Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (પીએમએસબીવાય)

Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) Policy

તમને જે મળે છે તે અહીં આપેલ છે

દરેક ભારતીય માટે ઇન્શ્યોરન્સ એ સમયની માંગ છે! પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના વડે હવે તમે પોતાને ગૌરવ સાથે 'વીમાકૃત' કહી શકો છો! સમાવિષ્ટ, વ્યાજબી ઇન્શ્યોરન્સ જે નોંધપાત્ર કવરેજ પ્રદાન કરે છે- આ આકસ્મિક મૃત્યુ અથવા વિકલાંગતા સામે સામાન્ય માનવની સુરક્ષાનો છત્રી છે. વધુ જાણવા માંગો છો? આગળ વાંચો.

સૌ પ્રથમ, આ મહત્વાકાંક્ષી, રાષ્ટ્રવ્યાપી ઇન્શ્યોરન્સ પ્લાન પાછળની વાત જાણીએ. આર્થિક સમાવેશના લાભોને ભારતીય સમાજના સૌથી નીચા સ્તર સુધી પહોંચાડવા માટે 2015 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય) દર મહિને 1 રૂપિયાના ન્યૂનતમ ખર્ચે અકસ્માત સામે વીમા કવચ પ્રદાન કરે છે. મેક્રો દ્રષ્ટિકોણથી તૈયાર કરવામાં આવેલ આ પ્લાનને પર્યાપ્ત ઇન્શ્યોરન્સ દ્વારા ગ્રામીણ અને અર્ધ-ગ્રામીણ સમુદાયોને સમાન વિકાસની તકો પ્રદાન કરવા માટે નાણાંકીય સંસાધનો એકત્રિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

તમે પૂછશો કે તે ગ્રાહકો માટે કેવી રીતે ફાયદાકારક છે? વીમાના મૂળભૂત સિદ્ધાંતનો લાભ લઈને, એટલે કે મોટી સંખ્યામાં યોગદાન આપનારાઓમાં સમાનરૂપે નાણાકીય જોખમ વહેંચીને, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વાર્ષિક માત્ર ₹ 12/-ની નજીવી ફી પર મૃત્યુ અને વિકલાંગતા માટે કવરેજ પ્રદાન કરે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો માટેની આ યોજના, કે જ્યાં વર્ષના અમુક સમય દરમિયાન રોજગારની ઉપલબ્ધી અને અપૂરતી તબીબી સેવાઓને કારણે અકસ્માતનો ભોગ બનેલા લોકો સસ્તી અને સમયસર તબીબી સારવારથી વંચિત રહી શકે છે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 18 થી 70 વર્ષની વય વચ્ચેના તમામ ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ છે.

પાકની નિષ્ફળતાની જેમ, અકસ્માતને કારણે તમારી આવક કમાવવાની ક્ષમતા પર ગંભીર અસર થઈ શકે છે. આની અસર તમારી આવનારી પેઢીઓ પર થઈ શકે છે, જે વધતું દેવું અને નાણાકીય અનિશ્ચિતતાના સ્વરૂપમાં અનુભવી શકાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાને કારણે અકસ્માતની ઘટનામાં, તબીબી ખર્ચ સંબંધિત વધતું દેવું અટકાવીને, તમને પોસાય તેવા ખર્ચે તમારી આર્થિક જરૂરિયાતોની સંભાળ લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એક વ્યાપક સામાજિક ચળવળનો ભાગ છે, જેનો હેતુ જોખમ ઓછું કરવાનો, નાણાંકીય રીડન્ડન્સી પ્રદાન કરવાનો અને સ્વાસ્થ્ય સંબંધી કાળજી અને પુન: સ્વસ્થતા પ્રાપ્ત કરવા પાછળ થતા ખર્ચની દ્રષ્ટિએ શહેરી-ગ્રામીણ વિભાજનને દૂર કરવાનો છે.

Scroll

ચુકવણીની પદ્ધતિ

ભારત સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ, કોઈપણ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સહભાગી બેંકોની ભાગીદારીમાં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાને શામેલ કરી શકાય છે. તમારી સ્થાનિક બેંકની શાખા સાથે ભાગીદારીમાં, બજાજ આલિયાન્ઝ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ સેવાઓ પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ લાભો મેળવવા માટે બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. આમ એટલા માટે કે, યોજના હેઠળ તમે જે પ્રીમિયમ ચૂકવો છો તે સીધું તમારા બેંક એકાઉન્ટમાંથી ઑટોમેટિક રીતે ડેબિટ કરવામાં આવે છે.

કવરેજની સમાપ્તિ

18 અને 70 વર્ષની વચ્ચેના કોઈપણ ભારતીય નાગરિક પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં નોંધણી કરી શકે છે. તમે અપરિણીત હોવ કે પરિણીત, તમે દૈનિક વેતન મેળવતા હોવ કે કોર્પોરેટ ઑફિસમાં કર્મચારી હોવ, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો લાભ સૌ કોઈ લઈ શકે છે. આ ઇન્શ્યોરન્સ હેઠળ મળતા ફાયદાઓને પરિણામે તમારે તે ખરીદવા માટે વિચાર કરવાની જરૂર નથી! જો કે, આ યોજના હેઠળ સંપૂર્ણ લાભો મેળવવા માટે કેટલીક શરતો જાણવી જરૂરી છે:

 

  • ✓ તમારી ઉંમર 70 વર્ષની થવા પર પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ મળતું કવરેજ બંધ થાય છે

  • ✓ જો તમે તમારું બેંક એકાઉન્ટ બંધ કરો છો અથવા તમારી પૉલિસી ચાલુ રાખવા માટે પર્યાપ્ત બેંક બૅલેન્સ નથી

  • ✓ તમે પ્રીમિયમ ચૂકવો છો તે એકાઉન્ટની સંખ્યા દ્વારા પૉલિસી કવરેજ નક્કી કરવામાં આવતું નથી. દરેક વ્યક્તિ માત્ર એક પૉલિસી ખરીદી શકે છે

નિયમ અને શરતો

આ પૉલીસીના લાભોમેળવવાનું ચાલુ રાખવા માટેના નિયમો જાણવા માટે આગળ વાંચો:

  • ✓ એક વ્યક્તિ, એક પૉલિસી

  • ✓ પૉલિસી શરૂ થયાની તારીખ કોઈ પણ હોય, પ્રીમિયમની રકમમાં ફેર પડતો નથી

  • ✓ કવરેજ 70 વર્ષની ઉંમર સુધી પ્રદાન કરવામાં આવે છે

  • ✓ પૉલિસી જારી કરવા માટે બેંકને તમારો મોબાઇલ નંબર અપડેટ કરવો મહત્વપૂર્ણ છે

  • ✓ ઑટો રિન્યુઅલ ઍક્ટિવેટ કરવા માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ એસએમએસ કન્ફર્મેશન જરૂરી છે.

  • ✓ ઇન્શ્યોરન્સ પાર્ટનર તરીકે, તમારી વ્યક્તિગત માહિતી બજાજ આલિયાન્ઝ સાથે શેર કરવામાં આવી શકે છે

  • ✓ ઇન્શ્યોરન્સ એ અત્યંત ભરોસા પર આધારિત છે. જો અમને પ્રદાન કરેલી કોઈપણ માહિતી ખોટી હશે, તો પૉલિસીને લગતી આગળની કાર્યવાહી કરવામાં આવશે નહીં. તમે પહેલેથી જ ચૂકવેલ કોઈપણ પ્રીમિયમ ગુમાવી શકો છો

  • ✓ રિન્યુઅલ પ્રીમિયમ નિર્દિષ્ટ રિન્યુઅલ તારીખે તમારા સંબંધિત બેંક એકાઉન્ટમાંથી ઑટોમેટિક ડેબિટ કરવામાં આવશે

  • ✓ જો તમે ઑટો ડેબિટ કૅન્સલ કરવા માંગો છો, તો આગામી પ્રીમિયમની ચૂકવણીની તારીખના થોડા દિવસો અગાઉ અમને જાણ કરો.

  • ✓ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં સંયુક્ત ખાતા ધારકો પણ જોડાઈ શકે છે! તમારે માત્ર નિર્ધારિત ફોર્મ ભરવાનું રહેશે

     

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પૉલિસીના શબ્દો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

આ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નોંધ કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

તે 1950 ના દશકમાં આવી ગયા હોઈએ તેવું લાગે છે! પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ, નબળા પડી ગયેલ રૂપિયાએ કેટલીક ખરીદી શક્તિ પ્રાપ્ત કરી છે. 

વધુ વાંચો

તે 1950 ના દશકમાં આવી ગયા હોઈએ તેવું લાગે છે! પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ, નબળા પડી ગયેલ રૂપિયાએ કેટલીક ખરીદી શક્તિ પ્રાપ્ત કરી છે. 

જ્યારે તમને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કવર ખરીદવાની વાત આવે ત્યારે પલ્લું આ યોજનાની તરફેણમાં દેખાય છે. રોકાણ પર તમને મળતું વળતર પણ નોંધપાત્ર છે. તમે આજે સાઇન અપ કરીને અહીં આપેલ કેટલાક લાભો મેળવી શકો છો.

મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં લાભ

આપણે સૌ જાણીએ છીએ કે અકસ્માતને કારણએ થતું મૃત્યુ કે કોઇ અંગ ગુમાવવા જેવા નુકસાનનું વળતર કોઈ પણ રીતે શક્ય નથી. જો કે, ચિંતા અને અસહાયતાની અનુભૂતિને કારણે થતા માનસિક અને ભાવનાત્મક ઘાવોને ઇન્શ્યોરન્સ હળવા બનાવી શકે છે. 

વધુ વાંચો

મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં લાભ

આપણે સૌ જાણીએ છીએ કે અકસ્માતને કારણએ થતું મૃત્યુ કે કોઇ અંગ ગુમાવવા જેવા નુકસાનનું વળતર કોઈ પણ રીતે શક્ય નથી. જો કે, ચિંતા અને અસહાયતાની અનુભૂતિને કારણે થતા માનસિક અને ભાવનાત્મક ઘાવોને ઇન્શ્યોરન્સ હળવા બનાવી શકે છે. 

PMBSY એ તબીબી ઇમરજન્સીની પરિસ્થિતિમાં ફર્સ્ટ એઇડ કિટની જેમ જ મૂળભૂત જરૂરિયાત છે.

જો અકસ્માતના પરિણામે મૃત્યુ થાય છે, તો તમારા પરિવારના સભ્યને ₹2 લાખ પ્રાપ્ત થશે. જો અકસ્માતમાં બંને હાથ, પગ અથવા બંને આંખોને નુકસાન થાય છે, તો તમને ₹2 લાખ આપવામાં આવશે.

જો અકસ્માતને કારણે એક આંખની દ્રષ્ટિ જતી રહે છે, અને તેની સાથે હાથ અથવા પગને પણ નુકસાન થાય છે તો તમે 2 લાખ રૂપિયાની રકમ મેળવવા માટે હકદાર બનશો.

કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં લાભ

જો અકસ્માતને કારણે તમે એક આંખની દ્રષ્ટિ અને હાથ કે પગ ગુમાવો છો, તો તમને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ 1 લાખ રૂપિયા મળશે.

1 of 1

જો તમે આત્મહત્યા કરો છો, તો તમારા પરિવારને ક્લેઇમની રકમ મળશે નહીં

જો અકસ્માતને પરિણામે હાથ, આંખો અથવા પગને થયેલા નુકસાનનો ઉપચાર કરી શકાય છે અને પુનઃસ્થાપિત કરી શકાય છે, તો તમારો ક્લેઇમ સ્વીકારવામાં આવશે નહીં

1 of 1

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે