Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
એક અકસ્માત તમારું જીવન 60 સેકન્ડથી પણ ઓછા સમયમાં કાયમ માટે બદલી શકે છે. તમારી અથવા તમારા પરિવારના કોઈપણ સભ્ય સાથે કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે આમ બની શકે છે; અને તમારે તે માટે તૈયાર રહેવાની જરૂર છે. ભવિષ્ય, કે જેમાં જોઈ શકાતું નથી, તેમાં શું રહેલું છે તે આપણે જાણતા નથી પણ તેનો સામનો કરવા માટે આપણે હંમેશા તૈયાર રહી શકીએ છીએ.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યૉરન્સ આ વાતને સમજે છે અને અમારી પર્સનલ ગાર્ડ વીમા પૉલીસી તમને અણધાર્યા અકસ્માતોને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિઓ સામે કવર આપવા માટે બનાવવામાં આવેલ છે. આ હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલીસી તમને અકસ્માત બાદ, તમારું મેડિકલ બિલ ચૂકવીને, બાળકોના ભણતર માટેના લાભ પૂરા પાડીને અને બીજી અન્ય રીતે તમારું જીવન સામાન્ય બનાવવામાં મદદ કરે છે.
અમારી પર્સનલ ગાર્ડ પૉલીસીના માધ્યમથી તમારી આર્થિક સુરક્ષા સલામત હાથોમાં છે, કે જે તમને અને તમારા કુટુંબને અકસ્માતને કારણે થતી શારિરીક ઇજા, વિકલાંગતા કે મૃત્યુના કિસ્સામાં કવર પૂરું પાડે છે.
આ પૉલિસી હેઠળ ઉપલબ્ધ વિવિધ પ્રકારના કવરને સમજવા માટે, અહીં ક્લિક કરો.
Sl / ઉંમર | બેસિક | વિસ્તૃત | વ્યાપક |
મૃત્યુ | |||
કાયમી સંપૂર્ણ વિકલાંગતા | |||
કાયમી આંશિક વિકલાંગતા | |||
થોડા સમય માટેની સંપૂર્ણ વિકલાંગતા | |||
બાળકોના શિક્ષણ માટેનું બોનસ | |||
વીમાકૃત રકમ | |||
તબીબી ખર્ચ + હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ |
એક પૉલિસી જે નીચેની વિશિષ્ટતાઓ દ્વારા અકસ્માત સામે સુરક્ષા પ્રદાન કરે છે :
વ્યાપક કવર
આ પૉલિસી આની સામે સુરક્ષા પૂરી પાડે છે:
લાભોના પ્રમાણનું વર્ણન | વીમાકૃત રકમના % તરીકે વળતર |
ખભાના સાંધા પાસેનો હાથ | 70 |
કોણીના સાંધાની ઉપરનો હાથ | 65 |
કોણીના સાંધાની નીચેનો હાથ | 60 |
કાંડા પાસેનો હાથ | 55 |
હાથનો અંગૂઠો | 20 |
હાથની પહેલી આંગળી | 10 |
કોઈ અન્ય આંગળી | 5 |
સાથળના મધ્ય ભાગથી ઉપરનો પગ | 70 |
સાથળના મધ્ય ભાગ સુધીનો પગ | 60 |
ઢીંચણથી નીચેનો પગ | 50 |
પગની પિંડી ના મધ્ય ભાગ (mid-calf) સુધીનો પગ | 45 |
એડી પાસેનો પગ | 40 |
પગનો અંગૂઠો | 5 |
અન્ય કોઈ અંગૂઠો | 2 |
આંખ | 50 |
એક કાનમાં સાંભળવાની તકલીફ | 30 |
બંને કાનમાં સાંભળવાની તકલીફ | 75 |
સૂંઘવાની શક્તિ | 10 |
સ્વાદ પારખવાની શક્તિ | 5 |
બાળકોના શિક્ષણનો લાભ
મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં, દરેક આશ્રિત બાળક માટે, 2 સુધી, જો તમારા અકસ્માતની તારીખે તેઓ 19 વર્ષથી નાના હોય, તો ₹5,000 ની એક વખતની ચુકવણી તેમના શિક્ષણની કિંમત માટે ચૂકવવાપાત્ર રહેશે.
હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ ભથ્થું
જો કલેઇમ મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા, કાયમી આંશિક વિકલાંગતા અથવા હંગામી સંપૂર્ણ વિકલાંગતા હેઠળ સ્વીકારવામાં આવે, તો અમે તમને પૉલિસીના સમયગાળા દીઠ, મહત્તમ 30 દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના પ્રત્યેક દિવસ માટે ₹ 1,000 ની ચુકવણી કરીશું.
આકસ્મિક ઈજાને કારણે ઉદ્ભવતા તબીબી ખર્ચને આવરી લે છે
જો કલેઇમ મૃત્યુ, કાયમી સંપૂર્ણ વિકલાંગતા, કાયમી આંશિક વિકલાંગતા અથવા હંગામી સંપૂર્ણ વિકલાંગતા હેઠળ સ્વીકારવામાં આવે, તો આકસ્મિક ઇજાને કારણે થયેલ તબીબી ખર્ચની માન્ય ક્લેઇમની રકમના 40% અથવા તબીબી બિલની વાસ્તવિક રકમ, બેમાંથી જે પણ ઓછું હશે તે, તેની અમે ભરપાઈ કરીશું.
અકસ્માતમાં થયેલ કોઈપણ શારીરિક ઈજા/મૃત્યુના કિસ્સામાં કૃપા કરીને નીચે જણાવેલ પ્રક્રિયાને અનુસરો:
મૃત્યુ
PTD (કાયમી સંપૂર્ણ વિકલાંગતા), PPD (કાયમી આંશિક વિકલાંગતા) અને TTD (હંગામી સંપૂર્ણ વિકલાંગતા)
બાળકોના શિક્ષણ માટે બોનસ
હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ ભથ્થું/મેડિકલ ખર્ચની ભરપાઈ
વ્યક્તિગત અકસ્માત પૉલીસી અકસ્માતથી થયેલ મૃત્યુ / ઈજા / વિકલાંગતાના કિસ્સામાં આર્થિક સહાય પૂરી પાડે છે. અનપેક્ષિત તબીબી ખર્ચ નાણાંકીય રીતે એક મોટી પીછેહઠ કરાવી શકે છે. એક વ્યાપક વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ તમને કોઈ અણધારી ઘટના પછી પણ આર્થિક રીતે સુરક્ષિત રાખે છે.
જો તમને કોઈ અકસ્માત થાય છે અને તેને કારણે તમારા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય છે તો તમે કે તમારા પ્રિયજન જે તમારા વતી દાવો કરી રહ્યા છે તેમણે અમને લેખિતમાં તાત્કાલિક અથવા 14 દિવસમાં જાણ કરવાની રહેશે.
અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં, અમને તેની લેખિતમાં તાત્કાલિક જાણ કરવી આવશ્યક છે અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટની એક નકલ અમને 14 દિવસની અંદર મોકલવાની રહેશે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને ઝડપથી કરવામાં વિશ્વાસ રાખે છે. ક્લેઇમ પર પ્રક્રિયા તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરવાની તારીખથી સાત કાર્યકારી દિવસમાં કરવામાં આવે છે.
ના, પર્સનલ ગાર્ડ પૉલિસી માત્ર અકસ્માત અથવા અકસ્માતમાં થયેલ ઈજાઓને કારણે થતા મૃત્યુને આવરે છે.
પર્સનલ ગાર્ડ પૉલિસી પસંદ કરવાની પાત્રતા નીચે જણાવ્યા મુજબ છે:
પ્રસ્તાવકર્તા અને જીવનસાથી માટેની પ્રવેશ વય 18 થી 65 વર્ષ વચ્ચે છે.
આશ્રિત બાળકો માટે પ્રવેશની ઉંમર 5 વર્ષથી 21 વર્ષની વચ્ચે છે.
મારું ક્લેઇમ સેટલમેન્ટ, જે 2 દિવસની અંદર મંજૂર થયેલ, તે અંગે હું ખુશ અને સંતુષ્ટ છું...
લૉકડાઉનના સમયમાં ઇન્શ્યોરન્સની કૉપી ખૂબ જ ઝડપથી ડિલિવર કરવામાં આવી. બજાજ આલિયાન્ઝ ટીમનો આભાર
હું બજાજ આલિયાન્ઝ વડોદરાની ટીમનો, ખાસ કરીને શ્રી હાર્દિક મકવાણા અને શ્રી આશીષ ગુપ્તાનો આભાર માનું છું...
પર્સનલ ગાર્ડ ઇન્શ્યોરન્સ પૉલિસી પૂર્ણ સુરક્ષા અને મનની શાંતિ આપે છે.
વ્યક્તિગત અકસ્માત સંબંધિત તમામ પરિસ્થિતિઓને કવર કરવા માટે તૈયાર કરેલ પ્લાન.
તમારા પરિવારનો વીમો લો અને 10% ફેમિલી ડિસ્કાઉન્ટ મેળવો.
અમારી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ ટીમ દાવાની પતાવટ સરળતાથી અને ઝડપથી કરે છે. વધુ વાંચો
ઝંઝટ-મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ
Our in-house claim settlement team provides seamless and quick claim settlement. We also offer cashless facility at more than 18,400+ network hospitals* across India. This comes in handy in case of hospitalisation or treatment wherein we take care of paying the bills directly to the network hospital and you can focus on recovering and getting back on your feet.
તમારા વ્યવસાય દ્વારા નિર્ધારિત વિવિધ જોખમ સ્તર અનુસાર પ્રીમિયમ અલગ હોય છે વધુ વાંચો
ફ્લેક્સિબલ પ્રીમિયમ ગણતરી
તમારા વ્યવસાય દ્વારા નિર્ધારિત વિવિધ જોખમ સ્તર અનુસાર પ્રીમિયમ અલગ હોય છે
જોખમનું સ્તર I: વહીવટી કાર્યો / સંચાલનને લગતા કાર્યો, એકાઉન્ટન્ટ્સ, ડોકટરો, વકીલો, આર્કિટેક્ટ, શિક્ષકો.
જોખમનું સ્તર II: મૅન્યુઅલ લેબર, ગેરેજ મિકેનિક, મશીન ઑપરેટર પેઇડ ડ્રાઇવર (કાર/ટ્રક/ભારે વાહનો), રોકડ લાવનાર-લઈ જનાર કર્મચારી, બિલ્ડર, કોન્ટ્રાકટર, પશુઓના ડૉક્ટર.
જોખમનું સ્તર III: ભૂગર્ભ ખાણોના કામદારો, ઉચ્ચ તણાવ ધરાવતાં ઇલેક્ટ્રિક સાધનો, જોકી, સર્કસના કલાકારો, મોટા શિકારીઓ, પર્વતારોહકો, પ્રોફેશનલ રિવર રાફટર્સ અને તે પ્રકારના અન્ય વ્યવસાયો.
નોંધ: ઉપર ન જણાવેલ હોય તેવા વ્યવસાયો માટે કૃપા કરીને અમારો સંપર્ક કરો.
વાર્ષિક પ્રીમિયમ દર
તમે તમારી જરૂરિયાતો અનુસાર વિવિધ પ્રીમિયમ વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો:
પ્રીમિયમના દરો નીચે આપવામાં આવેલ છે (%) - પ્રતિ 1,000 રુ./- | |||
કવર | રિસ્ક ક્લાસ | ||
| I | ii | iii |
બેસિક | 0.45 | 0.6 | 0.9 |
વિસ્તૃત | 1.0 | 1.25 | 1.75 |
વ્યાપક | 1.5 | 2.0 | ઉપલબ્ધ નથી |
તબીબી ખર્ચ | ઉપરોક્ત પ્રીમિયમના 25% | ઉપરોક્ત પ્રીમિયમના 25% | ઉપરોક્ત પ્રીમિયમના 25% |
હૉસ્પિટલ કન્ફાઇનમેન્ટ | ₹300 પ્રતિ વ્યક્તિ | ₹300 પ્રતિ વ્યક્તિ | ₹300 પ્રતિ વ્યક્તિ |
પ્રત્યેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે 10% નું સંચિત બોનસ, મહત્તમ 50% સુધી મેળવો, અને જો ક્લેઇમ કરેલ હોય તો 10% જેટલું ઓછું કરવામાં આવે છે.
અકસ્માતને કારણે મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં કવર પ્રદાન કરે છે.
અકસ્માતને કારણે મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં વધુમાં વધુ 2 આશ્રિત બાળકોને ચિલ્ડ્રન એજ્યુકેશન બેનિફિટ મળી શકે છે.
અકસ્માતને કારણે મૃત્યુ અથવા વિકલાંગતાના કિસ્સામાં, હોસ્પિટલમાં પસાર કરેલ પ્રત્યેક દિવસ માટે રોકડ લાભ મળે છે.
જો મૃત્યુ અથવા વિકલાંગતા હેઠળ દાવાને સ્વીકારવામાં આવે છે, તો તબીબી ખર્ચની ભરપાઈ માન્ય દાવાની રકમના 40% અથવા બિલની રકમ, બેમાંથી જે પણ ઓછી હોય, તે પ્રમાણે કરવામાં આવશે.
આત્મહત્યા, આત્મહત્યાનો પ્રયાસ અથવા પોતે પોતાની જાતને ઈજા પહોંચાડવી અથવા માંદગીના પરિણામે આકસ્મિક શારીરિક ઈજા.
દારૂ અથવા ડ્રગના પ્રભાવ હેઠળ આકસ્મિક ઇજા / મૃત્યુ.
ગુનાહિત ઉદ્દેશથી કરવામાં આવેલ કાયદાના કોઈપણ ઉલ્લંઘનને પરિણામે થતી આકસ્મિક ઇજા / મૃત્યુ.
વિમાન અથવા બલૂનમાં ચઢતાં, ઉતરતા સમયે આકસ્મિક ઇજા / મૃત્યુ...
વધુ વાંચોયોગ્ય લાઇસન્સ ધરાવતા સ્ટાન્ડર્ડ પ્રકારના કોઈપણ વિમાનમાં દુનિયામાં ક્યાંય પણ પ્રવાસી (ભાડું ચૂકવીને કે અન્યથા) તરીકે નહીં પણ અન્ય રૂપે કોઈપણ બલૂન કે વિમાન પર ચઢતાં, ઉતરતા સમયે કે પ્રવાસ કરતી વખતે, ઉડ્ડયન કે બલૂનિંગમાં વ્યસ્ત રહેવાના પરિણામે થયેલ આકસ્મિક ઈજા/મૃત્યુ.
મોટર રેસીંગ અથવા ટ્રાયલ રન દરમિયાન વાહનના ડ્રાઇવર, સહ-ડ્રાઇવર અથવા પેસેન્જર તરીકે ભાગ લેવાનાં પરિણામે આકસ્મિક ઇજા / મૃત્યુ.
કોઈપણ ઑપરેશન અથવા રોગનિવારક ઉપચાર જે તમે તમારા શરીર પર કરતાં હોવ અથવા કરાવેલ હોય.
નૌકાદળ, લશ્કર અથવા હવાઈ દળના કોઈપણ ઓપરેશનમાં, પછી તે લશ્કરી કવાયત સ્વરૂપે, જે વિરામ અથવા યુદ્ધ વિના કરવામાં આવે છે અથવા દુશ્મન સાથેની વાસ્તવિક લડાઈ, પછી તે વિદેશી હોય કે સ્થાનિક, તેમાં ભાગ લેવો.
કોઈપણ પ્રકારનું પરિણામી નુકસાન અથવા તમારી વાસ્તવિક અથવા કથિત કાનૂની જવાબદારી.
કામેચ્છા સંબંધી અથવા જાતીય રોગો.
HIV અને/અથવા કોઈપણ HIV સંબંધિત બિમારી જેમાં AIDS અને/અથવા કોઈ પણ કારણોસર મ્યુટન્ટ ડેરિવેટિવ્સ અથવા તેના વેરિએશન શામેલ છે.
સગર્ભાવસ્થા, તેને પરિણામે બાળક નો જન્મ, કસુવાવડ, ગર્ભપાત અથવા આમાંથી કોઈ પણ કારણે ઉત્પન્ન થતી જટિલ પરિસ્થિતિઓ.
યુદ્ધ (જાહેર કરેલ કે વણજાહેર), આંતરવિગ્રહ, આક્રમણ,...
વધુ વાંચોયુદ્ધ (જાહેર કરેલ કે વણજાહેર), આંતરવિગ્રહ, આક્રમણ, દેશના શત્રુઓ દ્વારા કોઈ કૃત્ય, બળવો, ક્રાંતિ, વિદ્રોહ, સત્તા સામે બળવો, લશ્કરી અથવા ઝૂંટવી લેવામાં આવેલ સત્તા, જપ્તી, કેદ કરવું, ધરપકડ, સંયમ અથવા અટકાયત, જપ્તી અથવા રાષ્ટ્રીયકરણ અથવા કોઈપણ સરકાર અથવા જાહેર અથવા સ્થાનિક સત્તાના હુકમ હેઠળ અથવા તેના દ્વારા માંગણી અથવા નુકસાન વગેરેને કારણે ઉદ્ભવતી સારવાર.
ન્યુક્લિયર એનર્જી, કિરણોત્સર્ગને કારણે ઉદ્ભવતી સારવાર.
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
(3,912 રિવ્યૂ અને રેટિંગ પર આધારિત)
સતીશ ચંદ કટોચ
વેબ દ્વારા ઝંઝટમુક્ત પૉલિસી લેતી વખતે અમે બધા વિકલ્પ સાથે રિવ્યૂ કરી શકીએ છીએ.
આશીષ મુખર્જી
દરેક માટે સૌથી સરળ, કોઈ ઝંઝટ નહીં, કોઈ મૂંઝવણ નહીં. સરસ કામ. સૌભાગ્ય.
જયકુમાર રાવ
ખૂબ જ યૂઝર ફ્રેન્ડલી. મને 10 મિનિટથી ઓછા સમયમાં મારી પૉલિસી મળી છે.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો