Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

હ્યુન્ડાઇ ક્રેટા કાર ઇન્શ્યોરન્સ ખરીદો/રિન્યુ કરો

Hyundai Creta Car Insurance

કાર ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

વાહનનો નોંધણી નંબર દાખલ કરો
કૃપા કરીને પાન કાર્ડ અનુસાર નામ દાખલ કરો
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

ભારતમાં 1996 માં જેણે પોતાની કામગીરી શરૂ કરી તેવી દક્ષિણ કોરિયન ઉત્પાદક કંપની હ્યુન્ડાઈ નું ભારતીય ઑટોમોટિવ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન રહ્યું છે. 1998 માં લૉન્ચ થયેલી તેની પ્રથમ મુખ્ય પ્રૉડક્ટ, હ્યુન્ડાઈ સેન્ટ્રો, તે ભારતીય કારના બજારમાં એક ક્રાંતિ હતી. તે દિવસથી, આ ઉત્પાદક દ્વારા બજારમાં લાવવામાં આવેલ તમામ નવા મોડેલને હંમેશા ભારતીય ઑટો ચાહકોનો પ્રેમ અને પ્રશંસા પ્રાપ્ત થયા છે. જુલાઈ 2015 માં આવેલું આવું જ એક મોડેલ છે હ્યુન્ડાઈ ક્રેટા.

હ્યુન્ડાઈ ક્રેટા માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો

વાહન ધરાવતા તમામ વ્યક્તિઓ પાસે કાયદાના અનુપાલન તેમજ આર્થિક કવરેજ માટે પૉલિસી હોવી જરૂરી છે. હ્યુન્ડાઈ ક્રેટા માટે કાર ઇન્શ્યોરન્સ બે કેટેગરીમાં ઉપલબ્ધ છે – થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ.

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ

થર્ડ-પાર્ટી પ્લાન અકસ્માત અથવા અથડામણની સ્થિતિમાં થર્ડ પર્સનને ચૂકવવી પડી શકે તેવી જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. તેમાં તેમના વાહન અથવા સંપત્તિને થયેલ નુકસાન, તેમજ ઇજાઓ અને મૃત્યુનો પણ સમાવેશ થાય છે. તેથી, હ્યુન્ડાઈ ક્રેટા ઇન્શ્યોરન્સ માટે થર્ડ-પાર્ટી પ્લાન ખરીદીને તમે કાયદાનું પાલન કરો છો. તે એક ઓછામાં ઓછી જરૂરિયાત તો છે, પરંતુ તેમાં તમારી કારને થયેલા નુકસાન માટે કોઈપણ કવરેજ ઉપલબ્ધ નથી.

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ

કોમ્પ્રિહેન્સિવ પૉલિસી માત્ર થર્ડ-પાર્ટીની જવાબદારીઓ જ નહીં, પરંતુ તમારી હ્યુન્ડાઈ ક્રેટા ને થયેલ નુકસાન માટે પણ કવરેજ પ્રદાન કરે છે. આમ, કોમ્પ્રિહેન્સિવ પ્લાન એ થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સની મર્યાદાને દૂર કરીને એક વ્યાપક ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે. કુદરતી આપત્તિઓ, માનવ-નિર્મિત ઘટનાઓ, ચોરી અને આગને કારણે થયેલું નુકસાન એ કોમ્પ્રિહેન્સિવ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી બાબતોના કેટલાક ઉદાહરણો છે.

વધુમાં, કોમ્પ્રિહેન્સિવ પ્લાનમાં વ્યક્તિગત અકસ્માત કવરેજ પણ શામેલ છે. આના વડે, અકસ્માતના કિસ્સામાં માલિક-ડ્રાઇવરને થતી ઈજાઓ માટે વળતરનો ક્લેઇમ કરી શકાય છે. પરંતુ, જો તમારી પાસે પહેલેથી જ વ્યક્તિગત અકસ્માત કવર છે, તો તમારે હ્યુન્ડાઈ ક્રેટા ના ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે તેને ફરીથી ખરીદવાની જરૂર નથી.

હ્યુન્ડાઇ ક્રેટાની વિશેષતાઓ

  • તમારા બજેટ અને ફીચરની પસંદગીના આધારે હ્યુન્ડાઈ ક્રેટા ના સાત વિવિધ પ્રકારોમાંથી પસંદ કરી શકો છો.
  • આ દરેક પ્રકારના રસ્તાઓ માટે યોગ્ય એવી, પાંચ સીટર કૉમ્પેક્ટ એસયુવી છે.
  • ઑટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ત્રણ પ્રકારના એન્જિન ઉપલબ્ધ છે.
  • આ વાહનમાં છ એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ઇએસસી), વેહિકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (વીએસએમ), હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ (એચએસી), ઑલ-વ્હીલ ડિસ્ક બ્રેક્સ અને આઇએસઓ ફિક્સ ચાઇલ્ડ સીટ એન્કર આપવામાં આવેલ છે. તેની સુરક્ષા નેટમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (ટીપીએમએસ), રૅર પાર્કિંગ કેમેરા અને ઇબીડી સાથે એબીએસ પણ શામેલ છે.
  • આ હ્યુન્ડાઈ ક્રેટા ની કેટલીક સુવિધાઓનું લિસ્ટ છે, અને તેના માલિક તરીકે, તમારી પાસે તેના રજિસ્ટ્રેશન વખતે કાર ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. મોટર વાહન અધિનિયમ હેઠળ આ ફરજિયાત છે.

હ્યુન્ડાઈ ક્રેટા માટે ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના લાભ

ઇન્શ્યોરન્સ પ્લાન વડે, તમે ઉદ્ભવતા આર્થિક નુકસાન સામે પોતાને સુરક્ષિત કરી શકો છો. તે અકસ્માતની સ્થિતિમાં થર્ડ-પાર્ટીને થયેલી ઈજા અથવા નુકસાનને કારણે હોઈ શકે છે. વધુમાં, જો તમારી કારને નુકસાન થાય તો પણ તમે આર્થિક રીતે સુરક્ષિત રહી શકો છો. 

પરંપરાગત ઑફલાઇન રીત કરતાં ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના લાભ જાણીએ:

 

1. બહુવિધ પૉલિસીઓની તુલના

તમારી હ્યુન્ડાઈ ક્રેટા માટે ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતી વખતે તમે એકથી વધુ પ્લાન હેઠળ મળતા લાભોની તુલના અને મૂલ્યાંકન કરી શકો છો. બહુવિધ પ્લાન્સની ઑફલાઇન તુલના કરવી કંટાળાજનક પ્રક્રિયા છે. એક કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર એક ઉપયોગી ટૂલ છે જેનો ઉપયોગ વિવિધ પૉલિસીઓની તુલના કરવા અને તમારી જરૂરિયાતો અનુસારની યોગ્ય પૉલિસી પસંદ કરવા માટે કરી શકાય છે. વધુમાં, કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ દરેક ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઑફર કરવામાં આવતી વિશેષતાઓને ધ્યાનમાં લઇને પૉલિસીની કિંમતોની તુલના કરવા માટે કરી શકાય છે.

 

2. કોઈ પેપરવર્ક નહીં

ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સનો અન્ય લાભ એ છે કે તમારે પૉલિસીધારક અને વાહન વિશેના કેટલાક ઑટો-પૉપ્યુલેટેડ ઇનપુટ્સ ધરાવતા લાંબા ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી. વાહનની નોંધણીની વિગતો, ચેસિસ નંબર, એન્જિન નંબર, પૉલિસીધારકનું નામ અને ઍડ્રેસ, પ્લાનનો પ્રકાર અને તમારી પૉલિસીના નૉમિની જેવી કેટલીક વિગતો ઇન્શ્યોરર દ્વારા માંગવામાં આવી શકે છે. વૈકલ્પિક રીતે, પ્લાન ઑફલાઇન ખરીદવા માટે તમારે વિવિધ સ્થળોએ આ વિગતો વારંવાર ભરવાની જરૂર પડશે, જે તેને એક કઠિન કાર્ય બનાવે છે.

 

3. સુવિધાજનક અને ત્વરિત પૉલિસી 

તમારી પૉલિસી કોઈ પણ સ્થળેથી અને કોઈપણ સમયે ખરીદવાની અને રિન્યુ કરવાની સુવિધા એ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની સૌથી ઉપયોગી બાબત છે. હવે તમારે તમારા ઇન્શ્યોરન્સ એજન્ટ અથવા ઇન્શ્યોરન્સ કંપનીના બ્રાન્ચ ઑફિસનો સંપર્ક કરવાની જરૂર નથી; તેના બદલે, તમે તે તમારી સુવિધા પ્રમાણે કરી શકો છો. વધુમાં, ઑનલાઇન ખરીદી કરવાથી, ચુકવણી પૂર્ણ કર્યા પછી તમને તરત જ તમારા ઇનબૉક્સમાં પૉલિસી પ્રાપ્ત થાય છે.

 

4. ઇન્શ્યોરન્સ કંપનીની વિશ્વસનીયતા તપાસવાની સરળતા

ઑનલાઇન પ્લાનને કારણે ઇન્શ્યોરન્સ કંપનીની વિશ્વસનીયતા તપાસવી સરળ બને છે. તમે પૉલિસીધારકો દ્વારા લખવામાં આવેલ પ્રશંસાપત્રો શોધી શકો છો અને જ્યાં ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓના ખરીદદારો દ્વારા રિવ્યૂ પોસ્ટ કરવામાં આવે છે તે ફોરમ વાંચી શકો છો. આ રીતે, ઇન્શ્યોરન્સ કંપની વિશે વાસ્તવિક પ્રતિસાદ જાણવો સરળ બની જાય છે. 

હ્યુન્ડાઈ ક્રેટા કાર ઇન્શ્યોરન્સ માટે ઉપલબ્ધ ઍડ-ઑન

ઍડ-ઑન એ વૈકલ્પિક પૉલિસી કવરેજ છે જે તમે તમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ખરીદી શકો છો. આ કવર સ્ટાન્ડર્ડ કોમ્પ્રિહેન્સિવ કાર કવરેજનો ભાગ નથી, પરંતુ હાલના કવર ઉપરાંતનું કવર છે. સ્ટાન્ડર્ડ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાનના કવરેજની મર્યાદાને દૂર કરવા માટે ઍડ-ઑન ઉપયોગી બને છે.

પ્રસ્તુત છે ખરીદી શકાય એવા ઍડ-ઑનનું લિસ્ટ:

આ તમામ ઍડ-ઑન હોન્ડા કાર ઇન્શ્યોરન્સની કિંમતમાં વધારો કરી શકે છે, પરંતુ તેઓ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

હ્યુન્ડાઇ ક્રેટા કાર ઇન્શ્યોરન્સ સામે ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

હ્યુન્ડાઇ ક્રેટા કાર ઇન્શ્યોરન્સ સામે ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

  • ક્લેઇમ ફોર્મ :

    ક્લેઇમ ફોર્મની માન્ય સહી કરેલ કૉપી.

  • ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટ :

    ઇન્શ્યોરન્સ પૉલિસીની પુષ્ટિ કરતા ડૉક્યૂમેન્ટ.

  • વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) :

    રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો અધિકૃત ડૉક્યૂમેન્ટ.

  • ડ્રાઇવિંગ લાયસન્સ :

    ઘટના સમયે ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિનું લાઇસન્સ જરૂરી છે.

  • એફઆઇઆર અથવા પોલીસ રિપોર્ટ :

    ચોરી, અકસ્માત અને મોટા નુકસાનમાં એફઆઇઆરની કૉપી.

  • રિપેરનો અંદાજ :

    ગેરેજમાંથી રિપેર નુકસાન માટે ખર્ચ ક્વોટેશનની એક કૉપી.

  • મેડિકલ રિપોર્ટ :

    ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે તમારા મેડિકલ રિપોર્ટ અને હૉસ્પિટલના બિલ સંલગ્ન છે.

  • અસલ બિલ અને રસીદ :

    રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે અસલ બિલ અને રસીદની જરૂરી છે.

  • નુકસાનના ફોટા :

    તમારી ક્ષતિગ્રસ્ત કારના પ્રમાણિત ચિત્રો.

ક્લેઇમ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નિર્ધારિત નિયમો અને શરતોને આધિન છે.

હ્યુન્ડાઇ ક્રેટા કાર ઇન્શ્યોરન્સના પ્રીમિયમને અસર કરતા પરિબળો

એવા વિવિધ પરિબળો છે જે હ્યુન્ડાઈ ક્રેટા ઇન્શ્યોરન્સના પ્રીમિયમને પ્રભાવિત કરી શકે છે :

  • વાહનનું મોડેલ અને આવરદા :

    આ એક મહત્વપૂર્ણ પરિબળ છે, કારણ કે જૂના મોડેલનું પ્રીમિયમ ઓછું હોય છે, જ્યારે નવા મોડેલનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ હોય છે.

  • ભૌગોલિક સ્થાન :

    ઉચ્ચ જોખમો અને ટ્રાફિક-લક્ષી વિસ્તારોમાં ઉચ્ચ પ્રીમિયમ હોય છે.

  • કવરેજનો પ્રકાર :

    તમે જે પ્રકારનું કવરેજ પસંદ કર્યું છે તે તમારા પ્રીમિયમને વ્યાખ્યાયિત કરે છે, કારણ કે કોમ્પ્રિહેન્સિવ વિશેષતા, થર્ડ પાર્ટી ઓન્લીના ઇન્શ્યોરન્સ કરતાં વધુ પ્રીમિયમ ધરાવે છે.

  • ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (આઇડીવી) :

    ઉચ્ચ આઇડીવી સાથે, પ્રીમિયમની કિંમત પણ વધે છે.

  • નો ક્લેઇમ બોનસ (એનસીબી) :

    ઇન્શ્યોરન્સ ક્લેઇમ એનસીબી વિકલ્પ સાથે આવે છે, જેનો અર્થ એ છે કે જો વ્યક્તિએ આ સમયગાળા દરમિયાન કોઈ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કર્યો નથી, તો તેમને બોનસ મળશે.

  • ઍડ-ઑન અને રાઇડર :

    દરેક ઍડ-ઑન સર્વિસ માટે ઉચ્ચ પ્રીમિયમ.

  • ડ્રાઇવરની ઉંમર અને અનુભવ :

    યુવાન અને ઓછા અનુભવી વ્યક્તિઓએ ઉચ્ચ પ્રીમિયમ ચૂકવવું પડશે.

  • ક્લેઇમની હિસ્ટ્રી :

    ઇન્શ્યોરન્સ માટે વારંવાર ક્લેઇમને કારણે પ્રીમિયમ વધી શકે છે.

  • સેફટી ફીચર્સ :

    જો હ્યુન્ડાઇ ક્રેટામાં ઍડવાન્સ્ડ સુરક્ષા સુવિધાઓ હોય તો પ્રીમિયમ ઓછું રહેશે.

હ્યુન્ડાઇ ક્રેટા ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે ઉલ્લેખિત પેપરવર્કની જરૂર પડે છે, અને પ્રીમિયમ શુલ્ક ઘણા પરિબળોના આધારે અલગ-અલગ હોય છે. કોમ્પ્રિહેન્સિવ કવરેજ શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે, પરંતુ તમારી ચોક્કસ જરૂરિયાતો અને બજેટને અનુરૂપ તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરવી મહત્વપૂર્ણ છે. આ માપદંડને સમજવાથી તમારી હ્યુન્ડાઇ ક્રેટા માટે ઝડપી ક્લેઇમ પ્રક્રિયા અને મહત્તમ આર્થિક સુરક્ષાની ગેરંટી મળે છે.

હ્યુન્ડાઈ ક્રેટા કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદી શકાય છે?

  1. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લો.
  2. તમારી હ્યુન્ડાઈ ક્રેટા ના મોડેલ, ઉત્પાદનની તારીખ અને રજીસ્ટ્રેશનના શહેરની વિગતો દાખલ કરો.
  3. તમારી જરૂરિયાતોના આધારે યોગ્ય પૉલિસી પસંદ કરો.
  4. ઉપરોક્ત પસંદગીઓના આધારે, તમને હ્યુન્ડાઈ ક્રેટા ઇન્શ્યોરન્સની કિંમત માટે ક્વોટ દર્શાવવામાં આવશે.
  5. જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ પ્લાન હોય, તો તમે ઍડ-ઑન કવર પસંદ કરી શકો છો અને તમારી પૉલિસીની આઇડીવી વધારી અથવા ઘટાડી શકો છો. આ પરિબળોનો ઉપયોગ હ્યુન્ડાઈ ક્રેટા કાર ઇન્શ્યોરન્સની કિંમતોની ગણતરી કરવામાં પણ કરવામાં આવે છે.
  6. એકવાર તમે તમારા પ્લાનની વિશિષ્ટતાઓના આધારે ચુકવણી કરો પછી, તમારી પૉલિસી તરત જ તમારા મેઇલબૉક્સમાં ડિલિવર કરવામાં આવે છે.

હ્યુન્ડાઇ ક્રેટા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન કેવી રીતે રિન્યુ કરવી?

  • મુલાકાત લો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની વેબસાઇટની અને તેના પર 'રિન્યુ ઑનલાઇન' ટૅબ શોધો..
  • તમારી કારના રજિસ્ટ્રેશન નંબર સાથે તમારી વર્તમાન પૉલિસીની વિગતો દાખલ કરો.
  • જો તમે તમારી કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કર્યો ન હોય, તો તમે જે 'નો ક્લેઇમ બોનસ' માટે પાત્ર છો તેની ટકાવારીને રિવ્યૂ કરો તે આવશ્યક છે.
  • એનસીબી લાભો મેળવ્યા પછી, તમે નવું કવર ઉમેરીને અને હ્યુન્ડાઈ ક્રેટા કાર ઇન્શ્યોરન્સની કિંમતમાં વધારો કરતા બિનજરૂરી ઍડ-ઑન દૂર કરીને તમારી પૉલિસીના કવરેજને રિવ્યૂ કરી શકો છો.
  • એકવાર તમે પૉલિસી કવરેજને રિવ્યૂ કરી લો, પછી એન્ડોર્સમેન્ટ ફાઇલ કરવાનું ટાળવા માટે, કોઈ ફેરફારના કિસ્સામાં તમારી વ્યક્તિગત વિગતોની ચકાસણી કરો.
  • હ્યુન્ડાઈ ક્રેટા ઇન્શ્યોરન્સ કિંમતનો ક્વોટ મેળવવા માટે ઉપરોક્ત વિગતો સબમિટ કરો.
  • અંતે, ચુકવણી કરો અને તમારા ઇનબૉક્સમાં તરત જ તમારી પૉલિસી પ્રાપ્ત કરો.

હ્યુન્ડાઇ ક્રેટા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ક્લેઇમ કેવી રીતે કરવો?

  • સૌ પ્રથમ, તમારી ઇન્શ્યોરન્સ કંપનીને નુકસાનની જાણ કરો અને તમારો ક્લેઇમ રજિસ્ટર કરો.
  • એકવાર તમારો ક્લેઇમ રજિસ્ટર્ડ થયા પછી, ઇન્શ્યોરન્સ કંપની એક યુનિક ક્લેઇમ રજિસ્ટ્રેશન નંબર જારી કરે છે, જેનો ઉપયોગ તમારી ક્લેઇમ એપ્લિકેશનને ટ્રૅક કરવા માટે કરી શકાય છે.
  • હવે, પૉલિસીના પ્રકારના આધારે, પ્રક્રિયા અલગ હોઈ શકે છે. કૅશલેસ પ્લાન માટે, તમારે તમારા વાહનને રિપેર કરવા કોઈ નેટવર્ક ગેરેજમાં લઈ જવાનું રહેશે. જો કે, કોઈપણ રિપેરીંગ કરતા પહેલાં, ઇન્શ્યોરન્સ સર્વેક્ષક દ્વારા નુકસાનનું નિરીક્ષણ કરવામાં આવે છે અને રિપેરીંગની મંજૂરી આપવામાં આવે છે. રિઇમ્બર્સમેન્ટ પ્લાન માટે, આવી કોઈ શરત નથી, અને તમે તમારી આસપાસના કોઈપણ સર્વિસ ગેરેજમાં તમારા વાહનને રિપેર કરાવી શકો છો. રિપેરીંગ નેટવર્ક ગેરેજમાં કરાવવું ફરજિયાત નથી.
  • કૅશલેસ ક્લેઇમના કિસ્સામાં, તમારા ઇન્શ્યોરરને રિપેરીંગની જરૂરી વિગતો સર્વિસ ગેરેજ દ્વારા મોકલવામાં આવશે, જ્યારે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે, પૉલિસીધારકે, એટલે કે તમારે ક્લેઇમ દાખલ કરતી વખતે ઇન્શ્યોરરને રિપેરીંગના બિલ પ્રદાન કરવાના રહેશે.
  • મંજૂર થયેલ ક્લેઇમના આધારે, ઇન્શ્યોરર દ્વારા ચુકવણી કરવામાં આવે છે, અને બાકીની રકમ તમારે ચુકવવાની રહે છે.

હ્યુન્ડાઈ ક્રેટા કાર ઇન્શ્યોરન્સ: તેમાં સમાવિષ્ટ અને બાકાત બાબતો

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

થર્ડ-પાર્ટીની ઈજા, મૃત્યુ અને અપંગતા.

થર્ડ-પાર્ટીની સંપત્તિને થયેલ નુકસાન.

કારને પહોંચેલું સંપૂર્ણ નુકસાન.

કુદરતી અને માનવ-નિર્મિત આપત્તિઓ સામે સુરક્ષા.

વ્યક્તિગત અકસ્માત કવર (ફરજિયાત; પરંતુ જો તમારી પાસે પહેલેથી જ હોય તો ખરીદવાની જરૂર નથી).

1 of 1

માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વગર ડ્રાઇવિંગ.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ.

કારને સામાન્ય રીતે પહોંચતો ઘસારો.

કારને થયેલ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ નુકસાન.

નશાકારક પદાર્થોના પ્રભાવ હેઠળ કાર ચલાવવી.

 નિર્દિષ્ટ ભૌગોલિક વિસ્તારની બહાર પહોંચેલું નુકસાન અથવા ક્ષતિ.

કારના નિર્ધારીત હેતુ સિવાયના કામ માટે ઉપયોગ કરતા સમયે થયેલું નુકસાન. 

1 of 1

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમે હ્યુન્ડાઈ ક્રેટા માટે કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદી શકો છો?

ખરીદવો ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ આજના સમયમાં સીધું અને સરળ છે. તમારી પાસે બે વિકલ્પો છે - ઇન્શ્યોરન્સ તમારા ઘરની સુવિધાથી ઑનલાઇન ખરીદવો અથવા પરંપરાગત પદ્ધતિ પસંદ કરવી, જેમાં ઇન્શ્યોરરની શાખા કચેરીની મુલાકાત લેવી અથવા તમારા ઇન્શ્યોરન્સ એજન્ટ સાથે અપૉઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવી. 

હ્યુન્ડાઈ ક્રેટા નો ઇન્શ્યોરન્સ ખરીદવો શા માટે જરૂરી છે?

મોટર વાહન અધિનિયમ 1988 દ્વારા નિર્ધારિત નિયમો મુજબ, તમારા ફોર-વ્હીલરને ઇન્શ્યોર કરવું ફરજિયાત છે. તે માત્ર કાનૂની જરૂરિયાત જ નથી, પરંતુ અકસ્માત, ચોરી, કુદરતી આપત્તિઓ અને માનવ-સર્જિત ઘટનાઓના માધ્યમથી તમારી કારને થર્ડ-પાર્ટીની જવાબદારીઓ અને નુકસાન માટે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવામાં પણ મદદ કરે છે.

શું માન્ય ઇન્શ્યોરન્સ પ્લાન ન હોવા માટે કોઈ દંડ છે?

ઇન્શ્યોરન્સ વગર કાર ચલાવવાના પ્રથમ વખતના અપરાધ માટે ₹2000 નો દંડ અને/અથવા ત્રણ મહિના સુધીનો કારાવાસ થઈ શકે છે. વારંવાર કરવામાં આવતા અપરાધો માટે, દંડ વધીને ₹4000 અને/અથવા ત્રણ મહિના સુધીના કારાવાસની સજા થશે.

હ્યુન્ડાઇ કાર ઇન્શ્યોરન્સની કિંમતો શા માટે અલગ હોય છે?

હ્યુન્ડાઇ ક્રેટા ઇન્શ્યોરન્સની કિંમતો મોડેલ, કવરેજનો પ્રકાર, વિશેષતાઓ અને એન્જિન સહિતના અન્ય અતિરિક્ત પ્રકારોના આધારે અલગ હોય છે.

મારી હ્યુન્ડાઇ ક્રેટા માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ શા માટે શ્રેષ્ઠ છે?

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ચોરી, નુકસાન અને અકસ્માત માટે કવરેજ પ્રદાન કરે છે અને થર્ડ-પાર્ટીની જવાબદારીઓ માટે પણ કવરેજ પ્રદાન કરે છે.

હ્યુન્ડાઇ ક્રેટા માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનો ન્યૂનતમ સમયગાળો કેટલો છે?

ક્રેટા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનો મૂળભૂત સમયગાળો એક વર્ષ છે, જે કવરેજથી લઈને કાનૂની અનુપાલન સુધીના દરેક ખર્ચને આવરી લે છે.

શું હ્યુન્ડાઇ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ રોડસાઇડ સહાય કવર કરવામાં આવશે?

રોડસાઇડ આસિસ્ટન્સ એ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ માટે ઉપલબ્ધ એક ઍડ-ઑન કવર છે. તે કારના બ્રેકડાઉન અથવા અન્ય ઇમરજન્સી દરમિયાન માલિકોને સપોર્ટ કરે છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે