રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
તમારે સ્કૂટર કે બાઇક જે પણ જોઈતું હોય, ટીવીએસ મોટર કંપની પાસે તમારી જરૂરિયાતો મુજબ વિવિધ પ્રૉડક્ટ ઉપલબ્ધ છે. આ શોના કેટલાક લોકપ્રિય નામોમાં જ્યુપિટર, અપાચે, રોનીન, અને સ્કૂટી શામેલ છે. કંપની દેશમાં ટૂ-વ્હીલર ક્ષેત્રે ત્રીજું સૌથી મોટું ઉત્પાદક બનવાનો દાવો કરે છે. તે મિડલ ઇસ્ટ, સેન્ટ્રલ અને લેટિન અમેરિકા અને ભારતીય ઉપખંડ જેવા અન્ય પ્રદેશોમાં પણ કાર્યરત છે.
તમારી પાસે પહેલેથી જ ટીવીએસ ટૂ-વ્હીલર હોય કે તે ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ, તો યાદ રાખો કે તેનું મેઇન્ટેનન્સ અને સાચવણી એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. તેને શક્ય તેટલી શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા માટે એ સુનિશ્ચિત કરો કે કોઈપણ ભાવિ ખર્ચ અથવા તે દુર્ઘટનાઓના પરિણામો કવર કરેલ હોય. આ માટે, ઇન્શ્યોરન્સ મદદ કરી શકે છે. જો તમે તમારી બાઇકના નુકસાન સામે નાણાંકીય સુરક્ષા મેળવવા માંગતા હોવ, તો તમારે ટીવીએસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ.
આકર્ષક સુવિધાઓ ધરાવતી આ બાઇક આર્થિક રીતે એક વાજબી ખરીદી સાબિત થઈ શકે છે. શીખવામાં સરળ અને ઇંધણની બચતની સુવિધા સાથે, તે તમારા માટે પરિવહન માટેનું એક સરસ માધ્યમ છે. જ્યારે તમે ટીવીએસ ની બાઇક ખરીદી રહ્યા હોવ, ત્યારે તમારે તેના માટે ખરીદવી જોઈએ એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી.
થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એ સૌથી મૂળભૂત પ્રકારનો ઇન્શ્યોરન્સ છે, જે મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ ફરજિયાત છે. આ પ્રકારનો ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને થયેલા નુકસાન અથવા ઈજાઓના કિસ્સામાં પૉલિસીધારકની કાનૂની જવાબદારીને કવર કરે છે. તમારી ટીવીએસ બાઇક સાથે સંકળાયેલ અકસ્માતની સ્થિતિમાં, જો અકસ્માતના પરિણામે થર્ડ-પાર્ટીને નુકસાન અથવા ઈજાઓ થાય, તો પૉલિસીની કવરેજ લિમિટ સુધીના નુકસાન અને ઈજાઓના ખર્ચને ઇન્શ્યોરન્સ પૉલિસી કવર કરશે. જો કે, ટીવીએસ બાઇક માટે થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ તમારી પોતાની ટીવીએસ બાઇકના નુકસાનને કવર કરતો નથી.
કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ એક ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે થર્ડ-પાર્ટીની જવાબદારીઓ અને તમારી પોતાની ટીવીએસ બાઇકના નુકસાનને કવર કરે છે. થર્ડ-પાર્ટીની જવાબદારીઓને કવર કરવા ઉપરાંત, આ પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી અકસ્માત, પૂર, ભૂકંપ વગેરે જેવી કુદરતી આપત્તિઓ અને રમખાણ, ચોરી, આગ વગેરે જેવી માનવ-સર્જિત આપત્તિઓને કારણે તમારી ટીવીએસ બાઇકને થયેલા નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે. તે અકસ્માતના પરિણામે મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં, પૉલિસીધારક માટે વ્યક્તિગત અકસ્માત કવર પણ પ્રદાન કરે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ,જે ટીવીએસ બાઇક માટે છે, તેમાં ઝીરો ડેપ્રિશિયેશન કવર, પિલિયન રાઇડર કવર, એન્જિન પ્રોટેક્શન કવર અને અન્ય વિવિધ ઍડ-ઑન સાથે કસ્ટમાઇઝેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે, ત્યારે કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે વધુ વિસ્તૃત કવરેજ પ્રદાન કરે છે અને તમારી ટીવીએસ બાઇક માટે વધુ નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે.
તમે પસંદ કરેલી ટીવીએસ ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાવિષ્ટ અને બાકાત બાબતોને સમજવા માટે, પૉલિસી ડૉક્યૂમેન્ટને કાળજીપૂર્વક વાંચવું મહત્વપૂર્ણ છે. આ તમને ક્લેઇમની પ્રક્રિયા દરમિયાન કોઈપણ અણધાર્યા આંચકા ટાળવામાં અને કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના કિસ્સામાં તમને પૉલિસી તરફથી મહત્તમ લાભો પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સાથે ઘણા ઍડ-ઑન કવર ઉપલબ્ધ છે, જે મૂળભૂત ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતી સુરક્ષામાં વધારો કરી શકે છે. પ્રસ્તુત છે અહીં કેટલાક સૌથી સામાન્ય ઍડ-ઑન:
આ ઍડ-ઑન બાઇકના એન્જિન અને તેના પાર્ટને પાણીના ભરાવા અથવા ઑઇલ લીકેજ દ્વારા થતા નુકસાન સામે સુરક્ષિત કરે છે.
આ ઍડ-ઑન કવર સુનિશ્ચિત કરે છે કે ક્લેઇમ સેટલમેન્ટ સમયે બાઇકના પાર્ટની ડેપ્રિશિયેશન વેલ્યૂ ગણતરીમાં લેવામાં ના આવે. આનો અર્થ એ છે કે કોઈપણ નુકસાન અથવા રિપેરના કિસ્સામાં તમને ક્લેઇમની વધુ રકમ મળશે.
આ ઍડ-ઑન આકસ્મિક ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં પિલિયન રાઇડરને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.
આ ઍડ-ઑન ટાયર પંક્ચર, બૅટરી બ્રેકડાઉન અથવા અકસ્માત જેવી ઇમરજન્સીના કિસ્સામાં 24x7 સહાય પ્રદાન કરે છે.
નો ક્લેઇમ બોનસ ઍડ-ઑન ક્લેઇમના કિસ્સામાં તમારા એનસીબીને સુરક્ષિત કરે છે અને સુનિશ્ચિત કરે છે કે તમને સંચિત બોનસના સંપૂર્ણ લાભો પ્રાપ્ત થાય.
આ ઍડ-ઑન સુનિશ્ચિત કરે છે કે સંપૂર્ણ નુકસાન અથવા ચોરીના કિસ્સામાં તમને બાઇકની બિલ મુજબ સંપૂર્ણ વેલ્યૂ પ્રાપ્ત થાય.
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે દરેક ઍડ-ઑન અતિરિક્ત પ્રીમિયમ સાથે આવે છે, અને કવરેજ અને ઇન્શ્યોરરના આધારે તેમની કિંમત અલગ હોય છે. તેથી, કોઈપણ ઍડ-ઑન પસંદ કરતા પહેલાં તમારી જરૂરિયાતોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જરૂરી છે.
તમારા ટીવીએસ ટૂ-વ્હીલર માટે ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવો એ એક સરળ અને સુવિધાજનક પ્રક્રિયા છે. તમે અહીં જણાવેલ પગલાં અનુસરી શકો છો:
પૉલિસી ખરીદતા પહેલાં વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતી પૉલિસીઓ અને પ્રીમિયમની તુલના કરવી જરૂરી છે. આની મદદથી તમે વ્યાજબી કિંમતે તમારી જરૂરિયાતો અનુસારની યોગ્ય પૉલિસી શોધી શકો છો.
તમારા ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સને ઑનલાઇન સરળતાથી અને ઝડપથી રિન્યુ કરાવી શકાય છે. તમે અહીં જણાવેલ પગલાં અનુસરી શકો છો:
કવરેજ મળતું અટકી ન જાય તે માટે તમારી વર્તમાન પૉલિસીની સમાપ્તિ તારીખ પહેલાં તમારા ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સને રિન્યુ કરવાની ભલામણ કરવામાં આવે છે. તમે તમારી પૉલિસીને રિન્યુ કરતા પહેલાં અન્ય ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ દ્વારા ઑફર કરવામાં આવતી વિવિધ પૉલિસીઓના પ્રીમિયમ અને વિશેષતાઓની પણ તુલના કરી શકો છો.
તમે આ સરળ પગલાંઓને અનુસરીને ટીવીએસ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરી શકો છો:
કોઈપણ વિલંબ અથવા જટિલતાઓને ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે ક્લેઇમ ફાઇલ કરવો જરૂરી છે. ઉપરાંત, પ્રક્રિયાને સરળ બનાવવા માટે ક્લેઇમ ફાઇલ કરતા પહેલાં તમારી પાસે તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ અને વિગતો તૈયાર રાખો.
ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરતી વખતે તમારે સામાન્ય રીતે નીચેના ડૉક્યૂમેન્ટ પ્રદાન કરવાના રહેશે:
નોંધ કરો કે ક્લેઇમની પરિસ્થિતિઓ અનુસાર જરૂરી ડૉક્યૂમેન્ટ અલગ હોઈ શકે છે, તેથી તેમની ચોક્કસ જરૂરિયાતો માટે ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી માહિતી મેળવવી યોગ્ય છે.
|
ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ વિવિધ પરિબળો, જેમ કે બાઇકનું મોડેલ, બાઇકની ખરીદીને થયેલ સમય, તેના રજિસ્ટ્રેશનનું સ્થાન, પસંદ કરેલ કવરેજનો પ્રકાર અને પસંદ કરેલા ઍડ-ઑન પર આધારિત છે.
થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ દ્વારા તમારી ટીવીએસ બાઇકને કારણે થયેલ અકસ્માતને કારણે થર્ડ-પાર્ટીના વાહન અથવા સંપત્તિને થયેલા નુકસાન અથવા થર્ડ-પાર્ટીને થયેલી ઈજાઓને કવર કરવામાં આવે છે. કુદરતી અથવા માનવસર્જિત આપત્તિઓ, ચોરી, આગ અને અન્ય જોખમોને કારણે તમારી પોતાની ટીવીએસ બાઇકને થયેલ નુકસાન અથવા ક્ષતિ માટે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ વધારાનું કવરેજ પ્રદાન કરે છે.
તમે એન્ટી-થેફ્ટ અલાર્મ અથવા ઇમ્મોબિલાઇઝર જેવા સેફ્ટી ડિવાઇસ ઇન્સ્ટૉલ કરીને, સારો ડ્રાઇવિંગ રેકોર્ડ જાળવીને, વધુ સ્વૈચ્છિક કપાતપાત્ર પસંદ કરીને અને સમયસર તમારી પૉલિસીને રિન્યુ કરાવીને તમારા ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સના પ્રીમિયમને ઓછું કરી શકો છો.
હા, જો તમે પાછલી પૉલિસીની મુદતમાં કોઈ ક્લેઇમ કરેલ ન હોય, તો તમે તમારી જૂની બાઇકનો નો ક્લેઇમ બોનસ (એનસીબી) નવી ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ટ્રાન્સફર કરાવી શકો છો. આની મદદથી તમે તમારી નવી પૉલિસીનું પ્રીમિયમ ઓછું કરી શકો છો.
હા, જો તમે પાછલી પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ કરેલ હોય તો પણ તમારી ટીવીએસ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરાવી શકો છો. જો કે, ક્લેઇમ હિસ્ટ્રીને કારણે નવી પૉલિસીનું પ્રીમિયમ વધુ હોઈ શકે છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો