Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance for Canada

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

કેનેડામાં પ્રવાસ-ઘેલા લોકો ઈચ્છે તે તમામ બાબતો, વાઇબ્રન્ટ શહેરોથી લઈને શ્વાસ થંભાવી દે તેવા નેશનલ પાર્ક સુધી સઘળું છે! જો તમે ફરવાના શોખીન વ્યક્તિ હોવ, તો તમારી યાત્રાને સુરક્ષિત અને સલામત રાખવા માટે કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદવાનું વિચારો. ભારતથી કેનેડા માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સના કારણે વિવિધ પ્રવાસ સંબંધિત પરિસ્થિતિઓમાં તમારા વેકેશનને કવર કરવામાં આવશે.

શ્રેષ્ઠ નાણાંકીય સહાય માટે, કેનેડા માટેના અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન યોગ્ય પ્રકારના કવરેજ વિકલ્પો પ્રદાન કરે છે.

તેથી, એકવાર તમારી પાસે અમારો બજેટ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હોય પછી તમારા ખિસ્સા પર કોઈ ભાર પડશે નહીં અને તે વિશે ચિંતા કરશો નહીં!

કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના પ્રકારો

કેનેડામાં તમારી મુસાફરીનો પ્લાન બનાવતી વખતે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવો મહત્વપૂર્ણ છે. ભારતથી કેનેડામાં મુસાફરો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે. સિંગલ-ટ્રિપ ઇન્શ્યોરન્સ એક ટ્રિપને કવર કરે છે અને પ્રાસંગિક મુસાફરો માટે આદર્શ છે. મલ્ટી-ટ્રિપ ઇન્શ્યોરન્સ ફ્રીક્વન્ટ ફ્લાયર્સ માટે પરફેક્ટ છે, જે એક વર્ષની અંદર બહુવિધ પ્રવાસો માટે કવરેજ પ્રદાન કરે છે. કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તબીબી કટોકટીઓ, ટ્રિપ કૅન્સલેશન અને સામાનનું નુકસાન સહિત વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. વધુમાં, વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તૈયાર કરવામાં આવ્યો છે, જે ટ્યુશન ફી અને અભ્યાસમાં અવરોધો માટે કવરેજ જેવા લાભો પ્રદાન કરે છે. યોગ્ય ઇન્શ્યોરન્સ પસંદ કરવાથી કેનેડામાં ચિંતા-મુક્ત પ્રવાસ સુનિશ્ચિત થાય છે.

કેનેડા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો

કેનેડા માટે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ વિકલ્પોમાંથી અનેક લાભો પ્રાપ્ત કરી શકો છો. તેમાંના કેટલાક અહીં આપેલ છે:

  • સામાનનું કવરેજ -

    સામાનનું કવરેજ એ કેનેડામાં મુસાફરી કરતી વખતે તમારો સામાન ખોવાઈ જાય અથવા કોઈપણ એરપોર્ટ પર તે આવવામાં વિલંબ થાય તે કિસ્સામાં દરેક ખર્ચ માટે ચુકવણી કરશે. અમારી ભારતથી કેનેડા માટેની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માં આ કવરેજ વિકલ્પનો સમાવેશ થાય છે. તેની સાથે, તમે પૉલિસી નિયમાવલીમાં ઉલ્લેખિત મહત્તમ રકમ સુધી, તમારી ચેક-ઇન કરેલ બૅગની દરેક વસ્તુની સંપૂર્ણ કિંમતનું રિઇમ્બર્સમેન્ટ પસંદ કરી શકો છો.

  • મુસાફરીનું કવર -

    તમારી મુસાફરીને કેનેડા માટે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં સંપૂર્ણપણે કવર કરવામાં આવશે. તે પાસપોર્ટ ખોવાઈ જવા, ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન, હોટલના રિઝર્વેશનનું કૅન્સલેશન અથવા આવી કોઈ અન્ય પરિસ્થિતિના કિસ્સામાં તમારા નાણાંકીય હિતોને સુરક્ષિત કરશે 

  • મેડિકલ સહાયતા કવરેજ -

    કેનેડા માટેની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને ટ્રિપ દરમિયાન કોઈપણ બીમારી અથવા અણધારી દુર્ઘટના, જેના માટે તમારે હૉસ્પિટલમાં દાખલ થવું પડે, તેના માટે જરૂરી નાણાંકીય સહાય આપે છે.

 

તમારે ભારતથી કેનેડામાં જતા ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

તમારે યાદ રાખવું જોઈએ કે તમે કોઈ અલગ દેશમાં મુસાફરી માટે તૈયારી કરી રહ્યા છો. જો કે, તમે ગમે તેટલું સારું પ્લાન કરો, છતાં તમે અણધારી ઇમરજન્સી અથવા રોગો વિશે પૂર્વાનુમાન કરી શકતા નથી. તમે અથવા તમારા સાથી મુસાફરો બીમાર પડી શકે છે અથવા તમને અકસ્માત થઈ શકે છે. તમે એકાદ બે બૅગ અથવા પાસપોર્ટ જેવી અન્ય મૂલ્યવાન વસ્તુઓ ખોઈ શકો છો. અને આ પરિસ્થિતિઓમાં, ભારતથી કેનેડા માટેની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી લાભદાયક નીવડે છે!

 

ધારો કે તમારો અકસ્માત થાય અથવા તમે બીમાર પડો અને તમારે કેનેડામાં હૉસ્પિટલમાં દાખલ થવું પડે. તે કિસ્સામાં, તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને કેનેડાની મેડિકલ કેરના સંભવિત ઉચ્ચ ખર્ચ સામે આર્થિક રીતે સુરક્ષિત કરશે. જો કે, કેનેડાની તમારી ટ્રિપ માટે ઑનલાઇન આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સપસંદ કરતી વખતે, તમારે ઉપલબ્ધ કવરેજ વિકલ્પો વિશે પણ વિચાર કરવો જોઈએ. આ તમને આદર્શ વિકલ્પ પસંદ કરવામાં મદદ કરશે.

કેનેડાના વિઝા વિશે જાણવા જેવી બાબતો અને તેમાં પ્રવેશ અંગેની માહિતી


દેશમાં પ્રવેશ કરવા માટે તમારી પાસે વર્તમાન કેનેડિયન વિઝા હોવા જોઈએ. કેનેડામાં આગમન પર વિઝા (વિઝા ઓન અરાઇવલ) ની સુવિધા પ્રાપ્ત નથી, તેથી તમારે તમારી મુસાફરી માટે નીકળતા પહેલાં ભારતીયો માટેના કેનેડિયન વિઝા મેળવવા આવશ્યક છે. મુસાફરો 5 વિશિષ્ટ પ્રકારના કેનેડિયન વિઝામાંથી પસંદ કરી શકે છે. તેથી, તમારે તમારી મુલાકાતના આધારે કોઈ એક પસંદ કરવા જોઈએ:


  • ટ્રાન્ઝિટ વિઝા - એક અથવા બે વખત જવા માટે ફ્રી ટ્રાન્ઝિટ વિઝા યોગ્ય છે. તમારે આનો ઉપયોગ કરવા માટે કોઈ શુલ્ક ચૂકવવાની જરૂર નથી.
  • સુપર વિઝા - આ વિઝા મેળવવા માટે તમારે તમારા બાયોમેટ્રિક્સ અને પૂર્ણ કરેલ એપ્લિકેશન સબમિટ કરવાના રહેશે.
  • ટેમ્પરરી રેસિડેન્ટ/વિઝિટર વિઝા - આ તમને કેનેડામાં છ મહિના સુધી રહેવાની મંજૂરી આપે છે.
  • એમ્પ્લોયમેન્ટ પરમિટ - જો તમે કામ માટે મુસાફરી કરી રહ્યા હોવ, તો તમારે આ વિઝા માટે અપ્લાઇ કરવું જોઈએ. તમારે સુપર વિઝાની એપ્લિકેશનની જેમ જ તમારી બાયોમેટ્રિક માહિતી સબમિટ કરવાની રહેશે.
  • સ્ટડી પરમિટ - જો તમે કેનેડામાં અભ્યાસ કરવા માટે મુસાફરી કરો છો, તો કેનેડિયન સરકાર તરફથી સ્ટડી પરમિટ આવશ્યક છે. આ માટે તમારી બાયોમેટ્રિક માહિતીની જરૂર પડશે.

કેનેડાના વિઝા માટે એપ્લિકેશન પ્રક્રિયા

ભારતીયો માટે કેનેડાના વિઝા મેળવવા એ પ્રમાણમાં સરળ છે. તે ઑફલાઇન અથવા ઑનલાઇન મેળવી શકાય છે. તમારી વિઝા એપ્લિકેશન સબમિટ કરવા માટે તમારી પાસે બે વિકલ્પો છે: તમારા વિસ્તારમાં વીએસીમાં રૂબરૂ જઈને અથવા ઑનલાઇન વિઝા માટે નીચે આપેલ સૂચનાઓને અનુસરો:

  • કેનેડાની સરકારની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો

  • તમારે જોઈતા હોય તે વિઝાનો પ્રકાર પસંદ કરો

  • એપ્લિકેશન ફોર્મ યોગ્ય રીતે ભરો

  • તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ અપલોડ કરો

  • બાયોમેટ્રિક અને વિઝા ફી માટે ઑનલાઇન ચુકવણી કરો

  •  એપ્લિકેશન મોકલો

  •  30 દિવસની અંદર, તમારા ફોટા અને બાયોમેટ્રિક માહિતીને નજીકના બાયોમેટ્રિક કલેક્શન સર્વિસ પોઇન્ટમાં પહોંચાડો

 

ભારતથી કેનેડામાં મુસાફરી કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

 

એક માન્ય કેનેડિયન વિઝા મેળવવા માટે સંપૂર્ણ ભરેલ વિઝા એપ્લિકેશન ફોર્મને કેટલાક સહાયક કાગળો સાથે રજૂ કરવું આવશ્યક છે. તમારે સબમિટ કરવા જરૂરી ડૉક્યૂમેન્ટ નીચે આપેલ છે:

 

  • એક માન્ય ભારતીય પાસપોર્ટ, જે ઓછામાં ઓછા 6 મહિના સુધી માન્ય હોય અને તેમાં ઓછામાં ઓછા બે ખાલી પેજ હોય
  • યોગ્ય રીતે પૂર્ણ ભરેલ વિઝા એપ્લિકેશન
  • પાછળની બાજુએ અરજદારના નામ અને જન્મતારીખ લખેલા બે ફોટા
  • આવકનો અને નાણાંકીય સ્થિરતાનો પુરાવો
  • એરલાઇન ટિકિટની કૉપી
  • કેનેડાની તમારી સંપૂર્ણ મુલાકાત દરમિયાન તમારા રહેઠાણના પુરાવા

 

આ ઉપરાંત, તમારી કેનેડાની મુલાકાત દરમિયાન કોઈપણ અણધારી પરિસ્થિતિઓમાં તમારું કવર સુનિશ્ચિત કરવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરવામાં આવે છે.

કેનેડા ટ્રાવેલ અને સુરક્ષા ટિપ્સ


એકવાર તમે કેનેડામાં હોવ, પછી તમારે હંમેશા પ્રાદેશિક વહીવટીતંત્રની સુરક્ષા સાવચેતીઓ અને નિયમોનું પાલન કરવું જોઈએ. મુસાફરીમાં સુરક્ષિત અનુભૂતિ મેળવવા માટે તમે નીચેની સામાન્ય સુરક્ષા ભલામણોને અનુસરી શકો છો અને કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો.

  • હંમેશા તમારા જરૂરી ડૉક્યૂમેન્ટ, જેમ કે તમારો પાસપોર્ટ, સુરક્ષિત અને હાથવગા રાખો.
  • સ્વૈચ્છિક રીતે કોઈપણ વિરોધમાં પ્રદર્શનમાં ભાગ લેશો નહીં.
  • જો તમારી આસપાસ કોઈ મોટા સંમેલન અથવા વિરોધ પ્રદર્શનો થતા હોય, તો જલ્દી નજીકના કોઈ સુરક્ષિત સ્થળે શરણ મેળવો.
  • કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં શામેલ થશો નહીં અથવા જાહેર જગ્યાઓની પવિત્રતાનો અનાદર કરશો નહીં.
  • પહેલા જરૂરી માહિતી મેળવ્યા પછી જ દૂરના વિસ્તારોની મુલાકાત લો. હંમેશા સ્થાનિક અધિકારીઓની સહાયતા મેળવો.
  • પરિવહનના માત્ર અધિકૃત અને કાનૂની માધ્યમોનો ઉપયોગ કરો.
  • તમે તમારા કેનેડિયન વિઝાની મુદત પર નજર રાખો, જેથી તમે કેનેડામાં મંજૂર અવધિ કરતા વધુ રોકાઓ નહીં.

મુસાફરી કરતી વખતે યોગ્ય નાણાંકીય મદદ મેળવવા માટે, કેનેડા માટેનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.

જાણવા લાયક મહત્વપૂર્ણ માહિતી: કેનેડામાં ભારતીય દૂતાવાસ


તમે કોઈપણ સમસ્યાઓ સંબંધિત દૂતાવાસનો સંપર્ક કરી શકો છો, પછી તે તમે ઑનલાઇન ખરીદેલ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અથવા અન્ય બાબતો હોઈ શકે છે. દૂતાવાસનું સરનામું: કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, ટોરન્ટો, કેનેડા કાર્યકારી કલાકો: સોમવારથી શુક્રવાર, 0900 - 1730 કલાક વેબસાઇટ: https://www.cgitoronto.gov.in

 

કેનેડામાં કયા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે?

  • ટોરોન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • વાનકુવર ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • કેલગરી ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • એડમોન્ટન ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • મોન્ટ્રિયલ-પિયર એલિયોટ ટ્રુડો ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • ઓટાવા – મેકડોનાલ્ડ – કાર્ટિયર ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • કેલોના ઇન્ટરનેશનલ એરપોર્ટ

કેનેડામાં મુસાફરી માટેની કરન્સી અને વિદેશી મુદ્રા


કેનેડાની અધિકૃત કરન્સી કેનેડિયન ડૉલર (સીએડી) છે. તમારી સ્થાનિક બેંક અથવા કોઈ પ્રતિષ્ઠિત વિદેશી એક્સચેન્જ સર્વિસ પ્રદાતા પાસે તમારી ભારતીય રૂપિયાની કરન્સીને એક્સચેન્જ કરવાની સલાહ આપવામાં આવે છે.

કેનેડામાં મુલાકાત લેવા જેવા પ્રવાસન સ્થળો


તમારી સુરક્ષા માટે, ખાતરી કરો કે આ જગ્યાઓની મુલાકાત લેતા પહેલાં તમારી પાસે ભારતથી કેનેડા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોય:

  • જો તમે ઉનાળામાં કેનેડાની મુસાફરી કરવાના હોવ, તો નાયગ્રા ધોધ તમારા પ્રવાસ કાર્યક્રમમાં ટોચ પર હોવો જોઈએ. અદ્ભુત જળધોધની પાસે નાયગ્રા શહેર વિકસિત કરવામાં આવ્યું હતું. આ જાણીતું શહેર મુલાકાતીઓને ફરવા માટે આદર્શ સ્થાન છે.
  • કેનેડાના સૌથી વધુ મનોહર શહેરોમાંથી એક ક્યુબેક શહેર, ઉત્તર અમેરિકાનું સૌથી જૂનું દીવાલો ધરાવતું શહેર છે. જો તમે તમારા જીવનસાથી સાથે મુસાફરી કરી રહ્યા હોવ, તો આ દેશના સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળ - ક્યુબેક સિટીમાં ફ્રેન્ચ જેવા મનોહર પરિદૃશ્ય અને સર્વત્ર રોમાન્ટિક બાબતોનો લાભ લો.
  • જો તમને દરિયા કિનારાની ઘેલછા હોય અને તેના વિના તમારી મુસાફરી અધૂરી રહી જવાની હોય, તો ટોફિનો એક આદર્શ સ્થળ છે. જો તમને કેનેડાના પ્રવાસ દરમિયાન એકાંત જોઈતો હોય, તો ટોફિનો એ દરિયાના ચાહકો માટે એક અદ્ભુત સ્વર્ગ છે અને તે તમને સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે છે!

કેનેડાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?


કેનેડાની મુલાકાત લેવાનો આદર્શ સમય ઉનાળામાં જુલાઈ અને ઑગસ્ટ મહિના દરમિયાનનો છે. આ મહિનાઓ દરમિયાન હવામાન શ્રેષ્ઠ હોય છે, જે તેને ઘોડેસવારી અને પેરાગ્લાઇડિંગ જેવા આઉટડોર એડવેન્ચર સ્પોર્ટ્સ માટે યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓમાં જોખમ હોય છે, તેથી ખાતરી કરો કે તમે તેને કરતા પહેલાં કેનેડા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી લો. જો કે, આ મહિનાઓ દરમિયાન વિશ્વભરના ઘણા પ્રવાસીઓ કેનેડાની મુલાકાત લે છે. તેથી, તમારે તમારું રિઝર્વેશન એડવાન્સમાં કરવું જોઈએ.


ભારતથી કેનેડા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન સરળતાથી મેળવી શકાય છે.

ભારતથી કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ સમાવેશ

ભારતમાંથી કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારી યાત્રાને સુરક્ષિત કરવા માટે વિવિધ સમાવેશો પ્રદાન કરે છે. તે તબીબી કટોકટીઓને કવર કરે છે, હૉસ્પિટલના બિલ, ડૉક્ટરની સલાહ અને નિર્ધારિત દવાઓ માટે ફાઇનાન્શિયલ સહાય પ્રદાન કરે છે. કુદરતી આફતો અથવા વ્યક્તિગત ઇમરજન્સી જેવી અણધારી પરિસ્થિતિઓને કારણે ટ્રિપ કૅન્સલેશન અથવા દખલગીરીઓને પણ કવર કરી લેવામાં આવે છે. સામાન કવરેજ ખોવાયેલા અથવા વિલંબિત સામાન માટે વળતર આપે છે, જે ખાતરી કરે છે કે જરૂરિયાતના સામાન વગર અટવાઓ નહી. અન્ય સમાવેશોમાં પાસપોર્ટ ખોવાવો, ઇમરજન્સી ઇવેક્યુએશન અને વ્યક્તિગત જવાબદારી માટે કવરેજ શામેલ હોઈ શકે છે. આ લાભો વ્યાપક સુરક્ષાની ખાતરી કરે છે, જે તમને નાણાંકીય સમસ્યાઓ વિના તમારી મુસાફરીનો આનંદ માણવાની મંજૂરી આપે છે.

ભારતમાંથી કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ બાકાત

જ્યારે ભારતમાંથી કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, ત્યારે કેટલાક બાકાત લાગુ થાય છે. પહેલેથી હોય તેવી તબીબી સ્થિતિઓ સામાન્ય રીતે પૉલિસીમાં ઉલ્લેખિત ન હોય ત્યાં સુધી કવર કરવામાં આવતી નથી. ઉચ્ચ-જોખમી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી થતા કોઈપણ તબીબી ખર્ચ, જેમ કે સાહસિક રમતગમત, બાકાત રાખવામાં આવે છે. બેદરકારીને લીધે થતું નુકસાન, જેમ કે પોતાની બેદરકારીના કારણે ભૂલી ગયા હોઇએ એવા સામાનને પણ આવરી લેવામાં આવતો નથી. વધુમાં, નશા અથવા દવાના ઉપયોગથી ઉદ્ભવતા ક્લેઇમને બાકાત રાખવામાં આવે છે. તમામ બાકાતને સંપૂર્ણપણે સમજવા માટે પૉલિસી ડૉક્યૂમેન્ટ વાંચવો મહત્વપૂર્ણ છે. આ બાકાતને જાણવાથી તમને માહિતીપૂર્ણ નિર્ણયો લેવામાં અને તમારી મુસાફરી માટે પર્યાપ્ત રીતે તૈયાર રહેવામાં મદદ મળે છે.

GOT A QUESTION? HERE ARE SOME ANSWERS

કોઈ પ્રશ્ન છે? અહીં કેટલાક જવાબો છે

કેનેડાની મુસાફરી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે?

કેનેડાની મુસાફરી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આવશ્યક છે. તે મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અને સામાન ખોવાઈ જવા જેવી અણધારી ઘટનાઓ સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. તે મનની શાંતિની ખાતરી કરે છે, જે તમને અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કર્યા વિના તમારા વેકેશનનો આનંદ માણવાની મંજૂરી આપે છે.

શું કેનેડામાં પ્રવાસીઓને મફત હેલ્થકેર મળે છે?

ના, પ્રવાસીઓને કેનેડામાં મફત હેલ્થકેર મળતી નથી. હેલ્થકેર સેવાઓ ખર્ચાળ હોઈ શકે છે, અને ઇન્શ્યોરન્સ વગર, તમારે ઉચ્ચ તબીબી બિલની ખિસ્સામાંથી ચુકવણી કરવી પડી શકે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આ ખર્ચને કવર કરે છે, જે તમને આર્થિક તણાવ વગર મેડિકલ કેર પ્રાપ્ત થવાની ખાતરી કરે છે.

કેનેડા માટે મારે કેટલા ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે?

કેનેડા માટે તમારે જે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે તે તમારી ટ્રિપના સમયગાળા અને પ્રકૃતિ પર આધારિત છે. પર્યાપ્ત સુરક્ષાની ખાતરી કરવા માટે, ભલામણ કરવામાં આવે છે કે તમે મેડિકલ ઇમરજન્સી માટે ઓછામાં ઓછી $100,000 સહિત વ્યાપક કવરેજ સાથે પૉલિસી પસંદ કરો.

શું કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?

કેનેડામાં પ્રવેશ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત નથી, પરંતુ તેની ભલામણ ખૂબ જ કરવામાં આવે છે. તે અણધારી ઘટનાઓ સામે નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે, જે સુરક્ષિત અને ચિંતા-મુક્ત મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરે છે.

હું કેનેડા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે ખરીદી શકું?

જો તમે યોગ્ય કવરેજ ઈચ્છો છો તો તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને પ્રૉડક્ટ વિભાગ હેઠળ ઑનલાઇન કેનેડા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરી શકો છો. જરૂરી વ્યક્તિગત માહિતી દાખલ કરો, તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે યોગ્ય કવરેજ વિકલ્પો પસંદ કરો અને ઑનલાઇન ચુકવણી પૂર્ણ કરો. કેનેડા માટે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન માટે યોગ્ય કવરેજ વિકલ્પો પસંદ કર્યા પછી, તમે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારી પસંદગીની ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને ઑનલાઇન ચુકવણી કરી શકો છો.

મારે કેનેડા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે કેટલી ચુકવણી કરવી જોઈએ?

કેનેડામાં તમે કેટલું રોકવાના છો અને તમે પસંદ કરેલ કવરેજની રકમ, એ તમામ તમારા કેનેડા માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમની ચુકવણીને અસર કરશે. તમારા વેકેશન દરમિયાન પર્યાપ્ત કવરેજ મેળવવા માટે યોગ્ય વીમાકૃત રકમ પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે. તમે તમારા પરિવારને ફરવા લઈ જાઓ, ત્યારે આ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તમે ભારતથી કેનેડા માટેના શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે અદ્ભુત કવરેજ લાભો મેળવી શકો છો, જેની કિંમત તમારા બેંક બૅલેન્સને અસર પહોંચાડશે નહીં!

ભારતથી કેનેડા માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કઈ બાબતો બાકાત છે?

પોલીસ અથવા અન્ય અધિકારીઓ દ્વારા કારાવાસ અથવા જપ્તીને કારણે થયેલ વિલંબ, રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ જેમ કે રમખાણને કારણે થયેલ નુકસાન, અને તમે કરેલ નૉન-મેડિકલ ખર્ચ આ બાબતો વિદેશ માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં બાકાત છે.

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે