રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાં તમને ઇન્શ્યોરન્સના પ્રીમિયમની ગણતરી માટે વિવિધ સાધનો ઉપલબ્ધ હોય છે. તમે તમારી જરૂરિયાતો, બજેટ અને ઉંમર મુજબ સરળ અને ઝડપી રીતે તમારા પસંદગીના ઇન્શ્યોરન્સના પ્રીમિયમની ગણતરી કરી શકો છો.
છરીથી લઈને ગેસ સ્ટવ સુધીની, તમારા રસોડામાં દૈનિક વપરાતી વસ્તુઓ પર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે જો તેમનો યોગ્ય રીતે ઉપયોગમાં ન આવે તો તે દરેક જોખમરૂપ બની શકે છે. તમારા ઘરમાં સરળતાથી આગ પણ લાગી શકે છે અને તમારા બાળકોને પણ રમતી વખતે ઈજા થઈ શકે છે. ત્યારબાદ તમે શું કરો છો? તો શું ઘરે રસોઈ બનાવવાનું બંધ કરીને આ તમામ વસ્તુઓ કાઢી નાંખવી? અલબત્ત, ના! તમે સાવચેતીના જરૂરી પગલાં લો. તમારા જીવનના તમામ પાસાઓ સાથે આ જ કરવાની જરૂર છે.
જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે પરંતુ તેને કારણે તમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનું બંધ કરવું જોઈએ નહીં. તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણવાનો તમારી પાસે પૂરો અધિકાર છે. જ્યાં સુધી જોખમોની વાત છે તો, તમે સાવચેતીના પગલાં લઈ શકો છો, અને ઇન્શ્યોરન્સ ખરીદવો એ તેમાંનું એક પગલું છે.
પોતાને અને તમારા પરિવારના સ્વાસ્થ્યને આવરી લેવાથી લઈને ઘર અને વાહન જેવી કિંમતી સંપત્તિઓને આવરી લઇને તમે તમારા જીવનના તમામ મહત્વના પાસાઓને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો.
પરંતુ જો પ્રીમિયમ ગણતરી સાથે સંકળાયેલી જટિલતાને કારણે તમે આ મહત્વપૂર્ણ કાર્યને પાછું ઠેલી રહ્યા છો, તો એકવાર અમારા જનરલ ઈન્સ્યોરન્સ કૅલ્ક્યૂલેટરને ઓનલાઈન એક્સેસ કરી લો તે પછી તમારી મુશ્કેલીઓનો અંત આવી જશે.
કેટલીક મૂળભૂત વિગતો ભર્યા બાદ થોડી જ ક્ષણોમાં અમારું કૅલ્ક્યૂલેટર તમને ઘર, સ્વાસ્થ્ય, કાર, મુસાફરી કે અન્ય કોઈ પ્રીમિયમનું ક્વોટ બનાવી આપે છે.
શું તમને યાદ છે કે સ્કૂલમાં જ્યારે તમને તમારી ગણિતની પરીક્ષા દરમિયાન કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાની છૂટ મળી હતી અને તેને કારણે બીજગણિતની ગણતરી કેટલી સરળ બની હતી? અમારું ઑનલાઇન જનરલ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર સહેલાઈથી ગણતરી કરી આપે છે!
દાખલા તરીકે, તમે તમારો આગલો પ્રવાસ વિદેશમાં કોઈ એકઝોટીક સ્થળે કરવાનું વિચારી રહ્યા છો, અને તેની સાથે સંકળાયેલા જોખમોને કારણે જાણો છો કે તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલીસી ખરીદવી જરૂરી છે, પરંતુ 'પૉલીસી લેવામાં કેટલો ખર્ચ થશે' તેમ વિચારી રહ્યા છો’
સામાન્ય રીતે, તમારે ઇન્શ્યોરન્સ ઑફિસમાં જવું પડશે, કોઈ મિત્ર કે જે મુસાફરીનો સારો એવો અનુભવ ધરાવે છે તેને કૉલ કરવો પડશે, અથવા તમારે પોતે ઇન્ટરનેટ પર વ્યાપક સંશોધન કરવું પડશે, પરંતુ અમારા ઑનલાઇન જનરલ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરની મદદથી તમે આ પ્રશ્નને 10 સેકંડ્સમાં ઉકેલી શકશો.
અમારા ઑનલાઇન ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર્સ તમને જરૂરિયાત, બજેટ, ઉંમર અને અન્ય વેરિએબલ્સના આધારે ઝડપી, ઝંઝટ-મુક્ત અને સીમલેસ રીતે તમારી પૉલિસીના પ્રીમિયમની ગણતરી કરવામાં મદદ કરે છે.
ઑનલાઇન ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરના કેટલાક લાભો અહીં આપેલ છે:
તમને માહિતીપૂર્ણ નિર્ણય લેવામાં મદદ કરે છે
દરેક વ્યક્તિ જાણે છે કે માહિતીમાં ઘણું સામર્થ્ય છે અને તમારી પૉલિસી માટે જરૂરી માહિતી મેળવવા માટે તમારે શા માટે વિવિધ સ્થળોએ ફરવું જોઈએ? અમારા જનરલ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર વડે તમે તમારા ઘરે આરામથી બેસીને, તમામ વિકલ્પો જોઈને, પ્રત્યેક માટે પ્રીમિયમની ગણતરી કરી શકો છો.
આમ, તમે તમારા મનપસંદ સ્થળે ચાની ચુસકી લેતા લેતા, તમારા માટે કઈ વીમા પૉલિસી શ્રેષ્ઠ છે તે નક્કી કરી શકો છો.
તમને તૈયાર રહેવામાં મદદ કરે છે
અનપેક્ષિત ખર્ચાઓ કોઈને પસંદ હોતા નથી. તેમ છતાં, બજેટ નક્કી કરવા પાછળ તમે ગમે તેટલો સમય આપો, પણ આ ખર્ચાઓ અનિવાર્ય હોય છે. અણધાર્યા ખર્ચાઓ માટે વ્યવસ્થા રાખવી એ વિવેકપૂર્ણ છે, પરંતુ તેની સાથે તમામ સંભવિત, અને તમને ખબર છે તેવા ખર્ચાઓનો ચોક્કસ હિસાબ રાખવો એટલો જ મહત્વપૂર્ણ છે.
અમારા ઑનલાઇન જનરલ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરની મદદથી, તમે થોડી સેકંડ્સની અંદર તમારા અને તમારા પરિવારના તબીબી ખર્ચ, કાર, ઘર અને અન્ય વસ્તુઓને કવર કરવામાં થતો ખર્ચ ગણી શકો છો. આની મદદથી તમે તમારા વ્યક્તિગત ફાઇનાન્સને વધુ સારી રીતે મેનેજ કરી શકો છો અને વધુ તૈયાર રહી શકો છો.
સમયની બચત
અમે જાણીએ છીએ કે તમે એક વ્યસ્ત જીવન જીવો છો અને એવી ઘણી વસ્તુઓ છે જે તમને દિવસભર વ્યસ્ત રાખે છે. તો પછી ઇન્શ્યોરન્સ સંબંધિત બાબતોને કારણે તમારા કરવાના કાર્યોની યાદીમાં અન્ય કાર્ય શા માટે ઉમેરવું જોઈએ?
અમે તમને ઑનલાઇન ઇન્શ્યોરન્સ સંબંધિત તમામ માહિતી અને સહાય પ્રદાન કરીએ છીએ, અને તમે તમારા ઘરમાં ખૂબ જ આરામથી તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરી શકો છો. પછી તે નાસ્તાના સમયે હોય કે તમારા કામના સ્થળે જતાં સમયે હોય, તમારું અંદાજિત પ્રીમિયમ જાણવા માટે માત્ર થોડો જ સમય લાગે છે.
તમે અમારા માટે ખૂબ જ વિશેષ છો! અને ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તમારા માટે બોજારૂપ ન બને તે માટે અમે પ્રયત્નશીલ રહીએ છીએ. અને તેથી જ તમારું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નક્કી કરતી વખતે અમે ઘણા અલગ અલગ પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ.
વિવિધ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે, ત્યારે નીચે કેટલાક સામાન્ય નિર્ણાયક પરિબળો સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે:
ઉંમર
સામાન્ય રીતે ઉંમર માત્ર એક સંખ્યા છે, પરંતુ જ્યારે ઇન્શ્યોરન્સની વાત આવે છે, ત્યારે તે જેટલો વહેલો ખરીદવામાં આવે, તેટલો વધુ વ્યાજબી હોય છે. આ ખાસ કરીને હેલ્થ ઇન્શ્યોરન્સ માટે સાચું છે.
જો કે મોટર ઇન્શ્યોરન્સ માટે, જેમ કાર જૂની, તેમ પ્રીમિયમ ઓછું થવાની સંભાવના રહેલી છે. આનું કારણ એ છે કે જેમ તમારું વાહન જૂનું થાય છે, તેમ તમારા વાહનનું આઇડીવી ઘટે છે, જેનાથી પ્રીમિયમ ઓછું થાય છે.
વીમાકૃત રકમ
તમે તમારા બજેટ અનુસાર તમારા માટે કેટલી રકમનું કવર ઇચ્છો છો તે નક્કી કરી શકો છો.
આમ, તમારી જરૂરિયાત, ઉંમર અથવા જાતિ (સ્ત્રી/પુરુષ)ને ધ્યાનમાં લીધા વિના, અમે એક પૉલિસી લાવ્યા છીએ, જેનું પ્રીમિયમ તમારી પસંદગીઓની સાથે સાથે તમારા બજેટને પણ અનુરૂપ હશે. જો કે, તમે પસંદ કરેલી વીમાકૃત રકમના આધારે પ્રીમિયમની રકમ અલગ હોઇ શકે છે.
વ્યક્તિગત અથવા ગ્રુપ
પ્રીમિયમની રકમ, ખાસ કરીને હેલ્થ અથવા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે, તેનો આધાર તે ઇન્શ્યોરન્સ કોઈ વ્યક્તિ લેવામાં આવે છે કે ગ્રુપ માટે, તેના પર પણ આધાર રાખે છે.
ગ્રુપ માટે અને પોતાના માટે કવર ખરીદવા માટે તમારે ચૂકવવી પડતી ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમમાં તફાવત હોય છે.
તદુપરાંત તમે કયા પ્રકારની સંપત્તિને કવર કરવા માંગો છો તેના આધારે પણ પરિબળોમાં ફેરફાર થાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો