રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ટાટા મોટર્સ, એક વૈશ્વિક ઑટોમોબાઇલ ઉત્પાદક, જે ભારતમાં પણ એક અગ્રણી નામ છે. ટાટા કારના કાફલામાં વિવિધ પ્રકારની સેડાન તેમજ એસયુવી સાથે, તેઓ સાહસિક લોકો માટે તેમજ સ્ટાઇલ સાથે પરફોર્મન્સ ઈચ્છતા લોકો માટે સૌપ્રથમ પસંદગી છે.
તમે પહેલેથી જ ટાટા મોટર્સની કારના ગૌરવાન્વિત માલિક હોવ કે તેને ખરીદવાનું આયોજન કરતા હોવ, સુનિશ્ચિત કરો કે તમે તેને યોગ્ય ઇન્શ્યોરન્સ પ્લાન સાથે કવર કરો.
તમારી ટાટા કાર માટે બે પ્રકારના કાર ઇન્શ્યોરન્સ ખરીદી શકાય છે:
થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ મૂળભૂત ઇન્શ્યોરન્સ કવરેજ છે, જે તમારે 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ ખરીદવું આવશ્યક છે. આ પૉલિસી ખાસ કરીને થર્ડ પાર્ટીને થયેલા નુકસાન માટે કવરેજ પ્રદાન કરવા ડિઝાઇન કરાયેલ છે, જેમાં તેમના વાહન અને સંપત્તિને થયેલ નુકસાનનો સમાવેશ થાય છે. તે થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ અને મૃત્યુને પણ કવર કરે છે. કાનૂની આદેશના અનુપાલન માટે, આ પૉલિસી સાથે પર્સનલ એક્સિડન્ટ કવર ખરીદવું ફરજિયાત છે.
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી એક જ પૉલિસી હેઠળ પોતાના નુકસાન અને થર્ડ-પાર્ટીના નુકસાન બંને માટે કવરેજ પ્રદાન કરે છે. પોતાના નુકસાનમાં અકસ્માત, કુદરતી અથવા માનવસર્જિત આપત્તિઓ, આગ અને ચોરીને કારણે થયેલ નુકસાનનો સમાવેશ થઈ શકે છે. તમે ઍડ-ઑન ઉમેરીને પૉલિસીના કવરેજમાં વધારો પણ કરી શકો છો. જો કે, એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીની તુલનામાં આ પૉલિસીનો ખર્ચ વધુ હોય છે.
ચાલો, તમારા તદ્દન નવા ટાટા વાહન માટે ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના ફાયદાઓ વિશે જાણીએ:
ઑનલાઇન મોટર ઇન્શ્યોરન્સ ખરીદવાના નોંધપાત્ર લાભોમાંથી એક છે કે તે ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે. તમે તમારા મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને કોઈપણ સમયે અને ક્યાંય પણ પૉલિસી ખરીદી શકો છો. ઇન્શ્યોરરની વેબસાઇટની મુલાકાત લઈને અથવા તેમની એપનો ઉપયોગ કરીને, તમે માત્ર થોડા સરળ પગલાંમાં ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો છો, ત્યારે તમને ખર્ચમાં બચતનો લાભ મળે છે. ઇન્શ્યોરર પાસેથી સીધી પૉલિસી ખરીદવાથી એજન્ટો જેવા મધ્યસ્થીઓની જરૂરિયાત દૂર થાય છે, પરિણામે ઑફલાઇન પૉલિસીની તુલનામાં ટાટા કાર ઇન્શ્યોરન્સની કિંમત ઘટે છે.
જો તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિની તારીખ નજીક હોય, તો તમે તેને ઇન્શ્યોરરની વેબસાઇટ પર ઝડપથી રિન્યુ કરી શકો છો. વેબસાઇટ પર 'પૉલિસી રિન્યુઅલ' ટૅબ પર જઈને, તમે માત્ર થોડા સરળ પગલાંમાં રિન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
થર્ડ-પાર્ટી અને કુદરતી આફતો દ્વારા થયેલા નુકસાન માટે કવરેજ પ્રદાન કરવા ઉપરાંત, ટાટા કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ તમને તમારી પૉલિસીના કવરેજમાં વધારો કરવા માટે વિવિધ ઍડ-ઑન ઉમેરવાની સુવિધા આપે છે. અહીં કેટલાક ઍડ-ઑન સૂચિબદ્ધ છે, જેમાંથી તમે પસંદગી કરી શકો છો:
તમે ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન , પસંદ કરીને, તમારા ક્લેઇમ માટે ડેપ્રિશિયેશનને કારણે કોઈપણ કપાત વિના મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરી શકો છો. તે સુનિશ્ચિત કરે છે કે અકસ્માતના કિસ્સામાં કોઈપણ પાર્ટના રિપ્લેસમેન્ટ માટે તમને સંપૂર્ણ રકમ મળે.
માર્ગ પર વાહન ખોટકાઈ જવાના કિસ્સામાં આ ઍડ-ઑન ઉપયોગી બને છે. તમે તમારા ઇન્શ્યોરર પાસેથી 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસનો લાભ લઈ શકો છો. તેમાં ઇંધણની ડિલિવરી, બૅટરીને જમ્પ-સ્ટાર્ટ કરવી અને તમારી કારને નજીકના ગેરેજ સુધી ટોઇંગ કરીને લઈ જવા જેવી સર્વિસ શામેલ છે.
જો તમારાથી અકસ્માતે તમારી કારની ચાવી ખોવાઈ જાય, તો, કી રિપ્લેસમેન્ટ ઍડ-ઑન સુનિશ્ચિત કરે છે કે નવી ચાવી મેળવવામાં લાગતા ખર્ચ વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા ઇન્શ્યોરર, જ્યાં સુધી તમને તમારા ડીલર પાસેથી નવી ચાવી ના મળે ત્યાં સુધી, તમને ઉપયોગ કરવા માટે હંગામી ચાવી પ્રદાન કરશે.
આ એન્જિન પ્રોટેક્શન ઍડ-ઑન , સાથે, તમારી કારના એન્જિનની યોગ્ય કામગીરીને અસર કરી શકે તેવા કોઈપણ નુકસાન અથવા સમસ્યાઓને કવર કરવામાં આવે છે. આ ઍડ-ઑન ખાસ કરીને કઠોર હવામાનની સ્થિતિઓ ધરાવતા વિસ્તારોમાં રહેતા અથવા વારંવાર જળભરાવની સમસ્યાઓનો સામનો કરતા લોકો માટે ઉપયોગી હોઈ શકે છે.
Tata કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે અનેક ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની જરૂર છે, જેનાથી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બને અને તેના પર સરળ કામગીરી સુનિશ્ચિત થશે.
કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે જરૂરી પ્રમુખ ડૉક્યૂમેન્ટ નીચે આપેલ છે:
તમારી ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરવા માટે અધિકૃત વેબસાઇટ પરથી ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ કરો.
તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટની કૉપી મેળવો અને તેને તમારા ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે સબમિટ કરો.
ઘટનાના સમયે કાર ચલાવતા વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે.
તમે જેના માટે ક્લેઇમ કરવા માંગો છો તે કાર તમારી માલિકીની છે તે સાબિત કરવા માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કૉપી.
તમારે ક્લેઇમ કરવા માટે, સંબંધિત પોલીસ સ્ટેશનનો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) હોવો જરૂરી છે.
રિઇમ્બર્સમેન્ટ માટે, તમારા રિપેર સંબંધિત બિલ અને ખર્ચની કૉપી બતાવવી જરૂરી છે.
A નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ની જરૂર છે, અને સામાન્ય રીતે તમારા ફાઇનાન્સર અથવા ઇન્શ્યોરન્સ ક્લેઇમ જારીકર્તા દ્વારા જારી કરવામાં આવે છે.
કાર અકસ્માતમાં, જો તમને ઈજા થઈ હોય અથવા મેડિકલ સારવાર પર ખર્ચ થયો હોય, તો રિપોર્ટ અને આવા ડૉક્યૂમેન્ટ રજૂ કરવા જરૂરી છે.
ક્લેઇમની રકમને તમારી બેંકમાં સીધા ટ્રાન્સફર કરવા માટે કૅન્સલ કરેલ ચેક.
નીચે જણાવેલ લાભો માટે TATA કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો:
TATA કારનું આ કવરેજ તમને વિવિધ પ્રકારની અણધારી પરિસ્થિતિઓ જેમ કે ચોરી, થર્ડ પાર્ટી, માનવ-નિર્મિત, કુદરતી અને અન્ય આફતો દ્વારા થતા કારના નુકસાન દરમિયાન નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે. તે કોઈપણ અકસ્માતમાં થર્ડ પાર્ટી માટેની જવાબદારીઓને પણ કવર કરે છે.
કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાથી ખર્ચામાં કાપ મૂકવામાં મદદ થાય છે, કારણ કે તેના લીધે વચેટિયાઓનો ખર્ચ ઘટી જાય છે. ઑનલાઇન રિન્યુઅલ અને ખરીદી દરમિયાન ઘણીવાર છૂટ અને ઑફર મળે છે.
ઝીરો ડેપ્રિશિયેશન કવર, એન્જિન પ્રોટેક્શન અને રોડસાઇડ આસિસ્ટન્સ જેવા વિવિધ અતિરિક્ત લાભો છે, જે તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ હશે.
Tata કાર ઇન્શ્યોરન્સ તમને નેટવર્ક ગેરેજ પર કૅશલેસ ક્લેઇમ સર્વિસ પ્રદાન કરે છે, જે કોઈપણ અતિરિક્ત ખર્ચ વગર રિપેર પ્રક્રિયાને સરળ બનાવે છે.
પૉલિસી ખરીદવાની અને રિન્યુ કરવાની ઑનલાઇન પ્રક્રિયા ઝડપી અને યૂઝર-ફ્રેન્ડલી છે, જે તમારી અનુકૂળતા મુજબ કરી શકાય છે.
તમારા વાહનનું ઇન્શ્યોરન્સ હોય એ સુનિશ્ચિત કરવાથી તમે કાયદાકીય રીતે સુરક્ષિત બનવામાં મદદ મળે છે, જે તમને કોઈપણ કાનૂની સમસ્યા વિના કોઈપણ દંડથી બચાવે છે.
ટાટા કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવો એ એક ઝંઝટ-મુક્ત પ્રક્રિયા છે, જેમાં કેટલાક સરળ પગલાં છે. તમે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન ખરીદવા માટે આ પગલાંને અનુસરી શકો છો:
કોઈપણ પૉલિસી ખરીદતા પહેલાં, તેની અંદાજિત કિંમત જાણવા માટે કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ તમને તમારી જરૂરિયાતો અને બજેટને સૌથી વધુ અનુકૂળ હોય તેવા કવરેજ વિશે માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરશે.
તમારી ટાટા કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવા માટે, તમે આ સરળ પગલાંને અનુસરી શકો છો:
આ પગલાંને અનુસરીને, તમે ઇન્શ્યોરરની ઑફિસ અથવા એજન્ટની મુલાકાત લીધા વિના, કોઈપણ સ્થળેથી સુવિધાજનક રીતે તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો. કોઈપણ દંડથી બચવા અને અવિરત કવરેજ સુનિશ્ચિત કરવા માટે સમયસર તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવી મહત્વપૂર્ણ છે.
તમારી Tata Punch ઇન્શ્યોરન્સ પૉલિસીનું રિન્યુઅલ વિવિધ પરિબળો માટે મહત્વપૂર્ણ છે:
રિન્યુઅલ પ્રક્રિયા તમને તમારી કારના કોઈપણ નુકસાન, ચોરી અથવા અકસ્માતના સંદર્ભમાં આર્થિક સ્થિરતા આપે છે.
રિન્યુઅલ પ્રક્રિયા માટે તમે બંધાયેલા છો અને તેના દ્વારા કોઈપણ કાનૂની સમસ્યાઓથી સુરક્ષિત રહો છો, કારણ કે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ તમારી કારની કાયદેસરતા ફરજિયાત છે.
રિન્યુઅલ સાથે, તમે કારમાં આવતા અણધાર્યા ખર્ચ, સામાન્ય રીતે અકસ્માત, ચોરી અથવા કારને કોઈપણ નુકસાનથી પોતાને બચાવો છો.
રિન્યુઅલ તમને તમારા ફાઇનાન્સને પ્રભાવી રીતે સુરક્ષિત કરવા માટે તમામ અતિરિક્ત ફેરફારો સાથે અપડેટ અને અપગ્રેડ મેળવવાનો લાભ આપે છે.
કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ બે પ્રકારના હોઈ શકે છે: કૅશલેસ ક્લેઇમ અને રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ. આ બંને પ્રકારના ક્લેઇમ દાખલ કરવાની પ્રક્રિયા અલગ અલગ છે અને તેના માટે તમારે અનુસરવાના પગલાં અહીં આપેલ છે:
જો તમે કૅશલેસ ક્લેઇમ દાખલ કરવા માંગતા હોવ, તો આ પગલાંને અનુસરો:
રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ દાખલ કરવાના પગલાં કૅશલેસ ક્લેઇમ જેવા જ છે, માત્ર સહેજ તફાવત છે:
|
હા, ભારતમાં તમામ કાર માટે કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, ભારતીય રસ્તાઓ પર ચલાવવામાં આવતી દરેક કાર માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. જો તમને માન્ય ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરતા પકડવામાં આવે, તો તમને અધિકારીઓ દ્વારા દંડિત કરી શકાય છે. તેથી, ભારતમાં કાયદાના અનુપાલન માટે અને કોઈપણ અણધારી પરિસ્થિતિઓના કિસ્સામાં નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી મહત્વપૂર્ણ છે.
ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ હેઠળ, તમે પંક્ચર થયેલ ટાયર રિફિલ કરવું અથવા બદલવું, ટાંકી ખાલી થવાના કિસ્સામાં ઇંધણ પ્રદાન કરવું, ડેડ બૅટરી ચાર્જ કરવી, અને જો તમારી કારને ઘટનાસ્થળે રિપેર કરી શકાતી ના હોય તો નજીકના ગેરેજ સુધી મફતમાં ટોઇંગ કરીને લઈ જવાની વ્યવસ્થા કરવા જેવી વિવિધ સર્વિસનો લાભ લઈ શકો છો. ડ્રાઇવિંગ કરતી વખતે કાર અચાનક ખોટકાઈ જાય, તો આ સર્વિસ દ્વારા સમસ્યાઓ પાર પડી શકે છે.
તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવા માટે, તમે ઘણા પગલાં લઈ શકો છો. કેટલીક બાબતો નીચે આપેલ છે:
· બિનજરૂરી ઍડ-ઑનને કાઢી નાંખો: તમારી પૉલિસીને રિવ્યૂ કરો અને તમારા માટે બિનજરૂરી ઍડ-ઑનને કાઢી નાંખો. આનાથી પ્રીમિયમની રકમ ઓછી થશે.
· સુરક્ષા ડિવાઇસ ઉમેરો: એન્ટી-થેફ્ટ ડિવાઇસ, એરબૅગ અને એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ જેવા સુરક્ષા ડિવાઇસ ઇન્સ્ટૉલ કરવાથી તમારું પ્રીમિયમ ઓછું થઈ શકે છે. આ ડિવાઇસ તમારી કારને સુરક્ષિત બનાવે છે, જે અકસ્માત અને ચોરીના જોખમને ઘટાડે છે.
· તમારી સ્વૈચ્છિક કપાતપાત્રમાં વધારો કરો: તમારી સ્વૈચ્છિક કપાતપાત્ર રકમ વધારવાથી તમારું પ્રીમિયમ ઓછું થઈ શકે છે. કપાતપાત્ર એટલે ઇન્શ્યોરન્સના લાભો મેળવતા પહેલાં તમારે પોતાના ખિસ્સામાંથી ચૂકવવી પડે તે રકમ છે.
· સારો ડ્રાઇવિંગ રેકોર્ડ જાળવવું: સારો ડ્રાઇવિંગ રેકોર્ડ જાળવવાથી તમારા પ્રીમિયમને ઘટાડવામાં મદદ થઈ શકે છે. જો તમે કોઈપણ અકસ્માત અથવા ટ્રાફિક ઉલ્લંઘન વિના સુરક્ષિત રીતે ડ્રાઇવિંગનો ઈતિહાસ ધરાવતા હોવ, તો તમને છૂટ મળી શકે છે.
· નજીવા નુકસાન માટે ક્લેઇમ દાખલ ન કરવો: જો નુકસાન મામૂલી હોય અને સરળતાથી રિપેર કરી શકાય, તો ક્લેઇમ દાખલ ના કરવો એ વધુ યોગ્ય રહેશે. આ તમને તમારા નો-ક્લેઇમ બોનસને જાળવવામાં મદદ કરશે, જે ક્લેઇમ ન કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતી છૂટ છે.
આ પગલાંને અનુસરીને, તમે તમારું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘટાડી શકો છો અને પૈસા બચાવી શકો છો.
તમારી કારના ઇંધણનો પ્રકાર, ક્યુબિક ક્ષમતા, તમારો ડ્રાઇવિંગ રેકોર્ડ અને તમારા ભૌગોલિક સ્થાન સહિત ઘણા પરિબળો તમે ચૂકવતા ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમને પ્રભાવિત કરે છે.
થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી સંપત્તિ અથવા વ્યક્તિઓને થયેલા નુકસાન અથવા ઈજાઓ માટે કવરેજ પ્રદાન કરે છે, પરંતુ તે તમારા પોતાના વાહનને થતા નુકસાન માટે કવરેજ પ્રદાન કરતો નથી.
Tata કાર ઇન્શ્યોરન્સની કિંમત સામાન્ય રીતે વિવિધ પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે. મુખ્ય પરિબળો તમારી કારનું મોડેલ, તે કેટલી જૂની છે તે સમય અને તમે જે શહેરમાં રહો છો તે શહેર છે. વધુમાં ડ્રાઇવિંગ હિસ્ટ્રી, કવરેજના પ્રકારો અને અન્ય પરિબળો ખર્ચ અને ઇન્શ્યોરન્સની કિંમત પર અસર કરી શકે છે.
નો-ક્લેઇમ બોનસ (એનસીબી) એ ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા પ્રદાન કરવામાં આવતા લાભ અથવા ડિસ્કાઉન્ટ સમાન છે. તે સામાન્ય રીતે એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સના સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કર્યો ના હોય.
સારા ડ્રાઇવિંગ રેકોર્ડ વડે તમારી Tata Safari ઇન્શ્યોરન્સની કિંમત ઘટાડો, જેમાં વિવિધ બોનસ હોય છે. ઉચ્ચ કપાતપાત્ર, એન્ટી-થેફ્ટ સેટિંગ અને વધારેલી સુરક્ષા જેવા વિકલ્પો પસંદ કરવાથી પણ કિંમત ઘટી શકે છે.
તમે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને સરળતાથી ઑનલાઇન મેળવી શકો છો. આ માટે તમે TATA કાર ઇન્શ્યોરન્સ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, પૉલિસી ડાઉનલોડ સેક્શન પર સ્ક્રોલ કરી શકો છો અને તમારી પૉલિસીની કૉપી મેળવી શકો છો.
તમારા ડેટાનું રિન્યુઅલ માત્ર થોડી મિનિટોનું કાર્ય છે, જે માત્ર અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અને જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરીને કરી શકાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો