ્યોરન્સ કંપનીને મોકલો.

✓ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા રાબેતા મુજબની ચકાસણી કરવામાં આવે છે. જો વધુ માહિતી પ્રદાન કરવાની જરૂર જણાશે, તો ઇન્શ્યોરન્સ લેનારને સૂચિત કરવામાં આવશે

✓ જરૂરી ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયા બાદ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. નિયમો અને શરતો પ્રમાણે, 10 કાર્યકારી દિવસોમાં ચુકવણી કરવામાં આવે છે.

✓ જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ બાકીના ડૉક્યૂમેન્ટ રજૂ કરી શકતા નથી, તો દર 10 દિવસ બાદ ત્રણ રિમાઇન્ડર મોકલવામાં આવે છે. આ ઇન્ટિમેટ તારીખથી કરવામાં આવે છે. કોઈ જવાબ નહીં મળવા પર ક્લેઇમ બંધ કરવામાં આવશે અને તેની જાણ કરતો પત્ર મોકલવામાં આવશે. 

✓ ડૉક્યૂમેન્ટની ખરાઈ કરવા માટે રાબેતા મુજબની ચકાસણી શરૂ કરવામાં આવે છે. ચકાસણી બાદ બધું યોગ્ય જણાય ત્યાર બાદ ક્લેઇમ સેટલ કરવામાં આવે છે. 

✓ તમે તમારા માતાપિતાની ઇન્શ્યોરન્સ પૉલિસીનો ક્લેઇમ ઑનલાઇન પણ ફાઇલ કરી શકો છો અથવા અમને ટોલ-ફ્રી નંબર 1800-209-5858 પર કૉલ કરી શકો છો. 

જીવન અનિશ્ચિત છે, પરંતુ જીવનની અસ્થિરતામાં આપણે હંમેશા પોતાની જાત પર ભરોસો કરી શકીએ છીએ. માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સ જરૂરી છે, જેના દ્વારા તેઓ તેમની પાછલી જીંદગી આર્થિક તકલીફ વગર શાંતિપૂર્વક પસાર કરી શકે છે.

નોંધ: *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

આશીષ ઝુનઝુનવાલા

મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...

સુનીતા એમ આહુજા

લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર

રેની જૉર્જ

હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...

તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ શું આવરી લેવામાં આવે છે?

આપણે અસાધારણ સમયમાં જીવી રહ્યાં છીએ. કોઈપણ સમયે ઇમરજન્સી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. હૉસ્પિટલાઇઝેશન પાછળ ખૂબ મોટો ખર્ચ થઈ શકે છે. માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઑફર કરવામાં આવતા વિવિધ કવરેજ નીચે સમજાવેલ છે ત જુઓ: *આ વિસ્તૃત લિસ્ટ નથી. વધુ માહિતી માટે, કૃપા કરીને પ્રૉડક્ટ બ્રોશરનો સંદર્ભ લો.
Hospitalization Expenses

હૉસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ

અમુક ચોક્કસ પ્રક્રિયાઓ અથવા સારવાર સિવાય કોઈપણ ખર્ચ કે જેમાં દર્દીને સતત ઓછામાં ઓછા 24 કલાક માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જો 24 કલાકથી ઓછા સમય માટે દાખલ કરવામાં આવેલ હોય તો કવર પ્રદાન કરવામાં આવશે નહીં.

Pre Hospitalization Expenses

હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચ

ઇન્શ્યોર્ડ વ્યક્તિના હૉસ્પિટલાઇઝેશન પહેલાંના પૂર્વ-નિર્ધારિત દિવસો દરમિયાન થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે.

Post Hospitalization Expenses

હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ

ઇન્શ્યોર્ડ વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પૂર્વ-નિર્ધારિત દિવસો દરમિયાન થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે.

Pre-existing Disease

પહેલેથી હોય તેવી બીમારી

જો માતાપિતામાંથી કોઈને પણ પહેલાંથી હાજર બિમારી હોય તો તેને પ્રતીક્ષા અવધિ પૂર્ણ થયા પછી જ આવરી લેવામાં આવશે. પ્રત્યેક ઇન્શ્યોરર તેમજ રોગ અનુસાર પ્રતીક્ષા અવધિ અલગ અલગ હોય છે. ઇન્શ્યોરન્સ કંપની પાસેથી, માતાપિતા માટે જે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું નક્કી કરો, તે પ્લાન હેઠળના પ્રતીક્ષા અવધિ સંબંધિત માહિતી મેળવવી જરૂરી છે.

Ambulance Cover

એમ્બ્યુલન્સ કવર

હૉસ્પિટલમાં અથવા એકથી બીજી હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માટે થયેલા ખર્ચને આવરી લેવામાં આવે છે. આમાં ચોક્કસ મર્યાદા સુધી, હૉસ્પિટલની એમ્બ્યુલન્સ તથા એમ્બ્યુલન્સ સર્વિસ પ્રોવાઇડરની એમ્બ્યુલન્સ, એમ બંનેનો સમાવેશ થાય છે.

Modern Treatment Method

આધુનિક સારવાર પદ્ધતિ

આધુનિક સારવાર પદ્ધતિઓ અને ટેક્નોલોજીમાં પ્રગતિનો ઉપયોગ વીમાકૃત રકમના 50% અથવા રુ. 5 લાખ સુધી મર્યાદિત કરવામાં આવે છે. તેમાં ઓરલ કીમોથેરેપી, ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન, બ્રોન્કિયલ થર્મોપ્લાસ્ટી વગેરેનો સમાવેશ થાય છે.*

 

માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકારો

જ્યારે માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સની વાત આવે છે, ત્યારે તેમના માટે ઉપલબ્ધ કવરેજના પ્રકારો વિશે અહીં સમજાવવામાં આવેલ છે:

 

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ:

જેમ કે નામ સૂચવે છે, વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ એક પ્રકારનો પ્લાન છે જેમાં પ્રસ્તાવકર્તા અને પરિવારના સભ્યોને સમાન પ્લાનમાં કવર કરવામાં આવે છે. તેથી, જો તમે તમારા માતાપિતાને ઇન્શ્યોર કરવા માંગો છો, તો તે બંનેની વીમાકૃત રકમ ભેગી નહીં પરંતુ અલગ-અલગ રહેશે. અમારા વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ એકથી વધુ વીમાકૃત રકમના વિકલ્પો, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના કવર, દૈનિક રોકડ લાભ વગેરે ઉપલબ્ધ છે. તેથી, જો તમે 60 વર્ષથી મોટી ઉંમરના માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યાં છો, તો તમે આવા પ્લાન પસંદ કરવાનું વિચારી શકો છો.

 

ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ: 

તમારા 65 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતાને પણ તમે ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ સમાવી શકો છો. ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ એક જ પ્રીમિયમમાં એક જ પ્લાનમાં પરિવારના એકથી વધુ સભ્યોને શામેલ કરી શકાય છે. આવા પ્લાન હેઠળ, પરિવારના તમામ સભ્યો દ્વારા વીમાકૃત રકમ શેર કરવામાં આવે છે. તે ડે-કેર પ્રક્રિયાઓ, રોડ એમ્બ્યુલન્સ કવર વગેરે માટે કવર પ્રદાન કરે છે.

 

સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ:  

વ્યક્તિની ઉંમર વધવાની સાથે સાથે સારવારનો ખર્ચ પણ નિઃશંકપણે અનેક ગણો વધે છે. જો તમારા ઘરમાં વરિષ્ઠ નાગરિક હોય, તો તમારે વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારવું આવશ્યક છે. આ એક સમર્પિત પ્લાન છે જે વિવિધ સારવારની જરૂરિયાતોને આવરી લે છે. બજાજ આલિયાન્ઝ સિલ્વર હેલ્થ પ્લાન* બીમારી/દુર્ઘટનાને લગતા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે કૅશલેસ તથા વળતર એમ બંને લાભો પ્રદાન કરે છે. 46 વર્ષથી 70 વર્ષની વય ધરાવતી કોઈપણ વ્યક્તિ આ પ્લાન ખરીદી શકે છે. 

* વિગતવાર માહિતી માટે કૃપા કરીને પ્રૉડક્ટ બ્રોશરનો સંદર્ભ લો.

 

બજાજ આલિયાન્ઝ સાથે ચિંતા-મુક્ત રાઇડ કરો!

 

માતાપિતાની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા ટૅક્સ બચાવો

જ્યારે તમે ભારતમાં માતાપિતાનો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદો છો, ત્યારે તમે સેક્શન 80D હેઠળ **ટૅક્સ લાભો મેળવી શકો છો. લાભોમાં સિંગલ પ્રીમિયમ પ્લાન, સિનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પર કપાતનો સમાવેશ થાય છે.

તબીબી કટોકટીઓ આકસ્મિક જ ઉદ્ભવતી હોય છે. ઉપરાંત, માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૅક્સમાં વિવિધ છૂટ આપવામાં આવે છે. 

તો ચાલો, કલમ 80D હેઠળ માતાપિતાના મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ મળતા ટૅક્સ લાભો એક પછી એક જાણીએ અને સમજીએ. 

 

સિંગલ પ્રીમિયમ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પર ટૅક્સ લાભ

બહુ-વર્ષીય પ્લાન માટે ચૂકવવામાં આવતા એકસામટા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર સેકશન 80D હેઠળ ટૅક્સમાં છૂટ આપવામાં આવે છે. ટૅક્સમાં છૂટની રકમ એ પૉલિસીના સમયગાળા માટે ચૂકવવામાં આવતા કુલ પ્રીમિયમ પર લાગુ પડે છે. તે અનુક્રમે રુ. 25,000 અથવા રુ. 50,000 ની મર્યાદાને આધિન છે. 

 

વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ પર ટૅક્સ લાભ

કોઈપણ વ્યક્તિ જે પોતાના માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવે છે તે ટૅક્સમાં છૂટ માટે રુ. 50,000 સુધી ક્લેઇમ કરી શકે છે. વૃદ્ધો માટે કેટલીક ચોક્કસ બીમારીઓ પર થયેલા ખર્ચ માટે ટૅક્સમાં કપાતની મર્યાદા રુ. 1 લાખ સુધીની છે.

 

માતાપિતા માટેના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર છૂટ

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પર થયેલા ખર્ચ માટે ટૅક્સમાં છૂટ લઈ શકાય છે. મોટાભાગના લોકો આ પાસા વિશે જાણતા નથી, ટૅક્સમાં રુ, 5000 સુધી છૂટ મળી શકે છે.

 

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પર કપાત

ઓપીડી કન્સલ્ટેશન અને નિદાન માટે થયેલ ખર્ચ પર પણ ટૅક્સમાં છૂટ આપવામાં આવે છે. રોકડ ચુકવણી પર પણ ટૅક્સમાં છૂટ મેળવી શકાય છે. 

*પ્રવર્તમાન કાયદા મુજબ ટૅક્સમાં મળતી છૂટમાં ફેરફાર થઈ શકે છે. 

 

 

માતાપિતા માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરવો

માતાપિતા હંમેશા તેમના બાળકો માટે શ્રેષ્ઠ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા ઈચ્છે છે. તેથી સંતાન તરીકે માતાપિતા માટે પણ શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરવો તમારી જવાબદારી છે.

માતાપિતા માટે મેડિકલ ઇન્શ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો તે અંગે મૂંઝવણ છે? માતાપિતા માટે માહિતીસભર નિર્ણય લેવા અને શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે નીચે કેટલાક સૂચિબદ્ધ મુદ્દાઓ આપવામાં આવેલ છે:

 

પ્રવેશની ઉંમર: 

માતાપિતાનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ખરીદતી વખતે, તે ખરીદવા માટે ઉંમરને લગતો શું નિયમ છે તેની માહિતી મેળવો. કેટલાક પ્લાન 18 વર્ષથી 65 વર્ષ અને 46 વર્ષથી 70 વર્ષની વચ્ચેની વયના લોકો જ ખરીદી શકે છે. જો તમારા માતાપિતાની ઉંમર વધુ હોય, તો તમે તેમને માટે વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. મોટી ઉંમરના વ્યક્તિઓ ખરીદી શકે તેવો કોઈ પ્લાન હોય તો તમે તે ખરીદી શકો છો. ઉપરાંત, આજીવન રિન્યુઅલ માટે કોઈ વય મર્યાદા નથી. 

 

પૉલિસીના શબ્દોને સમજો:

ડૉટેડ લાઇનની નીચે સહી કરતા પહેલાં પૉલિસીના નિયમો અને શરતોને સમજવા જરૂરી છે. પૉલિસીના શબ્દો મહત્વના છે, તેથી જો તમને કોઈ શંકા હોય અથવા કોઈ ચોક્કસ શબ્દનો અર્થ સમજમાં ન આવે તો તે સમજી લેવો. તમારી જરૂરિયાતનું મૂલ્યાંકન કરો અને માતાપિતા માટે એવો ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો જે તમારી જરૂરિયાતો અનુસારનો છે અને જે વ્યાજબી છે. 

 

વ્યાપક કવરેજ:

સમયની સાથે માતાપિતાને વિવિધ શારીરિક તકલીફોનું જોખમ રહેલું હોય છે. તેથી, હંમેશા ઉચ્ચ વીમાકૃત રકમ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. માતાપિતા માટે વિવિધ કવરેજ ધરાવતો વ્યાપક મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો. આ રીતે તમે ખર્ચની ચિંતા વિના માતાપિતાને શ્રેષ્ઠ તબીબી સારવાર આપી શકો છો. 

 

નેટવર્ક હૉસ્પિટલ:

જો તમે કૅશલેસ સુવિધાનો લાભ લેવા માંગો છો, તો કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાં સારવાર લેવી આવશ્યક છે. વધુમાં, ઇન્શ્યોરન્સ કંપની સાથે સંકળાયેલ નેટવર્ક હૉસ્પિટલોની સૂચિ પર એક નજર કરવાની સલાહ આપવામાં આવે છે. તે તમારા નજીકના વિસ્તારોમાં પ્રતિષ્ઠિત હૉસ્પિટલો કરતાં પણ વધુ સારું છે*****. ઇમરજન્સીના કિસ્સામાં અને માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સના મહત્તમ લાભ મેળવવા માટે આ ઉપયોગી અને સુવિધાજનક છે.

 

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો:

 જ્યારે પ્લાન ખરીદવાની વાત આવે છે ત્યારે માતાપિતા માટે મેડિક્લેમની ઑનલાઇન તુલના કરો. પ્લાન સાથે ઑફર કરવામાં આવતી વિશેષતાઓ, લાભો, ઍડ-ઑન્સ અને પ્રીમિયમનું મૂલ્યાંકન કર્યા બાદ નિર્ણય લો. તે ઉપરાંત, સૌથી વધુ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ધરાવતી ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો. 

 

વેટિંગ પીરિયડ:

માતાપિતાનો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે પહેલાંથી હાજર બિમારીઓ માટેનો પ્રતીક્ષા અવધિ જાણી લેવો એ ખૂબ મહત્વનું પાસું છે. પ્લાન કેવો છે તેના આધારે, પહેલાંથી હાજર બીમારીને પ્રતીક્ષા અવધિ પૂર્ણ થયા બાદ જ આવરી લેવામાં આવી શકે છે. ઓછો પ્રતીક્ષા અવધિ અને મહત્તમ બિમારીઓને આવરી લેતો પ્લાન પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે. 

આ ઉપરાંત, માત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના આધારે જ પ્લાન ખરીદશો નહીં. પ્રીમિયમની રકમ વિવિધ પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે અને ઉંમર એ મહત્વપૂર્ણ પાસાઓમાંથી એક છે. વ્યક્તિની ઉંમર અનુસાર પ્રીમિયમ અલગ હશે. તેથી વ્યક્તિની ઉંમર વધવાની સાથે પ્રીમિયમ પણ વધે છે. કોઈપણ સામાન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ વધુ હોય છે. માતાપિતા માટે યોગ્ય મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે સમય ઇન્વેસ્ટ કરો.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

માતાપિતા માટે મેડિક્લેમ પૉલિસી માટે પાત્રતાના માપદંડ

કોઈપણ વ્યક્તિ નીચે જણાવેલ પાત્રતા અનુસાર બજાજ આલિયાન્ઝ વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકે છે. નીચે આપેલ ટેબલમાં માતાપિતા માટે મેડિક્લેમ પૉલિસી માટેના પાત્રતાના માપદંડ જણાવવામાં આવેલ છે:

પ્રવેશની ઉંમર

46 વર્ષથી 70 વર્ષ

પૉલિસીનો સમયગાળો

વાર્ષિક પૉલિસી

વીમાકૃત રકમ

વીમાકૃત રકમના રુ. 50, 000 થી રુ. 50 લાખની વચ્ચેના અનેક વિકલ્પો

રિન્યુએબિલિટી

આજીવન રિન્યુ કરી શકાય છે

*વધુ વિગતો માટે, કૃપા કરીને પૉલિસીના શબ્દોને કાળજીપૂર્વક વાંચો.

 

તમારે માતાપિતા માટે બજાજ આલિયાન્ઝ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા જોઈએ?

યોગ્ય પેરન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને સમજીને અને પસંદ કરીને, તમે તેમની સ્વાસ્થ્યની જરૂરિયાતોને કોઈપણ નાણાંકીય ચિંતા વગર પૂર્ણ કરવાની ખાતરી કરી શકો છો. જ્યારે તમે ભારતમાં માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાનું નક્કી કરો છો, ત્યારે તમારા માતાપિતાની ચોક્કસ હેલ્થકેર જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તે શોધવા માટે વિવિધ પ્લાનની તુલના કરવી મહત્વપૂર્ણ છે. એવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શોધો જે માતાપિતાને વ્યાપક રીતે કવર કરે છે, જેમાં હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ અને ગંભીર બીમારીના કવરેજ જેવા લાભો શામેલ છે. માતાપિતા માટેનો મેડિકલ ઇન્શ્યોરન્સ વાજબી પ્રીમિયમ પર વ્યાપક મેડિકલ કવરેજ પ્રદાન કરે છે. હવે, તમે માતાપિતા માટે તેમની જરૂરિયાતોને અનુરૂપ હેલ્થ ઇન્શ્યોરન્સને કસ્ટમાઇઝ કરી શકો છો અને માનસિક શાંતિ સુનિશ્ચિત કરી શકો છો.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની વૃદ્ધ માતાપિતાની જરૂરિયાતોને અનુરૂપ વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તેમને તમારા નાણાંની ચિંતા કર્યા વિના શ્રેષ્ઠ સંભવિત સંભાળ મળશે. વિગતવાર માહિતી માટે, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ જુઓ.

 

નેટવર્ક હૉસ્પિટલ

દેશભરમાં 8000+

ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

98%*

ક્લેઇમની પ્રક્રિયા

કૅશલેસ અને વળતર સુવિધા

હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અમારી પાસે ઇન-હાઉસ હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ છે

હેલ્થ સીડીસી (ક્લેઇમ બાય ડાયરેક્ટ ક્લિક)

એક એપ-આધારિત સુવિધા જેના વડે પૉલિસીધારક ક્લેઇમને ટ્રૅક કરી શકે છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિ સરળતાથી રુ. 20,000 સુધીના ક્લેઇમ કરી શકે છે

વીમાકૃત રકમ

અમે એકથી વધુ સમ ઇન્શ્યોર્ડના વિકલ્પો પ્રદાન કરીએ છીએ. અમારી પાસે વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર ઇનોવેટિવ પૅકેજ ઉપલબ્ધ છે

વ્યાપક કવરેજ

આયોજિત અથવા ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશન માટે પસંદ કરેલી વીમાકૃત રકમના આધારે વ્યાપક કવરેજ

ટૉપ અપ પ્લાન

વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના કવરેજને વધુ સારું બનાવો. તેના દ્વારા તમે રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપરાંતના લાભો મેળવી શકો છો

ઍડ-ઑન કવર

તમે હેલ્થ પ્રાઇમ રાઇડર વગેરે જેવા ઍડ-ઑન રાઇડરનો સમાવેશ કરીને હાલના પેરેન્ટલ ઇન્શ્યોરન્સમાં સુધારો કરી શકો છો.

 

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા માતાપિતા માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

નીચેના ટેબલમાં બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા માતાપિતા માટેના ટોચના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દર્શાવવામાં આવ્યા છે, જે તમે તમારા માતાપિતાના સુરક્ષિત ભવિષ્ય માટે ઑનલાઇન ખરીદી શકો છો:

 

પ્લાનનું નામ

પ્રવેશની ઉંમર

પ્લાનનો પ્રકાર

હેલ્થ ગાર્ડ

18 વર્ષથી 65 વર્ષ

વ્યક્તિગત/ફેમિલી ફ્લોટર

હેલ્થ ઇન્ફિનિટી

18 વર્ષથી 65 વર્ષ

વ્યક્તિગત પૉલિસી

આરોગ્ય સંજીવની પૉલિસી

18 વર્ષથી 65 વર્ષ

વ્યક્તિગત/ફેમિલી ફ્લોટર

ક્રિટિકલ ઇલનેસ 

18 વર્ષથી 65 વર્ષ

વ્યક્તિગત પૉલિસી

પ્રીમિયમ પર્સનલ ગાર્ડ

18 વર્ષથી 65 વર્ષ

 

*આ માત્ર રિસ્ક ક્લાસ- I માટે ઉપલબ્ધ છે, જેમાં ઍડ્મિનિસ્ટ્રેટિવ/મેનેજિંગ ફંક્શન, ડૉક્ટર, એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ, વકીલ, શિક્ષકો અને તેવા વ્યવસાયનો સમાવેશ થાય છે

એક્સ્ટ્રા કેર

18 વર્ષથી 70 વર્ષ

એક જ પ્રીમિયમ ધરાવતી પરિવાર માટેની ફ્લોટર પૉલિસી

 

*આ પૉલિસીને હાલના હૉસ્પિટલાઇઝેશન - મેડિકલ ખર્ચ પૉલિસીમાં ઍડ-ઑન કવર તરીકે લઈ શકાય છે

એક્સ્ટ્રા કેર પ્લસ

91 દિવસથી 80 વર્ષ

ફ્લોટર પૉલિસી

 

*વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ઉપરાંતનું કવર

એમ-કેર

18 વર્ષથી 65 વર્ષ

વ્યક્તિગત અને ફ્લોટર પૉલિસી

ક્રિટી કેર

18 વર્ષથી 65 વર્ષ

વ્યક્તિગત

 

*આ માત્ર ઑફલાઇન ખરીદી શકાય છે

ગ્લોબલ હેલ્થ કેર

18 વર્ષથી 65 વર્ષ

વ્યક્તિગત

સિલ્વર હેલ્થ

46 વર્ષથી 70 વર્ષ

વ્યક્તિગત

 

ગ્લોબલ હેલ્થ કેર ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં નોંધ કરવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

હૉસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ

વધુ વાંચો

અમુક ચોક્કસ પ્રક્રિયાઓ અથવા સારવાર સિવાય કોઈપણ ખર્ચ કે જેમાં દર્દીને સતત ઓછામાં ઓછા 24 કલાક માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જો 24 કલાકથી ઓછા સમય માટે દાખલ કરવામાં આવેલ હોય તો કવર પ્રદાન કરવામાં આવશે નહીં.

 હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચ

વધુ વાંચો

ઇન્શ્યોર્ડ વ્યક્તિના હૉસ્પિટલાઇઝેશન પહેલાંના પૂર્વ-નિર્ધારિત દિવસો દરમિયાન થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે.

હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ

વધુ વાંચો

ઇન્શ્યોર્ડ વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પૂર્વ-નિર્ધારિત દિવસો દરમિયાન થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે.

પહેલેથી હોય તેવી બીમારી

વધુ વાંચો

જો માતાપિતામાંથી કોઈને પણ પહેલાંથી હાજર બિમારી હોય તો તેને પ્રતીક્ષા અવધિ પૂર્ણ થયા પછી જ આવરી લેવામાં આવશે. પ્રત્યેક ઇન્શ્યોરર તેમજ રોગ અનુસાર પ્રતીક્ષા અવધિ અલગ અલગ હોય છે. ઇન્શ્યોરન્સ કંપની પાસેથી, માતાપિતા માટે જે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું નક્કી કરો, તે પ્લાન હેઠળના પ્રતીક્ષા અવધિ સંબંધિત માહિતી મેળવવી જરૂરી છે. 

એમ્બ્યુલન્સ કવર

વધુ વાંચો

હૉસ્પિટલમાં અથવા એકથી બીજી હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માટે થયેલા ખર્ચને આવરી લેવામાં આવે છે. આમાં ચોક્કસ મર્યાદા સુધી, હૉસ્પિટલની એમ્બ્યુલન્સ તથા એમ્બ્યુલન્સ સર્વિસ પ્રોવાઇડરની એમ્બ્યુલન્સ, એમ બંનેનો સમાવેશ થાય છે. 

આધુનિક સારવાર પદ્ધતિ

વધુ વાંચો

આધુનિક સારવાર પદ્ધતિઓ અને ટેક્નોલોજીમાં પ્રગતિનો ઉપયોગ વીમાકૃત રકમના 50% અથવા રુ. 5 લાખ સુધી મર્યાદિત કરવામાં આવે છે. તેમાં ઓરલ કીમોથેરેપી, ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન, બ્રોન્કિયલ થર્મોપ્લાસ્ટી વગેરેનો સમાવેશ થાય છે.*

*આ સંપૂર્ણ લિસ્ટ નથી. વધુ માહિતી માટે, કૃપા કરીને પ્રૉડક્ટ બ્રોશરનો સંદર્ભ લો. 

1 of 1

પૉલિસી શરૂ થયાના શરૂઆતના દિવસો દરમિયાન થયેલ કોઈપણ રોગ

આકસ્મિક શારીરિક ઈજાના પરિણામે કુદરતી દાંતને ઇજા થઈ હોય, તો તે સિવાયની દાંતની કોઈપણ સારવાર કે જેમાં ડેન્ચર્સ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે

આક્રમણ, યુદ્ધ વગેરેને કારણે થયેલા કોઈપણ તબીબી ખર્ચ. 

નૉન-એલોપેથિક દવાઓ

એઇડ્સની સારવાર અથવા કોઈપણ સંબંધિત વિકારોને કારણે થયેલા તમામ ખર્ચ

દવાઓ અથવા નશા/આલ્કોહોલને કારણે ઉદ્ભવતી કોઈપણ સારવાર અથવા બિમારી

કૉસ્મેટિક અથવા પ્લાસ્ટિક સર્જરી 

અકસ્માતને કારણે ઊભી થયેલી જરૂરિયાત સિવાય, જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો પ્રતીક્ષા અવધિ 4 વર્ષનો હોય છે

કોઈપણ મનોચિકિત્સા અથવા માનસિક બીમારીની સારવાર

લિંગ પરિવર્તનની સારવાર

જોખમી અથવા એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવા સંબંધિત કોઈપણ ખર્ચ

પાઇલ્સ, હર્નિયા, હિસ્ટરેક્ટોમી, મોતિયા, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી, બેરિયાટ્રિક સર્જરી વગેરે જેવી બીમારીઓ 1 વર્ષની પ્રતીક્ષા અવધિ સુધી કવર કરવામાં આવતી નથી

*વધુ વિગતો માટે, કૃપા કરીને પ્રૉડક્ટ બ્રોશરનો કાળજીપૂર્વક સંદર્ભ લો.

1 of 1

Simplify

પેરેન્ટલ ઇન્શ્યોરન્સ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

1. જો મારા માતાપિતાને પહેલાંથી કોઈ બિમારી હોય, તો શું હું તેમના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકું છું?

હા, તમે પહેલાંથી હાજર બિમારીઓને કવર કરતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવી શકો છો. તેની પર પ્લાન અનુસાર પ્રતીક્ષા અવધિ લાગુ પડશે. પહેલેથી બીમારી ધરાવતા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ઓછામાં ઓછો પ્રતીક્ષા અવધિ ધરાવતો પ્લાન પસંદ કરો.

2. શું માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કોઈ વય મર્યાદા છે?

માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે વિવિધ પ્લાનમાં વય મર્યાદા હોય છે. જો કે, ઉંમરના માપદંડ દરેક વીમાદાતા માટે અલગ હોઈ શકે છે. 

3. શું માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે કોઈ મેડિકલ પરીક્ષણ કરાવવાનું હોય છે?

માતાપિતા માટેના પસંદ કરેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મુજબ, તેમને પ્રી-મેડિકલ હેલ્થ ચેક-અપની જરૂર પડી શકે છે. જો કે, આ દરેક ઇન્શ્યોરન્સ કંપની માટે અલગ અલગ હોઈ શકે છે.

4. શું વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં મારા માતાપિતાને શામેલ કરી શકાય છે?

જો તમે ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવો છો, અને જો તેઓ 65 વર્ષથી ઓછી ઉંમરના છે, તો તમે તેમને શામેલ કરી શકો છો. જો કે, તેમની વિવિધ સારવારની જરૂરિયાતો અનુસારનો પ્લાન પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

5. હું મારા માતાપિતાના ઇન્શ્યોરન્સ કવરેજને વધુ વ્યાપક કેવી રીતે બનાવી શકું?

હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના કવરેજને વધારવા માટે, રિન્યુઅલ દરમિયાન તમે વીમાકૃત રકમ રકમમાં વૃદ્ધિ કરી શકો છો. તમે બેઝ પ્લાનમાં તમારી જરૂરિયાત પૂરી કરતાં ઍડ-ઑન ઉમેરવાનું પણ વિચારી શકો છો. 

6. માતાપિતા માટે કયો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શ્રેષ્ઠ છે?

માતાપિતા માટે આદર્શ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે તેમની જરૂરિયાતો જાણવી જરૂરી છે. એકવાર તમે માતાપિતાની જરૂરિયાતોને સમજ્યા બાદ ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જોઈ શકો છો. માહિતીસભર નિર્ણય લેવા માટે વિશેષતાઓ, લાભો અને પ્રીમિયમની તુલના કરો. સમયની સાથે શારીરિક તકલીફો વધી શકે છે, માટે ઉચ્ચ વીમાકૃત રકમ પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે. અફસોસ કરવા કરતાં સુરક્ષિત રહેવું વધુ સારું છે. 

7. શું મેડિકલ ઇન્શ્યોરન્સ માતાપિતાને ટૅક્સ લાભો આપે છે?

60 વર્ષથી વધુની ઉંમરના કોઈપણ માતાપિતા માટે ચૂકવવામાં આવતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૅક્સમાં લાભ મળી શકે છે. 

નોંધ: પ્રવર્તમાન કાયદા મુજબ ટૅક્સ લાભો ફેરફારને આધિન છે.

8. હું મારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદી શકું?

આજે તકનીકી પ્રગતિ અને ઇન્ટરનેટ દ્વારા ઍક્સેસિબિલિટીને કારણે બધું જ સરળ, સુવિધાજનક બન્યું છે અને સમયની બચત થાય છે. તમારી જરૂરિયાત અનુસારનો પ્લાન ખરીદવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન તપાસો. થોડી જ ક્લિકમાં તમે પ્લાનની વિશેષતાઓ જાણી શકો છો, લાભો સરખાવી શકો છો, તેમાં શું આવરી લેવામાં આવે છે તે જાણી શકો છો અને સમજદારીપૂર્વક નિર્ણય લઈ શકો છો. 

9. માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કેવી રીતે કરવામાં આવે છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવું એ હવે કંટાળાજનક કામ નથી. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા સુવિધાજનક છે. હવે તમે ત્વરિતપણે ક્લેઇમ નોંધાવી શકો છો, જરૂરી ડૉક્યૂમેન્ટ અપલોડ કરી શકો છો, અને તેની સ્થિતિ કોઈપણ સમયે જાણી શકો છો. તેની લિંક અહીં આપેલ છે: https://www.bajajallianz.com/claims/health-insurance/claim-process.html

કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાં સારવાર લેવી જરૂરી છે. જો નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર લેવામાં આવે છે, તો પ્રારંભમાં ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ચુકવણી કરવાની રહે છે. ત્યાર બાદ તેઓ વળતર માટે ફાઇલ કરી શકે છે અને પ્રક્રિયાનું પાલન કરી શકે છે.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

10. શું માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ઉંમરની કોઈ મર્યાદા છે?

બજાજ આલિયાન્ઝ સિલ્વર હેલ્થ પ્લાન 70 વર્ષની ઉંમર સુધી કવરેજ પ્રદાન કરે છે. માતાપિતા અથવા વરિષ્ઠ નાગરિકો માટે ઇન્શ્યોરન્સ ખરીદવાની ઉંમર ઇન્શ્યોરન્સ કંપની મુજબ અલગ અલગ હશે. તેથી, પૉલિસીને કાળજીપૂર્વક વાંચવાની અને ઉંમરના માપદંડ તપાસવાની ભલામણ કરવામાં આવે છે.

11. મારે મારા માતાપિતા માટે હેલ્થ-કેર પ્લાન શા માટે વહેલા પસંદ કરવો જોઈએ?

ઉંમર એ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંથી એક છે. ઉંમરની સાથે પ્રીમિયમ પણ વધી શકે છે. તેથી, માતાપિતા માટે વહેલા હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે. આને કારણે પ્રીમિયમની રકમ પર પણ નિયંત્રણ રાખી શકાય છે. જો કે, જ્યારે વરિષ્ઠ નાગરિકોની વાત આવે છે ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા વય મર્યાદા નક્કી કરવામાં આવેલ હોય છે. પ્લાન ખરીદતી વખતે પૉલિસીના શબ્દોને કાળજીપૂર્વક વાંચો.

12. શું ફેમિલી ફ્લોટર ઇન્શ્યોરન્સ પ્લાનમાં મારા વૃદ્ધ માતાપિતાને ઉમેરી શકાય છે?

જો તમારા માતાપિતાની ઉંમર 65 વર્ષથી ઓછી હોય, તો તમે તેમને ફેમિલી ફ્લોટર પ્લાનમાં શામેલ કરી શકો છો. પ્રવેશની ઉંમરના માપદંડ દરેક વીમાદાતા માટે અલગ હોઈ શકે છે. 

13. ફેમિલી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અને માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચે શું તફાવત છે?

ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ અને વરિષ્ઠ નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેનો મુખ્ય તફાવત એ પૉલિસી ખરીદવા માટે ઉંમરની યોગ્યતાનો છે. પરિવારો માટે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સમાં 65 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતા તેનો લાભ લઈ શકે છે. તેનાથી વિપરીત, વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ 75 વર્ષની ઉંમર સુધીની વ્યક્તિઓને કવરેજ પ્રદાન કરે છે.

*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

14. મારા માતાપિતા માટે કેટલો હેલ્થ ઇન્શ્યોરન્સ જરૂરી છે?

અનિશ્ચિત પરિસ્થિતિ કદાપિ જાણ કરીને આવતી નથી. જ્યારે તમારા અને તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાની વાત આવે છે ત્યારે ઉચ્ચ વીમાકૃત રકમ પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે. વ્યક્તિની સ્વાસ્થ્યની જરૂરિયાતો જીવનના વિવિધ તબક્કાઓમાં અલગ હોય છે. નાની ઉંમરની વ્યક્તિની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને જોખમો અને રોગ થવાની સંભાવના વધુ રહેલી છે.

તમારા માતાપિતાને ફેમિલી ફ્લોટર ઇન્શ્યોરન્સમાં ઉમેરવું મોંઘું સાબિત થઈ શકે છે. તેથી, વ્યક્તિગત હેલ્થ પ્લાન પસંદ કરવાની અથવા વરિષ્ઠ નાગરિક પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. તમે ક્રિટિકલ ઇલનેસ કવર ઉમેરવાનું પણ વિચારી શકો છો અથવા કોઈ ચોક્કસ રોગને આવરી લેવાનું પણ પસંદ કરી શકો છો.

નોંધ: વધુ વિગતો માટે, પૉલિસીના શબ્દોને કાળજીપૂર્વક વાંચો.

15. શું મારા માતાપિતા માટે અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું જરૂરી છે?

તમારા માતાપિતા/વરિષ્ઠ નાગરિકો માટે બનાવેલ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ તમારા 65 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતાને શામેલ કરો છો, તો વધુ પ્રીમિયમ ભરવાનું રહે છે. આને કારણે તમારું આર્થિક ભારણ વધી શકે છે. વધુમાં, માતાપિતા અને અન્ય આશ્રિત સભ્યો વચ્ચેની ઉંમરના તફાવતને કારણે, માતાપિતાને પહેલેથી કોઈ બિમારી હોય તેમ પણ બની શકે છે. આને કારણે સરવાળે કુલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમમાં પણ વૃદ્ધિ થાય છે. 

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો