Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

બાલી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance For Bali

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

સામાન્ય રીતે વિદેશની મુસાફરી કરતા પહેલાં, તમારે તમારી બાલીની ટ્રિપમાં જે પણ જરૂરી હોય તે લાવવા માટે, પૂરતી તૈયારી અને વ્યવસ્થા કરવી જરૂરી છે.

તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા તમને મેડિકલ ઇમરજન્સી, વિમાન કૅન્સલેશન, વિલંબ, પાસપોર્ટની ચોરી, સામાન ખોવાઈ જવો અથવા વિલંબથી મળવો, વ્યક્તિગત જવાબદારી અને અન્ય સહિતની વિવિધ અણધારી પરિસ્થિતિઓથી સુરક્ષિત કરવા આવશ્યક છે. કોવિડ-19 મહામારીના પરિણામે, અસંખ્ય મુસાફરી પ્રતિબંધો પહેલેથી જ મૂકવામાં આવ્યા છે. પરિણામે, બાલી માટેનો તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન કોવિડ-19 પરિસ્થિતિઓ સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે તે સુનિશ્ચિત કરો.

ભારતનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફ્લેક્સિબલ છે. તેના દ્વારા પર્યાપ્ત કવરેજ મળવું જોઈએ કે જો તમને વેકેશન દરમિયાન કોઈપણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડે, તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મુશ્કેલી વગર કોઈપણ આકસ્મિક પરિસ્થિતિઓને સંભાળવામાં સક્ષમ હોય. તેથી, બાલી માટે રવાના થતા પહેલાં, તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ઑનલાઇન કિંમત જાણો અને તરત જ કોઈ પ્લાન મેળવો.

તમારે ભારતથી બાલી સુધી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

તમારી પાસે હંમેશા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો જોઈએ, પછી ભલે તમે કોઈપણ દેશમાં મુસાફરી કરી રહ્યા હોવ. અને જો તમે બાલી જેવા વિદેશી શહેરમાં મુસાફરી કરી રહ્યા હોવ, તો તમે ઇમરજન્સીમાં અથવા તમારો સામાન કે પાસપોર્ટ ગેરવલ્લે થવાના કિસ્સામાં ગાફેલ રહેવાનું ટાળવા માંગતા હોવ છો. એક કોમ્પ્રિહેન્સિવ ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૅકેજ તમને અને તમારા પરિવારને બાલીની મુસાફરી દરમિયાન સંભવિત સમસ્યાઓ સામે સુરક્ષિત રાખશે.

બાલીની મુલાકાત લેતી વખતે, તમારે વિવિધ અતિરિક્ત ઇમરજન્સી માટે તૈયાર રહેવું જોઈએ. આનું સરળ ઉદાહરણ એક સામાન્ય પેટની બીમારી કે ખાવાની એલર્જી હોઈ શકે છે જે વ્યાવહારિક રીતે કોઈને પણ થઈ શકે છે અને રજાઓની મજા બગાડી શકે છે!

ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન, પાસપોર્ટ ખોવાઈ જવો, વિલંબિત કે ખોવાયેલ સામાન સહિતની તમામ કટોકટીઓ સામે વ્યાપક કવરેજ સુનિશ્ચિત કરવા માટે અને મેડિકલ ઇમરજન્સીમાં હૉસ્પિટલમાં સારવાર માટે, બાલી માટેની કોઈ એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરતા પહેલાં તમામની તુલના કરો. જો તમને ઉપરોક્ત કોઈપણ ઘટનાનો સામનો કરવો પડે તો તમે હંમેશા બજાજ આલિયાન્ઝ પર અમારો સંપર્ક કરીને તમારા બાલી માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં ક્લેઇમ કરી શકો છો.

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની બાલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો

બજાજ આલિયાન્ઝ જીઆઇસી ખાસ બાલી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પ્રદાન કરે છે, જે મુસાફરો સામે આવી શકે તેવા વિવિધ મુસાફરી સંબંધિત જોખમોને કવર કરે છે. બજાજ આલિયાન્ઝ જીઆઇસી તરફથી બાલી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો નીચે મુજબ છે:

 

પ્રીમિયમ રકમ

બજાજ આલિયાન્ઝ જીઆઇસી તરફથી બાલી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટેની પ્રીમિયમ રકમ ₹ 206 થી શરૂ થાય છે. આમ, ઓછું બજેટ ધરાવતા મુસાફરો માટે વાજબી વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

 

ક્લેઇમ સેટલમેન્ટ

બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવતી બાલી માટેની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પૉલિસીધારકોને દિવસના કોઈપણ સમયે ક્લેઇમ કરવાની સુવિધા આપે છે, કારણ કે કંપની 24x7 ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે. વધુમાં, પૉલિસીધારકો કૉલબૅકની વિનંતી કરવા માટે મિસ્ડ કૉલ સર્વિસનો પણ ઉપયોગ કરી શકે છે અને ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

 

કવર કરેલા દેશોની સંખ્યા

બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરવામાં આવતી બાલી માટેની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશ્વભરના 216 દેશો અને ટાપુઓને કવર કરીને મુસાફરોને વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.

 

ફ્લાઇટ વિલંબ કવરેજ

આ પૉલિસી ફ્લાઇટ ચાર કલાક કે વધુ સમય માટે મોડી પડે તો ₹500 થી ₹1,000 સુધીનું વળતર પણ પ્રદાન કરે છે, જે મુસાફરોને ફ્લાઇટના વિલંબના કારણે થતા નાણાંકીય ખર્ચાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે અને ઝંઝટ મુક્ત ટ્રિપ સુનિશ્ચિત કરે છે.

આ લાભો ઉપરાંત, બજાજ આલિયાન્ઝની બાલી માટેની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ટ્રિપ કૅન્સલેશન, ટ્રિપમાં અવરોધ, ખોવાયેલ સામાન, મેડિકલ ઇમરજન્સી અને અન્ય સમસ્યાઓ સહિતના મુસાફરી સંબંધિત વિવિધ જોખમોને પણ કવર કરે છે.

આ કવરેજ મુસાફરોને તેમના પ્લાન ખરાબ કરે તેવી અણધારી ઘટનાઓ વિશે ચિંતા કર્યા વિના તેમની ટ્રિપનો આનંદ માણવા માટે મનની શાંતિ આપી શકે છે.

તમારે જાણવા લાયક બાબતો: બાલીના વિઝા અને તેમાં પ્રવેશની માહિતી

બાલીમાં પ્રવેશ કરવા માટે સામાન્ય વિઝાની જરૂરિયાતો અને ડૉક્યૂમેન્ટ નીચે મુજબ છે:

  • એક વાસ્તવિક પાસપોર્ટ જે જરૂરિયાતોને પૂર્ણ કરે, જેમાં ઓછામાં ઓછું એક ખાલી પેજ હોય
  • એક સંપૂર્ણપણે ભરેલું એપ્લિકેશન ફોર્મ
  • સંબંધિત સહાયક ડૉક્યૂમેન્ટેશન, જેમ કે તમે કોઈની મુલાકાત લઈ રહ્યા હોવ તો આમંત્રણ પત્ર, પાછા ફરવાનો પુરાવો અથવા આગળની મુસાફરીની વિગતો
  • એક હેલ્થ સર્ટિફિકેટ, જે તમારા સારા સ્વાસ્થ્યને દર્શાવે
  • દેશમાં રહેવા માટે નાણાંનો પુરાવો (તમારી મુલાકાતની પરિસ્થિતિઓના આધારે)
  • તાજેતરના પાસપોર્ટ-સાઇઝ ફોટાનો સેટ

તમે ઇન્ડોનેશિયાના નાગરિકો અથવા આ દેશમાં આવતા અન્ય વિદેશી મુસાફરોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે કોઈ જોખમ નથી તે દર્શાવવા માટે તમારે એપ્લિકેશન ફોર્મ પર સુરક્ષા અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા આવશ્યક છે. તમારે બાલી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવીને તમારી જાતને પણ સુરક્ષિત કરવી જોઈએ.

બાલી વિઝા માટે અપ્લાઇ કરતી વખતે એપ્લિકેશન પ્રક્રિયા શું છે?

જો તમે ઇન્ડોનેશિયાના વિઝા માટે અપ્લાઇ કરવા માંગતા હોવ, તો તમારે આ પગલાંઓને અનુસરવા જોઈએ: 

  • તમે અપ્લાઇ કરી રહેલ વિઝાના પ્રકારના આધારે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
  • તમે અપ્લાઇ કરી રહેલ વિઝાના પ્રકારના આધારે જરૂરી સહાયક ડૉક્યૂમેન્ટેશન પ્રદાન કરો.
  • ઑનલાઇન ઇન્ડોનેશિયાના વિઝા એપ્લિકેશનનો ઉપયોગ કરતા વ્યક્તિઓ તેમના ફોર્મ અને પેપર ઇલેક્ટ્રોનિક રીતે અપલોડ કરી શકે છે, જ્યારે કેટલાક અરજદારોએ ઇન્ડોનેશિયાના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં રૂબરૂ જઈને ફોર્મ સબમિટ કરવાની જરૂર પડી શકે છે.
  • કૃપા કરીને ધ્યાન રાખો કે તમામ વિઝા પ્રકાર ઑનલાઇન ઉપલબ્ધ નથી, અને માત્ર કેટલાક દેશોના અરજદારો જ ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. તેથી, અપ્લાઇ કરતા પહેલાં, આ જરૂરિયાતો વિશે તપાસીને ખાતરી કરી લો.
  • તમારી એપ્લિકેશન પૂર્ણ થયા પછી, રકમની ચુકવણી કરો જે તમે અપ્લાઇ કરી રહેલ વિઝાના પ્રકારના આધારે અલગ અલગ હોય છે. હંમેશા મુસાફરી દરમિયાન બાલી માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે પોતાને સુરક્ષિત રાખો.

ભારતથી બાલીની મુસાફરી કરતી વખતે કયા ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ જરૂરી છે?

ઇન્ડોનેશિયાના વિઝા માટે અપ્લાઇ કરતી વખતે તમારે કેટલાક જરૂરી ડૉક્યૂમેન્ટ સાથે રાખવાના રહેશે:

  • છ મહિનાની માન્યતા અને એક ખાલી પેજ સાથેનો તમારો માન્ય પાસપોર્ટ
  • તમારી ફ્લાઇટની ટિકિટ (પાછા ફરવાની પણ)
  • તમારું હેલ્થ સર્ટિફિકેટ અને વેક્સિનેશન સર્ટિફિકેટ
  • બાલીમાં તમારા રોકાણ દરમિયાન નાણાંનો પુરાવો
  • તાજેતરના પાસપોર્ટ-સાઇઝ ફોટાનો સેટ
  • તમે કોઈ વ્યક્તિ અથવા લોકોની મુલાકાત લઈ રહ્યા હોવ તો તે લોકો દ્વારા અપાયેલ આમંત્રણ પત્ર (જો લાગુ હોય તો)
  • ઇન્ડોનેશિયામાં રોજગારનો કરાર અથવા કોઈ યુનિવર્સિટીનો સ્વીકૃતિ પત્ર (જો લાગુ હોય તો) 

તમારો બાલી માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બાલી વિઝા માટે અપડેટ કરેલ હોય તે સુનિશ્ચિત કરો, જેથી તમે ત્યાં સુધી અણધારી ઘટનાઓથી સુરક્ષિત રહી શકો. તમે હંમેશા બજાજ આલિયાન્ઝ જીઆઇસી પર અમારો સંપર્ક કરી શકો છો અને જરૂરી હોય ત્યારે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ક્લેઇમ કરી શકો છો.

બાલીમાં મુસાફરી કરતી વખતે લેવા જેવા સુરક્ષા અને સાવચેતીના પગલાં

ભારતથી બાલીની મુસાફરી કરતી વખતે, તમને નીચેની સુરક્ષા સાવચેતીઓ વિશે જાણ હોવી જોઈએ: 

  • જો તમે ભારતીય નાગરિક હોવ અને ઇન્ડોનેશિયાની મુસાફરી કરતા હોવ, તો કૃપા કરીને દૂતાવાસમાં રજિસ્ટર કરાવો. રજિસ્ટ્રેશન ફોર્મ ઑનલાઇન ડાઉનલોડ કરી શકાય છે અથવા દૂતાવાસમાં રૂબરૂ જઈને મેળવી શકાય છે.
  • તમારા પાસપોર્ટની વિનંતી કરનાર નૉન-બોનાફાઇડ એજન્ટના કિસ્સાઓ પહેલેથી જ દૂતાવાસને રિપોર્ટ કરવામાં આવ્યા છે, કૃપા કરીને આમ કરવાનું ટાળો.
  • કૃપા કરીને સુનિશ્ચિત કરો કે ઇન્ડોનેશિયાથી પાછા ફરવાના છ મહિના પછી તમારો પાસપોર્ટ માન્ય રહે.
  • ઇન્ડોનેશિયન ઇમિગ્રેશનની અગાઉથી સલાહ લીધા વિના, ઇન્ડોનેશિયામાં બિઝનેસ કરવાનું ટાળો. કેટલાક કાર્યો પ્રતિબંધિત છે, બિઝનેસ વિઝા સાથે પણ.
  • તમારા વિઝાની સમયસીમા સમાપ્ત થયા પછી, વધુ રોકાણ કરશો નહીં. આના પરિણામે વિઝાના ઉલ્લંઘન બદલ તમારી ધરપકડ કરવામાં આવશે.
  • મુસાફરી કરતી વખતે તમારા સ્વાસ્થ્યની અને નાણાંકીય સુરક્ષા માટે મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવો.

જાણવા લાયક મહત્વપૂર્ણ માહિતી: બાલીમાં ભારતીય દૂતાવાસ

મદદની જરૂરિયાતના સમયે તમારે સૌપ્રથમ તમારા દેશના દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે તમે મુસાફરી કરતા હોવ અથવા તમારી પાસે હોય એક આંતરરાષ્ટ્રીય ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ.

ભારતીય દૂતાવાસનું ઍડ્રેસ: ગામા ટાવર, 28th ફ્લોર, જેએલ. એચઆર. રસુના સેઇડ કાવ. C22, કરેટ કનિંગન, સેતિયાબડી, કોટા જકાર્તા સેલટન, જકાર્તા 12940

દૂતાવાસની સંપર્ક વિગતો:

વેબસાઇટ: ભારતના દૂતાવાસ, જકાર્તા

ઇમેઇલ: info.jakarta@mea.gov.in

ટેલિફોન નંબર: +62 21 2522299

ફેક્સ નંબર: +62 21 2522405

દૂતાવાસ શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ પર બંધ હોય છે

અધિકૃત કાર્યકારી કલાકો: સવારે 8:30 - બપોરે 12:30 અને બપોરે 1:15 - સાંજે 5:15

કોન્સ્યુલરનો સમય: સોમવાર અને ગુરુવાર, સવારે 9:00 - બપોરે 12:00

બાલીમાં કયા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે?

  • સુકર્ણો હટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • બનુવાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • જુઆંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • સુલ્તાન અજી મોહમ્મદ સુલેમાન ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • ગસ્તી ગુરાહ રાય ઇન્ટરનેશનલ એરપોર્ટ

બાલીની મુસાફરીએ જતી વખતે લઈ જવા માટે કરન્સી અને ફોરેન એક્સચેન્જ

બાલીની અધિકૃત કરન્સી ઇન્ડોનેશિયન રૂપિયા (આઇડીઆર) અથવા Rp છે. આ દર્શાવે છે કે બાલીની મોટાભાગની કંપનીઓ નિયમિત બિઝનેસ માટે આઇડીઆરનો ઉપયોગ કરે છે. જો કે, યુએસ ડોલરનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ મેળવતી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે.

બાલીમાં ફરવા લાયક સ્થળો

તમને નવા સ્થળોએ હરવાફરવાનું પસંદ હોય કે કોઈ શાંત જગ્યાએ આરામદાયક રોકાણની ઈચ્છા હોય, બાલીમાં આ તમામ ઉપલબ્ધ છે અને તમે ક્યારેય નિરાશ થશો નહીં. સુનિશ્ચિત કરો કે તમારી પાસે હોય એક પર્યાપ્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ જેથી તમે આ જગ્યાઓની મુલાકાત નિરાંતે લઈ શકો.

બાલીની મુલાકાત દરમિયાન, તમે વન્યજીવન અભયારણ્ય, પગપાળા પ્રવાસ માટે પર્વત હારમાળા, અને મહાન ઐતિહાસિક મંદિરો સહિતના કેટલાક સ્થળોને તમારા શેડ્યૂલમાં શામેલ કરી શકો છો. તમે સરળ અને ઝંઝટ-મુક્ત રીતે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો.

 

તનાહ લોટ ટેમ્પલ

તનાહ લોટ મંદિરમાં જઈને તમે દીર્ઘકાલીન જરૂરી શાંતિ મેળવી શકો છો. તમારે આ મંદિરની અદ્ભુત સ્થાન સ્થિતિને ઓળખવી જ જોઈએ, જે સમુદ્રના વાદળી મોજાઓથી ઘેરાયેલ છે અને તબાનનમાં બેરાબન નગરના કિનારે સ્થિત છે.

 

તેગાલાલંગ રાઇસ ટેરેસ, ઉબડ

ઉબડમાં તેગાલાલંગ રાઇસ ટેરેસ (ડાંગરના પર્વતીય ખેતરો) બાલીમાં પ્રવાસી તરીકે તમારા માટે અનેરું આકર્ષણ હશે. ડાંગરના ખેતરોની ઉત્કૃષ્ટ રીતે ડિઝાઇન કરેલી શ્રૃંખલા અને આસપાસની વનસ્પતિઓને જોઈને તમારું હૃદય પ્રફુલ્લિત થઈ જશે. પ્રકૃતિ પ્રેમીઓ ઉપરાંત, ઘણા ચિત્રકારો અને કલાકારો આ સ્થાનના આકર્ષક અને કાયાકલ્પ કરી દેતા વાતાવરણના કારણે અહીં વારંવાર આવે છે.

બાલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

એપ્રિલથી ઑક્ટોબર સુધીના મહિનાઓ બાલીની મુલાકાત લેવા માટેનો આદર્શ સમય છે. ભલે જુલાઈ અને ઓગસ્ટ થોડા ગરમ હોઈ શકે છે, પરંતુ એપ્રિલથી સપ્ટેમ્બરમાં મોટેભાગે હવામાન ઉત્તમ હોય છે. તમે ઑક્ટોબર અને માર્ચ દરમિયાન પણ બાલીની મુલાકાત લઈ શકો છો.

જો કે, ધ્યાન રાખો કે અપેક્ષિત વરસાદને કારણે મોટાભાગની અવરજવર સીમિત રહેશે, તેથી તમે વરસાદ દરમિયાન મુસાફરી કરવાનું ટાળી શકો છો. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉનાળો પ્રમાણમાં ગરમ હોઈ શકે છે, પરંતુ સૂકા હવામાનને કારણે અવરજવરની કોઈ સમસ્યા ન થવી જોઈએ. એપ્રિલમાં બાલીમાં એર ફેસ્ટિવલનો લાભ લો ; તે રસપ્રદ થીમ અને સંગીત દ્વારા બાલીના પ્રાકૃતિક સૌંદર્યના સંરક્ષણની ઉજવણી કરે છે.

જો તમે બાલીમાં વેકેશનનું પ્લાનિંગ કરતા હોવ, તો સુનિશ્ચિત કરો કે જો તમે અણધારી પરિસ્થિતિમાં ફસાઈ જાઓ ત્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમે પર્યાપ્ત રીતે સુરક્ષિત હોવ.

તમે અમારી વેબસાઇટ પરથી બાલી માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વિકલ્પો પણ પસંદ કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

હું બાલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે ખરીદી શકું?

'આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન' માટે બજાજ આલિયાન્ઝ જીઆઇસીની વેબસાઇટની મુલાકાત લો. તમારે જોઈતું કવરેજ પસંદ કરો અને સંબંધિત વ્યક્તિગત માહિતી દાખલ કર્યા પછી તમને જરૂર પડી શકે તેવા અતિરિક્ત કવર પસંદ કરો, જે નીચે મુજબ છે:

  • મુસાફરીનું કવર
  • મેડિકલ કવર
  • સામાનનું કવર

મારા બાલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજની કિંમત શું હોવી જોઈએ?

તમારે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન માટે કેટલી ચુકવણી કરવાની રહેશે તેનો આધાર તમારી યાત્રા કેટલી લાંબી હશે, તમે ક્યાં જશો અને પ્લાન શું કવર કરશે તેના પર રહેશે. એવી વીમાકૃત રકમ નિર્ધારિત કરો કે તમારે ઊંચું પ્રીમિયમ ના ચૂકવવું પડે છતાં પણ તે પર્યાપ્ત ટ્રિપ કવરેજ ઑફર કરે. 

શું મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બાલી પ્લાન ખરીદવો જરૂરી છે?

તમારે બાલી માટે મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો જોઈએ કારણ કે તમને ક્યારેય ખબર નથી હોતી કે ક્યારે મેડિકલ ઇમરજન્સી આવી જશે. જો તેની જરૂર ન હોય, તો પણ તમારે એવી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું જોઈએ કે જેમાં તમને ઘણો ખર્ચ થઈ શકે. મુસાફરી કરતી વખતે તમને પ્રતિકૂળ ઘટનાઓથી સુરક્ષિત કરવા માટે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પર્યાપ્ત કવરેજ મેળવવાની ખાતરી કરો.

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે