Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

બજાજ આલિયાન્ઝ પર બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરો

બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરવી શા માટે મહત્વપૂર્ણ છે?

તમને કદાચ બાઇક ખૂબ પસંદ હોય, અને તમારી જરૂરિયાતોને અનુરૂપ અને શ્રેષ્ઠ સ્ટાઇલ ધરાવતું બાઇક કયું હશે તે તમે બરાબર જાણો છો. તમારી બાઇક પસંદ કરવી મુશ્કેલ (અથવા સરળ) હોઈ શકે છે, પરંતુ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પર ભરોસો કરવો એ જુદી જ વાત છે. ઉપરાંત, બજારમાં અનેક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ, કે જેઓ તમારું ધ્યાન આકર્ષવા પ્રયત્નશીલ હોય છે, તેમની હાજરી એને વધુ જટિલ બનાવી શકે છે.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનો નિર્ણય બાઇક ખરીદતા પહેલા કરવો જોઈએ. તેના કારણો સ્પષ્ટ છે; કારણ કે તે IRDAI દ્વારા ફરજિયાત છે અને તે તમને વાજબી પ્રીમિયમ પર વધુ સારું કવરેજ મેળવી આપે છે.

Scroll

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના શા માટે?

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના શા માટે? કારણ કે જ્યારે તમારે સૌથી વધુ જરૂર હોય ત્યારે તે ખરેખર જીવન બચાવનાર બની શકે છે. જ્યારે તમે ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સની તુલના કરો છો, ત્યારે તમને શ્રેષ્ઠ કવરેજ શોધવામાં મદદ કરવા ઉપરાંત, જો તમારું ટૂ-વ્હીલર ચોરાઈ ગયું હોય અથવા થર્ડ-પાર્ટીને નુકસાન ((શારીરિક અથવા અન્યથા) થાય તેવા અકસ્માતમાં શામેલ હોય તો તમે આર્થિક નુકસાન કેવી રીતે ઓછું કરી શકો છો તે વિશે સમજવામાં મદદરૂપ થાય છે.

આજે જ્યારે ઇન્ટરનેટ એ માસ્ટર ગાઇડની ભૂમિકામાં છે, ત્યારે તમારી જરૂરિયાત ભલે ગમે તે હોય, પણ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના એક યોગ્ય રીત જણાય છે. આમ, બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન તુલના વડે, તમે બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્લાન વિશે માહિતગાર રહી શકો છો.

મહત્વપૂર્ણ વાત એ છે કે, વિવિધ પરિમાણો, કે જેને ધ્યાનમાં લઈ શકાય છે (પ્રીમિયમ, ઍડ-ઑન કવર, કપાતપાત્ર વગેરે) તેમને કારણે આવી તુલના વધુ વ્યાપક બની જાય છે.

બજાજ આલિયાન્ઝ તમારી પડખે હોવાથી તમારે ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વિશે માહિતગાર રહેવા માટે પોતાને નિષ્ણાતો જણાવતા વ્યક્તિઓ પર ભરોસો રાખવાની જરૂર નથી. એક ક્લિક વડે તમારે જોઈએ તે માહિતી તમને ત્વરિતપણે ઉપલબ્ધ થઈ રહે છે.

 

બાઇક ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરવાના લાભો

જ્યારે તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન સરખાવો છો, ત્યારે તમે તે ક્ષણે બજારમાં ઉપલબ્ધ વિકલ્પો જોઈ શકો છો. નહીં તો એવી પૉલિસી ખરીદી લેવાય છે જે તમારી જરૂરીયાતો માટે બિલકુલ યોગ્ય નથી.

સૌથી મહત્વપૂર્ણ એ છે કે, જો અન્ય વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ હોય તો તમારી પૉલિસી વિશે શા માટે વિચાર ન કરવો? બજાજ આલિયાન્ઝ બાઇક ઇન્શ્યોરન્સની વિશેષતાઓને સરખાવો, અને અફવાઓથી દૂર રહો!

તમારા માટે ઑનલાઇન તુલના કેવી રીતે સારી હોઈ શકે છે તે અહીં આપેલ છે:


  • સરખામણી દ્વારા તમે ઘણાં પૈસા બચાવી શકો છો

    જો તમે તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમમાં મોટી બચત કરવા માંગો છો તો કેઝ્યુઅલ ટિપ્સ પર આધાર રાખવો એ સલાહભર્યું નથી. બીજી તરફ, એક ઑનલાઇન સરખામણી દ્વારા તમે ઇન્શ્યોરન્સ માર્કેટમાં પ્રચલિત વિવિધ પ્રીમિયમ દરો વિશે માહિતગાર રહી શકો છો. નિશ્ચિંત રહો, તમારે ખરેખર આવશ્યકતા કરતાં વધુ ખર્ચ કરવાની જરૂર પડશે નહીં. આખરે, તમે તમારા ફાઇનાન્શિયલ હિતોને સુરક્ષિત કરી શકશો અને ખાતરી કરો કે તમને ગેરમાર્ગે દોરવામાં આવતા નથી’.


  • તુલના તમને ચોક્કસ કવરેજ વિશે જણાવે છે

    ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી નો સંપૂર્ણ હેતુ તમારા ટૂ-વ્હીલર સાથે થતી દુર્ઘટનાના કિસ્સામાં તમને શ્રેષ્ઠ કવરેજ પ્રદાન કરવાનો છે. આવી પરિસ્થિતિમાં, વિવિધ ઇન્શ્યોરર દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજના આધારે તેમની તુલના કરવી તે સમજદારીભર્યું પગલું છે ; અને ત્યારબાદ તમે તમારી જરૂરિયાતોને અનુરૂપ ઇન્શ્યોરરને પસંદ કરી શકો છો.

    ઉદાહરણ તરીકે, કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને થર્ડ-પાર્ટીને થયેલી કોઈપણ સંપત્તિના નુકસાન અથવા ઈજાઓને કારણે ઉદ્ભવતી જવાબદારીઓ સામે સુરક્ષિત કરે છે. આ ઉપરાંત, તે અકસ્માત, ચોરી, પરિવહનમાં નુકસાન અથવા આપત્તિઓ જેવી ગંભીર દુર્ઘટનાઓમાં ઇન્શ્યોર્ડ વ્યક્તિ અને ટૂ-વ્હીલરને પણ આવરી લે છે.

    બીજી તરફ, જો તમારું ટૂ-વ્હીલર કોઈ દુર્ઘટનામાં (એટલે કે, જો તે થર્ડ-પાર્ટી સંપત્તિને થયેલા નુકસાન, શારીરિક ઈજાઓ અથવા થર્ડ-પાર્ટીની મૃત્યુ માટે જવાબદાર હોય તો) સંકળાયેલ હોય, તો થર્ડ પાર્ટી લાયબિલિટી ઓનલી પૉલિસી તમારી સહાયમાં આવે છે.

    જ્યારે તમે બાઇક ઇન્શ્યોરન્સની તુલના કરો છો, ત્યારે તમે જાણો છો કે ખરેખર તમારે માટે શું જોઈએ છે અને તમે તે મુજબ પસંદગી કરો છો, આમ તમારી જરૂરિયાત સંતોષાય છે તેની ખાતરી કરો.


  • સરખામણી કરીને, શું આવરી લેવામાં આવતું નથી તે પણ તમે જાણી શકો છો

    (કોઈ ચોક્કસ ઇન્શ્યોરરના) પૉલિસીના શબ્દો વાંચવાથી તેમના દ્વારા શું આવરી લેવામાં આવતું નથી તે વિશે સ્પષ્ટ ખ્યાલ પ્રાપ્ત થશે. આ રીતે, જે મંજૂર નથી થઈ શકવાનો તેવો અસંગત ક્લેઇમ કરવા કરતાં તમે તે વિશે માહિતગાર રહી શકો છો.


  • તુલના તમને ઍડ-ઑનના લાભો કાળજીપૂર્વક પસંદ કરવામાં મદદ કરે છે

    જ્યારે ઍડ-ઑન કવરની વાત આવે છે, ત્યારે સાવચેત રહેવું સારું છે. જ્યારે કેટલાક ઝીરો ડેપ્રિશિયેશન કવર, રોડસાઇડ આસિસ્ટન્સ કવર અને એન્જિન પ્રોટેક્શન કવર જરૂરિયાતના સમયે મહત્વપૂર્ણ હોઈ શકે છે, ત્યારે અન્ય કેટલાક ઍડ-ઑન એવા છે જેની તમારે જરૂર ન હોય.

    ઉપરાંત, દરેક ઇન્શ્યોરન્સ કંપની તમામ ઍડ-ઑન કવર પૂરું પાડે તેવું જરૂરી નથી. તેથી, સૌ પ્રથમ તમારે કયા ઍડ-ઓન જરૂરી છે તે નોંધી, ત્યાર બાદ સૌથી જરુરી ઍડ-ઑન્સ નક્કી કરો. આ રીતે, તમે તમારા પ્રીમિયમના ખર્ચને પણ ઓછો કરી શકશો.

    ઇન્ટરનેટને કારણે ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરવી પહેલાં કરતાં વધુ સરળ બની ગઈ છે. તમે થોડી જ ક્ષણોમાં માહિતી જાણીને તે અનુસાર નિર્ણય કરી શકો છો. શું તે અંધારામાં તીર મારવા કરતાં બહેતર નથી?

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા લાભો

વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ જે શ્રેષ્ઠ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઑફર કરી રહી છે, તેના કારણે જો તમે મૂંઝવણમાં પડી જાઓ, તો નવાઈની વાત નથી. ઉપરાંત, બજાજ આલિયાન્ઝ અહીં સામે આવે છે. અમારી સાથે, બાઇક ઇન્શ્યોરન્સની તુલના કરવી એ પહેલા કરતાં સરળ હશે.

અંતિમ ખરીદી કરતા પહેલાં ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તુલના કરો, કારણ કે:

  • તે સુવિધાજનક છે, નવું છે. બસ.

    અમે જ્યારે આમ કહીએ ત્યારે અમારો વિશ્વાસ કરો! બજાજ આલિયાન્ઝને કારણે તમારે હવે કોઈ ઇન્શ્યોરરની ઑફિસની મુલાકાત લેવાની જરૂર નથી; કોઈ પણ પેપરવર્કની જરૂર નથી. તમે દેશના ટોચના ઇન્શ્યોરર્સના કેટલાક શ્રેષ્ઠ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્વોટ્સની (માપદંડોની શ્રેણી સાથે) તુલના કરી શકો છો, તમારી રીતે ચકાસી શકો છો અને અંતે તમારી જરૂરિયાત મુજબ અનુકૂળ હોય તે પસંદ કરી શકો છો.

  • તે વીમા સંબંધિત વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડે છે

    ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીઓની વિસ્તારપૂર્વક સરખામણી કરવાથી વિવિધ પાસાઓ વિશે ઊંડાણપૂર્વકની માહિતી મળી શકે છે, જે કોઈ એક પૉલિસી નક્કી કરતાં પહેલા ધ્યાનમાં લેવા જોઈએ. સરખામણીના અંતે તમે સ્વૈચ્છિક કપાતપાત્રથી લઈને પ્રીમિયમ દર અને કવરેજના સ્તરથી લઈને તમામ સમાવિષ્ટ અને બાકાત મુદ્દાઓ, આ તમામ વિશે વધુ માહિતી ધરાવતા હશો.

  • તેના દ્વારા તમને વિકલ્પો મળે છે

    તમે 'તુલના કરો' બટન પર ક્લિક કરો, બાકીનું કામ અમે કરીશું. તમે આરામથી વિવિધ ઇન્શ્યોરરના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્વોટની તુલના કરો, જેના વડે તમને વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ વિશે એક અંદાજ પ્રાપ્ત થશે. વધુમાં, તમે બજારમાં નવા કહી શકાય એવા નવા ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ વિશે પણ માહિતી મેળવી શકો છો, અને તેમની પ્રૉડક્ટ તમારા ઇન્શ્યોરન્સ અને નાણાંકીય ઉદ્દેશોને અનુરૂપ છે કે નહીં તે જોઈ શકો છો.

  • તમને જે જોવા મળે છે તે જ આપવામાં આવે છે

    ઑનલાઇન ઇન્શ્યોરન્સની તુલના વધુ પ્રાસંગિક બની રહી છે, હવે તમારે તમારા એજન્ટની વાતને જ સત્ય માનીને ચાલવાનો સમય વીતી ગયો છે. એજન્ટ તમને કોઈપણ પૉલિસી આપી શકે છે (માત્ર પૉલિસી વેચવાના હેતુથી), ત્યારે ઑનલાઇન ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલના દ્વારા વિવિધ ઇન્શ્યોરર કેટલું પ્રીમિયમ ચાર્જ કરી રહ્યા છે તે તમે જાણી શકો છો.

    આવી માહિતીના આધારે, તમે પ્રૉડક્ટ્સની સમીક્ષાઓ વાંચવાનું પણ પસંદ કરી શકો છો અને તે અનુસાર કવરેજ અને અન્ય વેરિએબલ્સ નક્કી કરી શકો છો.

  • તમે સમય અને પૈસાનો બિનજરૂરી વ્યય બચાવી શકો છો

    ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરવા માટે માત્ર થોડી મૂળભૂત વિગતો ભરવાની રહે છે, અને એક જ ક્લિકમાં તમને જોઈતી તમામ માહિતી ત્વરિત ઉપલબ્ધ થાય છે.

    ઉપરાંત, જ્યારે તમે બે બાઇક ઇન્શ્યોરન્સને સાથે-સાથે સરખાવો છો, ત્યારે તમે વૉલન્ટરી એક્સેસ (ક્લેઇમના સમયે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવવાપાત્ર રકમ), પ્રીમિયમ, ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (તમારા ટૂ-વ્હીલરનું વર્તમાન બજાર મૂલ્ય) વગેરે જેવા વધુ મહત્વપૂર્ણ પરિમાણોના આધારે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીનું વધુ વ્યાપક મૂલ્યાંકન કરી શકો છો.

ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલના કરવા માટેના પગલાં

અમે તમને તુલનાની પ્રક્રિયા વિશે જણાવીએ તે પહેલાં, પોતાને આ સરળ પ્રશ્ન પૂછો, "મારે મારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ખરેખર શું જોઈએ છે?"

જ્યારે તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તુલના કરવાનું વિચારો, ત્યારે બજાજ આલિયાન્ઝને યાદ કરો. અમે તમારા માટે સંપૂર્ણ પ્રક્રિયા સરળ અને ઝંઝટમુક્ત બનાવી છે. તેમાં કેટલીક માત્ર મૂળભૂત વિગતો જેમ કે તમારા ટૂ-વ્હીલરની ઉત્પાદક કંપનીનું નામ અને તેનો પ્રકાર, ખરીદીનું વર્ષ અને પ્રાદેશિક પરિવહન કાર્યાલયનું સ્થળ વગેરે ભરવાની રહે છે.

ઑનલાઇન ફોર્મ સાવચેતીથી ભરો, કારણ કે તેના વડે તમને દેશના તમામ ટોચના ઇન્શ્યોરર પાસેથી શ્રેષ્ઠ ક્વોટ્સ પ્રાપ્ત થશે. બજાજ આલિયાન્ઝ સાથે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિશેષતાઓની તુલના કરો, તમે ખૂબ જ વ્યાજબી પ્રીમિયમ પર શ્રેષ્ઠ કવરેજ અને લાભદાયી ઍડ-ઑન્સ મેળવી શકો છો.

  • તમારા ટુ-વ્હીલરનું મેક અને પ્રકાર
  • જો કે એવો કોઈ નિયમ નથી, પરંતુ સામાન્ય રીતે, સારી મેકનું અને અપગ્રેડ કરેલ વાહનના પ્રકારને કારણે તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પર વધુ પ્રીમિયમ ચૂકવવાનું થઈ શકે છે.

  • મેન્યુફેક્ચર વર્ષ
  • આ માહિતી ઇન્શ્યોરરને તમારા ટૂ-વ્હીલરની ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (આઇડીવી) નું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. આઇડીવી તમારા પ્રીમિયમની ચુકવણીની રકમ પર પણ અસર કરે છે.

  • ઍડ-ઑનના લાભો
  • જ્યારે તમે બાઇક ઇન્શ્યોરન્સની તુલના કરો છો, ત્યારે તમારા ટૂ-વ્હીલરની જે ઇલેક્ટ્રિકલ અથવા અન્ય વિવિધ ઍક્સેસરીઝ માટે ઍડ-ઑન કવર ઈચ્છો છો તે જણાવવું જરૂરી છે.

 

 

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તુલના કેવી રીતે કરવી

 

બજાજ આલિયાન્ઝ સાથે, તમે આ સરળ પગલાંઓને અનુસરીને બાઇક ઇન્શ્યોરન્સની તુલના કરી શકો છો. તો ચાલો:

1) મોડેલ, મેક, વેરિયન્ટ અને ટૂ-વ્હીલર નંબર સહિતની તમારા ટૂ-વ્હીલરની વિગતો દાખલ કરો

2) વાહન રજિસ્ટ્રેશન નંબર અને આરટીઓનું સ્થાન તૈયાર રાખો

3) કેટલાક મૂળભૂત પ્રશ્નોનો જવાબ આપો- શું હાલમાં કોઈ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો? શું પૉલિસી સમાપ્ત થઈ ગઈ છે? તમારું ભૌગોલિક સ્થાન શું છે અને તમે તમારા ટૂ-વ્હીલરને ક્યાં ચલાવવા માંગો છો?

4) આટલું કર્યા બાદ 'ક્વોટ મેળવો' બટન પર ક્લિક કરો, અને આ ક્વોટની મદદથી તમારા ધ્યાનમાં જે અન્ય પ્લાન હોય તેમને સરખાવો

તમે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ હોય તેવા માપદંડ અનુસાર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની વિશાળ શ્રેણીની તુલના કરી શકો છો, તેમાંથી એક નક્કી કરી, ઑનલાઇન ચુકવણી કરીને તરત જ તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવી શકો છો.

તે ખરેખર જેટલું લાગે છે તેટલું જ સરળ છે!

 

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તુલના ક્યારે કરવી

 

બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલનાની શરૂઆત અને અંત ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ની તુલનાથી થતો નથી. તેમાં કેટલાક એવા પરિબળો પણ છે જેના આધારે તમારે ઑનલાઇન તુલના કરવી જોઈએ.

એ માટેનું ચેકલિસ્ટ અહીં આપેલ છે:

સસ્તા પ્રીમિયમને કારણે ખરીદી રહ્યા છો? પહેલાં શું આવરી લેવામાં આવે છે તે જાણો

જ્યારે તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની તુલના કરો છો, ત્યારે તમારે કયા પ્રકારના કવરની જરૂર છે તે નક્કી કરો. જ્યારે મોટર વાહન અધિનિયમ બાંયધરી આપે છે કે દરેક ટૂ-વ્હીલર પાસે મૂળભૂત થર્ડ પાર્ટી જવાબદારી માત્ર પૉલિસી છે, ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવા માટે, વધુ કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા ટૂ-વ્હીલરને નિયમિત નુકસાન/ક્ષતિઓ (માનવની ક્રિયાઓના પરિણામે અથવા અન્યથા) સામે કવરેજ પ્રદાન કરે છે.

જો તમે માત્ર ઓછા પ્રીમિયમની પૉલીસી શોધી રહ્યા છો, તો તમારી પૉલીસી તમારે માટે અયોગ્ય અથવા અપર્યાપ્ત કવરેજ ધરાવતી હોય તેમ બની શકે છે. અને માટે જ તમારે, કોઈ એક પૉલીસી નક્કી કરતાં પહેલા પ્રૉડક્ટ્સ અને તેમની ચોક્કસ વિશેષતાઓની તુલના (ઍડ-ઑન કવર સહિત) કરવી જોઈએ.

ઍડ-ઑન્સને ધ્યાનમાં લો

ઍડ-ઑન્સ તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને બેઝિક પ્લાનથી ઉપર લઈ જાય છે. જો કે, વિવિધ ઍડ-ઑનના ઘણા લાભોમાંથી તમારે માટે કયા બહુ ઉપયોગી નથી તે જાણો. રોડસાઇડ સહાય કવર, ઝીરો ડેપ્રિશિયેશન કવર કે પછી એન્જિન પ્રોટેક્શન કવર જેવા અતિરિક્ત કવર અન્યો કરતાં વધુ લાભદાયક હોઈ શકે છે.

પરંતુ, ઇન્શ્યોરન્સ ખરીદવા પાછળનો તમારો હેતુ, બજેટ અને ડ્રાઇવિંગની આદતો અનુસાર તમારે ઍડ-ઑન કવર પસંદ કરવા જોઈએ.

ઇન્શ્યોરરના ક્લેઇમ સેટલમેન્ટ ઇતિહાસ વિશે માહિતગાર રહો

જો તમારે તમારો ક્લેઇમ મંજૂર કરાવવાનો હોય તો તે મંજૂર થવાની શક્યતા કેટલી છે તેનો અંદાજ તમારા ઇન્શ્યોરરના ક્લેઇમ સેટલમેન્ટના ઇતિહાસ વિશે માહિતી મેળવીને જાણી શકો છો. ઇન્શ્યોરરના વેબ પોર્ટલ પર ગ્રાહકો દ્વારા પોસ્ટ કરેલ સમીક્ષાઓ અને ફરિયાદો જુઓ. વધુમાં, તમે મનની સંપૂર્ણ શાંતિ માટે, તેમની વેચાણ પછીની અને ગ્રાહક સેવાઓ કેવી છે તે અંગે પણ તપાસ કરી શકો છો.

કપાતપાત્ર તપાસો

ફરજિયાત કપાતપાત્ર એ એક રકમ છે જે ક્લેઇમ કરતી વખતે તમારે પોતાના ખિસ્સામાંથી ચૂકવવાની રહેશે. બીજી બાજુ સ્વૈચ્છિક કપાતપાત્રએ રકમ છે જે તમે તમારી સંમતિથી ક્લેઇમ સેટલમેન્ટ પહેલાં ચૂકવશો.

જો તમે ઉચ્ચ કપાતપાત્ર મૂલ્ય પસંદ કરો છો, તો તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પર તુલનાત્મક રીતે ઓછું પ્રીમિયમ લેવામાં આવશે. જો કે, આની અસર ચોક્કસપણે ક્લેઇમની કુલ મળવાપાત્ર રકમ (ઇન્શ્યોરર પાસેથી) પર અસર થશે.

જ્યારે તમે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરો ત્યારે આ કપાતપાત્ર પરિબળો પર પૂરતું ધ્યાન આપશો.

તમામ સમાવિષ્ટ અને બાકાત વિશિષ્ટતાઓ વિશે જાણો

એક ઉક્તિ મુજબ, વિગતોમાં જ કોઈ રહસ્યમય બાબત છૂપાયેલી હોય છે. અને એમાં તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ અપવાદ નથી. પૉલિસીના શબ્દોને કાળજીપૂર્વક વાંચો, કારણ કે તેના દ્વારા તેમાં શું શામેલ છે અને શું નથી તે તમે જાણી શકશો. આ રીતે, એ પૉલિસી પર પૈસા ખર્ચવા યોગ્ય છે કે નહીં એ તમે નક્કી કરી શકશો.

 

બજાજ આલિયાન્ઝની પસંદગી શા માટે કરવી

 

તમારી ઇન્શ્યોરન્સને લગતી જરૂરિયાતો અલગ હોઈ શકે છે, પરંતુ તમારી તમામ જરૂરીયાતો માટે હાજર છીએ. તમારે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી હોય કે પછી તેને રિન્યુ કરવી હોય, અમારા વિવિધ કવરેજ અને અતિરિક્ત લાભો વડે તમે 24x7 સુરક્ષિત છો.

વ્યાપક કવરેજ

મજેદાર તથ્ય! અમને જાણવા મળ્યું છે કે અમારા કવરેજ અને તમારી ઇન્શ્યોરન્સની જરૂરિયાતો વચ્ચે સીધો જ સંબંધ છે, જેમ તમારી જરૂરિયાતોમાં વિવિધતા વધુ, તેમ અમારું કવરેજ વધુ સારું.

પછી તે આગ હોય અથવા ભૂકંપ, વાવાઝોડું કે ઝંઝાવાત હોય (કે પછી અન્ય કોઈ કુદરતી આપત્તિ), અમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને વિસ્તૃત કવરેજ પ્રદાન કરે છે. કોઈ પ્રશ્નો પૂછવામાં આવતા નથી.

ઘરફોડી, ચોરી, રમખાણો, અકસ્માત, પરિવહનમાં નુકસાન અને અન્ય દરેક અણધારી માનવસર્જિત પરિસ્થિતિ વચ્ચે, અને તેનાથી થતાં નુકસાનના કારણને તમારે સહન ન કરવું પડે તે માટે અમે વ્યાપક કવરેજ પ્રદાન કરીશું.

ઇન્શ્યોરન્સ ધરાવતા ટૂ-વ્હીલરના માલિક માટે, અમે ₹1 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરીએ છીએ. વધુમાં, જો તમારા પરિવારના સભ્ય પણ પિલિયન રાઇડર છે, તો અમારું કવરેજ તેની પણ કાળજી લેશે.

જો થર્ડ-પાર્ટીને થયેલા નુકસાન (શારીરિક નુકસાન, મૃત્યુ અથવા તેની સંપત્તિને નુકસાન) માટે તમારું ઇન્શ્યોર્ડ વાહન જવાબદાર હોય, તો બજાજ આલિયાન્ઝ થર્ડ પાર્ટી લીગલ લાયેબિલિટી પૉલિસી તમારી મદદે આવે છે.

પૉલિસીની ત્વરિત ખરીદી અને રિન્યુઅલ

બાઇક ઇન્શ્યોરન્સની તુલના ત્વરિતપણે કરવા માંગો છો? બહુ દૂર જોવાની જરૂર નથી. બજાજ આલિયાન્ઝ સાથે, હવે તમે વિશાળ શ્રેણીની પૉલિસીઓ પર એક નજર કરી શકો છો, ખરીદી શકો છો અને અમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીને મિનિટોમાં રિન્યુ કરી શકો છો. તમારે માત્ર ક્લિક કરવાની રહેશે, બાકીનું કામ અમે કરીશું.

એનસીબીની સરળ ટ્રાન્સફર

નો ક્લેઇમ બોનસ (એનસીબી) એ તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી દરમિયાન એક જવાબદાર ડ્રાઇવર (અને ક્લેઇમ ફાઇલ ન કરનાર) હોવા માટેનો તમારો રિવૉર્ડ છે. જો તમે તમારા ભૂતપૂર્વ ઇન્શ્યોરર સાથે નો ક્લેઇમ બોનસ ભેગું કરેલ છે, તો તમે કોઈ પણ ઝંઝટ વિના તેના 50% અમારી પાસે ટ્રાન્સફર કરી શકો છો.

મદદ હંમેશા તમારી પાસે જ ઉપલબ્ધ હોય છે

શું તમને રાત્રે 12 વાગે ક્લેઇમ સંબંધિત પ્રશ્ન થયો છે?? જ્યારે અમારા નિષ્ણાતો ચોવીસે કલાક મદદ માટે હાજર છે, તો શા માટે ચિંતા કરો છો ? માત્ર અમારા ટોલ-ફ્રી નંબર પર અમારો સંપર્ક કરો અને અમે અવાજની ઝડપ કરતાં પણ વધુ ઝડપે મદદ માટે તૈયાર હોઈશું (ફિગરેટિવલી, અલબત્ત!).

કૅશલેસ ક્લેઇમનું સરળ સેટલમેન્ટ

દેશભરમાં વ્યાપેલું અમારું ગેરેજનું નેટવર્ક તમારા કૅશલેસ ક્લેઇમ સ્વીકારવા અને સેટલ કરવા માટે હંમેશા, દિવસના કોઈપણ સમયે તૈયાર છે. અહીં, પ્રક્રિયાઓ ઝડપી છે, જેથી તમારે રાહ જોવાની જરૂર નથી.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે