Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ભારતથી યુકેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance For the UK

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ક્વોટની વિગતો શેર કરો

કૃપા કરીને નામ દાખલ કરો
કૃપા કરીને મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય ઇમેઇલ આઇડી દાખલ કરો

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

UK માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

ઇંગ્લેન્ડ, સ્કૉટલેન્ડ, વેલ્સ અને નોર્થન આયરલેન્ડ મળીને યુનાઇટેડ કિંગડમ (યુકે) નું નિર્માણ થાય છે, જે યુરોપ મહાદ્વીપના ઉત્તર-પશ્ચિમી તટ પર સ્થિત છે. યુનાઇટેડ કિંગડમમાં ઐતિહાસિક અને આધુનિક લેન્ડમાર્ક આવેલા છે અને તેમાં ઘણા નાના બ્રિટિશ ટાપુઓનો સમાવેશ થાય છે.

તમને પર્વતો પસંદ હોય કે ઇતિહાસ, મુલાકાત લેવાના સ્થળોની તમારી યાદીમાં UKનું નામ હોવું જરૂરી છે. વધુમાં, UK ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વડે તમારી યાત્રાને સુરક્ષિત કરવી પણ જરૂરી છે.

UK માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ UKની મુલાકાતે જઇ રહેલા વ્યક્તિઓ માટે બનાવવામાં આવેલ એક આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે તેમને વિદેશમાં આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.

UK ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો

તમે એકલા મુસાફરી કરી રહ્યા હોવ કે પરિવાર સાથે, બિઝનેસ માટે કે આરામ માટે, મુસાફરી સંબંધિત અણધાર્યા જોખમોથી પોતાને સુરક્ષિત કરવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવું જરૂરી છે. બજાજ આલિયાન્ઝ ઘણી વિશેષતાઓ અને લાભ ધરાવતી કોમ્પ્રિહેન્સિવ UK ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી લાવ્યું છે. અમારા UK ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના કેટલાક ફાયદાઓ અહીં આપેલ છે:

  • તુરંત સહાયતા -

    બજાજ આલિયાન્ઝની 24-કલાકની ઇમરજન્સી સહાય ટીમ માત્ર એક મિસ્ડ કૉલ વડે તમને UK માં કોઈ પણ સ્થળે તરત સહાય કરી શકે છે.

  • વિવિધ પૉલિસીઓ -

    તમે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની વિવિધ UK ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાંથી પસંદ કરી શકો છો જે તમને તમામ ઘટનાઓ સામે કવર પૂરું પાડે છે.

  • જરૂરિયાત અનુસારનું કવરેજ -

    જ્યારે તમે બજાજ આલિયાન્ઝની પૉલિસીઓ ખરીદો છો ત્યારે વરિષ્ઠ નાગરિક અથવા વિદ્યાર્થી માટે કસ્ટમાઇઝ્ડ કવરેજ પણ ઉપલબ્ધ છે.

  • ક્લેઇમની કાર્યક્ષમ પ્રક્રિયા -

    બજાજ આલિયાન્ઝ સૌથી કાર્યક્ષમ ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા ધરાવે છે, જેના દ્વારા ક્લેઇમનો ત્વરિતપણે ઉકેલ લાવવામાં આવે છે.

  • વ્યાપક કવરેજ -

    યુકે માટે બજાજ આલિયાન્ઝની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી મુસાફરી દરમિયાન મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન, સામાનનું નુકસાન, પાસપોર્ટ ખોવાઈ જવો અને આવી જ અન્ય દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને કવર કરે છે.

યુકેની મુસાફરી કરનાર ભારતીયો માટે પ્રવેશ માહિતી

યુકેની મુલાકાત લેનાર ભારતીય નાગરિકો સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા માટે અપ્લાઇ કરી શકે છે, જે છ-મહિના સુધી રહેવા માટે માન્ય છે. આ વિઝાને કામ, પર્યટન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, તબીબી સ્થિતિઓ, પરિવાર અને મિત્રોની મુલાકાત, લગ્ન, સગાઈ અથવા નાગરિક પાર્ટનરશિપ શરૂ કરવા માટે અપ્લાઈ કરી શકાય છે. શૈક્ષણિક અથવા તબીબી કારણોસર પ્રવાસ માટે, સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝાની મુદત અતિરિક્ત ખર્ચ પર વધારી શકાય છે. વધુમાં, વિઝિટર વિઝાને બદલે સ્ટુડન્ટ અથવા વર્ક વિઝા જેવા વિઝા માટે બે, પાંચ કે દસ વર્ષના લાંબા રોકાણ માટે લાંબા ગાળાના સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા ઉપલબ્ધ છે.

UK માટેના વિઝા અને પ્રવેશની માહિતી: તમારે તે વિશે જાણવું જોઈએ


UKના ભારતીયો માટે વિઝા અંગે માહિતી જાણવી જરૂરી છે, તેમજ મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો પણ જરૂરી છે.


  • સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા -

    UKની મુલાકાત લેનાર ભારતીય નાગરિકો સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા માટે અરજી કરી શકે છે, જે છ મહિનાના રોકાણ માટે યોગ્ય છે. આ વિઝા માટે નીચે જણાવેલ કોઈ પણ કારણ માટે અરજી કરી શકાય છે:

    -કાર્ય/પર્યટન
    -શૈક્ષણિક પ્રવૃત્તિઓ
    -બીમારી / સમસ્યાઓ
    -પરિવાર અને મિત્રોની મુલાકાત
    -લગ્ન, સગાઈ અથવા સિવિલ પાર્ટનરશીપ માટે મુલાકાત
    -લાંબા સમયગાળા માટે પાર્ટનર અથવા પરિવાર સાથે રહેવું
    -રાજદ્વારી મુલાકાત
    શૈક્ષણિક અથવા તબીબી કારણોસર પ્રવાસ માટે, સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝાની મુદત અતિરિક્ત ખર્ચ પર વધારી શકાય છે.

  • લોંગ ટર્મ સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા -

    UKમાં લાંબા સમય માટે રહેવા માટે તમે બે, પાંચ, અથવા 10 વર્ષ માટે ઉપલબ્ધ લોંગ ટર્મ સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા મેળવી શકો છો. લોંગ ટર્મ સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા હેઠળ વધુમાં વધુ છ મહિના માટે મુલાકાત લઈ શકાય છે. આગળ જણાવ્યા ઉપરાંત, તમે UK માટે નીચે જણાવેલ અતિરિક્ત પ્રકારના વિઝા માટે પણ અરજી કરી શકો છો:

    -મેરેજ વિઝિટર વિઝા
    -ટાયર 4 (સામાન્ય) સ્ટુડન્ટ વિઝા
    -ટાયર 4 (બાળક) સ્ટુડન્ટ વિઝા
    -ટાયર 2 - સ્પોર્ટ્સપર્સન વિઝા
    -પરમિટેડ પેઇડ એન્ગેજમેન્ટ વિઝા
    -PBS ડિપેન્ડન્ટ - ચાઇલ્ડ વિઝા
    -PBS ડિપેન્ડન્ટ - પાર્ટનર વિઝા

 

તમારે ભારતથી UKની મુસાફરી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

જીવનની અનિશ્ચિતતાઓને કારણે, સૌથી સારી રીતે બનાવેલ પ્લાન પણ બગડી શકે છે. પરિણામે, ભારતથી UKની મુસાફરી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું વિચારો. જો તમારે UKની મુસાફરી દરમિયાન અથવા પછી કોઈપણ અનપેક્ષિત ઘટનાઓનો સામનો કરવો પડે તો UK માટેનો વર્તમાન મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લાભદાયક નિવડી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ટ્રિપ પહેલાં અથવા તે દરમિયાન બીમાર પડો છો અથવા તમારો સામાન ખોવાઈ જાય છે, તો તમારી UK ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આર્થિક નુકસાનને ટાળવામાં મદદ કરી શકે છે.

 

તેથી, UKના નાગરિક ન હોય તેવા વ્યક્તિઓને, ખાસ કરીને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આર્થિક રીતે સુરક્ષિત રહેવા માટે, ભારતમાંથી ઑનલાઇન ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે.

UKના વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા

ભારતીય લોકો UK ની મુલાકાત લેવા માટે અહીં વિઝા માટે અરજી કરી શકે છે. ભારતીયો માટે UKના વિઝા માટે અરજી કરવાના પગલાં નીચે જણાવેલ છે:

  • UK વિઝાની સાચી કેટેગરી હેઠળ અરજી કરો.

  • વિઝા ફીની ઑનલાઇન ચુકવણી.

  • આજે વિઝાની અપૉઇન્ટમેન્ટ મેળવો.

  • વિઝા અપૉઇન્ટમેન્ટના દિવસે તમારી સાથે જરૂરી પેપરવર્ક કરીને લાવો.

 

ભારતથી UK ની મુસાફરી કરતી વખતે કયા ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ જરૂરી છે?

 

તમારા યુકે વિઝા ઇન્ટરવ્યૂ અપૉઇન્ટમેન્ટના સમયે નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો:

 

  • વિઝા માટે અપૉઇન્ટમેન્ટનું કન્ફર્મેશન.
  • વિઝા એપ્લિકેશન ફીની ચુકવણીની રસીદ.
  • માન્ય ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ (જો ઉપલબ્ધ હોય તો).
  • પાસપોર્ટ-સાઇઝનો ફોટો.
  • યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ વિઝા અપૉઇન્ટમેન્ટ ફોર્મની પ્રિન્ટઆઉટ.
  • યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલું સેલ્ફ-એસેસમેન્ટ ફોર્મ.    
  • જો જરૂરી હોય તો, દરેક વિઝા કેટેગરી માટે લાગુ પડતા અન્ય ડૉક્યુમેન્ટ. તમારી મુસાફરી પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો સુનિશ્ચિત કરો.

UK ની મુસાફરી કરતી વખતે લેવા યોગ્ય સુરક્ષા અને સાવચેતી પગલાં


  • હંમેશા તમારો પાસપોર્ટ સુરક્ષિત રાખો.
  • ખાનગી ડ્રાઇવરનો સંપર્ક કરવાને બદલે સત્તાવાર કમર્શિયલ પરિવહનનો ઉપયોગ કરો.
  • દેશના નિયમો અને કાયદાઓનું પાલન કરો.
  • અવર-જવર ન હોય તેવી અથવા અજાણી જગ્યાઓએ જવાનું, ખાસ કરીને રાત્રે, ટાળો.
  • કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં શામેલ થશો નહીં.
  • દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ સામે તમારી આર્થિક સુરક્ષા માટે UK માટેનો સૌથી શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો.

 

કોવિડ-19 ને લગતી માર્ગદર્શિકા:

 

  • ખાસ કરીને જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે તમારા મોઢા અને નાક પર માસ્ક બાંધો.
  • સામાજિક અંતર જાળવો.
  • કોવિડ-19 ને લગતી ભલામણોને અનુસરો અને સ્થાનિક સરકાર અને નિયુક્ત અધિકારીઓને સહકાર આપો.
  • જો તમને કોવિડ-19 ના લક્ષણો જણાય છે, તો તમે અલગ રહો, ટેસ્ટ કરાવો અને પછી પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

UK માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સરળતાથી ઑનલાઇન મેળવી શકાય છે.

જાણવા યોગ્ય મહત્વપૂર્ણ માહિતી: UKમાં ભારતીય દૂતાવાસ


મદદની જરૂરિયાતના સમયે તમારા દેશના દૂતાવાસનો તમારે સૌપ્રથમ સંપર્ક કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે તમે મુસાફરી કરતા હોવ અથવા તમારી પાસે હોય ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન.

હાઇ કમિશન ઑફ ઇન્ડિયા, ઇન્ડિયા હાઉસ, ઓલ્ડવિચ, લંડન, WC2B 4NA, યુનાઇટેડ કિંગડમ

 

હાઈ કમિશનના સંપર્કની વિગતો:

 

વેબસાઇટ: હાઇ કમિશન ઑફ ઇન્ડિયા, લંડન, યુનાઇટેડ કિંગડમ
ઇમેઇલ: inf.london@mea.gov.in; info.london@mea.gov.in
ટેલિફોન નંબર: 00-44 (0) 020 - 78369147
ફૅક્સ નંબર: 020 - 78364331
કાર્યકારી કલાકો: સોમવારથી શુક્રવાર, સવારે 10 થી સાંજે 5 જીએમટી

 

 

UKમાં કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે?

 

  • હીથ્રો એરપોર્ટ, લંડન (LHR)
  • માંચેસ્ટર એરપોર્ટ, માંચેસ્ટર
  • ગ્લાસગો ઈન્ટરનેશનલ એરપોર્ટ, ગ્લાસગો
  • ગેટવિક એરપોર્ટ, લંડન (LGW)
  • એડિનબર્ગ એરપોર્ટ, એડિનબર્ગ

UK ની મુલાકાત સમયે લઈ જવા માટે કરન્સી અને ફોરેન એક્સચેન્જ


પાઉન્ડ સ્ટર્લિંગ (£), જને પાઉન્ડ, સ્ટર્લિંગ અથવા ક્વિડ પણ કહેવાય છે, તે યુનાઇટેડ કિંગડમનું અધિકૃત ચલણ છે. UK પ્રસ્થાન કરતા પહેલાં, પૂરતા પ્રમાણમાં ઉપરોક્ત ચલણમાં નાણાં હોવા જરૂરી છે.

ભારતીય રાષ્ટ્રીય રૂપિયા (₹) ની સામે પાઉન્ડ સ્ટર્લિંગ (£) ના મૂલ્યમાં દૈનિક વધઘટ થઈ શકે છે. તેથી, UK ની મુસાફરી કરતા પહેલાં સંબંધિત કરન્સીના દર પર નજર રાખવી જરૂરી છે.

UK માં મુલાકાત લેવા જેવા પ્રવાસન સ્થળો


તેના વ્યાપક ઇતિહાસ અને વૈવિધ્યસભર પ્રાકૃતિક સૌંદર્યને કારણે યુનાઇટેડ કિંગડમ પ્રવાસીઓને વર્ષોથી આકર્ષિત કરતું આવ્યું છે. અને જો તમારી પાસે ભારતથી UK માટેનો કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે, તો તમે ચિંતામુક્ત થઈને આ સ્થળોનો આનંદ માણી શકો છો!

UK માં તમારે મુલાકાત લેવી જોઈએ તેવા કેટલાક સ્થળો અહીં જણાવેલ છે:

  • લંડન:

    લંડન એક પ્રાચીન સમયનું અદ્ભૂત આર્કિટેક્ચર ધરાવતું અને ખરેખર આધુનિક સમયનું શહેર છે, જે ભૂતકાળ તેમજ વર્તમાન અને ભવિષ્યને અપનાવી રહ્યું છે. આ શહેર તેના વિશ્વ-પ્રસિદ્ધ લેન્ડમાર્ક્સ, કોબલસ્ટોન્ડ સ્ટ્રીટ્સ અને જૂના જમાનાના કેફે માટે પ્રસિદ્ધ છે. લંડનમાં આઇકોનિક એવો ટાવર બ્રિજ, વેસ્ટમિન્સ્ટર એબી, બકિંગહમ પેલેસ, મિલેનિયમ બ્રિજ, ધ લંડન આઇ, બિગ બેન, બ્રિટિશ સંસદ, નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ અને ટ્રાફલગર સ્ક્વેર આવેલા છે.
  • એડિનબર્ગ:

    એડિનબર્ગ, સ્કૉટલેન્ડની આકર્ષક રાજધાની છે, જે ઐતિહાસિક અને કુદરતી ખજાનાથી સુસજ્જિત એક શહેર છે. શહેરમાં અલૌકિક એવો, જે તેરમી સદીની સુંદર રચના છે, તેવો એડિનબર્ગ કાસલ આવેલ છે.
  • સ્ટોનહેન્જ:

    સ્ટોનહેન્જ એક 4,500 વર્ષ જૂની, 20 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ વૈશ્વિક ધરોહર ગણાતી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. એક ઐતિહાસિક પૂજા સ્થળ તરીકે આદર પામેલી ઇમારત, વિશ્વભરમાં યુનાઇટેડ કિંગડમના સૌથી માન્ય પ્રતીકોમાંથી એક છે. સ્ટોનહેન્જની મુલાકાત બાદ, તમે સેલિસબરીની મુલાકાત લઈ શકો છો, જેમાં કેટલાક અદ્ભુત કેથીડ્રલ્સ અને અસલ મેગ્ના કાર્ટા આવેલ છે.
  • ધ લેક ડિસ્ટ્રિક્ટ:

    બ્રિટિશ ગ્રામીણ પ્રદેશના શાંત લેક ડિસ્ટ્રિક્ટ અને કોટ્સવોલ્ડ્સમાં મુસાફરી કરવી એટલે ત્યાંની સોળમી સદીના એક પુસ્તકમાં ડૂબી જવું. આ પ્રદેશમાં સુંદર ખીણો, પર્વતો, સરોવરો, ગામ અને ઘાસવાળા પ્રદેશ, જ્યાં ઑક્સફોર્ડશાયર, વૉરવિકશાયર અને વૂર્સ્ટરશાયર આવેલ છે, તે અદ્ભુત છે. અદ્ભુત એવા લેક ડિસ્ટ્રિક્ટ નેશનલ પાર્ક માં દેશના કેટલાંક સૌથી મોટા સરોવરો આવેલા છે, જે પ્રદેશના ઉત્તર ભાગમાં આવેલ છે.

UK ની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શું છે?


માર્ચથી મે સુધીના વસંતના મહિનાઓ અથવા સપ્ટેમ્બરથી નવેમ્બરના મહિનાઓ યુનાઇટેડ કિંગડમની મુલાકાત લેવાનો આદર્શ સમય છે (પાનખર). UKના મોટાભાગના પ્રદેશોમાં વસંત સમયે હવામાન ખુશમિજાજ હોય છે, જે રજાઓ ગાળવા માટે શ્રેષ્ઠ છે. આ દેશની મુલાકાત વસંત અથવા પાનખર દરમિયાન લેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે જૂનથી ઓગસ્ટ સુધીના ઉનાળાના મહિના પર્યટન માટેના સૌથી વ્યસ્ત મહિના છે.


તો, પ્રવાસ માટે તરત જ પ્રસ્થાન કરો અને UK માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વડે તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો. તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વિવિધ વિકલ્પોમાંથી તમારા માટે UK માટેનો સૌથી શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો. ભારતથી UK માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન બજાજ આલિયાન્ઝની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ભારતમાંથી યુકે માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે

યુકે માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચિંતા-મુક્ત પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે વિવિધ લાભો ઑફર કરે છે. તેમાં મેડિકલ ઇમરજન્સી કવરેજ, ટ્રિપ કૅન્સલેશન, સામાનનું નુકસાન અને પાસપોર્ટના નુકસાનનો સમાવેશ થાય છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની યુકેમાં ક્યાંય પણ મદદ કરવા માટે તૈયાર 24-કલાકની ઇમરજન્સી ટીમ સાથે તરત સહાય પ્રદાન કરે છે. વરિષ્ઠ નાગરિકો અથવા વિદ્યાર્થીઓને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ કવરેજ વિકલ્પો ઉપલબ્ધ છે. કાર્યક્ષમ ક્લેઇમ પ્રક્રિયા ઝડપી ક્લેઇમ નિરાકરણની ખાતરી કરે છે, જે મુસાફરી સંબંધિત તમામ સંભવિત જોખમો માટે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.

ભારતથી યુકે માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવતું નથી


જ્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, ત્યારે કેટલીક પરિસ્થિતિઓને સામાન્ય રીતે બાકાત રાખવામાં આવે છે. જ્યાં સુધી પૉલિસીમાં ચોક્કસપણે શામેલ ન હોય ત્યાં સુધી પહેલેથી હોય તેવી તબીબી સ્થિતિઓ કવર કરી લેવામાં આવતી નથી.


ભારે રમતગમત જેવી ઉચ્ચ-જોખમની પ્રવૃત્તિઓને ઘણીવાર બાકાત રાખવામાં આવે છે. દારૂ અથવા ડ્રગના ઉપયોગ, યુદ્ધ અને આતંકવાદ સંબંધિત ઘટનાઓને પણ કવર કરવામાં આવતી નથી. આ બાકાતને સમજવાથી વાસ્તવિક અપેક્ષાઓ નક્કી કરવામાં મદદ મળે છે અને ખાતરી થાય છે કે મુસાફરો પર્યાપ્ત રીતે તૈયાર છે.

Frequently Asked Questions

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું મને યુકે મુસાફરી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે?

હા, યુકે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ભલામણ તબીબી ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અથવા સામાન ખોવાઈ જવા જેવી અનપેક્ષિત ઘટનાઓને કવર કરવા માટે કરવામાં આવે છે.

યુકે ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ખર્ચ કેટલો છે?

યુકે ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ખર્ચ ટ્રિપની અવધિ, કવરેજ મર્યાદા અને મુસાફરની ઉંમર જેવા પરિબળોના આધારે અલગ હોય છે. વિવિધ પ્લાનની તુલના કરવાથી શ્રેષ્ઠ વિકલ્પ શોધવામાં મદદ મળી શકે છે.

શું મારે મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ યુકે પૉલિસી ખરીદવી પડશે?

જ્યારે ફરજિયાત નથી, ત્યારે ઇંગ્લેન્ડ માટે મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવું તમારી ટ્રિપ દરમિયાન સંભવિત મેડિકલ ઇમરજન્સી અને સંબંધિત ખર્ચને કવર કરવાની સલાહ આપવામાં આવે છે.

યુકે વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે મેળવવો?

યુકે વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવા માટે, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લો, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો, જરૂરી વિગતો પ્રદાન કરો અને ઑનલાઇન ખરીદી પૂર્ણ કરો.

લોકપ્રિય દેશો માટે વિઝા ગાઇડ


ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે