રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
લીડરશીપ
બજાજ આલિયાન્ઝ ખાતે, બદલાવ ટોચથી શરૂ થાય છે. ડિજિટલ પહેલથી લઈને પ્રૉડક્ટના વિકાસ સુધી, અમારી લીડરશીપ ટીમ 100 વર્ષથી વધુનો સામૂહિક અનુભવ ધરાવે છે. ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગ્રાહકની સફળતા માટેના જુસ્સા સાથે, આજે બજારમાં સૌથી વધુ નફાકારક ઇન્શ્યોરરમાંથી એક તરીકે કંપનીના સાતત્યપૂર્ણ પ્રદર્શન માટે તેઓ ઉત્પ્રેરક રહ્યા છે. સંઘના માર્ગદર્શક તરીકે, તેઓ અમને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શ્રી તપન સિંઘલ 2001 માં બજાજ આલિયાન્ઝની સ્થાપનાથી સાથે જોડાયેલા છે અને રિટેલ માર્કેટમાં ઇન્શ્યોરન્સ બિઝનેસ શરૂ કરતી ટીમનો અભિન્ન ભાગ રહ્યા હતા.
તપન સિંઘલે 2012 માં એમડી અને સીઇઓ તરીકેનો ભાર સંભાળ્યો હતો. છેલ્લા 12 વર્ષોમાં તેમના નેતૃત્વ હેઠળ, કંપનીએ નવીનતાઓ, ઉદ્યોગમાં સૌપ્રથમ પહેલો અપનાવી છે અને ગ્રાહક સર્વોપરીની નીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ઇન્શ્યોરન્સ સેલ, વિતરણ અને ગ્રાહક સંલગ્નતાની પ્રક્રિયાઓ ડિજિટલ થઈ ગઈ.
આ પૂર્વે, તેઓ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના મુખ્ય માર્કેટિંગ અધિકારી (સીએમઓ) હતા. તેમણે કંપનીમાં રિજનલ મેનેજર, ઝોનલ હેડ અને સીએમઓ તરીકે તમામ રિટેલ ચેનલોના પ્રમુખ જેવી વિવિધ ભૂમિકાઓ પણ ભજવી છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ તરીકે, તેણે ઉદ્યોગમાં વિકાસ, નફાકારકતા અને ખર્ચમાં કાપ માટે નેતૃત્વ સુનિશ્ચિત કર્યા છે. હાલમાં, તેઓ જીઆઇ-કાઉન્સિલના અધ્યક્ષ છે, અને તેઓ સીઆઇઆઇની ઇન્શ્યોરન્સ અને પેન્શન માટેની નેશનલ કમિટીની અધ્યક્ષતા પણ કરે છે. તેઓ 25 મી એશિયા ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી અવૉર્ડ્સ 2021 ખાતે 'લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ' જીત્યા હતા. તેઓ આઇડીસી ફ્યુચર એન્ટરપ્રાઇઝ અવૉર્ડ્સ 2021 ખાતે ભારત અને એશિયા-પેસિફિક રીજનના 'સીઇઓ ઑફ ધ યર' જીત્યા છે. તેમને Quantic ના બીએફએસઆઇ એક્સલન્સ અવૉર્ડ્સ 2021, ઇન્ડિયા ઇન્શ્યોરન્સ સમિટ એન્ડ અવૉર્ડ્સ 2019, 22 મો એશિયા ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી અવૉર્ડ્સ 2018 અને ઇન્ડિયન ઇન્શ્યોરન્સ સમિટ 2017 ખાતે 'પર્સનાલિટી ઑફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 2019 અને 2018 માં 'ભારતમાં LinkedIn ટોપ વૉઇસ' તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને તેમને The Economic Times ગ્લોબલ બિઝનેસ સમિટ 2018 માં એશિયાના 'સૌથી આશાસ્પદ બિઝનેસ લીડર' તરીકે માન્યતા આપવામાં આવી છે.
રમનદીપ સિંહ સાહની બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના મુખ્ય નાણાંકીય અધિકારી છે. આ ભૂમિકામાં, તેઓ ફાઇનાન્સ, કમ્પ્લાયન્સ, અને લિગલને લગતી જવાબદારીઓ સંભાળે છે.
રમનદીપ ઇન્શ્યોરન્સ ક્ષેત્રે નોંધપાત્ર અનુભવ ધરાવે છે, તેઓ ભારતીય લાઇફ ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં 17 વર્ષથી વધુ સમયથી કાર્યરત રહ્યા છે. તેમની અગાઉની ભૂમિકાઓમાં, તેમણે ભારતની બે અગ્રણી પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં સિનિયર પોઝિશન પર કામ કરેલ છે, જેમાં તેમણે ફાઇનાન્સ, બિઝનેસ પ્રોસેસ રિ-એન્જિનિયરિંગ, બિઝનેસ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન અને અમલીકરણ, એડમિનિસ્ટ્રેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટરનલ ઑડિટના લગભગ દરેક પાસાઓમાં અનુભવ પ્રાપ્ત કર્યો છે.
રમનદીપ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમનું ક્વૉલિફિકેશન બૅચલર ઑફ કૉમર્સ છે. તેઓ એક સર્ટિફાઇડ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ઑડિટર પણ છે.
શ્રી આદિત્ય શર્મા, મુખ્ય વિતરણ અધિકારી - રિટેલ સેલ્સ તરીકે, તેઓ નફા અને નુકસાનનું અસરકારક રીતે સંચાલન કરતી વખતે કંપનીના વિતરણ નેટવર્કને વ્યૂહાત્મક રીતે આકાર આપે છે અને વિસ્તૃત કરે છે. તેઓ એન્ટરપ્રાઇઝ પાર્ટનર, રિટેલ અને એસએમઇ બ્રોકર, ગ્રોથ માર્કેટ, મોટર એજન્સી, ડિજિટલ એજન્સી, હેલ્થ ફર્સ્ટ એજન્સી અને રિટેલ વ્યૂહાત્મક પહેલ સહિતની અનેક વિતરણ ચેનલોની દેખરેખ રાખે છે, જેમાં 1 લાખથી વધુ ચેનલ પાર્ટનર શામેલ છે. તેમની જવાબદારીમાં વિવિધ ડિજિટલ ક્ષમતાઓ, ડેટાના ઉપયોગ ધરાવતી પહેલ અને સંપર્ક કેન્દ્રનો લાભ ઉઠાવીને રિન્યુઅલ, ક્રૉસ સેલ, અપ સેલ, અને ગ્રાહકોને પાછા જીતવાનો સમાવેશ થાય છે. જનરલ ઇન્શ્યોરન્સમાં 24 વર્ષથી વધુના અનુભવ સાથે, આદિત્ય એક ઊર્જાવાન અગ્રણી છે, જે પાર્ટનર સાથેના સંબંધોને મેનેજ કરવામાં અને બિઝનેસ લક્ષ્યો પ્રાપ્ત કરવાની ક્ષમતાઓ વધારવામાં સહાયભૂત બને છે. આદિત્ય ઉદ્યોગમાં થતા ફેરફારોનો આગોતરો તાગ મેળવે છે અને વિતરણ તેમજ બિઝનેસ પર તેમના પ્રભાવને મેનેજ કરવા માટે રિટેલ ચેનલોની વ્યૂહરચના કરે છે, સાથે સાથે IRDAI નિયમનો અને ટૅક્સ ઑથોરિટીનું અનુપાલન સુનિશ્ચિત કરે છે. તેઓ ગ્રાહકની અને માર્કેટની બદલાતી જરૂરિયાતોને સંબોધવા વિવિધ ફ્લેગશિપ પ્રોજેક્ટ શરૂ કરે છે, તેને વિકસિત કરે છે અને તેનું નેતૃત્વ કરે છે. તેમણે પાર્ટનર અને ગ્રાહકો માટે અવિરત અનુભૂતિ સુનિશ્ચિત કરવા માટે સીઓઇ, સેન્ટ્રલ ફંક્શન, વેચાણમાં પ્રભાવ અને વિતરણ મેનેજમેન્ટ જેવા વિવિધ ફંક્શન દાખલ કરીને અનેક નવી પ્રોસેસ અને નવીન ઉકેલો તૈયાર કર્યા છે. આદિત્યએ ઉદ્યોગની સૌથી નવીન વિતરણ ચેનલ - 'વર્ચ્યુઅલ ઑફિસ' ના લોન્ચિંગની કલ્પના કરી અને તેનું નેતૃત્વ કર્યું. આદિત્ય નવી વિતરણ ચેનલો, બિઝનેસ પ્લાનિંગ અને સ્ટ્રક્ચરિંગ, ટેક્નોલોજી અલાઇનમેન્ટ, રિટેલ માર્કેટિંગ અને નફા અને નુકસાનના મેનેજમેન્ટના ક્ષેત્રે નિપુણતા ધરાવે છે. તેમણે અનેક ભૌગોલિક ક્ષેત્રોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. તેઓ વિજ્ઞાનના સ્નાતક છે અને શિમલાની હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સ અને કંટ્રોલમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેઓ Insurance Institute of India ના ફેલો પણ છે.
કે.વી. દિપુ એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે ઑપરેશન્સ અને કસ્ટમર સર્વિસના સિનિયર પ્રેસિડેન્ટ છે. તેઓ રિટેલ ફાઇનાન્સ ઑપરેશન્સમાં મેનેજમેન્ટનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની વિશેષતાઓમાં સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, ઑપરેશન્સ, પ્રોસેસ રિ-એન્જિનિયરિંગ અને પ્રૉડક્ટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
તેઓ GE Capital માં સેલ્સ, પ્રૉડક્ટ મેનેજમેન્ટ, સિક્સ સિગ્મા અને ઑપરેશન્સનો 19 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ એક સર્ટિફાઇડ લીન સિગ્મા બ્લૅક બેલ્ટ છે અને વિવિધ ઉદ્યોગ કોન્ફરન્સ અને બિઝનેસ સ્કૂલમાં વક્તા તરીકે કાર્યરત છે. તેઓ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ એડવાઇઝરી કાઉન્સિલ, બિઝનેસ પ્રોફેશનલ્સની એક વૈકલ્પિક રિસર્ચ કમ્યુનિટીના મેમ્બર પણ છે.
અલ્પના સિંહ જનરલ ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં પીઢ છે, જેઓ વિવિધ તબક્કે નેતૃત્વનો 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ સાથે 2004 થી જોડાયેલ છે અને ત્યારથી તેમણે વિવિધ ભૂમિકાઓ સંભાળી છે. હાલમાં, તેઓ બૅન્કાસ્યોરન્સ, કૃષિ અને સરકારી બિઝનેસના પ્રમુખ છે ; તેઓ કંપનીમાં સેલ્સ ટ્રેનિંગનું પણ નેતૃત્વ કરે છે. તેમની દ્રઢતા, ફોકસ અને સખત મહેનતને કારણે બેંકશ્યોરન્સ ચેનલ એ કંપનીમાં નાના યોગદાનકર્તામાંથી, માત્ર કંપનીમાં જ નહીં પરંતુ ભારતની જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ, પ્રમુખ યોગદાનકર્તા બની શકી છે. તેઓ એક સ્ટાર્ટ-અપને લગતી માનસિકતા ધરાવે છે અને સ્વેચ્છાએ પડકારોને સ્વીકારે છે. બંને, આંતરિક અને બાહ્ય ગ્રાહકો, તેમના સહાનુભૂતિ ધરાવતા સ્વભાવ અને તેમની વ્યાવહારિક કુશળતાને માને છે.
અલ્પના સેન્ટ મેરી કોલેજ, શિલોંગ, મેઘાલયની ઇંગ્લિશ ઓનર્સમાં સ્નાતક ડિગ્રી ધરાવે છે. તેઓ આઇઆઇએમ ઇન્દોર તરફથી ક્રિયેટિવ ઇનોવેશનની ડિગ્રી પણ ધરાવે છે.
વિક્રમજીત એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની ખાતે એચઆર, આઇએલએમ અને ઍડ્મિનિસ્ટ્રેશનના પ્રમુખ છે. બજાજ આલિયાન્ઝ જીઆઇસી પૂર્વે, વિક્રમજીત L&T, Vodafone, અને Deutsche Bank જેવી અગ્રણી કંપનીઓ સાથે એક ગતિશીલ અને સમૃદ્ધ જોડાણ ધરાવતા હતા. એક યુવા અને વાઇબ્રન્ટ લીડર, વિક્રમજીત હંમેશા નવીન અને પાથ બ્રેકિંગ એચઆર પહેલના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે સુદૃઢ પરફોર્મન્સ મેનેજમેન્ટ ફ્રેમવર્ક તૈયાર કરીને અને કાર્યશૈલીમાં પરિવર્તનને આગળ ધપાવીને લોકોના એજેન્ડામાં ઘણું યોગદાન આપ્યું છે.
આશિષ ઇન્શ્યોરન્સ સેક્ટરના 22 વર્ષ સહિત 30 થી વધુ વર્ષનો નોંધપાત્ર અનુભવ ધરાવે છે; તેમણે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના તમામ ત્રણેય બિઝનેસ, એટલે કે લાઇફ, હેલ્થ અને જનરલમાં કામ કર્યું છે. તેમની વર્તમાન ભૂમિકામાં, આશીષ કંપનીના હેલ્થ એસબીયૂ અને ટ્રાવેલ બિઝનેસનું નેતૃત્વ કરે છે. તેમણે બેંકશ્યોરન્સ, પેન્શન, રિટેલ અને સંસ્થાકીય વ્યૂહરચના અને ડિસ્ટ્રિબ્યુશન મેનેજમેન્ટ, જોડાણો, કોર્પોરેટ બિઝનેસ, ડિજિટલ અને ગ્રામીણ બિઝનેસ સહિતના વિવિધ વિભાગો મેનેજ કર્યા છે.
આશિષ હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે, ત્યારબાદ તેમણે આઇટીસી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (ગુરુગ્રામ) નો 2 વર્ષનો કોર્સ અને આઇઆઇએમ અમદાવાદના વ્યૂહરચના અને અમલીકરણના વિવિધ સર્ટિફાઇડ કોર્સ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો ઇનોવેશનનો કોર્સ કરેલ છે.
શ્રી મઝુમદાર 2001 થી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીનો ભાગ રહ્યા છે. તેમણે ઇન્શ્યોરન્સની વિવિધ પ્રોફાઇલની સર્વિસના ઘણા વિભાગોમાં કામ કરીને કંપનીમાં ખૂબ જ મોટું યોગદાન કર્યું છે. તેઓ કંપનીની સ્થાપનાના વર્ષે જ કંપનીમાં કોલકાતા ખાતે ટેક્નિકલ ભૂમિકામાં જોડાયા હતા, જેમાં તેઓ ક્લેઇમ અને અન્ડરરાઇટિંગને મેનેજ કરતા હતા અને છેવટે સેલ્સ મેનેજ કરવા લાગ્યા હતા. તેઓ કોલકાતાના રિજનલ હેડ બન્યા અને ત્યારબાદ બેંગલોરના રિજનલ હેડ બન્યા, ત્યારબાદ ઝોનલ હેડ- સાઉથ બન્યા હતા. હાલમાં, તેઓ મોટર ડિસ્ટ્રિબ્યુશનના નેશનલ હેડ છે. ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ત્રણ દાયકાથી વધુના અનુભવ સાથે, શ્રી મઝુમદાર એક પ્રભાવી નેતૃત્વ ધરાવે છે અને તેમનું મુખ્ય ધ્યાન હંમેશા નફાકારકતા પર રહ્યું છે.
તેમણે બી.કોમ. અને બીએ - ઇંગ્લિશ ઓનર્સમાં સ્નાતક કરેલ છે. તેમની પાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્શ્યોરન્સની ફેલોશિપ છે અને તેઓ સીઆઇઆઇ (યુ.કે.) ના સહયોગી સભ્ય છે. શ્રી મઝુમદાર ઓપેક્સમાં સર્ટિફાઇડ બ્લેક બેલ્ટ ધરાવે છે.
અવિનાશ ગ્રોથ માર્કેટિંગનું નિર્માણ અને મેનેજમેન્ટ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, B2B પાર્ટનરશિપ, સેલ્સ ડિસ્ટ્રિબ્યુશન અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ, અને રિટેલ ફાઇનાન્શિયલ સર્વિસમાં પ્રોગ્રામ અને પ્રૉડક્ટ મેનેજમેન્ટમાં વિવિધ ક્રોસ-ફંકશનલ ભૂમિકાઓનો બે દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે, જ્યાં તેમની કારકિર્દી પેમેન્ટ, લેન્ડિંગ અને ઇ-કોમર્સ ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલ છે. તેમના અગાઉના કાર્યકાળમાં, તેઓ બજાજ ફાઇનાન્સ સાથે સંકળાયેલા હતા અને તેઓ વિવિધ પ્રૉડક્ટના અધિગ્રહણ અને તેને વર્તમાન તેમજ નવા ગ્રાહકોમાં ક્રૉસ-સેલ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મના નિર્માણ માટે જવાબદાર હતા. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, તેમણે નવા પ્રૉડક્ટના લૉન્ચ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇ-કૉમર્સ પાર્ટનરશિપ અને પરફોર્મન્સ માર્કેટિંગમાં વિવિધ ભૂમિકાઓ નિભાવી છે. અવિનાશે એનએમઆઇએમએસમાંથી એમબીએ કરેલ છે અને મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સમાં બેચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે.
સતીશ કેડિયા બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ ખાતે કોર્પોરેટ બિઝનેસ ગ્રુપ અને લાયેબિલિટીના પ્રમુખ છે. તેઓ 2005 થી કંપની સાથે છે અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવી છે. તેમની વર્તમાન ભૂમિકામાં, તેઓ કમર્શિયલ અને લાયેબિલિટી બિઝનેસનું નેતૃત્વ કરવા, B2B વિતરણ નેટવર્ક બનાવવા અને તેને મજબૂત કરવા માટે નવીન વેચાણ વ્યૂહરચના ઘડી કાઢવા અને ટકાઉ, સ્કેલેબલ અને સંલગ્ન બિઝનેસ મોડલ પ્રદાન કરવા માટે જવાબદાર છે.
સતીશ બે દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે અને કોર્પોરેટ રિલેશનશિપ મેનેજમેન્ટમાં નિપુણ છે. તેઓ તેમની ટીમને વિકસિત કરવા અને સફળતા મેળવવા માટેની તેમની કુશળતા માટે જાણીતા છે. તેઓ ચાર્ટર્ડ ઇન્શ્યોરર (એસીઆઇઆઇ, યુકે) અને ઇન્શ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ફેલો (એફઆઇઆઇઆઇ) છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી સસ્ટેનેબલ બિઝનેસ સ્ટ્રેટેજી અને ડિસ્રપ્ટિવ ઇનોવેશન એન્ડ સ્ટ્રેટેજીના સર્ટિફાઇડ કોર્સ પણ કર્યા છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો