Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી

પરિવાર સાથે રજા માણો છો? અમે તમને કવર કર્યા છે
Buy Family Travel Insurance Policy Online in India

ચાલો શરૂઆત કરીએ

કૃપા કરીને નામ દાખલ કરો
/travel-insurance-online/buy-online.html ક્વોટેશન મેળવો
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો
સબમિટ કરો

તમારા માટે તેમાં શું છે?

સર્વશ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આઉટલુક ટ્રાવેલરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે

24/7 મિસ્ડ કૉલ સુવિધા સાથે વૈશ્વિક સહાય

સંપૂર્ણ પરિવારને કવર કરતી એક પૉલિસી

સ્વયં, જીવનસાથી અને બાળકોને કવર કરે છે

ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

વેકેશનનું આયોજન કરતી વખતે, તમારા પરિવારની સુરક્ષા અને સુખાકારીની ખાતરી કરવી એ સર્વોત્તમ છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીનો શ્રેષ્ઠ ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તબીબી ખર્ચ, ઇવેક્યુએશન, રિપેટ્રિએશન અને ઇમરજન્સી ડેન્ટલ પેન રિલીફ સહિત વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. તે સામાન, પાસપોર્ટ અને વ્યક્તિગત જવાબદારી સંબંધિત નુકસાનને પણ કવર કરે છે. ઉદાહરણ તરીકે, ટ્રાવેલ કમ્પેનિયન પ્લાન તબીબી ખર્ચ માટે $50,000 સુધી અને ખોવાયેલ સામાન માટે $250 પ્રદાન કરે છે. આવું વ્યાપક કવરેજ એ સુનિશ્ચિત કરે છે કે તમે અને તમારા પ્રિયજનોને વિદેશમાં મુસાફરી કરતી વખતે અણધારી ઘટનાઓથી સુરક્ષિત રહો છો, જે તેને માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બનાવે છે.

ઑનલાઇન ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન માટે પૉલિસીની માહિતી

ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવું એક સંપૂર્ણ જરૂરિયાત બની જાય છે, ખાસ કરીને જ્યારે તમે વધારે પ્રદૂષણ, ભેળસેળવાળા ખાદ્ય અને અકસ્માતો જેવા સ્વાસ્થ્ય જોખમોને ધ્યાનમાં લો છો, ખાસ કરીને તે જાણતા કે બાળકો વેકેશનમાં કેટલા ઉત્સાહી હોય છે. વિદેશમાં તબીબી સારવાર ઘણી વધુ ખર્ચાળ હોઈ શકે છે.

વિશ્વના કેટલાક ભાગોમાં રસ્તા પર અકસ્માત અને સામાનની ચોરી પણ સામાન્ય છે. જ્યારે તમારે તમારા સામાનની કાળજી રાખવી જોઈએ, ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને ઇમરજન્સી સુરક્ષાત્મક કવર આપી શકે છે.

તમે જાપાન જઈ રહ્યા હોવ કે યુરોપના રહસ્યોને શોધી રહ્યા હોવ, હરદમ તૈયાર રહેવાથી ઘણો ફેર પડી શકે છે!

તેથી જ, બજાજ આલિયાન્ઝ ઑનલાઇન ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની રેન્જ ઑફર કરે છે, જે તમને પૈસા વસૂલ અને વ્યાપક કવરેજ આપે છે. જો તમે કઈ પૉલિસી ખરીદવી તે નક્કી ના કરી શકતા હોવ અથવા તો અમુક પૉલિસી શું કવર કરે છે તે અંગે મૂંઝવણમાં હોવ, તો તમને અમારી વેબસાઇટ પર ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના તમારા તમામ પ્રશ્નોના જવાબો મળશે. બ્રાઉઝ કરો, પસંદ કરો, કેટલાક ક્લિકમાં ચુકવણી કરો, અને આ બધું તમારી સુવિધા મુજબ કરો! 

  • Immediate and Accurate Quotes તાત્કાલિક અને સચોટ ક્વોટ્સ

    ઑનલાઇન ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ખરીદીમાં સૌથી મહત્વપૂર્ણ લાભ એ છે કે તમને તરત જ સચોટ ક્વોટ્સ મળે છે. તેથી, જ્યારે પણ તમારે ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની હોય, ત્યારે તમે પૉલિસી કવર, નિયમો અને શરતો વગેરેની સરળતાથી તુલના કરી શકો છો અને માહિતગાર નિર્ણય લઈ શકો છો. 

  • Easy Access To Policy Related Information પૉલિસી સંબંધિત માહિતીનો સરળ ઍક્સેસ

    ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની ખરીદીમાં શ્રેષ્ઠ બાબત એ છે કે તમે તમામ સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકો છો. વિવિધ પૉલિસી કવર શું ઑફર કરે છે તે તરત તપાસો અને તમને સૌથી વધુ અનુકૂળ હોય તે પસંદ કરો. પ્રક્રિયાને વધુ સરળ બનાવવા, બોઇંગ, અમારો ઇન્ટરેક્ટિવ ચૅટબોટ તમને કોઈપણ પૉલિસી સંબંધિત પ્રશ્નોના ઝડપી જવાબો આપે છે.

    શું અમે જણાવ્યું કે અમારી વેબસાઇટ પ્રૉડક્ટ અને તેની વિશેષતાઓને સરળ અને રસપ્રદ રીતે પ્રસ્તુત કરીને તમને 'ઇન્ફર્મેશન ઓવરલોડ સિંડ્રોમ' ટાળવામાં પણ મદદ કરે છે?

  • Saves Time સમય બચાવે છે

    એક આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પ્લાન કરતી વખતે, હંમેશા ઓછા સમયમાં ઘણી બધી વસ્તુઓની કાળજી લેવાની હોય છે. તમે વિદેશમાં યુનિવર્સિટી પ્રોગ્રામની તપાસ કરતા કોઈ વિદ્યાર્થી હોવ કે હવાઈના દરિયા કિનારે છબછબિયાં કરવા ઈચ્છુક વરિષ્ઠ નાગરિક હોવ, તમે એકદમ ઝંઝટમુક્ત રીતે તમને અનુકૂળ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન મેળવી શકો છો

    આ માટે અમારી વાત ન માનો! અમારી વેબસાઇટની મુલાકાત લો અને જાતે જુઓ કે અમારા ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વિકલ્પો તમારા સંશોધનના કલાકોને કેવી રીતે બચાવી શકે છે. તેના બદલે તે સમયનો ઉપયોગ તમારા આગામી પ્રવાસની કલ્પનામાં ગાળો!

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે?

ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ક્લેઇમ પ્રોસેસ શું છે?

અમે હંમેશા આશા રાખીએ છીએ કે તમારી મુસાફરી કોઈપણ મુશ્કેલીના લક્ષણોથી મુક્ત હોય.. પરંતુ કદાચ જો કંઈક ખોટું થાય છે, અને તમારે ક્લેઇમ કરવાની જરૂર છે, તો અમે તમારા માટે ચોવીસે ઘડિયાળ ત્યાં જ હોઈશું.. તમારે માત્ર અમારા ગ્લોબલ ટ્રાવેલ હેલ્પલાઇન નંબર +91 124 6174720 પર મિસ્ડ કૉલ આપવાનો રહેશે અથવા અમને અમારા ટોલ ફ્રી નંબર 1800 209 5858 પર કૉલ કરવાનો રહેશે. એકવાર તમે અમારી સાથે જોડાયા પછી, અમારા પ્રતિનિધિ તમને સંપૂર્ણ પ્રક્રિયામાં આગળ વધારશે.

તમારા ક્લેઇમને કૅશલેસ રીતે સેટલ કરવાનો છે કે ભરપાઈ દ્વારા તેના આધારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયામાં બદલાવ થઈ શકે છે.

જો તમારો ક્લેઇમ કૅશલેસ ક્લેઇમ હોય:

✓ તમે ફોન અથવા ઇમેઇલ દ્વારા સંપર્ક કરો. અમારા સલાહકાર આગળની પ્રક્રિયા સંબંધિત કોઈપણ સમસ્યામાં તમને મદદ કરશે

✓ ઝડપી અને ઝંઝટ મુક્ત સેટલમેન્ટ માટે, જરૂરી ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો

✓ એકવાર તમે ડૉક્યૂમેન્ટ શેર કરો અને અમે ક્લેઇમની ચકાસણી કરીએ પછી અમે તેની સ્વીકૃતિ વિશે અપડેટ શેર કરીશું

✓ જો અમને અતિરિક્ત માહિતીની જરૂર હોય, તો અમે ક્વેરી લેટર દ્વારા સ્પષ્ટીકરણ માટે તમારો સંપર્ક કરીશું

✓ જો તમારો ક્લેઇમ મંજૂર થયો હોય, તો તમે નિશ્ચિંત રહો કે બાકીની કાળજી અમે રાખીશું. અમે હેલ્થ કેર પ્રદાતાના સંપર્કમાં રહીશું અને તેમને ચુકવણી માટે ગેરંટી લેટર જારી કરીશું

✓ જો, દુર્ભાગ્યે, તમારો ક્લેઇમ નકારવામાં આવ્યો હોય, તો તમારે તે અનુસાર પ્રદાતા સાથે બિલ સેટલ કરવાનું રહેશે

જો તમારા ક્લેઇમની પ્રક્રિયા રિઇમ્બર્સમેન્ટના માધ્યમે કરવામાં આવશે, તો આ પગલાં છે:

✓ તમારે હેલ્થ કેર પ્રદાતા પાસેથી તમારા તબીબી ડૉક્યૂમેન્ટ સબમિટ કરીને અમારી પાસે ક્લેઇમ ફાઇલ કરવાનો રહેશે. આની પ્રક્રિયા અમારી સમર્પિત, ઇન-હાઉસ હેલ્થ એડમિનિસ્ટ્રેશન ટીમ (HAT) દ્વારા કરવામાં આવશે, જે તેના પર ઝડપી પ્રક્રિયા કરશે

✓ એકવાર પ્રક્રિયા કર્યા પછી, તમારો કલેઇમ તમે પ્રદાન કરેલ વિગતો, તમે પસંદ કરેલ લાભો તેમજ ડૉક્યૂમેન્ટની પ્રમાણિકતા અને શેર કરેલ અન્ય વિગતોના આધારે ચકાસવામાં આવશે

જો ડૉક્યૂમેન્ટ અપર્યાપ્ત હોય:

તમને તમારા કેસ મુજબ પૂરક ડૉક્યૂમેન્ટ શેર કરવા માટે કહેવામાં આવશે

✓ જરૂરી ડૉક્યૂમેન્ટની વિગતો તમને મેઇલ દ્વારા જણાવવામાં આવશે

✓ એકવાર તમે અતિરિક્ત ડૉક્યૂમેન્ટ શેર કરો પછી, તમારા ક્લેઇમની પ્રક્રિયા ફરીથી શરૂ થશે. જો અમને પ્રારંભિક સૂચના પત્રના 15 દિવસની અંદર તમારી પાસેથી તે પ્રાપ્ત ના થાય, તો અમે તમને રિમાઇન્ડર મોકલીશું. અમે તમને 3 રિમાઇન્ડર મોકલીશું, તેના પછી પણ જો અમને ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત ના થાય, તો તમારા ક્લેઇમને પૂરતી માહિતીના અભાવને કારણે નકારવામાં આવશે

✓ તમને તમારા ક્લેઇમની મંજૂરી/નકારવાની વિગતો મેઇલ દ્વારા પણ પ્રાપ્ત થશે

જો તમારો ક્લેઇમ નકારવામાં આવ્યો હોય:

✓ તમારી ક્લેઇમની વિનંતી અને શેર કરેલા ડૉક્યૂમેન્ટની સમીક્ષા કર્યા પછી, પૉલિસીના નિયમો અને શરતોના આધારે તમારો ક્લેઇમ નકારી શકાય છે

✓ આ ઘટનામાં, તમને અમારા તરફથી, અમારું વલણ જણાવતો, એક અસ્વીકાર પત્ર પ્રાપ્ત થશે

જો તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવ્યો હોય:

✓ જો બધું યોગ્ય રીતે હોય, અને તમારો ક્લેઇમ પૉલિસીમાં નિર્ધારિત શરતો અનુસાર હોય, તો અમે તમારા ક્લેઇમને સેટલ કરવા માટે પ્રક્રિયાને ઝડપી કરીશું. તમારા ક્લેઇમ માટેની ચુકવણી તમને NEFT દ્વારા, તમે શેર કરેલ વિગતો મુજબના બેંક એકાઉન્ટમાં સીધી જ પ્રાપ્ત થશે 

 

અહીં ક્લિક કરો તમારા ક્લેઇમને ઑનલાઇન રજિસ્ટર કરવા માટે. 

અમારી સેવાઓ દ્વારા સ્મિત ફેલાવી રહ્યા છીએ

અભિજીત ડોઇફોડે

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે ઝડપી અને સરળ, યૂઝર ફ્રેન્ડલી પ્રક્રિયા.

પ્રદીપ કુમાર

ખૂબ સારી વેબસાઇટ. થોડા પગલાંઓમાં સરળતાથી પૉલિસી પ્રાપ્ત કરી.

વિનોદ વી નાયર

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે ઝડપી અને સરળ, યૂઝર ફ્રેન્ડલી પ્રક્રિયા.

બજાજ આલિયાન્ઝ સાથે તમારા પરિવારને વિદેશમાં સુરક્ષિત રાખો!

ક્વોટેશન મેળવો

અમારો ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શું કવર કરે છે?

 

ટ્રાવેલ કમ્પેનિયન એક મૂળભૂત ટ્રાવેલ પ્લાન છે, જે જ્યારે પણ તમે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી રહ્યા હોવ ત્યારે તમારી પાસે હોવો જોઈએ. તે વિદેશમાં તમારા પરિવારના તબીબી ખર્ચને કવર કરે છે.

આ પ્લાન શું ઑફર કરે છે તે અહીં જણાવેલ છે:

 

કવરેજ યુએસ $ માં લાભ
તબીબી ખર્ચ, ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન 50000
ઇમરજન્સીમાં દાંતના દુખાવામાં રાહત ઉપર (I) માં શામેલ છે 500
સામાન ગુમ થવો (ચેક-ઇન કરેલ)
નોંધ: સામાન દીઠ મહત્તમ 50% અને સામાનની વસ્તુ દીઠ 10 %.
250**
સામાન આવવામાં વિલંબ 100
પર્સનલ એક્સિડન્ટ
18 વર્ષથી ઓછી ઉંમરના વીમાકૃત વ્યક્તિની મૃત્યુના સંદર્ભમાં વીમા રકમના માત્ર 50%
10,000***
પાસપોર્ટ ખોવાઈ જવો 150
વ્યક્તિગત જવાબદારી 2,000
**પ્રતિ સામાન મહત્તમ 50 % અને સામાનમાં વસ્તુ દીઠ 10 %. *** 18 વર્ષથી ઓછી ઉંમરના ઇન્શ્યોર્ડ વ્યક્તિની મૃત્યુના સંદર્ભમાં વીમાકૃત રકમના માત્ર 50%

આ પ્લાન તમને ટ્રાવેલ કમ્પેનિયન પ્લાનની તુલનામાં ઘણી વ્યાપક સુરક્ષા આપે છે. ટ્રાવેલ કમ્પેનિયન પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા લાભો ઉપરાંત, આ પ્લાન ચેક-ઇન કરેલ સામાન ગુમ થવો, હાઇજેક, ઇમરજન્સી કૅશ ઍડવાન્સ વગેરે પણ કવર કરે છે.

કવરેજ યુએસ $ માં લાભ
તબીબી ખર્ચ, ઇવેક્યુએશન અને રિપેટ્રિએશન 50000
ઇમરજન્સીમાં દાંતના દુખાવામાં રાહત ઉપર (I) માં શામેલ છે 500
વ્યક્તિગત અકસ્માત
નોંધ: 18 વર્ષથી ઓછી ઉંમરના ઇન્શ્યોર્ડ વ્યક્તિની મૃત્યુના સંદર્ભમાં વીમાકૃત રકમના માત્ર 50%
10,000**
AD & D સામાન્ય વાહક 2,500
ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો
નોંધ: પ્રતિ સામાન મહત્તમ 50 % અને સામાનમાં પ્રતિ વસ્તુ માટે 10 %.
250**
સામાન આવવામાં વિલંબ 100
પાસપોર્ટ ખોવાઈ જવો 250
હાઇજેક પ્રતિ દિવસ $50 થી
મહત્તમ $ 300
ટ્રિપમાં વિલંબ પ્રતિ 12 કલાક $ 20 થી
મહત્તમ $ 120
વ્યક્તિગત જવાબદારી 1,00,000
ઇમરજન્સી કૅશ ઍડવાન્સ****
નોંધ: કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્ક શામેલ હશે
500
ગોલ્ફર્સ હોલ-ઇન-વન 250
ટ્રિપ કૅન્સલેશન 500
હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ ₹ 1,00,000
ટ્રિપ કર્ટેલમેન્ટ 200
હૉસ્પિટલાઇઝેશન દૈનિક ઍડવાન્સ પ્રતિ દિવસ $25 થી મહત્તમ $100
**પ્રતિ સામાન મહત્તમ 50 % અને સામાનમાં વસ્તુ દીઠ માટે 10 %. ***18 વર્ષથી ઓછી ઉંમરના ઇન્શ્યોર્ડ વ્યક્તિની મૃત્યુના સંદર્ભમાં વીમાકૃત રકમના માત્ર 50%**** કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્કનો સમાવેશ થાય છે

ટ્રાવેલ પ્રાઇમ પ્લાન પણ ટ્રાવેલ ઇલાઇટ પ્લાન જેવું જ કવરેજ પ્રદાન કરે છે. જો કે, આ પ્લાનમાં કવરેજની રકમ ઘણી વધુ છે.

આ પ્લાન હેઠળ, તમને પૉલિસીઓની વિશાળ રેન્જ મળે છે, જેમાંથી તમે તમારી પસંદગી કરી શકો છો. આ પ્લાન હેઠળની દરેક પૉલિસી તમારી ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે.

તમે 21 વર્ષના હોવ કે 60 વર્ષના હોવ; કોઈ બિઝનેસમેન હોવ કે વિદ્યાર્થી હોવ, તમે તમારા માટે શ્રેષ્ઠ હોય એવી પૉલિસી શોધી શકો છો. સરેરાશ પ્રવાસીની વિવિધ જરૂરિયાતો માટે, અમારી પાસે સમર્પિત ઉકેલો છે.

ટ્રાવેલ પ્રાઇમ પ્લાન નીચે મુજબ ત્રણ વિશેષ પ્રકારોમાં આવે છે:

કવરેજ સ્ટાન્ડર્ડ 50000 યુએસડી સિલ્વર 1 લાખ યુએસડી કપાતપાત્ર
પર્સનલ એક્સિડન્ટ* 10,000 યુએસડી 10,000 યુએસડી કંઈ નહીં
તબીબી ખર્ચ અને ઇવેક્યુએશન 50,000 યુએસડી 100,000 યુએસડી 100 યુએસડી
તબીબી ખર્ચાઓ અને ઇવેક્યુએશન વીમાકૃત રકમ હેઠળ ઇમરજન્સી દાંતના દુખાવામાં રાહત શામેલ છે 500 યુએસડી 500 યુએસડી 100 યુએસડી
રિપેટ્રિએશન 5,000 યુએસડી 5,000 યુએસડી કંઈ નહીં
ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો** 250 યુએસડી 250 યુએસડી કંઈ નહીં
આકસ્મિક મૃત્યુ અને અપંગતા (સામાન્ય વાહક) 2,500 યુએસડી 2,500 યુએસડી કંઈ નહીં
પાસપોર્ટ ખોવાઈ જવો 250 યુએસડી 250 યુએસડી 25 યુએસડી
વ્યક્તિગત જવાબદારી 100,000USD 100,000USD 100 યુએસડી
હાઇજેક કવર પ્રતિ દિવસ યુએસડી50 થી મહત્તમ યુએસડી 300 પ્રતિ દિવસ યુએસડી50 થી મહત્તમ યુએસડી 300 કંઈ નહીં
ટ્રિપમાં વિલંબ પ્રતિ 12 કલાક યુએસડી 20 થી મહત્તમ યુએસડી 120 પ્રતિ 12 કલાક યુએસડી 20 થી મહત્તમ યુએસડી 120 12 કલાક
હૉસ્પિટલાઇઝેશન દૈનિક ભથ્થું પ્રતિ દિવસ યુએસડી 25 થી મહત્તમ યુએસડી 100 પ્રતિ દિવસ યુએસડી 25 થી મહત્તમ યુએસડી 100 કંઈ નહીં
ગોલ્ફર્સ હોલ-ઇન-વન 250 યુએસડી 250 યુએસડી કંઈ નહીં
ટ્રિપ કૅન્સલેશન 500 યુએસડી 500 યુએસડી કંઈ નહીં
ટ્રિપ કર્ટેલમેન્ટ 200 યુએસડી 200 યુએસડી કંઈ નહીં
ચેક-ઇન કરેલ સામાન આવવામાં વિલંબ 100 યુએસડી 100 યુએસડી 12 કલાક
હોમ બર્ગલરી ઇન્શ્યોરન્સ ₹100,000 ₹100,000 કંઈ નહીં
ઇમરજન્સી કૅશ લાભ *** 500 યુએસડી 500 યુએસડી કંઈ નહીં
* વ્યક્તિગત અકસ્માત કવર ફ્લોટરના આધારે નથી. ક્લેઇમની ઘટનામાં લાગુ વીમાકૃત રકમ નીચે મુજબ રહેશે:

• પ્રપોઝર અને કમાણી કરનાર જીવનસાથી માટે 100 % વીમાકૃત રકમ
• કમાણી ન કરનાર જીવનસાથી અને અતિરિક્ત વયસ્ક માટે વીમાકૃત રકમના 50%
• પ્રતિ બાળક વીમાકૃત રકમના 25 %

** પ્રતિ સામાન મહત્તમ 50 % અને સામાનમાં વસ્તુ દીઠ 10 %

*** કૅશ ઍડવાન્સમાં ડિલિવરી શુલ્ક શામેલ હશે

ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાની બાબતો

ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાની મુખ્ય બાબતો અહીં આપેલ છે:

  • કવરેજની વિગતો:

    ✓ મેડિકલ અને હૉસ્પિટલાઇઝેશન ખર્ચ સહિત પૉલિસી શું કવર કરે છે તે સમજો.
    ✓ ટ્રિપ કૅન્સલેશન અને ટ્રિપ કર્ટેલમેન્ટ પર કવરેજ તપાસો.

  • પૉલિસીમાં આ સામેલ નથી:

    ✓ પહેલેથી હોય તેવી શારીરિક સ્થિતિઓ જેવા બાકાત બાબત વિશે જાગૃત રહો.
    ✓ નોંધ કરો કે સ્વ-પ્રભાવિત ઇજાઓ અને બિન-એલોપેથિક સારવારને કવર કરી શકાતી નથી.

  • પૉલિસીનો સમયગાળો:

    ✓ ખાતરી કરો કે પૉલિસી તમારી ટ્રિપના સંપૂર્ણ સમયગાળાને કવર કરે છે.

  • ખર્ચ વિચારણા:

    ✓ જો વ્યાજબી વિકલ્પો અને શ્રેષ્ઠ વેલ્યૂ શોધવા માંગો છો તો વિવિધ પૉલિસીની તુલના કરો.

  • અનપેક્ષિત ખર્ચ ટાળો:

    ✓ આ વિગતોની સમીક્ષા કરવાથી અનપેક્ષિત ખર્ચને ટાળવામાં મદદ મળે છે અને એ સુનિશ્ચિત કરી શકાય છે કે તમને તમારા ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટમાંથી સૌથી વધુ મળશે.

મને ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

તમે હમણાં જ તમારા બાળકોની આફ્રિકન સફારી પર જવાની સતત માંગ માની હોય કે થોડા સમયથી તે તમારા બકેટ લિસ્ટમાં હોય, અમને ખાતરી છે કે તમે તમારા પ્રવાસના દરેક ક્ષણે આનંદ માણશો! પરંતુ પરિવાર સાથે પ્રવાસ કરવામાં ઘણું પ્લાનિંગ કરવું પડતું હોય છે.

તમે પ્રવાસમાં જરૂરી નાનામાં નાની વસ્તુની ભલે તપાસ કરી લીધી હોય, તો પણ તમને હંમેશા લાગે છે કે તમારે વધારે વસ્તુઓ સાથે રાખવી જોઈએ, કદાચ જરૂર પડે! જેમ કે નવી ચમકદાર સેલ્ફી સ્ટિક, જે તમે પેનારોમિક પારિવારિક ફોટા પાડવા ગયા અઠવાડિયે ખરીદી હતી!

અને ત્યારબાદ તમને થશે કે કિચન સિંક સિવાય તમામ વસ્તુઓના પૅકિંગ કરવાથી કોઈ ફાયદો નહીં થાય, પરંતુ આટલો સામાન લઈને સાથે ફરવાથી તમારા કાંડા દુખી જશે. આહ, અને સામાન લઈ જવાની લિમિટનું પણ ધ્યાન રાખવાનું હોય છે! ઓહ! હવે, ચાલો જોઈએ, ફ્લાઇટ્સ, હોટલનું બુકિંગ...બધું થઈ ગયું છે. પરંતુ થોભો, ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સનું શું?

વિદેશમાં પ્રવાસ જોખમ મુક્ત નથી. ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને આંતરરાષ્ટ્રીય સ્થાનોના પ્રવાસ દરમિયાન બનવાજોગ વિવિધ જોખમોથી કવર કરે છે. સામાન આવવામાં વિલંબ, શારીરિક ઇજાઓ અથવા પાસપોર્ટ ગુમ થવો આ તમને સામનો કરવો પડી શકે તેમાંની માત્ર કેટલીક સમસ્યાઓ છે. સદભાગ્યે, ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને શામેલ ફાઇનાન્શિયલ મુશ્કેલીઓથી બચાવે છે.

જ્યારે તમે આંતરરાષ્ટ્રીય સ્થાન પર હો, ત્યારે સ્કીઇંગ અકસ્માત અથવા સામાનનું ગુમ થવું તમારા સપનાની રજાને દુર્ભાગ્યપૂર્ણ ગાથામાં બદલી શકે છે! ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારા માટે તેની કાળજી લે છે!

તેથી, તમે કમર કસીને તૈયાર થઈ જાઓ અને આગળ વધો, તમારા પ્રિયજનો સાથે કેટલોક ક્વૉલિટી સમય વિતાવવા માટે ચિંતા-મુક્ત રહો!

ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો/ખરીદવો?

1) તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો : તમારી ટ્રિપની વિગતોના આધારે તમારા પરિવારની વિશિષ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂરિયાતો નક્કી કરો.

2) બજાજ આલિયાન્ઝના વિકલ્પો જુઓ : બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઑફર કરવામાં આવતા ટ્રાવેલ કમ્પેનિયન, ટ્રાવેલ ઇલાઇટ અને ટ્રાવેલ પ્રાઇમ જેવા પ્લાનની સમીક્ષા કરો.

3) વેબસાઇટની મુલાકાત લો : બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર જાઓ.

4) ક્વોટેશન મેળવો : તાત્કાલિક અને સચોટ ક્વોટેશન પ્રાપ્ત કરવા માટે તમારી મુસાફરીની વિગતો દાખલ કરો.

5) પ્લાનની તુલના કરો : દરેક પ્લાનના કવરેજ અને લાભોનું મૂલ્યાંકન કરો.

6) શ્રેષ્ઠ ફિટ પસંદ કરો : તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરતો પ્લાન પસંદ કરો.

7) ખરીદી પૂર્ણ કરો : ઇન્શ્યોરન્સ પ્લાનને ઑનલાઇન નક્કી કરો અને ખરીદો.

8) બજેટ-ફ્રેન્ડલી : આવશ્યક કવરેજને જતુ કર્યા વિના વ્યાજબી પ્લાન શોધો.

બજાજ આલિયાન્ઝ ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

જ્યારે તમારા પરિવાર માટે કંઈક પસંદ કરવાની વાત આવે છે, ત્યારે તમે માત્ર શ્રેષ્ઠ ઈચ્છો છો. ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ કોઈ અલગ નથી! વર્ષોમાં, અમે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂરિયાતો વિશે એક આંતરિક સમજણ મેળવી છે, જે અમારા કસ્ટમાઇઝ કરેલ ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સનો આધાર છે.

CNBC એ અમને ઇન્શ્યોરન્સ કંપનીઓના સેગમેન્ટમાં 'બેસ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપની' પુરસ્કારથી સન્માનિત કર્યા છે. અમારા ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની કેટલીક ખાસ વિશેષતાઓ અને લાભો અહીં આપેલ છે:

✓ વિશ્વમાં ક્યાંય પણ 24X7 ટોલ-ફ્રી ગ્રાહક સપોર્ટ.

✓ ક્લેઇમનું ઝડપી અને સરળ સેટલમેન્ટ.

✓ ઇમરજન્સી કૅશ સુવિધા દ્વારા તમે વિશ્વમાં ક્યાંય પણ કૅશ પ્રાપ્ત કરી શકો છો.

 ✓ સામાનના ગુમ થવા, પાસપોર્ટ ગુમ થવા પર અથવા અન્ય આકસ્મિક ખર્ચના કિસ્સામાં ઇમરજન્સી સહાય.

 ✓ તમારા અથવા તમારા પરિવારને શારીરિક ઈજાઓના કિસ્સામાં હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે કવર.

 ✓ ફ્લાઇટ કૅન્સલેશન અથવા કર્ટેલમેન્ટ કવરેજ.

 ✓ બર્ગલરી કવરેજ.

 ✓ અનેક દેશોમાં ફેલાયેલ ક્લેઇમ સર્વિસ પાર્ટનર્સનું વૈશ્વિક નેટવર્ક.

✓ કૅશલેસ સારવારની સુવિધા.

શું ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવામાં પૈસા લગાવવાનો અર્થ છે? ચોક્કસપણે.. આ જુઓ: માત્ર ₹1400 ના પ્રીમિયમમાં તમે યુકેના 15 દિવસના પ્રવાસ માટે તમારા પરિવાર માટે યુએસ $50,000 નું કવરેજ મેળવી શકો છો. 

પુરસ્કારો અને સન્માન

અમે 2010, 2011 અને 2014 માં CNBC બેસ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીના પુરસ્કારનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અમારા પર વિશ્વાસ કરવા બદલ આભાર. તે અમને દરરોજ તમારી અપેક્ષાઓથી આગળ વધવા માટે પ્રેરિત કરે છે!

ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં નોંધ કરવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • પૉલિસીમાં આ સામેલ છે

  • પૉલિસીમાં આ સામેલ નથી

મેડિકલ અને હૉસ્પિટલાઇઝેશન

પ્રવાસ કૅન્સલેશન અને કર્ટેલમેન્ટ 

(ટ્રાવેલ કમ્પેનિયન ફેમિલી પ્લાન માટે ઉપલબ્ધ નથી)

પાસપોર્ટ/સામાન ગુમ થવો

વ્યક્તિગત જવાબદારી

ફ્લાઇટમાં વિલંબ

(ટ્રાવેલ કમ્પેનિયન ફેમિલી પ્લાન માટે ઉપલબ્ધ નથી)

1 of 1

પહેલાંથી હાજર સ્થિતિ અથવા બીમારી

પૉલિસીના સમયગાળાની સમાપ્તિ પછીના તબીબી ખર્ચ.

આત્મહત્યા, આત્મહત્યાનો પ્રયાસ અથવા ઇરાદાપૂર્વક સ્વયં વહોરી લીધેલ ઈજા અથવા બિમારી, ચિંતા/તણાવ/હતાશા/ગભરાટ, ડ્રગ્સનો દુરુપયોગ.

મેન્યુઅલ કાર્ય અથવા જોખમી વ્યવસાય, બિન-જરૂરી જોખમનું સેલ્ફ-એક્સપોઝર (માનવ જીવન બચાવવાના પ્રયત્ન સિવાય), કોઈપણ ગુનાહિત અથવા ગેરકાયદેસર કામોમાં શામેલ થવું.

ગર્ભાવસ્થા જેના પરિણામે બાળકનો જન્મ થયો હોય, કસુવાવડ, ગર્ભપાત, અથવા ઉપરોક્તમાંથી કોઈપણને કારણે ઉદ્ભવતી જટિલ સમસ્યાઓ.

પ્રાયોગિક, અપ્રમાણિત અથવા બિન-માનક સારવાર.

આધુનિક દવા (જેને એલોપેથી તરીકે પણ ઓળખાય છે) સિવાય અન્ય કોઈપણ પદ્ધતિ દ્વારા સારવાર.

નિદાન કે સારવારના હેતુ માટે ઉપયોગમાં લેવાતા ચશ્માં, કોન્ટેક્ટ લેન્સ, હિયરિંગ એઇડ, ક્રચ અથવા અન્ય તમામ બાહ્ય ઉપકરણો અને/અથવા ડિવાઇસનો ખર્ચ.

જો તમારું ડેસ્ટિનેશન ભારત હોય ત્યારે તમારા સામાન આવવામાં વિલંબ.

કસ્ટમ્સ, પોલીસ અથવા અન્ય કોઈ અધિકારી દ્વારા જપ્ત કરવા અથવા ડિટેન્શનના પરિણામે ઇન્શ્યોર્ડના પાસપોર્ટનું ખોવાવું અથવા ક્ષતિ.

નુકસાનની ખબર પડતા 24 કલાકની અંદર યોગ્ય પોલીસ અધિકારીને જાણ કરવામાં ન આવે અને તેના સંદર્ભમાં એક અધિકૃત રિપોર્ટ પ્રાપ્ત કરવામાં આવ્યો ના હોય.

પાસપોર્ટને ગુમ થતા અટકાવવા માટેના વાજબી પગલાં લેવામાં ઇન્શ્યોર્ડની નિષ્ફળતાને કારણે થયેલ નુકસાન.

1 of 1

ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરો

રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરી પૉલિસી નંબર દાખલ કરો
કૃપા કરીને તારીખ પસંદ કરો

તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.

ગ્રાહકના રિવ્યૂ અને રેટિંગ

સરેરાશ રેટિંગ:

 4.62

(5,340 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)

મદનમોહન ગોવિંદરાજુલુ

સ્ટ્રેટ ફૉર્વર્ડ ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્વોટ અને કિંમત. ચુકવણી કરવામાં અને ખરીદવામાં સરળ

પાયલ નાયક

ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી અને સુવિધાજનક. બજાજ આલિયાન્ઝ ટીમનો ઘણો આભાર.

કિંજલ બોઘરા

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના વ્યાજબી પ્રીમિયમ સાથે ખૂબ જ સારી સર્વિસ

બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.

કૉલ બૅક માટે વિનંતી કરો

કૃપા કરીને નામ દાખલ કરો
+91
માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરીને માન્ય વિકલ્પ પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
કૃપા કરીને ચેકબૉક્સ પસંદ કરો

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે

અમારી સાથે ચૅટ કરો